લવ ગુરૂ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ ગુરૂ

કૉલેજ કેન્ટિન સ્ટુડન્ટસ થી ભરેલી હતી બધા તેમાંના ફ્રેન્ડ સાથે નાસ્તો કરતા જોવા મળતા હતા. ત્યાં અચાનક નિરાલી દોડતી દોડતી ત્યાં આવી ને અવાજ કર્યો આમાંથી યુવરાજ કોણ છે ?

યુવરાજ ની વાત કરું તો, યુવરાજ એટલે કૉલેજ નો કાનુડો... કોઈ પણ લવ, અફેર, દોસ્તી કે બ્રેકઅપ માટે જો મદદ કોઈ કરી શકે તેમ હોય તો તે છે યુવરાજ. યુવરાજ આ કામ માટે પૈસા લેતો. અને સો ટકા ગેરંટી આપતો. 

ત્યાં યુવરાજે નિરાલી નો અવાજ સાંભળી હાથ ઊંચો કર્યો ને નિરાલી યુવરાજ પાસે આવી. યુવરાજ ફ્રેન્ડ સાથે નાસ્તો કરી રહ્યો હતો. નિરાલી ત્યાં આવી એટલે યુવરાજ ના ફ્રેન્ડ ત્યાં થી જતાં રહ્યાં ને નિરાલી ત્યાં બેસી ગઈ.

તું યુવરાજ છે ?
હા, હું યુવરાજ. બોલો મૅડમ મારું શું કામ પડ્યું કે તમે દોડતા દોડતા કેમ આવવું પડયું.

યુવરાજ સામે જોઈ નિરાલી બોલી તું લવ ગુરૂ તો લાગતો તો નથી તું મોર્ડન પણ નથી, ને નથી તું પૈસાદાર તો પછી કોલેજ મા ફેમસ તો બહુ છે. પણ તું જે હોય તે બોલ મારું કામ કરી આપીશ ? તું માંગીશ તે આપીશ. 

યુવરાજને તેને જોઈ લાગ્યું આ છોકરી તો ઇગો વાળી છે પણ તેને તો પૈસા નું કામ હતું એટલે તેણે કહ્યું બોલો મૅડમ હું તમારું શું કામ કરી આપું. 

સાંભાળ યુવરાજ મારે વિક્રમ કરી બોયફ્રેન્ડ છે. તેની ઘણી ગર્લફ્રેંડ હસે એવું મને લાગી રહ્યું છે એટલે હું તેની સાથે બ્રેકઅપ કરવા માંગુ છું હું તેને સામે થી કહી શકું તેમ નથી. કારણ કે અમે અમારી હદ વટાવી ચૂક્યા છીએ તે અંગત પળો ના ફોટા તેની પાસે છે. મારે તે ફોટા પણ જોઈએ છે ને બ્રેકઅપ પણ. બોલ કેટલા રૂપિયા લઈશ.

યુવરાજ તો સમજી ગયો કે અહીંથી સારા પૈસા મળી શકે તેમ છે એટલે કહ્યું એડવાન્સ દસ હજાર આપ બાકીના કામ થયાં પછી. તમારું કામ દસ દિવસમાં થઈ જાસે તે સામેથી આવીને તમને વિક્રમ આવીને બ્રેકઅપ કરે તો જ બકે....

નિરાલી દસ હજાર આપી નીકળી ગઈ. ત્યાં યુવરાજે ફોન કાઢ્યો ને પંદર ગર્લફ્રેંડ માંથી એક ગર્લફ્રેંડ નો નંબર કાઢી લગાડયો.
હલો કાજલ..
હું કોલેજ ની કેન્ટિન મા બેઠો છું તું પાંચ મિનિટમાં અહીં આવ. 
કાજલે હાં કહી ફોન મૂક્યો.

કાજલ યુવરાજ ની ખાસ ગર્લફ્રેંડ હતી. કાજલ ના શોખ ઘરેથી પૂરા થતા ન હતા શોપીંગ નો જબરો શોખ એટલે યુવરાજ ની મદદ કરી થોડા પૈસા મેળવી લેતી. ને પોતાની જરૂરિયાત પૂરી કરી શકતી.

પાંચ મિનિટમાં કાજલ આવી. યુવરાજે વિક્રમ નો ફોટા બતાવ્યા ને કહ્યું આ બકરો નિરાલી નો બોયફ્રેન્ડ છે નિરાલી આની સાથે બ્રેકઅપ કરવા માગે છે તારે 
આ બકરા ને  ફસાવવા નો છે ને આ લે એડવાન્સ મા પાંચ હજાર બાકી કામ થયાં પછી. કાજલ પૈસા લઈ યુવરાજ ને કહ્યું કામ થઈ જાસે ને તને પ્રુફ મળી જાસે. હું આજ થી કામ પર લાગી જાવ છું. 

કાજલ વિક્રમ ની બધી માહિતી લઈ તેની નજીક જવાની કોશિશ કરે છે. પણ તે કાજલ સાથે ફ્રેન્ડશીપ પણ કરવા માંગતો ન હતો. બસ તે કાજલ ને એક જવાબ આપતો કે મારે નિરાલી ગર્લફ્રેંડ છે ને મારે કોઈ બીજી બનાવી નથી.

ચાર દિવસ થયા પણ કોઈ કામ થયું નહીં એટલે કાજલ યુવરાજ પાસે ગઈ ને બધી વાત કરી. યુવરાજ એક વખત કામ હાથમાં લે તે પૂરું કરીને જ રહેતો. પણ આ કેસ બહું અલગ હતો. કાજલ હાથ ઉંચા કરી દે છે કે મારાથી હવે નહીં થાય. પણ યુવરાજ તેને છેલ્લી વખત હું કહું તેમ કર તેવું કહે છે કાજલ હા પાડે છે.

કાજલ વિક્રમ ની ઘરે જાય છે. વિક્રમ ઘરે એકલો હોય છે. આ બાજુ યુવરાજ નિરાલી ને વિક્રમ ની ઘરે મોકલે છે. કાજલ વિક્રમ પાસે જઈ સોરી બોલે છે ને વિક્રમ કાજલ ના હોટ કપડા જોઈ જોતો રહે છે ત્યાં કાજલ વિક્રમ ની ગળે વળગે છે. વિક્રમ આવેશ માં આવી કાજલ ને કિસ કરે છે તે દરમિયાન નિરાલી ત્યાં આવી જાય છે ને વિક્રમ ની પાસે જઈ એટલું કહે છે.
વિક્રમ તારા પર ટ્રસ્ટ કરવો જ બેકાર હતો. મેં તને બધું આપી દીધું તું ને તું બીજી સાથે આવું કરે છે. વિક્રમ ને એક થપ્પડ મારે છે. જા આજથી હું તારાથી દૂર થાવ છું કહી નિરાલી ત્યાં થી નીકાળી ગઈ. કાજલ પણ કહી દીધું મારે તારી સાથે ફ્રેન્ડશીપ નથી કરવી કહી તે પણ નીકળી ગઈ. વિક્રમ ને બોલવાનો મોકો પણ ન મળ્યો.

ફરી કેન્ટિન માં કાજલ નિરાલી અને યુવરાજ ભેગા થાય છે ને નિરાલી યુવરાજ ને બાકીના પૈસા આપે છે. નિરાલી ના ગયા પછી યુવરાજ કાજલ ને તેમાંથી થોડા પૈસા આપે છે ને ફરી કોઈ આવી નિરાલી ની રાહ જોવે છે.

જીત ગજ્જર