લવ ની ભવાઈ - 23 Dhaval Limbani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

લવ ની ભવાઈ - 23

😊 લવની ભવાઈ - ૨૩ ☺️


સિયા - અરે હા મારા ભાઈ નહીં છુપાવું બસ અને હા સાંભળ.


કાલે હું તારા ઘરે આવુ છું તો આપણે શાંતિ થી બધી વાત કરીએ.


ઓકે ?


નીલ - હા...આવજે અને હા ધ્યાન રાખજે તારું......


બસ એટલી વાતો કરી બંને ભાઈ બહેન ફોન મૂકે છે અને બીજા દિવસે સિયા નીલના ઘરે પહોંચે છે. બંને થોડીવાર સાથે બેસી અને લંચ કરવા માટે બેસે છે અને પછી તેઓ નીલના રૂમમાં જાય છે.


સિયા થોડી વાર નીલ સાથે અલક મલક ની વાતો કરે છે અને પછી બંને જણા અવની વિશે વાત કરવાની સ્ટાર્ટ કરે છે. એટલામાં નીલના ફોન પર સિયાના મમ્મીનો ફોન આવે છે કે એ પહોંચી ગઈ કે નહીં એ પૂછવા.એટલે નીલ પોતાનો ફોન સિયાને આપે છે અને સિયા વાત કરતી કરતી ગેલેરીમાં પહોંચી જાય છે. બસ નીલ એ બંને ની વાતો સાંભળી હસતો હોય છે એટલામાં જ સિયાના ફોન પર એક કોલ આવે છે.


ફોન વાઈબ્રેટ હોવાના કારણે રિંગ વાગતી નથી. નીલ પોતાના હાથમાં ફોન લઈને જુએ છે તો એમાં My Love લખેલું હોય છે અને સાથે જ સિયાનો અને અવનીના ભાઈનો ફોટો હોય છે.નીલ વિચારવા લાગે છે કે આ બધુ શુ છે ??


સિયા અવનીના ભાઈ સાથે ???


કઇ રીતે ????


નીલ વિચાર કરવા લાગે છે અને એના માઈન્ડમાં અવનવા પ્રશ્નો ઉદ્દભવવા લાગે છે. સિયા અહીં મારું અને અવની વચ્ચે જે કઈ પણ ચાલે છે એ બધુ ડિસ્કશન કરવા માટે આવી હતી ને અહીં તો કંઈક અલગ જ જોવા મળ્યું. હમણાં સિયા ફોન મૂકે એટલે પૂછી લવ કે આ બધુ શુ છે..???


થોડી વાર પછી સિયા ફોન મૂકે છે અને નીલના રૂમમાં નીલ ની પાસે આવે છે. નીલ ને જોતા જ સિયાને કઈક અલગ જ ફિલ થાય છે કે નીલ એટલું બધુ વળી શુ વિચાર કરતો હશે ???


સિયા - ઓ હેલો.... શુ વિચાર કરે છે બોસ તું.?? ક્યાં ખોવાઈ ગયો ???


નીલ - અરે કહી નહીં.... પાગલ... બસ એમ જ....


સિયા - અરે મારા ભાઈ.. તારા ચહેરા ઉપર સાફ સાફ બધુ દેખાઈ છે. બોલ બોલ શુ થયુ????


નીલ - અરે કહી નહીં....


સિયા - તારે બોલવુ છે કે પછી હું.....!!!!


નીલ - અરે બસ કહી નહીં... પણ તું મને એક વાત નો જવાબ આપ કે તે મારા થી કશુ છુપાવ્યુ છે ???


સિયા - ભાઈ ... કેમ આવો સવાલ કરે છે...?


નીલ - અરે બસ એમ જ પૂછું છુ.


કે ને તું મારા થી એકેય વાત છુપાવે છે ???


સિયા - અરે ના ભાઈ કેમ....??


નીલ - એટલે એમ કે તું કોઈની સાથે લવશીપ માં છે ??


સિયા - હા ભાઈ.. તને હું મારી બધી વાત કહેવાની જ હતી પણ અમુક વાતો એવી વચ્ચે આવી કે અમુક વસ્તુ મને થોડા દિવસ પહેલા જ ખબર પડી.


નીલ - એટલે શું ખબર પડી...??


સિયા - તને ખબર તો છે ભાઈ....


નીલ - ના સિયા મને નથી ખબર.. બોલ ને.... તને શું ખબર પડી ???


સિયા - એ જ કે જેની સાથે હું લવશીપ છું એ અવનીનો ભાઈ છે અને મને એ થોડા દિવસ પહેલા જ ખબર પડી.


નીલ - એટલે કે તને ખબર જ ન હતી કે તું જેની સાથે લવશીપમાં છે એ અવની નો ભાઈ છે.


સિયા - ના ભાઈ... કસમથી... મને નહોતી ખબર કે દિવ્ય અવનીનો ભાઈ છે..


નીલ - અરે યાર.....


સિયા - કેમ ભાઈ... શુ થયું ??


નીલ - અરે કહી નહિ થયું યાર.. બસ એ સમજમા નથી આવતું કે મારી સાથે શુ થઈ રહ્યું છે.


સિયા - એટલે


નીલ - અરે યાર. એક તો મારા અને અવની વચ્ચે કેટલાય ઝઘડાઓ ચાલે છે અને એમાંય તારું રિલેશન એના ભાઈ જોડે જ..


સિયા - હા ભાઈ હું જાણું છું કે તમે અત્યારે શુ વિચારી રહ્યા હશો.. સો સોરી ભાઈ... હું અહી તમારા પ્રોબ્લેમ સોલ્વ કરવા આવી હતી ને મેં તમને મારા પ્રોબ્લેમમાં ભેળવી દીધા.


નીલ - અરે ના યાર... એવું નથી... હું ખુશ છું તારા માટે. પણ મને ખબર નથી કે દિવ્ય કેવો છોકરો છે એન્ડ વોટ એવર....


સિયા - ભાઈ.. તમને તો મારી ખબર છે ને...!!!!


નીલ - હા.. મને તારી ખબર છે કે તું કોઈ ને પણ તારી લાઈફમાં વગર વિચાર્યે આવવા નથી દેતી.. અને દિવ્ય માટે પણ તે સો વિચારો તો કર્યા જ હશે ને પછી જ તે એને હા પાડી હશે. સાચું કહું તો હું ખુશ છું કે તું કોઈ સારા છોકરા સાથે લવશીપમાં છે.


યાર પણ સાચું કહું તો મને ખરેખર સમજવા એ નથી આવતું કે હું ખરેખર ખુશ થાવ કે શુ કરું ???


સિયા - એટલે ભાઈ ??


નીલ - એટલે એમ કે.....


તું લવશીપ માં છે એનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી પણ અવનીના ભાઈ સાથે છે એટલે થોડી.........


સિયા - ભાઈ હું સમજી શકુ છું કે તમારા મન અને દિમાગમાં અત્યારે શુ ચાલી રહ્યું છે.


ભાઈ જો મેં દિવ્ય માટે ઘણું વિચાર્યું અને પછી જ મેં એને રિલેશન માટે હા પાડી. તારા અને અવની વચ્ચે શુ ચાલી રહ્યું હતું એ તો મને ભી ખ્યાલ ન હતો. તો ભાઈ તમે એ ચિંતા ન કરો કે હું કોઈ ખોટા વ્યક્તિના પ્રેમમાં છુ..


નીલ - અરે માય ડિયર... હું એમ નથી કહેતો..


તે પ્રેમ કર્યો એમાં તારી કોઈ ભૂલ નથી. હું તારી સાથે છું અને સપોર્ટ પણ કરું છું તો તું એ વાત ની ચિંતા ન કર. બસ અવનીને લઈને થોડા પ્રશ્નો દિમાગમાં આવ્યા એટલે... બસ ... બાકી કહી નથી મારા મનમાં...


સિયા - ઓકે ભાઈ..


નીલ - હવે જે હોય તે મુક.. અને મને એ કહે કે દિવ્ય ને ખબર છે કે હું તારો ભાઈ છુ.... મિન્સ કે એ મને ઓળખે છે ?


તે મારા વિશે ક્યારેય એને વાત કહેલી છે ??


સિયા - ના... ભાઈ... દિવ્ય તમને ઓળખતો નથી પણ એને એટલી ખબર છે કે સિયા ને એક કઝીન છે.


નીલ - ઓકે સિયા..


સિયા - ભાઈ રિયલી સોરી હો.... હું અહી તમારો પ્રોબેલ્મ સોલ્વ કરવા આવી હતી ને શુ થઈ ગયું.


નીલ - અરે ના ડિયર... એમાં શુ ?? મારી નાની બહેન છે ને તું..


તો પછી એમાં પ્રોબેલ્મ શુ હોય મને..?.


સિયા - હા ભાઈ તો પણ...


નીલ - કહી નહીં ચાલ. બધુ જવા દે....


સિયા - હા ભાઈ.... પણ એક વાત કહું... ?


નીલ - હા બોલ ને ...


સિયા - ભાઈ બપોરે લંચ તો કર્યું હતું પણ અત્યારે જોરદાર ભૂખ લાગી છે હો.. ચાલ ને કઈક બહાર ખાવા જઈએ...


મૂડ પણ ફ્રેશ થઈ જશે અને મારી ભૂખ પણ મરી જશે.....હા હા હા...


નીલ - હા હો....


નીલ અને સિયા બહાર જાય છે અને મસ્ત મઝાની પાણી પુરી સિયા ને ખવડાવે છે અને પછી આઇસ્ક્રીમ ખવડાવે છે. આ બધુ ખાઈને ઘરે પાછા આવતા હોય છે એટલા માં સિયા કહે છે કે ...


ભાઈ હું અવની ને મળી હતી... થોડા દિવસ પહેલા...


નીલ - .....શુ........ શુ વાત કરે છે ??


ક્યારે ...?....


કેવી રીતે ..???


અને શા માટે .....???


સિયા - ભાઈ એ બધુ તો હું નહીં કહી શકું બોવ લોન્ગ સ્ટોરી છે પણ એટલું જાણી લે કે મને અવની એ એવું કીધું હતુ કે હું તને અને મારા ભાઈ ને ક્યારેય એક નહીં થવા દવ.. તું અને તારો ભાઈ નીલ બંને એક સરખા જ છો..


નીલ - ઓહ ... અવની એ તને એટલું બધુ કહી દીધું ???


અને તે એક વાર પણ મને ત્યારે વાત પણ ન કરી.. અને વાત કરવાની તો દૂર પણ એક વાર પણ તે મને ના પૂછ્યું કે હું અવની ને મળવા જાવ કે નહીં...?? શુ યાર સિયા......??


સિયા - પણ ભાઈ એમાં એવું હતું કે તમે મને કઇ વાત કરતા ન હતા અને એકલા એકલા રહેતા તા એટલે મને એમ કે અવનીને મળીને હું પ્રોબ્લેમ સોલ્વ કરી આપુ બસ....એટલે હું અવનીને મળી..


નીલ - અરે યાર... કઈ નહીં ચાલ.. જે થયું હોય તે પણ તું ખોટું ટેંશન ન લેતી જે પણ કઈ અવની બોલી હોય એનું.. હું તારી અને દિવ્ય ની સાથે છું.. સો ડોન્ટ વરી માય ડિયર બહેના....


સિયા - થેંક્યું ભાઇ....


બંને જણા ઘરે પહોંચી જાય છે નીલ સિયા પાસે થી દિવ્ય નો નંબર લે છે અને થોડા દિવસ પછી સિયા ને કીધા વગર દિવ્ય ને ફોન કરે છે કે " હું સિયા નો ભાઈ વાત કરું છું . મને તમારા વિશે જાણ થઈ એટલે તને મળવાનું મન થયું તો શુ આપણે મળી શકીએ...?



દિવ્ય હા પાડે છે અને મળવાના પ્લેસ અને ટાઈમ નક્કી થાય છે. નીલ સિયા ને સરપ્રાઇઝ આપવા માંગતો હતો એટલે એ કીધા વગર સિયા ને એ પ્લેસ પર લઈ જાય છે પણ થાય છે એવુ કે દિવ્ય સાથે અવની પણ આવી હોય છે તો હવે શું થાય છે આ ચારેય વચ્ચે વાત ચીત....


કોઈ તિરાડ આવે છે કે બધા ભેગા થાય છે..?


શુ દિવ્ય ને નીલ અને અવની ના રિલેશનની ખબર પડશે?


કે પછી નવો કોઈ વળાંક આવશે ....


એ બધુ જોઈશું લવ ની ભવાઈ - 24 માં.....


To Be Continued.


અને હા મારી બીજી બે નોવેલ.

ચાલ જીવી લઈએ અને
નામ મેં ક્યાં રખ્ખા હૈ વાંચવાનું ન ભૂલતા..

સાથે જ મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું પણ ન ભૂલતા..
ઇન્સ્ટાગ્રામ Id - dhaval_limbani_official..

અને હા સાથે જ ટિકટોક પર મારા વીડિયો જ બનાવવા ના સ્ટાર્ટ કર્યા છે મારા અવાઝમાં તો એ પણ ફોલો કરવાનું અને જોવાનું ના ભૂલતા ...

Tiktok Id - dhaval_limbani
Insta id - dhaval_limbani_official