Love ni Bhavai - 22 books and stories free download online pdf in Gujarati

લવ ની ભવાઈ - 22









😊 લવની ભવાઈ - ૨૨ ☺️

અવની - અમે બંને હવે સાથે નથી...અમે બનેં અલગ થઈ ગયા એનો ઘણો બધો સમય થઈ ગયો..
અને હા વાત રહી મારા ભાઈ ની તો પ્લીઝ એની લાઈફ માંથી તું જતી રહે...મારા ભાઈ ને ખુશ રેવા દે...આમ પણ તમે ભાઈ બહેન એક સરખા જ છો....

સિયા - એક સરખા એટલે તું કહેવા શુ માંગે છે..

આમ સિયા અને અવની વચ્ચે થોડી વાર માટે બોલાચાલી થાય છે અને આખરે સિયા કોફીકાફે માંથી નીકળી પોતાના ઘરે નીકળી જાય છે..

રસ્તામાં જતા જતા સિયા ના ફોન પર એક મેસેજ આવે છે જે અવનીનો હોય છે જેમાં...

હું કોઈ પણ સંજોગોમાં તમને બંને ને એક નહીં થવા દવ..
સિયા મારા ભાઈને ભૂલી જા. તું તારા ભાઈ જેવી જ છે. તમારા બંનેમાં કઈ ફેર નથી. બંને ને પોતાની જ પડી હોય છે હંમેશા. તમેં બંને સેલ્ફીશ છો. તારે જે કરવું હોય એ કર પણ મારા ભાઈ ને તો હું તારા જોડે નહીં જ રેવા દવ.ધ્યાન રાખજે મારા ભાઈને કોલ કે મેસેજ કહી ન કરતી...

બસ એટલુ વાંચી ને સિયા ફોન સાઈડમાં મૂકે છે અને આંખમાં ઝળઝળિયાં આવી જાય છે. સિયા ઘરે પહોંચી જાય છે. પહોંચીને નીલ ને ફોન કરે છે.

સિયા - નીલ શુ ચાલે છે ? કેમ તું મને ખોટું બોલે છે ?
શા માટે તું ખોટું બોલ્યો મારી સાથે.. તારી અને અવની વચ્ચે કેટલું બધુ થઈ ગયુ છતાં પણ મને કંઈ પણ તે કીધું નહીં.

નીલ - અરે સિયા તું શુ વાત કરે છે. મને કશું નથી સમજાતું ...

સિયા - નીલ પ્લીઝ.. મને બધી ખબર પડી ગઈ છે બધી કે તારી અને અવની વચ્ચે શુ થયું છે અને હા.......ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન આજે હું અવનીને મળી હતી. અમારા વચ્ચે ઘણી બધી વાત થઈ...

નીલ - અરે યાર......... સિયા..........
પણ કેમ .............????
તે મને એક વાર તો પૂછ્યું હોત.....

સિયા - અરે.... કેમ .....
હું તને શા માટે પૂછું ????
તે મને કશું કહેવાની ફરજ સમજી ???
નહીં ને !!!!!!
તો હું તને શા માટે પૂછું ?????

નીલ - યાર એવુ બધુ ન હતુ પણ તને કહી ને હું તને ખોટુ ટેંશન આપવા નહોતો માંગતો એટલે......
સો સોરી...... માફ કરી દે યાર......

સિયા - યાર ....... નીલ ખરાબ તો લાગે જ ને....
કે મારો ભાઈ એટલા બધા ટેંશનમાં હોય,
એની લાઈફમાં એટલી બધી તકલીફ હોય
તો પણ મને વાત ન કરે.....

નીલ - સોરી સિયા.........
હવે મને કહે શુ વાત કરી તમે......??

સિયા - બસ કહી નીલ...
જે તમારી બંને વચ્ચે થયું બસ એના પર જ વાત થઈ..
હવે મને કહે તમારી વચ્ચે શુ પ્રોબ્લેમ છે??
કેમ બ્રેકઅપ થયુ ??

નીલ - યાર સિયા....
હવે તને બધી જ ખબર પડી ગઈ છે તો તારાથી મારે શું છુપાવવુ..
બસ અમારી વચ્ચે ઘણા બધા પ્રોબ્લેમ શરૂ થઈ ગયા હતા. વાત વાતમાં એક બીજા વચ્ચે ઝઘડો થતો હતો અથવા તો કેટલાય દિવસો સુધી વાત-ચીત થતી ન હતી અને જો વાત થાય તો પણ એમાં ઝઘડો જ હોય. એ મને સમજી નહોતી શકતી અને કદાચ
હું એને......

તું તો મને નાનપણ થી જાણે છે કે હું કેવો છુ.. મારે બધી વસ્તુ ક્લિયર રાખવાનો નેચર છે. તું જ કહે કોઈ માણસ એટલું પણ બીજી ન હોય કે બે - ત્રણ દિવસ સુધી રીપ્લાય ન આપી શકે..

હા માન્યું કે તમે તમારા કામમાં બીઝી હજવ છો , તમારી ઉંમર એ રીતે છે તો તમે તમારા કરિયરમાં બીઝી હોવ છો પણ જો આ બધુ જ કરવુ હોય તો રિલેશન જ ન રખાય ને યાર..

હું એમ નથી કહેતો કે તમે રિલેશનમાં છો તો એક બીજા ની સાથે જ રહો , આખો દિવસ વાત કરો કે દરરોજ મળો પણ યાર રિલેશન છે તો તમે એક વ્યક્તિ માટે દસ મિનિટ તો ફાળવી જ શકો ને જેમાં તમે એની સાથે બસ કેમ છો , કેમ નહીં , કશું નવું કંઈક , કઈક બીજી હેલ્પ ની જરૂર અથવા તો કઈ સપોર્ટ વિશેની વાત કરો. ખાલી રાત્રે યાર પાંચ મિનિટ પણ વાત થઈ હોય ને તો એમ લાગે કે નહીં ચાલો યાર કોઈ તો છે જેની સાથે આપણે વગર વિચારીએ વાત કરી શકીએ છીએ, વગર વિચાર્યે કઈ પણ બોલી શકીએ છીએ.

આમ જો અમારા છોકરાઓની વાત કરું ને તો અમારે બીજું કશું નથી જોઈતું . બસ ખાલી અમને મેસેજ માં કેમ છો , જમ્યા કે નહીં કે ખાલી એમ નમ ફોન આવી જાય ને તો પણ અમને આખો દિવસ કામમાં પણ મઝા આવે છે અને આખો દિવસ સારો જાય છે અને પેલું તો યાર સાવ એના વિશે જ વિચારો આવે છે.

યાર અત્યારે બધા બીઝી થઇ ગયા છે , લોકો આગળ વધી રહ્યા છે , પોતાની જાતને કંઈક બનાવવા ઈચ્છે છે એમ મારી ના નથી પણ યાર તમે જો તમારો ફોન એટલો બધો પાસે રાખો છો , સાથે બીજી અલગ એક્ટિવિટી કરો છો તો તમારી પાસે એટલો ટાઈમ નથી કે દસ સેકન્ડ કાઢીને તમે એને કેમ છો , ક્યાં છો એ પૂછી શકો..

સિયા - ( વચ્ચેથી રોકતા ) બસ બસ મારા ભાઈ કેટલું બોલીશ હવે....????? મારે એ જાણવું છે કે તમારા વચ્ચે શુ થયું તો એ મને કહે....

નીલ - અરે યાર કહી નહીં. બસ એની પાસે ટાઈમ ન હતો. એને બસ એના કરિયરની ચિંતા હતી. યાર સાચું કહું તો મને પણ ચિંતા હોય જ ને.!!!! પણ યાર તમે કોઈ જોડે વાત કરી લો તો કામમાં મઝા આવે , વાંચવામાં મઝા આવે અને બધુ જ સારું લાગે પણ અવનીનુ એવુ હતુ કે એ ઓનલાઇન હોય પણ વાત ન કરે , બધા માટે ટાઈમ હોય પણ મારા માટે ન હોય તો હું શું કરું ?? મને પછી વિચારો તો આવવાના જ ને !!!!!!!!!!

મારે બસ એટલું જોઈતું હતુ કે એ મને થોડો ટાઈમ આપે. ખાલી દિવસની દસ મિનિટ આપતી હોત ને તો પણ સારું લાગત પણ અમારે તો એની માટે પણ સમય ન હતો.

બસ પછી આખરે એક બીજાથી તંગ આવી ગયા , થોડી મારી પાસ્ટ લાઈફ થી તંગ આવી ગઈ. અને જો હા .....
મેં એને મારી પાસ્ટ લાઈફ વિશે બધુ જ કહી દીધુ હતુ તો એમાં મારા તરફ થી કોઈ જ વાંક ન હતો. એ વારે વારે મારી પાસ્ટ લાઈફ વિશે સવાલો કરતી. એક વાર એ ટોપિક પૂરો થઈ ગયો હોય તો એને ત્યાં ને ત્યાં દફનાવાનો હોય ના કે ફેલાવવાનો હોય તો બસ આવા ઘણા કારણો હતા જેથી અમે લોકો અલગ થઈ ગયા.

બસ..............

સિયા - એક કામ કર .
પહેલા પાણી પી લે , આરામથી બેડ પર બેસ અને મારી વાત સાંભળ....

નીલ સિયાની વાત માનીને પાણી પીવા જાય છે. પોતાનો ચહેરો ધોઈને રૂમમાં આવે છે અને ત્રણ ઉપર પંખો રાખી પંખા નીચે બેસે છે અને પછી સિયાને બોલવાનું કહે છે...

નીલ - હા સિયા બોલ...

સિયા - જો મારા ભાઈ ...
આ ઉંમર જ એવી છે જેમાં તમારે બધુ બેલેન્સ કરીને ચાલવુ પડતું હોય છે. જો બેલેન્સ ન કરો તો તમે પડી જાવ છો....
એટલે બધી વસ્તુ સાથે રાખીને આગળ વધવાનુ હોય છે.
મને લાગતું જ હતું કે તમારા બંને વચ્ચે કંઈક તો થયુ છે પણ તને કેમ પૂછવુ એ વિચાર કરતી હતી. પણ કઈ નહીં હવે તો ખબર પડી ગઈ ને !!!! હવે કઈક પ્રોબ્લેમનું સોલ્યુશન લાવીશુ..

નીલ - વાહ સિયા વાહ... આજ કાલ તું પણ ખૂબ હોશિયાર થઈ ગઈ છે હો.તને પણ પ્રેમનું ઘણું બધુ નોલેજ મળવા લાગ્યું છે. વાત શુ છે હે ??? મને તો કહે જરા....

સિયા - અરે ના ભાઈ ... કહી નથી...

નીલ - જો સિયા કઈ હોય તો કહી દે જે મને.. હું તને બધી રીતે સપોર્ટ કરીશ પણ મારાથી છુપાવતી નહીં પ્લીઝ.....

સિયા - અરે હા મારા ભાઈ નહીં છુપાવું બસ અને હા સાંભળ.
કાલે હું તારા ઘરે આવુ છું તો આપણે શાંતિ થી બધી વાત કરીએ.
ઓકે ?

નીલ - હા...આવજે અને હા ધ્યાન રાખજે તારું......

બસ એટલી વાતો કરી બંને ભાઈ બહેન ફોન મૂકે છે અને બીજા દિવસે સિયા નીલના ઘરે પહોંચે છે. બંને થોડીવાર સાથે બેસી અને લંચ કરવા માટે બેસે છે અને પછી તેઓ નીલના રૂમમાં જાય છે. સિયા થોડી વાર નીલ સાથે અલક મલક ની વાતો કરે છે અને પછી બંને જણા અવની વિશે વાત કરવાની સ્ટાર્ટ કરે છે. એટલામાં નીલના ફોન પર સિયાના મમ્મીનો ફોન આવે છે કે એ પહોંચી ગઈ કે નહીં એ પૂછવા.એટલે નીલ પોતાનો ફોન સિયાને આપે છે અને સિયા વાત કરતી કરતી ગેલેરીમાં પહોંચી જાય છે. બસ નીલ એ બંને ની વાતો સાંભળી હસતો હોય છે એટલામાં જ સિયાના ફોન પર એક કોલ આવે છે. ફોન વાઈબ્રેટ હોવાના કારણે રિંગ વાગતી નથી. નીલ પોતાના હાથમાં ફોન લઈને જુએ છે તો એમાં My Love લખેલું હોય છે અને સાથે જ સિયાનો અને અવનીના ભાઈનો ફોટો હોય છે. એ જોઈને નીલ સિયા ને અંદર બોલાવે છે.....પછી.

ક્રમશઃ

સોરી મારા વહાલા વાંચકમિત્રો..
આપ સૌને ખૂબ જ રાહ જોવી પડે છે મારી નવલકથાના પાર્ટ વાંચવાની.. હું દિલ થી માફી માંગુ છુ એ બદલ....
પણ તમે જાણો છો તેમ લગ્ન ગાળાની સિઝન આ વખતે વધુ હોવાથી એમાં થોડો વ્યસ્ત રહું છુ માટે લખવા માટે ઓછો ટાઈમ મળે છે.

પણ જેમ બને તેમ હું ખ્યાલ રાખીશ કે તમને લોકોને રાહ ન જોવાડવુ કેમ કે તમારા લીધે જ હું એટલો આગળ છુ , તમારા પ્રેમ અને સહકારના લીધે જ હું એટલો આગળ આવી શક્યો છુ માટે જ એવી વિનંતી રહેશે કે આમ જ મને સાથ આપતા રહો..

અને હા...... મારી અન્ય નવલકથાઓ.

ચાલ જીવી લઈએ

નામ મેં ક્યાં રખ્ખા હૈ

હજી સુધી વાંચી ન હોય તો વાંચવાનું ન ભૂલતા....

આપ નો ખુબ ખુબ ધન્યવાદ....
બસ ભગવાન બધા ને ખુશ રાખે.....

😊 Dhaval Limbani 😊
અને હા મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ન ભૂલતા....
@Wing's_of_writer...

અને હા આ પાર્ટ વાંચ્યા પછી આપના મંતવ્યો જરૂરથી જણાવશો......


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED