Pannalal ni shreshth vartao books and stories free download online pdf in Gujarati

પુસ્તક પરિચય - પન્નાલાલની શ્રેષ્ઠ વાર્તાઓ

એક સારી બુક વાંચવા મળી. પન્નાલાલની શ્રેષ્ઠ વાર્તાઓ. સાધના પ્રકાશન.
આપણે , હું ભણી ગએલો કે અગાઉ વાંચેલી ઘણી વાર્તાઓ. પણ તે વખતે, આશરે 40 કે 45 વર્ષ પહેલાં શહેરીઓ ગ્રામ્ય વાતો અતિ ગ્રામ્ય અને શહેરી વાતો પંડિતી કે નાગરી ભાષામાં વાંચવા ટેવાયેલા હશે. મેં તો લાયબ્રેરીમાં એવી જ બુક વેકેશનોમાં વાંચેલી.
અહીં બે ચાર શહેરી વાતાવરણમાંની ને બાદ કરતાં બધી ગ્રામ્ય વાર્તાઓ છે પણ જે મને યાદ છે તેના કરતાં સંવાદો ઘણા એડિટ થયેલા છે અને વર્ણનો થોડાં સોફીસ્ટીકેટેડ છે. 'રંગ વાતો' કે કંકુ કે ભાથી ની વહુ વગેરે વાર્તાઓ મેં વાંચી ત્યારે સ્ત્રી પુરુષનું મનોરાજ્ય, દેહનું વર્ણન, લીલાઓ વગેરેનું જે વર્ણન હતું તે ગાળી ચાળી ને આપ્યું છે. સારું થયું. સંવાદો ઉત્તર ગુજરાતની સરહદે બોલતી અતિ ગ્રામ્ય શૈલીને બદલે ગ્રામ્ય પણ સમજાય અને એવી શૈલીમાં મુકાયા છે.
એક આ જે પ્રકાશક અને સંકલંકાર હોય,પન્નાલાલ ના પુત્ર અરવિંદ પટેલ એમ કોઈએ કહ્યું, કોઈ કહે તેની આગળ બધે ' સિંગલ ક્વોટ છે જે ડબલ ક્વોટ " જોઈએ. આ બુક સાચી હશે તેમ માની એક 30 હજાર શબ્દોની નવલ લખવાની ચેલેન્જમા મેં બધે સિંગલ ક્વોટ મુક્યા. મારું આવી બન્યું. બધે સુધારવું પડશે.
એટલે જે ખૂબ ખ્યાતનામ બની ગયા તેનાં પુસ્તકોમાં વ્યાકરણ સાચું જ હોય તેમ માની લેવું નહીં.
પુસ્તકમાં 15 વાર્તાઓ છે.
વાત્રકને કાંઠે માં એક બાઈના ત્રણ પતિ ત્રણ લગ્નથી હતા એ ત્રણે ભાગીને બાવા બની ગયા હોય છે અને એક સાથે તેને સીમમાં પડાવ નાખેલા મળે છે. ભિક્ષા માંગવા તેને જ આંગણે આવે છે. અને એ બધા જાય પછી જે રૌદ્ર અવાજે વાત્રક ઘૂઘવતી હોય એ જ અવાજે તે બાઈનું રુદન સંભળાય છે.
નેશનલ સેવિંગ વાર્તામાં સાવ ગરીબ ભીલ લોકો પાસે જબરદસ્તીથી માત્ર ટાર્ગેટ પૂરાં કરવા અતિ મોટી રકમના 'કાગળિયાં' લેવરાવાય છે અને એ સાચવવા ઘરમાં એટલે ઘાસ માટીના કૂબામાં જગ્યા ન હોઈ અંગુઠા મારી ગામના વાણિયાને સો રૂ. ના અઢી રૂ.ના ભાવે વેચી દેવાય છે,ભિલોનાં બાળકોને દૂધ જે રોટલા વગરનાં રાખી.
કંકુ એક જાજરમાન યુવાન વિધવા છે અને ગામના બધાની બુરી નજરથી છેક પુત્રના લગ્ન નક્કી કરે ત્યાં સુધી બચતી રહે છે પણ પુત્રની જાન પહેલાં લોકોને જમાડવા ઘી ગોળ લેવા ગામના શેઠની અંધારી વખારમાં સ્ખલન થાય છે. તેને રાતોરાત બીજે પરણાવી દેવાય છે. ગામની સૂયાણી નવજાત શિશુનુ મોં જોઈ આ વાણીયાનું બાળક છે તે જાણી જાય છે.આના પરથી એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ પણ બનેલી.
સુખદુઃખનાં સાથી માં આંધળી ભીખારણ અને લંગડા ભિખારીની લવ સ્ટોરી છે. આજે પણ કરુણ, દુઃખી કરતો, રડાવતો અંત ન હોય તે સારી વાર્તા ન કહેવાય તેવી ગુજરાતી માન્યતા (મારી વાર્તાઓ વાંચો. મેં બીજી ભાષાઓની પણ પૂરતી વાંચી છે. ક્યાંય દુઃખદ અંત હોય તો જ વાર્તા બને એવું નથી. હું ક્યારેય એવા અંતની વાર્તા લખતો જ નથી.) મુજબ ભિખારીને મરી જાવુ પડે છે અને અંતમાં ભીખારણ નું કલ્પાંત.
પીઠીનું પડીકું માં કોર્ટરૂમથી શરૂઆત. ચોરીના આરોપીનું બ્યાન કે દિવાળીની રાત્રે તે ગાડું ભરી ડાંગર બીજાં રાજ્યમાં વેંચવા માત્ર ભાવફેરને કારણે પોતાનો જ પાક લઈ જતો હતો. ચોરીનો નહીં. ચોર કોણ? બીજે કરતાં ત્રીજા ચોથા ભાવે જ ખરીદતો વાણિયો કે આ બિચારો? એમ જવાનું કારણ તેની પોતે તણાતી બચાવેલી પ્રેમિકા જે તેની પત્ની બનવા આતુર છે પણ તેના ઘેર મોટી રકમ આપે તો જ. એ માટી કાળી મહેનત કરી ઉગાડેલો પાક પેલીનું કહેણ'કાં તો પીઠી નું પડીકું કાં તો ઝેરનું' ને લઈ ચૂપચાપ આપવા નિકળે છે અને રાજ્યની સરહદે પોલીસ પકડે છે.
ન્યાયાધીશ સમજે છે પણ પુરાવા?
આખરે તેને જેલમાં જવું પડે છે પણ તેની પીઠીનું પડીકું પ્રેમિકાને પહોંચાડવા તે કહે છે.
ભાથીની વહુ માં શહેરની શોખીન જિંદગીને ખાતર શ્રમજીવી ખેડૂત પતિને તિરસ્કાર કરતી પત્ની આખરે ગામના એક સરકારી માણસ સાથે શહેરમાં ભાગી જાય છે. ભાથી મજૂરી કર્યે જાય છે પણ આખરે પત્નીના કોડ પુરવા શહેરમાં કમાવા બધું વેંચીને જાય છે ત્યાં એની વહુનો તો સોદો થવાનો હોય ત્યાંથી ભાગી આવી બંધ ઘરની ચોપાડે બેસી રહે છે. ગામ લોકો રખે આ ચોરી કરે એમ માની તેનાં જ એક વખતનાં ઘરમાં તેને જાવા દેતા નથી. એ આખરે કોઈ ભણેલા સાથે શહેર ભાથીને કાગળ લખે છે અને રોજ ટેકરીની ટોચે ઉભી વરની રાહ જોયા કરે છે જે કયારેય આવતો નથી.(ગુજરાતી વાર્તામાં અંત કરુણ જ હોય એવો નિયમ હતો કે છે!)
મા વાર્તામાં કરજ કરી માત્ર કુટુંબનું પોષણ કરવા લેવાયેલી ભેંસ પાડો જણ્યા કરે છે. ભેંસનું દૂધ તો આજીવિકા છે. કુટુંબ અપોષણ અને ભૂખમાં જીવે છે. ફરી ભેંસ વિયાય ત્યારે કોડ ભરી નવી વહુને પણ દૂર રાખી સાસુ એટલે ઘરની ગૃહિણી ભેંસને પ્રસુતી કરાવે ત્યાં ફરી પાડો. આખરે શિશુની ગંધથી ખોળતી ભેંસને મૂકી નવજાત પાડાનેએક ટોપલીમાં નાખી ફેંકી આવવા તૈયાર થાય છે. એક મા પોતાના કુટુંબ ખાતર બીજી મા ની કૂખ સુની કરે છે. નવી વહુને આ ગમતુ નથી તો સાસુ મનોમન દાસ વર્ષે ભૂખ જોઈ એ પણ એમ જ વિચારશે એમ કહે છે.
ઓરતા માં વરથી તેજસ્વી અને આગળ પડતી સ્ત્રી તેજોવધ ને કારણે વરનો ઢોરમાર ખાઈ પિયર જતી રહે છે. ત્યાં તેને અલગ અલગ રીતે કૃષ્ણભક્તિ કરતાં સંસાર માણવા ના ઓરતા, ઈચ્છા જાગે છે અને વર આખરે તેને તેડવા આવે ત્યારે મોકળા મને એટલું રડે છે જે પહેલાં આણે નહોતી રડી.
ખૂબ સુંદર પુસ્તક.
ટૂંકી વાર્તા લખવા અને સમજવા માંગતા મારી જેવો અને સારું વાંચવા માંગતા વાંચકો માટે ઉત્તમ પુસ્તક.
સુનિલ અંજારીયા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED