Roj ni ghtna books and stories free download online pdf in Gujarati

રોજ ની ઘટના

" રોજ ની ઘટના" રોજ રોજ બનતી ઘટનાઓ... પતિ-પત્ની ની ખાટી મીઠી વાતો.પર ની રોજ ની ઘટના ....... " અજી..સુનતે હો...અહોહો....ક્યા બાત હૈ શ્રીમતી જી ?.. આજ તો સવાર સવારમાં હિન્દી માં?.. કંઈ નવા જુની છે કે?.. સુનિલ બોલ્યો.. સુનિલ ની પત્ની પારૂલ બોલી," શું તમે તો!! શું હું હિન્દી માં ના બોલી શકું..!! હું શું કહેતી હતી ચા માં આદુ નાખું કે ફુદીનો?.. એમ કર ચા માં થોડો ફુદીનો અને થોડું આદું નાખ..સરસ બનશે.આમેય તારી ચા તો સરસ જ બને છે.તારી બહેન અને તારા બનેવી ને પણ તારા હાથ ની ચા જ વધારે ભાવે છે." સુનિલ બોલ્યો.... " મારા બનેવી! અને તમારા કોઈ નહીં?.. સારું સારું બહું થયું સવાર સવારમાં મસ્કા મારવા લાગ્યા... પારુલ બોલી...... થોડીવાર માં પારૂલ આદુ ફુદીના ની ચા બનાવી લાવી અને સાથે સાથે પીતા હતા .. અને પારૂલ બોલી," સાંભળો છો? મારે બે સાડીઓ અને થોડા ડ્રેસ લેવાના છે..એક મહિના પછી મારી ફ્રેન્ડ ના ઘરે ફંક્શન છે અને મને બોલાવવાની છે.પછી વેકેશન માં મારા મામા ના ઘરે લગ્ન માં જવાનું છે. તો આપણે રતનપોળ ખરીદી કરવા જશું." . " અરે. રતનપોળ તો જવાતું હોય! રતનપોળ માં એક તો બાઇક લઇને જવાની તકલીફ.. શહેરમાં મને ચલાવતા ના ફાવે. આમેય તું ક્યાં સાડી પહેરે છે! ને આટલા બધા તો ડ્રેસ છે ખોટો ખર્ચો જ ને! " .. જ્યારે હું મારા માટે ખરીદી કરવાનું કહું ત્યારે જ તમે ના પાડો છો.તમારા માટે તો હું બધું હોંશે હોંશે લાવું છું.આ તમે પુરૂષો ને કદર જ ક્યાં છે! હું હમણાં જ મારી બીજી ફ્રેન્ડ ને ફોન કરી ને નવી સાડી માટે પુછી જોઉં?.જો એની પાસે પડી હોય તો!. મારે તો બીજા ની સાડી પહેરવાની!.." ...." અરે.. તું તો રીસાઈ ગઈ! હું તો ખાલી ગમ્મત કરતો હતો..સારું સારું.. તું કહે એ દિવસે લેવા જઈશુ." સુનિલ બોલ્યો.. . " આ તમારે બેંક માં હડતાલ છે ને આવતા વીક માં એ દિવસે જ." .." ના ના..મારે હડતાલ માં દેખાવ કરવા જવાનું છે.બધા સ્ટાફ ના આવવાના છે. બીજો કોઈ દિવસ રાખ." .... જુઓ.. તમે પગાર વધારા માટે એક વર્ષ માં કેટલી હડતાલ પાડી.પગાર વધ્યો.? મારી ફ્રેન્ડ કહેતી હતી કે બેંક વાળા ને તો જલસા જ છે.કામ ઓછું ને પગાર વધારે! ને હવે તો ATMઅને ઓનલાઇન થયું અને બેંક માં છુટા રૂપિયા જ મલતા નથી અને જુદા જુદા બહાના બતાવી કામ તો કરતા નથી.ઘર માં તો કામ કરતા નથી ને ઓફિસ માં શું કરતા હશો???.. બોલો તમારા લીધે જ મારે આ બધું સાંભળવાનું થાય છે." ..... ." ના..ના.એવુ નથી કામ ની મેં ક્યારે ના પાડી.!!!.. જો લોકો ને બોલવાની ટેવ જ હોય.. આપણે પણ બીજા ના માટે બોલીએ જ છીએ ને..એકાદ અનુભવ થયો હશે..બધા સરખા નથી હોતા.. અને...છુટા રૂપિયા જ બેંક માં આવતા નથી.. અરે દસ વીસ અને પચાસ ની નોટો તો બેંક માં જ નથી આવતી.અને આ બધી હડતાલ અમારા પગાર માટે જ નહોતી પાડી.ગ્રાહકો ને અગવડો પડે છે જુદા જુદા ચાર્જ લે છે.. અને સ્ટાફ ની ભરતી થતી નથી એટલે જ પાડી હતી.. અને આ વખતે પગાર વધારા માટે..હવે તું વધુ પુછ નહીં..સવાર સવારમાં માથું ખાય છે તારે બીજું કામ છે કે નહીં? સુનિલ હવે બગડ્યો.... અને પારૂલ બબડતી બબડતી..કીચન માં ગઈ.. સાચું કહીએ એ કોઈ ને ગમતું જ નથી..મારા પપ્પા ને પેન્શન માટે અને બીજા કામ માટે આ બેંક વાળા ઓ બહુ પરેશાન કરતા હતા એટલે સામાન્ય પુછ્યું.. ભલાઈ નો જમાનો જ નથી!!!.... @ કૌશિક દવે..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED