Vato books and stories free download online pdf in Gujarati

વાતો

અમારી સોસાયટીના એટલે કે શ્રઘ્ધા સોસાયટીના ચોકમાં, સોસાયટીના નાના મોટા બધા જ સભ્યો ભેગા થયા હતા. ખાસ તો બીજું કોઈ કામ નહોતું, હંમેશની જેમ હોળીનો ઉત્સવ ઉજવવાની ચર્ચા વિચારણા માટે હોળીના એક દિવસ પહેલાં જ ભેગા થયા હતા. નાના બાળકો આવી મિટિંગોમાં કંટાળતા એટલે મોટાભાગે એ બધા રમવામાં જ વ્યસ્ત રહેતા. અમારી સોસાયટીના બાળકો ખૂબ તોફાની હતાં. એટલે મિટિંગમાં હાજર ન રહે એ જ સારું હોય છે.

જોકે આવી મિટિંગ દરેક તહેવાર પહેલાં થાય છે, પણ પરિણામ જગડા અને દલીલબાજી. અમે તો આવી મિટિંગમાં મનોરંજન માટે જ આવતા. તહેવારો આવતા જતા રહે છે, મીટીંગો પણ થાતી રહે છે. પણ તહેવાર સોસાયટીના બધા જ પોતપોતાની રીતે ઉજવી લે છે. આજની મિટિંગમાં પણ ચર્ચાઓએ રંગ જમાવ્યો હતો.

સેક્રેટરી રણજીતભાઈએ મિટિંગની શરૂઆત કરતાં જ કહ્યું, "આવનારી હોળીનો તહેવાર સોસાયટીના ખુલા પ્લોટમાં આયોજીત થશે, જેને માટે ઘરદીઠ ફાળો નોધવવનો રહેશે, હોળી પ્રાગટય અને ધુળેટી બને પ્લોટમાં આયોજીત કરવામાં આવશે આ માટે સોસાયટીના સભ્યો તરફથી સૂચનો આવકાર્ય છે."

બસ રણજીતભાઇ પોતાની વાત પૂરી કરે એની જ રાહ જોવાતી હતી. ઘોડા દોડની જેમ બધા પોતાની વાત રજુ કરવામાં ઉમટી પડ્યા. વાત તો પહેલાં અને આજ રમાતી હોળીની વચમાં અટવાઈ ગઈ. ઉર્મિલાબેન કહે હોળી તો રમીએ પણ પાણીનો ઉપયોગ ન કરવો." તો કોઈ પકા કલર સામે વાંધો ઉઠાવ્યો. નાના બાળકો પણ પોતાની વાત કરવા માગતાં હતાં પણ અહીં એનું કોણ સાંભળે.

ત્યાં જ સોસાયટીના વડીલ ગુણવંતભાઈ બૂમ પાડી ઉઠ્યા, "આ બધું શું છે હોળી રમવા બાબતે એટલી ચર્ચા હોય. આજના જમાનામાં કોઈ તહેવાર બરાબર ઉજવાતા જ નથી. અમે નાના હતાં ત્યારે તો હોળી માટે લાકડા ચોરવાનું પુણ્ય કમાવા નીકળી પડતાં. લાકડાની તૂટેલી વસ્તુઓ અને ઘાસ છાણાનો ભંડાર ઉભો કરતાં"

પ્રતિભાબેન પણ વાતોમાં જોડાયાં " સાવ સાચી વાત ભાઈ અત્યારે તો હોળી પ્રગટે પછી બધાં પ્રદક્ષિણા કરી ઘર ભેગાં થઇ જાય છે, પણ ત્યારે હોળીની પ્રદક્ષિણા કરી લીધા પછી ધુળેટીના કલર તૈયાર થાતા"

વાતોની મુસાફરીમાં ઉજવલ ભાઈ પણ જોડાઈ ગયા "આજ ની હોળી ખાલી દોઢ દિવસની આપણા વખતમાં મહિનાઓથી તૈયારીઓ થાતી. ખજૂર, સૂકું ટોપરું, અને ધાણી ની સાથે મળીને ઉજાણી થાતી"

"આજના જેવા તૈયાર કેમિકલ વાળા કલર તો હતાં જ નહી પણ પાણીની ડોલોમાં સાબુ, ગેરુ નું પાણી કરી રસ્તે જે મળે એને ઉડાડતા, અઠવાડિયા પહેલાં જ અબીલ ગુલાલ લઇ નાના બાળકો એક બીજાને રંગી નાખતાં" ગીતાબેન પંડ્યાએ પણ પોતાની યાદોને રજૂ કરી.

પ્રતિભાબેન બોલી પડ્યાં " આજના જેવી અવનવી પિચકારી નહિ, સાદી પિચકારી અને સાવ સાદા કલર, અને કેસુડાના પાણી એકબીજા પર નાખતા. આજ તો આવી રંગત ખોવાઈ ગઈ છે.

પુજનભાઈ થોડા ઉદાસ અવાજે બોલ્યા" ત્યારે કોઈના પર પણ કલર પડે કોઈ ગુસ્સે ન થતું હોળી છે સમજી વાત જવા દેતું. આજતો નાના મોટા બધા જગડવા માટે હાજર જ હોય છે. મોટાભાગના તો હોળી રમતા જ નથી.
અમારી સોસાયટીના વયોવૃદ્ધ ગીરધરભાઇ બોલી ઉઠ્યા "તમે બધા જે આ વાતો કરો છો ને કે હવે પહેલાં જેવી હોળી નથી થતી તો ભાઈ આવી હોળી ચેલા દસ પંદર વરસથી જ નથી થાતી, હવે હોળી પાર્ટી પ્લોટમાં થાય છે ખૂબ રૂપિયા ખર્ચી ને હોળી ઉજવાય છે અને તે પણ અજાણ્યાઓ સાથે પોતાના આડોશી પાડોશી સગા સંબંધી ઓ સાથે તહેવાર ઉજવવામાં શરમ લાગે છે.

પુજનભાઇ " સાવ સાચી વાત, આ ખાલી હોળીના તહેવાર પૂરતી જ વાત નથી દરેક તહેવારમાં ઉલાસ દેખાતો જ નથી હવે સેલ્ફી લેવા પૂરતા જ તહેવાર ઉજવાય છે."

ધીરે ધીરે ચાલતી ચર્ચા ઘોંઘાટમાં બદલાતી ગઈ ત્યાં અચાનક જ સોસાયટીમાં અમારા બધા પર કલર નો વરસાદ થવા લાગ્યો. સોસાયટીના તોફાની બારકસ ટોળીએ હોળી પહેલાં જ ધુળેટીની શરૂઆત કરી દીધી હતી. અમારી ચર્ચાઓની બાળકો પર અસર થઇ હોય એમ લાગ્યું. અમને આઘાતમાં ઉભેલા જોઈ આખી ટોળી ખૂબ રાજી થઇ હતી.

અને અમે બધાં મોટાઓ ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. દરેક પોતાના બાળકોને મારવા તૈયાર હતા. આ ટોળામાં સોથી બોલકો પુજનભાઈનો દીકરો હતો તેણે તો પોતાના પપાને ભીના જ કરી દીધા. રડતાં રડતાં તે બોલવા લાગ્યો "હમણાં તો તમે બધાં કહેતા હતા ને કે પહેલાં જેવી હોળી નથી થાતી તો અમે તો બસ તમને પહેલાંની જેમ રંગવા માગતાં હતાં. આમેય દર વખતની જેમ ખાલી મીટીંગ જ થાય છે તહેવાર તો ઉજવાતો નથી એટલે અમે બધાં અત્યારે હોળી રમતા હતા. એમાં આ જગલાથી તમારા બધા પર પણ કલર પડી ગયો." બધાં બાળકો પર ખૂબ નારાજ થઇ ગયા હતા.

ત્યાં અમારા વડીલ ગીરધરભાઇ બધાને કલર લગાવવા મંડી પડ્યા, બાળકોની સાથે ભળીને બોલ્યા ચાલો ભાઈઓ ચર્ચા ખૂબ થઇ આપણે આજેજ હમણાંજ ધુળેટી ઉજવી લઈએ. અને પહેલીવાર કોઈપણ ખટરાગ વગર હોળી પહેલા ધુળેટીની ઉજવણી થઇ. ગીરધરભાઇ એ પોતાનો બ્રાન્ડ ન્યુ મોબાઇલ કાઢી અલગ અલગ પોઝમાં સેલ્ફી લેવાની શરૂ કરી દિધી. બુરા ન માનો હોલી હે.



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED