જાણે-અજાણે (49) Bhoomi Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

જાણે-અજાણે (49)

રેવાનાં મનમાં કંઈક ચાલી રહ્યું હતું. પણ તેનો ચહેરો અને મોં બંને ચુપ હતાં. શું રેવાએ પોતાનો નિર્ણય કરી લીધો?.. શું પગલું ભરશે રેવા?.. શું તે નિયતિ બની વિચારશે કે રેવા બની લડશે?...

બસમાં વંદિતાએ કેટલું પુછવાની કોશિશ કરી પણ રેવાએ મૌન સેવ્યું. અને આખરે પોતાનાં ગામ પહોંચી ગયાં. વંદિતા પોતાને ઘેર ચાલતાં બોલી "દીદી હું તમને પછી મળું છું. ઘેર જઈ આવું. " રેવાએ હા કહ્યું અને બંને છૂટા પડ્યાં. રેવાને પણ કોઈકને મળવાનું હતું. બીજું કોઈ નહિ પણ કૌશલ. અને રેવા કૌશલ પાસે પહોંચી. પણ દરેક વખતની જેમ આજે પણ કૌશલ જળ્યો નહીં અને રેવા પોતાનાં ઘેર પાછી ફરી. સંજે કૌશલને જાણ થતાં કે રેવા પાછી આવી ચુકી છે અને તેને મળવા શોધતી હતી ત્યાં કૌશલનાં ખુશીનો પાર ના રહ્યો અને ઉત્તેજીત બની તે રેવાને મળવા તેનાં ઘર સુધી પહોંચી ગયો. પણ બહાર ઉભો રાહ જોતો રહ્યો. એ વિચારીને કે આટલી રાત્રે તેને મળવા પર કોઈ પ્રશ્ન ના ઉઠાવે. રેવાએ તેને બારીએથી જોઈ લીધો અને તેને થોડીવારમાં પહેલાંની જગ્યા ત્યાં નદી પાસે બોલાવ્યો. ના જાણે રેવાનાં મનમાં શું ચાલી રહ્યુ હતું પણ આ દરેક વાતથી અજાણ કૌશલ રેવાનો નદી પાસે આતુરતાથી રાહ જોતો હતો. અને રાત ઘણી ચડવા લાગી હતી. લોકોની અવરજવર પણ નહિવત્ બની. માત્ર પવનના સુસવાટા સંભળાતા હતાં ત્યાં એક ઝાંઝરીનો અવાજ આવ્યો. કૌશલ આ અવાજ ઓળખતો હતો. તે ઝાંઝરી રેવાનાં પગની હતી. જુની યાદો મનમાં તાજી થવાં લાગી હતી. પાછળથી મધુર અવાજ કૌશલનાં કાનમાં પડ્યો "કૌશલ.... માફ કરજે મોડું થયુ "... કૌશલ માટે રેવાની વાણી મધથી પણ મીઠી લાગતી હતી. અને આજે ઘણાં દિવસો પછી જાણે આમ એકાંત સમય મળ્યો હતો. એટલે તે બહું ખુશ હતો . રેવાનાં ચહેરાં પર એક ધીમી આવી રહેલી શર્મ હતી. અને રેવા ધીમેથી આવી કૌશલની બાજુમાં નાની જગ્યામાં બેસી ગઈ. જગ્યાં નાની હતી એટલે કૌશલને અડકીને બેઠેલી રેવાને જોઈ થોડો આશ્ચર્ય થયો. કેમકે આજથી પહેલા રેવા આટલી મુક્તતાથી નહતી બેસતી-ઉઠતી. પણ કૌશલની ખુશી તેને કોઈ તર્ક કરવાં નહતી દેતી. એટલે તેણે કશું પુછ્યું નહી. થોડીવાર મૌન છવાઈ રહ્યું અને પછી ધીમેથી કૌશલે રેવાનો હાથ પકડવાની કોશિશ કરી. રેવાએ પણ તેની કોશિશને ઝડપી લીધી અને તેનો હાથ વધારે મજબુતાઈથી પકડ્યો. બંનેની નજર એકબીજાનું પકડાયેલા હાથ પર હતી.
આંગળીઓને વચ્ચેની જગ્યા પુરતો બીજો હાથ પોતાનાં હાથમાં જોઈ મનમાં જ બન્ને હરખાય રહ્યાં હતાં. અને કૌશલે વાત શરું કરી " કેમ એકદમ ચાલી ગઈ હતી?.. મને કહ્યુ પણ નહીં કે જવાનું છે!.... " કૌશલની વાતમાં અધિકાર સંભળાય રહ્યો અને રેવા થોડું હસી બોલી " જવું જરૂરી હતું." " કેમ?" કૌશલે પુછ્યું. " જો ગઈ જ ના હોત તો આજે આમ તારો હાથ મારાં હાથમાં ના હોત!.. કેટલીક વાર અંતર જરૂરી છે..." રેવાનો એક વાક્ય અને કૌશલને પોતાની વધારે નજીક ખેચી રહ્યું. કૌશલનું મન ધકધકવા લાગ્યું. અને રેવા પર વધારે હક જતાવવાનું મન થતાં તે બોલ્યો " રેવા.... આજે મને તારી પર હક્ક કરવાનું મન થાય છે. તને પોતાની વધારે સમીપ લાવવાનું મન થાય છે.... મને ખોટો ના સમજતી પણ ખરેખર આજે કંઈક અલગ જ અનુભવ થાય છે. " રેવા પહેલાં કશું બોલી નહીં પછી તેણે કહ્યું " હું સમજું છું. એમ તો હું એવી કોઈ વાત ના કહી શકું પણ આજે હું તને રોકવાં નથી માંગતી. કદાચ હું પણ આજે કંઈક અલગ અનુભવું છું. " અને બસ કૌશલ સમજી ગયો. તેણે રેવાનો હાથ બીજાં હાથમાં પકડ્યો અને બીજાં હાથથી રેવાને કમરેથી પકડી પોતાની બાથમાં લઈ લીધી. રેવા પણ કંઈક કહેવા યોગ્ય નહતી અને તે કૌશલમાં પોતાને સમાતી જોઈ બસ એમ જ બેસી રહી. હવે તો શબ્દોની જરૂર નહતી. મૌન વાતો કરવાં લાગ્યું હતું. મનથી મનનો સેતુ બંધાય રહ્યો હતો. રેવાનું મન ધીમેં ધીમેં શાંત થવાં લાગ્યું હતું. પણ તેનાં મનનાં વિચારો રોકાવાનું નામ નહતાં લઈ રહ્યાં એટલે તેણે કૌશલને પુછ્યું " કૌશલ શું તું મારી પર ભરોસો કરે છે?!.." " આવું પુછવાની જરૂર કેમ પડી? " કૌશલે તરત પુછ્યું. " તું પહેલાં બોલને!..." રેવા ધીમેથી બોલી રહી. " તું મારાં હાથમાં સંકડાયેલી છે. હજું કશું ખુટે છે કહેવા માટે?.. " રેવા કશું બોલી નહીં એટલે કૌશલે પોતાની તરફ રેવાને વધારે નજીક ખેંચતાં તેને ઈશારાંથી પુછ્યું. " બોલ કંઈ ખુટે છે? " અને રેવા એ નકારમાં માથું ધુણાવ્યું. અને ફરીથી બંને શાંત બન્યા. રેવાને પોતાની પાસે જોવાથી મળેલી શાંતિ અનંત હતી અને કૌશલને એ શાંતિમાં ઉંઘ આવી ગઈ. ફરીથી એ જુનો સમય વાગોળાય રહ્યો હતો. આજથી પહેલાં જ્યારે કૌશલ અને રેવાની મિત્રતા વળાંક લઈ રહી હતી ત્યારે પણ આ જ નદી, પવનો અને કૌશલની ઉંઘ સાક્ષી બન્યાં હતાં અને આજે પણ એ પરિબળો ફરીથી સાક્ષી બનવાનાં હતાં એક નવાં વળાંકના. પણ શું એ વળાંક રેવા અને કૌશલનાં પક્ષમાં હશે કે વિરુદ્ધ તે જોવાં હજું એક ગાઢ રાત્રીનો સામનો બાકી હતો. અને આજે ફરી સૂર્ય ઉદયની સાથે રેવા કૌશલને સૂતો મુકી ચાલી ગઈ. સાથે પોતાની ઝાંઝરી અને એક પત્ર છોડી ગઈ. કૌશલની આંખ ખુલતાં તેણે રેવાને પોતાની સમીપ ના જોઈ પણ બંને વસ્તું તેની સામે પડી હતી. તે ઝાંઝરી કૌશલને રેવાની યાદ અપાવી ગઈ. પોતે વિતાવેલાં અનમોન સ્મરણો યાદ કરાવવાં લાગી. અને કૌશલે પત્ર વાંચવાની શરૂઆત કરી

" ડિયર કૌશલ,...

હું જાણું છું કે આ ઝાંઝરી તને મારી યાદ અપાવે છે અને એટલે જ હું મુકીને જઉં છું. તને કેટલાય દિવસથી ઘણી વાતો કહેવાની હતી. પણ તારી પાસે મારાં માટે સમય જ નહતો. અને જ્યારે એકાંત સમય મળ્યો તો હું તારામાં જ સમાયને રહી ગઈ. બસ હવે સમય નથી બીજી વાતો નો તો તું એટલું સમજી લે કે તું મારાં માટે મિત્રથી પણ વિશેષ છે . પણ કદાચ હવે હું તે સાબિત નહિ કરી શકું. હોય શકે કે મારાં કેટલાક નિર્ણય તને દુઃખ આપે. પણ થઈ શકે તો મારી પર વિશ્વાસ રાખજે. અને જો હું પાછી આવું તો આ ઝાંઝરી મને તારાં હાથે પહેરાવજે અને જો ના આવી શકું તો મારી યાદ સમજી સાચવી રાખજે ને. કદાચ જીવનનાં કોઈક રસ્તે કે વળાંકે આપણે ફરી ભેગાં થઈ જઈએ. .... અને હા... આ પત્ર પછી મને કોઈ પ્રશ્ન ના કરતો.

રેવા..."

કૌશલની આંખોમાં પાણી આવી ગયું. રેવાને પોતાનાથી દૂર જવાની વાત વિચારીને જ તેનાં રૂવાડા ઉભાં થવાં લાગ્યાં. પણ રેવાનાં ના કહેવાને લીધે તે કાંઈ પુછી પણ નહતો શકતો. અને બીજી તરફ રેવા અનંત અને રોહન પાસે પહોંચી ચુકી હતી. તેનો નિર્ણય કહેવા.
" આવ નિયતિ આવ... " રોહને કટાક્ષમાં ક્હ્યું. રેવાની આંખો આંસુથી છલોછલ હતી અને તેણે થથરતાં અવાજે કહ્યું " અનંત.... કેટલાક દિવસ પહેલાં તેં મને તારાં મનની વાત કહી હતી. અને પુછ્યું હતું કે શું હું તારી સાથે આખું જીવન વિતાવવા સહેમત છું!...તો આજે તેનો જવાબ આપવાં હું આવી છું. તને કહેવાં આવી છું કે....."

રેવા અટકી ગઈ એટલે અનંતે ગભરાતાં પુછ્યું " કે?..." રેવાએ ઉંડો શ્વાસ ભરતાં કહ્યું " કે હું તારી સાથે લગ્ન કરવાં તૈયાર છું. હું તારી સાથે આખું જીવન વિતાવવા તૈયાર છું. " અનંતને પોતાનાં કાન પર વિશ્વાસ નહતો થતો પણ એ સાચું હતું. અને રોહને રેવાને ઈશારો કર્યો " સરસ ". અને રેવા ત્યાંથી ચાલી ગઈ. આ વાતથી ખુશ બનેલાં બે વ્યકિત અનંત અને રોહન હતાં. પણ આ જ વાતથી બીજાં બે વ્યકિતનાં જીવન ઉજ્જડ બનવાનાં હતાં એટલે કે કૌશલ અને પ્રકૃતિ!...

શું પ્રતિભાવ આપશે જ્યારે આ બંનેને ખબર પડશે!...



ક્રમશઃ