Bhalano books and stories free download online pdf in Gujarati

ભાલાનો  ‘ભાલા જેવો અચૂક’ કૉન્સેપ્ટ ! 

ભાલાનો ‘ભાલા જેવો અચૂક’ કૉન્સેપ્ટ !
ભાલો નામ જ કાફી ! ભાલાની વાતુ પાછી ભાલા જેવી અણીદાર ! સોંસરવી કાળજામાં ઉતરી જાય તેવી ! આ ભાલો કોલેજમાં દરેક બાબતમાં નંબર- 1 . કોઈપણ કોમ્પિટીશન હોય ભાલો પ્રથમજ આવે ! નવા-નવા આઇડીયા , કૉન્સેપ્ટ ભાલા ના મગજમાં કઈ રીતે આવે છે તે વસ્તુ દરેક માટે એક કોઇડા સમાન ! ભરમ-ભરમ કોલજનો ભાલો કોલજનું આભૂષણ ! આ ભાલો જેટલો બુદ્ધિક્ષમતા માં હોંશીયાર એટલો જ દેશના , સમાજના , જ્ઞાતિના કે પછી નાગરિકોના પ્રશ્નો પ્રત્યે અતિ સંવેદનશીલ !
આ વખતે ભરમ-ભરમ કોલેજમાં દેશના સંવેદનશીલ વિષયને લગતી કોમ્પિટીશન યોજાઈ હતી . વિષય હતો લોકસભા તથા રાજયસભાની કાર્યવાહી કઈ રીતે સુચારુરૂપ થી ચાલે , વિના વિઘ્ને , વિના હો ,હા , હોકીરા વગર ! વિષય અઘરો હતો ! અમુક વિધાર્થીઓતો વિષયને જોઇને જ મોઢું ફેરવી લેતા હતા , પછી કોમ્પિટીશનમાં ભાગ લેવાનો પ્રશ્ન જ કયા હતો ! ભાલો એક જ કોમ્પિટીશનમાં ભાગ લેવાવાળો હતો , અન્ય કોઈ નહિ !
સંચાલકો માટે મુશ્કેલી સર્જાણી હતી કે કોમ્પિટીશન રદ કરવી કે પછી શું કરવું ? દરેક સંચાલકને ભાલા ઉપર ભરોશો હતો , તેઓ એમ માનતા હતા કે આ ભાલો એકલો 151 બરોબર છે , ભલે ભાલો એકલો હોય તો પણ નિયત સમયે કોમ્પિટીશન તો રાખવી જ છે ! કોલેજની આબરૂ-શાખ ભાલા ઉપર નિર્ભર હતી ! નિયત સમયે કોમ્પિટીશન ચાલુ કરી દેવામાં આવી ! પ્રિન્સિપાલ પ્રો.ભરોસાએ જાહેરાત કરતાં કહ્યું – આજનો આપણો વિષય છે ‘લોકસભા –રાજયસભા કઈ રીતે સૂચારુરૂપ થી ચાલે ? વિના વિઘ્ને , વિના હો , હા , હોકીરા વગર!’ આપણી કોલજ માથી આ વિષય ઉપર વક્તવ્ય આપવા કોઈ વિધાર્થી તૈયાર નથી , ભાલાને છોડીને ! પરંતુ ભરમ-ભરમ કોલજને આ એક પરંતુ 151 જેવા વિધાર્થી ભાલા ઉપર પૂરો ભરોશો છે . તેમજ પૂરે-પૂરી આશા છે કે ભાલો આ વિષય ઉપર તેનું ભાલા જેવુ ભાષણ આપશે ! તેમજ મને આશા છે કે ભાલો કોઈ નવો જ કૉન્સેપ્ટ આપશે જેથી કરીને આપણી લોકસભા –રાજયસભા સુચારૂ રૂપથી ચાલે , વિના વિઘ્ને, વિના હો , હા , હોકીરા વગર ! તો હું ભાલાને વિનંતી કરું છું કે આજના વિષય ઉપર નું તેમનું વકત્વ્ય રજૂ કરે . તો આવો આપણે તાળીઓના ગળ-ગળાટ સાથે આપણી આજની પ્રતિયોગીતાના એક માત્ર ઉમેદવાર ભાલાનું ભવ્ય સ્વાગત કરીએ ! તાળીઓના ગળ-ગળાટ સાથે ભાલાનું ભરમ-ભરમ કોલેજ ના હોલમાં ભવ્ય સ્વાગત થયુ . ભાલાએ પોતાનું વક્તવ્ય શરૂ કર્યું -------
માનનીય ટ્રસ્ટીગણ, પ્રિન્સિપાલ શ્રી, પ્રોફેશરો તથા વ્હાલા વિધાર્થી મિત્રો . મારે આપને આજની પ્રતિયોગીતાનો મુખ્ય વિષય ‘લોકસભા – રાજયસભા કઈ રીતે સૂચારુરૂપ થી ચાલે ? વિના વિઘ્ને , વિના હો, હા ,હોકીરા વગર’ ઉપર વક્તવ્ય આપવાનું છે . ભરમ-ભરમ કોલેજના સંચાલકો તથા પ્રોફેશરોએ હું એક માત્ર આ પ્રતિયોગીતાનો ઉમેદવાર હોવા છતાં જે મારામાં વિશ્વાસ મુકેલ છે તે બદલ હું દરેકનો આભાર વ્યક્ત કરું છું આજે હું મારા આ વિષયને લગતા વિચાર આપની સમક્ષ રજૂ કરું છું ----
આપણી આઝાદીથી લઈને આજ સુધી જે જે કઈ કાર્યવાહી લોકસભા -રાજયસભામાં થઈ છે તે હમેશા વિવાદાસ્પદ જ રહી છે ! હો , હા , હોકીરો ,પડકારા , મારઝૂડ , ઝપા-ઝપી આ બધા દ્રશ્યો આપણે છેલ્લા 70/75 વરસો થી જોઈ રહ્યા છીએ ,આ એક શરમજનક વસ્તુ છે ! વિશ્વની સૌથી મોટી લોકશાહી આપણાં દેશમાં છે , આખા વિશ્વની નજર આપણી ઉપર મંડાયેલી હોય છે ત્યારે આવા પ્રકારના કૃત્યો દેશની આન , બાન ,શાન જેવી સંસ્થા લોકસભા –રાજયસભામાં થાય તેનાથી વધુ અપમાનજનક વસ્તુ કઈ હોય શકે ? આનો કાયમી ઉકેલ શોધવાનો સમય હવે આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે , જો અત્યારે આપણે આનો ઉકેલ નહિ શોધી શકીએ તો પછી વિશ્વ માં આપણી આબરૂ , બેઆબરૂ થશે એ નક્કી છે !
તો મિત્રો હું મારા અલગ દ્રષ્ટિકોણ , સ્વભાવ , વિચારથી કહું તો – એક સામાન્ય ફૂટબોલ જેવી રમતમાં પણ નિર્ણયો લેવા એક રેફરી તથા બે લાઈનબોય હોય છે જે મેચ નિયમ મુજબ રમાય , સ્પોર્ટસમેન સ્પિરીટ થી રમાય તે માટે મેદાન માં ખડે પગે સતત ફરજ બજાવે છે ! કોઈ ખેલાડી ગેર-વર્તન કરે તો પહેલા તેને વોર્નિંગ આપી પછી , ત્રણ વખત પીળું કાર્ડ બતાવે છે અને ત્યાર બાદ પણ ન સુધરે તો લાલકાર્ડ બતાવીને રમત માથી જ સસ્પેન્ડ કરી નાખે છે. આવા ભાંગ-ફોડિયા ખેલાડીને હિસાબે આવી મહાન ફૂટબોલની રમતની ગરિમા, આબરૂ તેમજ સ્પિરીટ લજવાઈ નહીં તે માટે ! તો મિત્રો , આ તો 135 કરોડ ની જનતાની આબરૂ , ગરિમા , સ્પિરીટનો સવાલ છે ! તો ફૂટ-બોલની રમતની જેમ લોકસભા -રાજયસભામાં કેમ આવા નિયમો લાગુ કરી ન શકાય ?
કોઈપણ સભ્ય ગેર-વર્તણૂક કરે , કોઈની પણ ચાલુ સ્પીચે ડબ-ડબ , ડબ-ડબ કરે અથવા તો હો ,હા, હોકીરો કરે તો પ્રથમ તો તે સભ્યને વોર્નિંગ આપવી જોઈએ અને ત્યાર બાદ પણ આવી વર્તણૂક ચાલુ રાખે તો પછી પ્રથમ પીળુ કાર્ડ બતાવી દેવું જોઈએ . આ રીતે ત્રણવાર પીળુકાર્ડ બતાવ્યા પછી પણ ન સુધરે તો છેલ્લે લાલકાર્ડ બતાવીને તેનું સભ્યપદ કાઇમી ધોરણે રદ કરી નાખવું જોઈએ ! આ માટે બંને ગૃહોમાં અધ્યક્ષ તો હોય છે જ , આ ઉપરાંત 25 થી 30 જેટલા લાઈનમેન રાખવા જોઈએ , જેથી કરીને સ્પષ્ટ ખ્યાલ આવે કે કયો સભ્ય ફાઉલ કરે છે ! મતલબ કે કયો સભ્ય ગેરવર્તણૂક કરે છે ! હો, હા , હોકીરો કરે છે ! આવી રીતે સિસ્ટમ ગોઠવવા થી બંને ગૃહોમાં કાયમી ધોરણે શાંતિ સ્થપાશે એવી મને પૂર્ણ આશા છે ! મારૂ આ સૂચન ભરમ-ભરમ કોલેજ ના સંચાલકો ઉપર સુધી પોહોચાડશે એવી મને આ તકે આશા છે ! જય હિન્દ . જય ભારત . ભારત માતા કી જય . આ રીતે ભાલાએ કોમ્પિટીશનના એક માત્ર ઉમેદવાર તરીકે ભાલા જેવુ વકતવ્ય આપીને પોતાનું જોરદાર વક્તવ્ય પૂરું કર્યું !
ભરમ-ભરમ કોલજ નો વિધાર્થીઓથી ખીચો-ખીચ ભરેલો હોલ તાળીઓના ગળ-ગળાટ થી ગુંજી ઉઠ્યો ! 5 મિનિટ સુધી સ્ટેન્ડિંગ અવેશનમાં વિધાર્થીઓએ ભાલાના ભાલા જેવા વક્તવ્ય ને વધાવી લીધૂ ! અંતમાં કોલજના સંચાલકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભાલાનું આ ભાલા જેવુ સૂચન જરૂરથી તેઓ ઉપર બેઠેલા લોકો સુધી પહોચાડશે તેમજ જો ભાલા નું આ સૂચન જો તેઓ અમલમાં મૂકશે તો અમોને ખાત્રી છે કે લોકસભા- રાજ્યસભા ની કાર્યવાહી સુચારુ રૂપ થી ચાલશે વિના વિઘ્ને ,વિના હો , હા , હોકીરા વગર !
અંતમાં તેઓએ જણાવ્યુ કે – ભાલાના આવા ભાલા જેવા સુચનથી પૂરે-પૂરી ભરમ-ભરમ કોલેજ , કોલેજનો સ્ટાફ , સંચાલકો તેમજ પ્રોફેશર અને વિધાર્થી મિત્રો ખુબજ પ્રભાવિત થયા છે તેમ જ આ સાથે ભરમ-ભરમ કોલજની આ ભવ્ય પ્રતિયોગિતા , એક માત્ર પ્રતિયોગી વાળી , અહી પૂર્ણ જાહેર કરવામાં આવે છે . અને ભાલા ને પ્રતિયોગીતાના વિજેતા જાહેર કરવામાં આવે છે , તેવું અંતમાં સંચાલકોએ ઉમેર્યું !ફરી પાછો ભરમ-ભરમ કોલજનો હોલ સ્ટેન્ડિંગ અવેશનથી , એક માત્ર પ્રતિયોગીતાના વિજેતા પ્રતિયોગી ભાલા ના સન્માનમાં 5 મિનિટ સુધી તાળીઓથી ગુંજી ઉઠ્યો !!!
લિ. બિપિન આઇ ભોજાણી (કટાક્ષ તથા હાસ્ય વ્યંગ ના લેખક.)
સહયોગ- સંકલન : મૌલિક બિપિનભાઈ ભોજાણી (મિકેનિકલ એંજીનિયર)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED