લો આ ગયે ફિરસે  મેરે બિતે હુએ દિન Bipinbhai Bhojani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લો આ ગયે ફિરસે  મેરે બિતે હુએ દિન

“ લો આ ગયે ફિરસે મેરે બિતે હુએ દિન ”

માણસના જીવન માં જયારે કોઇ દિકરો અથવા દિકરી નો કુટુંબ મા જન્મ થાય છે ત્યારે સ્વાભાવિક છે કે તે કુટુંબ મા એક આનંદની લાગણી છવાઈ જાય છે . આ દિકરો અથવા દિકરી જયારે નાના હોય છે , તેઓ હજુ સ્કૂલમાં અથવાતો પ્લે હાઉસ મા જ્યાં સુધી જતાં નથી ત્યાં સુધી કુટુંબના વડિલોને --- મા-બાપ , દાદા-દાદી , મામા-મામી , કાકા-કાકી , માસા-માસી , ફોઈ-ફૂવા , આડોશી –પાડોશી તેમજ મિત્રોને તે બાળક ને રમાડવામાં એક અનેરો આનંદ આવતો હોય છે .આ આનંદને આપણે કોઇ શબ્દમાં વર્ણવી ન શકીએ , જે રીતે તે બાળકને રમાડવામાં આ બધા લોકોને આનંદ આવતો હોય છે તે જ રીતે તે બાળકને પણ આ બધા લોકો દ્વારા લાડલડાવાથી એક અનેરી ખુશી મળે છે.આ એક જિંદગીની અદભુત ક્ષણ હોય છે ન કેવળ બાળક માટે પરંતુ આ બધા વડિલો માટે પણ ! અને આમ કરતાં-કરતાં ખુશીઓનાં માહોલમાં બાળક ધીરે-ધીરે મોટુ થતું જાય છે !

આ ક્ષણો , આ આનંદ , આ અનુભવો તે બાળકમા એ રીતે છવાઈ જાય છે કે જેને કોઇ વ્યક્તિ જિંદગીભર ભુલી શકતી નથી . અને આમ ધીરે-ધીરે બાળક મોટુ થતાં સ્કૂલમાં દાખલ થાય છે , બાળક જયારે સ્કૂલમાં દાખલ થાય છે ત્યારે તેને એક અલગ જ વાતાવરણ નો અનુભવ થાય છે ,તેનામાં એક અલગ પ્રકારની કુતુહલવૃતિ નો પ્રવેશ થાય છે ! આજ દરેક વ્યક્તિ માટે મહત્વની ક્ષણો હોય છે અને દરેક વ્યક્તિ અહીથી પોતાના જ્ઞાનનો પ્રારંભ કરે છે !

બાળક જયારે નાનું હોય છે, ત્યારની તેની નિર્દોષતા , નિખાલશતા , સહજતા , નટખટતા , ચંચળતા , સનાતનતા વગેરે સમય જતાં ધીરે-ધીરે ઓછા થતાં જાય છે . પરંતુ હવે જે ક્ષણ આવે છે તે ક્ષણ તેની જિંદગીની અતિ મહત્વની હોય છે . આ અતિ મહત્વની ક્ષણ કેવળ બાળક માટે જ નહીં પરંતુ બાળકના કુટુંબીઓ , સગા-સબંધીઓ માટે પણ અતિ મહત્વ ની હોય છે ! આ જે અતિ મહત્વ ની ક્ષણ જે હોય છે તે ખુબજ કિમતી-સુવર્ણ ક્ષણ બાળક ના પહેલી વખતના એકડો ઘુટવાની હોય છે ! આ એક કોરી પાટીમાં જ્ઞાનનો પ્રારંભ છે ! ન કેવળ બાળક માટે , પરંતુ બાળકના તમામ વડિલો , આડોશી-પાડોશી તથા સગા-સબંધીઓ માટે પણ ! બાળક જયારે પહેલી વખત એકડો ( આડા- અવડો ,વાકા-ચુકો )ઘુટે છે અને ત્યારબાદ તે જે રીતે તેના ટીચરને , ઘરના વડીલને , આડોશી-પાડોશી , મિત્રોને બતાવે છે ત્યારે તે તથા સર્વેલોકો આ જોઈને જે રીતે ખુશ થાય છે , તે ઘડીને , તે પળ ને આપણે કોઈ રીતે શબ્દ માં વર્ણવી શકીએ નહિ ! આ આનંદને આપણે સનાતન આનંદ કહી શકીએ !

અને આમ બાળકની જિંદગીના ઘડતર , શિક્ષણ , જ્ઞાનનો અહીંથી પાયો નખાય છે . ધીરે-ધીરે બાળક મોટું થતાં 1 થી 100 ના પાળા , સરવાળા , બાદબાકી , ગુણાકાર , ભાગાકાર વગેરે ખુબ જ ઝડપથી શીખવા માંડે છે . પરંતુ તેને જયારે પહેલી વખત એકડો ઘૂટયો હોય છે ત્યારે તેને જે આનંદ પ્રાપ્ત કર્યો હોય છે તેમજ દરેકને આનંદ આપ્યો હોય છે , તેવો આનંદ તે પોતેપણ બાકીનું ઘણુબધું શીખી જવા છતાં મેળવી શકતુ નથી કે અન્ય કોઈ ને આપી પણ શકતુ નથી ! આ વસ્તુ શું છે ? આવું કેમ બને છે ? આવું બનવા પાછળના કારણો ક્યાં છે ? આવા દરેક પ્રશ્નો તે વ્યક્તિ જયારે મોટી થાય છે ત્યારે વિચારે છે અને સ્વભાવિકપણે દરેક વ્યક્તિ આવા અનુભવો માંથી પસાર થાય જ છે ! આવા સંજોગોમાં તેને ત્યારે પોતાનામાં કઈક ખૂટતું હોય તેવું લાગે છે !

જે વસ્તુ તેને ખૂટતી હોય તેવી લાગે છે તે વસ્તુ દરેકના જીવનમાં સર્વસ્વ હોય છે અને જે કઈ પછીથી મેળવ્યું હોય છે તે કઈ જ નથી ! પછી ભલેને તેને અબજો રૂપિયા મેળવ્યા હોય , રાજમહેલનું સુખ મેળવ્યું હોય કે પછી દરેક પ્રકારના સુખમાં તે વ્યક્તિ આળોટતી કેમ ન હોય ! તેને જીવનની અમુક એવી ક્ષણોમાં એવો અહેસાસ થાય છે કે આ બધુ જ મેળવેલું નકામું છે ! જે હું પહેલા હતો તેવો અત્યારે બિલકુલ નથી ! આ વસ્તુ તે છોડી દેવા માંગે છે , તે વિચારે છે કે મારૂ આ બધુ સર્વસ્વ કમાયેલું હું દાવ પર લગાવવા તૈયાર છું , જો ઘડીભર માટે મને મારૂ બાળપણ પાછું મળી જાય તો ! પરંતુ તે વ્યક્તિ આ બધી વસ્તુને છોડી શકતી નથી કારણકે તેનો અહંકાર તેના માટે અવરોધરૂપ બને છે ! જે પહેલા કોરી પાટીમા બિલકુલ ન હતો ! સહજતા હતી , નિખાલસતા હતી , નિર્દોષતા હતી , નટખટતા હતી , સનાતનતા હતી ! હવે આ માહ્યલું કઈ જ બચ્યું નથી , પછી તો આપણે આ બધુ જે શુવર્ણ ( 24 કેરેટ નું ) હતું તે ગુમાવી દીધુ હોય , પછી તો કઈક ખૂટતું હોય તેવું જ લાગે ને ? હું તો કહું છું કઈક નહીં પરંતુ બધુ જ ખૂટતું હોય તેવું લાગે છે ! કઈ મેળવ્યું નથી બધુ જ ગુમાવ્યું છે ! પરંતુ આપણે આ બધી વસ્તુ પાછી મેળવવા એમ વિચારીએ છીએકે આ બધુ જ મેળવેલું મારે એક દિવસ સાવ છોડી દેવુ છે ! મને જો મારી પહેલા જેવી બાળસહજતા , નિખાલસતા , ચંચળતા , સનાતનતા જો ફરીને પાછા મળી જતાં હોય તો ! મને લાગે છે કે આ બધી જ ગુમાવેલી વસ્તુ ને પાછી મેળવવા માટે આપણે આપણી મેળવેલ દરેક વસ્તુ ને છોડી દેવાની કોઈ જરૂરત નથી ! ઊલટું તેમાં વૃદ્ધિ થાય , તેમાં એક પ્રકારની સાત્વિકતા આવે અને આપણામાં પણ એક પ્રકાર ની અહમશૂન્યતા આવે તે રીતે આપણે વિચારવાનું છે !

આ વસ્તુ જરૂર શક્ય છે જો આપણે આપના મહાન ગુરુ શ્રી શ્રી પૂ. રવિશંકર મહારાજે બતાવેલ અદભૂત હેપિનેસ કોર્ષ માં જોડાઈ જઈએ તો ! ત્યાં જે રીતે આ દરેક વસ્તુ ને શીખવવામાં આવે છે તેમજ અદભૂત સુદર્શનક્રિયા કરાવવામાં આવે છે . તેમજ અત્યાર સુધી જે જે લોકોના અનુભવો છે તે જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ના આ હેપિનેસ કોર્ષ માં એવું કશું છે, કે જે આપણે દરેક વસ્તુ ના બદલામાં મેળવવા માંગતા હતા અથવા તો શોધતા હતા !

આમ જે જે લોકોએ આ હેપિનેસકોર્ષ કરેલ છે તેના અનુભવો તથા મારા પોતાના અનુભવો ઉપરથી હું ખાતરીપૂર્વક કહીશ કે જે આપણે મેળવવા માંગતા હતા તે વસ્તુ ખરેખર આપણને પ્રાપ્ત થઈ છે ! અને ત્યારબાદ આપણે જે પહેલા વિચારતા હતા કે ----- કોઈ લોટા દે મેરે બિતે હુએ દિન , કોઈ લોટા દે મેરે બિતે હુએ દિન , કોઈ લોટા દે મેરે બિતે હુએ દિન ! અને આ અદભૂત હેપિનેસકોર્ષ કર્યા પછી આપણે વિશ્વાસપૂર્વક કહી શકીશું કે ---- લો આ ગયે ફિરસે મેરે બિતે હુએ દિન , લો આ ગયે ફિરસે મેરે બિતે હુએ દિન , લો આ ગયે ફિરસે મેરે બિતે હુએ દિન !!!

અંતમાં આર્ટ ઓફ લિવિંગ વિશે ચાર પંક્તિ દ્વારા હું મારો આ અનુભવયુક્ત આર્ટીકલ અહી પૂરો કરવાની રજા લઇશ -----

કુછ ઐસી જગહ હોતી હે જહાં લોગ , દર્દ લેકર આતે હૈ ઔર બાદ મે ખુદ ઓરો કે લિએ દવા બન જાતે હૈ ઈનમે સે એક એસી જગહ કા નામ હૈ ----- આર્ટ ઓફ લિવિંગ , આર્ટ ઓફ લિવિંગ , આર્ટ ઓફ લિવિંગ !!!

પ . પૂ . મહાનતમ વર્લ્ડ ગુરુ શ્રી શ્રી પૂ. રવિ શંકર મહારાજ ના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ સાથ સૌને જય ગુરુદેવ .

લિ. બિપિન આઇ ભોજાણી (એક ગુરુ ભકત તથા ચમકાવો 32 સ્ટાર્સ પુસ્તક ના લેખક )

સહયોગ- સંકલન : મૌલિક બિપિનભાઈ ભોજાણી (મિકેનિકલ એંજીનિયર)