kapti books and stories free download online pdf in Gujarati

કપટી

પ્રથાએ પોતાની કાર એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી બહાર કાઢી રસ્તા પર લઈ આવી ત્યારે તેની કારની સામે એક સ્ત્રી બૂમો પાડતી પાડતી આવીને ઊભી રહી ગઈ, પ્રથા એ પોતાની કાર રોકી દીધી, એની સામે ઉભેલી એ સ્ત્રી જોરથી બૂમ પાડતી હતી "તે મારા દીકરાને માર્યો છે તારે કારણે મારો દીકરો મરી ગયો છે, તું મારા દીકરા ની ખૂની છો."

પ્રથા તો હેરાન થઈ ગઈ તેને સમજાતું નહોતું કે આ બધું શું થઇ રહ્યું છે આજુબાજુ ઘણા બધા લોકો પણ ભેગા થઈ ગયા હતા તેમણે એ સ્ત્રીને ત્યાંથી ભગાડી દીધી ભાગતા ભાગતા પણ એ જ બોલી રહી હતી તે મારા દીકરાને માર્યો છે, તે મારા દીકરાને માર્યો છે તારે કારણે જ મારો દીકરો મરી ગયો છે. તેના એક પડોશી કહ્યું પણ ખરું કે સ્ત્રી તો પાગલ છે એની વાત પર ધ્યાન દેવાની જરૂર નથી. પ્રથા જેમ તેમ પોતાને સંભાળતી આગળ વધી,પણ તેના મનમાંથી પેલી સ્ત્રીના વિચારો તો જતાં જ નહોતા, શા માટે મને પોતાના દીકરાની ખૂની સમજતી હશે. કોણ હશે એ સ્ત્રી. શું કામ મને પોતાના દીકરાની ખૂની સમજતી હશે?.

પ્રથા એક બિઝનેસ વુમન હતી તેની પોતાની એન્ટીક પીસ અને ફર્નિચર નો શોરૂમ હતો, પતિ આરવ એક સર્જન હતા, હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. બંને પોતપોતાની રીતે સેટ હતા આખા દિવસના કામ પછી સાંજે મળતા હતા બંને સુખી હતા.

આજની ઘટના વિશે જણાવવા તેણે તરત જ પોતાના પતિ ને ફોન કર્યો અને બધી જ વાત જણાવી આરો કામમાં હતો એટલે તેણે પ્રથાની પૂરી વાત સાંભળી અને કહ્યું કે ઘરે આવીને વાત કરશે, આરવ ના ઘરે આવતા જ ફરી પાછી આ વાત કરી આરવ એ વિશે ચિંતા ન કરવા માટે પ્રથાને સમજાવી કયું કે કોઈક માનસિક બીમાર સ્ત્રી હશે, જે આ વિસ્તારમાં ભટકતી હશે.

પ્રથા જ્યારે પણ કામ પરથી આવતી આ સ્ત્રી તેને મળતી અને રોજ કહેતી તે મારા દીકરાને માર્યો છે તે મારા દીકરાનું ખૂન કર્યું છે અને પથ્થર ફેકવાનું શરૂ કરી દેતી. હવે તો આ રોજનું થઇ ગયું હતું, એક દિવસ પ્રથાને એક પથ્થર વાગી પણ ગયો, આ વાતથી કંટાળીને તેમણે પોલીસને કમ્પ્લેન કરી, પોલીસ આવીને એ પાગલ સ્ત્રી ને પકડી ગઈ. પ્રથાના મનને થોડીક નિરાંત થઈ. હવે એ સ્ત્રી સામે ક્યારેય નહીં આવે જો માનસિક બીમાર હશે તો એનો પૂરતો ઈલાજ થશે.

એકવાર એ સ્ત્રી વિશે જાણવા માટે પોલીસ સ્ટેશને પણ ગઈ. ત્યાં તેને જાણવા મળ્યું કે એ સ્ત્રીનો બાળક એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યું હતું જ્યારે તે અને આરવ વેકેશન માટે જવાના હતા ત્યારે એકસીડન્ટ કેસ આવેલો હતો જેના માટે આરાવ વેકેશન પડતું મૂકીને પાછા ફર્યા હતા પણ રસ્તાના ટ્રાફિક જામમાં ફસાવવાના કારણે હોસ્પિટલ ટાઇમસર પહોંચી નહોતા શક્યા અને પેલું બાળક મૃત્યુ પામ્યો હતો જેના માટે તે સ્ત્રી પ્રથા અને આરવને જવાબદાર ગણતી હતી, સાથે સાથે ઈન્સ્પેક્ટરે જણાવ્યું પણ ખરું કે તે પાગલ સ્ત્રીની એક સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ પણ ચાલુ છે તેમ છતાંય થોડાક દિવસ પહેલા એ સ્ત્રી હોસ્પિટલમાંથી ભાગી ગઈ હતી. પ્રથાને સ્ત્રી વિશે સાંભળીને ઘણું દુઃખ થયું તેણે પોલીસ ઓફિસર નો આભાર માનીને પોતાને ઘરે આવી ગઈ થોડા દિવસ આમ જ શાંતિથી નીકળી ગયા.

પ્રથા એક દિવસ પોતાના કામ પર જવા નીકળી ત્યારે ફરી પેલી સ્ત્રી એની સામે આવી ગઈ આજે તો એના હાથમાં છરો હતો, તે જોરજોરથી પ્રથાની કાર પર પ્રહાર કરવા મંડી, ચીસો પાડતી જાય, પ્રથાનો ડ્રાઈવર સાઈડ નો બારી નો કાચ પણ તૂટી ગયો. તેમાં હાથ નાખીને પેલી સ્ત્રીએ પ્રથાને બહાર કાઢી પ્રથા ગમે તેમ કરી તેને ધક્કો દઈને ભાગી, પેલી સ્ત્રી પણ તેની પાછળ ભાગી પણ પાછળ આવતી કારે સ્ત્રી ને ટક્કર મારી સ્ત્રી ટક્કર વાગવાને કારણે બેભાન થઈ ગઈ. પ્રથાએ તેને નજીકની હોસ્પિટલમાં એડમીટ કરાવી. ડોક્ટર તેને ચેકઅપ કરતા જણાવ્યું કે આ સ્ત્રી માનસિક રીતે બીમાર તો છે જ, પણ તેના આંખની કીકીઓ જોતા એવું લાગે છે કે તેને હિપ્નોટાઈઝ કરવામાં આવી હોય, પ્રથાને આ વાત સાંભળીને ખૂબ નવાઈ લાગી, કોઈ આવી રીતે કેમ હિપ્નોટાઈઝ કરે શા માટે કરે, અને આ સ્ત્રી માત્ર એની પાછળ શું કામ પડી હતી પ્રથા ખૂબ મૂંઝાઈ ગઈ. તેણે આ વિશે આરવને જણાવવા માટે ફોન કર્યો પણ આરવ ઓપરેશન માં બીઝી હતા, એટલે પ્રથાએ પોલીસને ફોન કરીને બોલાવી અને બધી વાત જણાવી. પોલીસે આ વિશે તપાસ કરવાની ખાતરી આપી. તે દરમિયાન માં જ પેલી સ્ત્રી ભાનમાં આવી હતી પણ તે પ્રથાને ઓળખતી જ નહોતી તેણે પોતાના ઘરનું સરનામું આપ્યું બાકી એ બીજા કોઈને ઓળખતી ન હતી થોડીક માનસિક તકલીફ હોવાને કારણે બસ શાંત બેઠી હતી પોલીસે અલગ અલગ રીતે તપાસ કરવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ જવાબ તેમને મળ્યો નહીં એટલે તેમણે પ્રથાને ઘરે જવાનું કહીને આગળ તપાસ કરવાની ખાતરી આપી.

તે દિવસે જ સાંજે પ્રથાને પોલીસે ફોન કરીને બોલાવી, પ્રથાને પોલીસે જણાવ્યું કે આ કોઈ ષડયંત્ર છે તમને મારવાનું ષડયંત્ર છે, તેની પાછળ રહેલી વ્યક્તિ ને પણ અમે ઓળખી ગયા છીએ પણ તેમને પકડવા માટે એક સાબિતી ની જરૂર છે પુરાવાઓ ની જરૂર છે અને પુરાવા મેળવવા માટે આપણે એક નાટક કરવું પડશે પ્રથા એમના આ નાટકમાં જોડાવા તૈયાર થઈ ગઈ પોલીસે ખાતરી આપી કે એમાં પ્રથાને કોઈ પણ નુકસાન થશે નહીં પણ આ નાટક પોલીસની ડ્યૂટીની બહારનું ગણાય એટલે પોલીસની પણ જવાબદારી બનતી નોતી પ્રથા પોતાના જોખમે આ નાટક માટે તૈયાર થઈ. આખરે તેને મારવા માટેનો જ ષડયંત્ર હતું ને.

એક દિવસ આરવને ફોન આવ્યો કે તેમની પત્નીનું ખૂન થઈ ગયું છે ચાર રસ્તા પર એને છરો મારી ને મારી નાખવામાં આવી છે અને ખૂન કરનાર પાગલ સ્ત્રી છે, અને તે સ્ત્રી ને પકડી લેવામાં આવી છે. આ સાંભળી આરવને ખૂબ જ આઘાત લાગ્યો, તેણે પોલીસ તપાસમાં પૂરેપૂરો સહકાર આપ્યો. પોલીસની તમામ વિધિ પતી ગયા પછી તેણે પોતાની પત્ની પ્રથાના ભારી રદય અંતિમ સંસ્કાર કર્યા તે ખૂબ દુઃખી થઈ ગયો. અને ધીમે ધીમે ડિપ્રેશન તરફ જવા લાગ્યો. આરવ ના માતા પિતા આ પરિસ્થિતિ જોઇને ચિંતા કરવા લાગ્યા એટલે જ તેમણે એક લેડી સાઈકોલોજીસ્ટ ડોક્ટરને ઘરે બોલાવી અને ટ્રીટમેન્ટ કરવા કહ્યું.

એક સાઈકોલોજીસ્ટ ડોક્ટર કાઉન્સેલિંગ માટે રોજ ઘરે આવતી ધીમે ધીમે આરવની તબિયત પણ સુધરવા લાગી હતી, એટલે તેના માતા-પિતાએ પણ પોતાના ઘરે જવા માટે આરવની રજા લીધી. અને આરવને આશ્વાસન પણ આપ્યું કે બધું જ ઠીક થઈ જશે લેડી ડોક્ટર સાથે પણ વાત કરી, આરવની સંભાળ રાખવાનું પણ કયું. આરવના માતા-પિતાના ચાલ્યા જતા જ આરવ જોરજોરથી હસવા લાગ્યો, એ પોતાની પીઠ થાબડવા લાગ્યો, તેની સાથે સાથે પહેલી લેડી ડોક્ટર પણ હસવા લાગી, બંને ખુશ હતા આરવ એ ડોક્ટરને કહ્યું થેન્ક્યુ તે મને મારા પ્લાનનો સાથ આપ્યો એટલે હવે આપણને લગ્ન કરતાં કોઈ પણ ન રોકી શકે તે પાગલ સ્ત્રી વિષે મને કહ્યું જ ન હોત તો આ પ્લાન થાત જ નહીં આજે પ્રથા સ્વધામ એ પહોંચી ગઈ છે અને આપણે તેની પ્રોપર્ટી અને એક કરોડના વીમા ના માલિક છીએ, બધા તો એમ જ સમજે છે કે એક પાગલ સ્ત્રીને કારણે પ્રથા મરી ગઈ, પ્લાન થોડો લાંબો ચાલ્યો પણ જીત તો આપણી થઈ સારું થયું જો છૂટાછેડા લેત તો પ્રોપર્ટી થી હાથ ધોવો પડત. તે પેલી સ્ત્રીને હિપ્નોટાઈઝ કરીને પ્રથાને મરાવવા માં મારી મદદ કરી. હવે આપણા બંનેનો રસ્તો ક્લિયર છે થોડા સમય પછી આપણે બંને મેરેજ કરી લઈશું.

ત્યાં આરવને દરવાજો ખૂલવા નો અવાજ સંભળાયો. તેણે પાછળ વળીને જોયું તો તેના માતા પિતા પ્રથા અને પોલીસ ઊભી હતી પ્રથા એ આવીને જોરથી આરવ ના ગાલ પર એક થપપડ આપી દીધી. આ બધું જોઈને તો આરવ હેબતાઈ જ ગયો. પેલી ડોક્ટર પણ ગભરાઈ ગઈ, આરવના માતા-પિતાએ પોતાના દીકરાની કરણી સાંભળી ખુબ દુઃખી થઇ ગયા હતા. પ્રથાએ આરવને કહ્યું કે"પેલી સ્ત્રી વિશે તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે તુ આ સાઈકોલોજિસ્ટ ડોક્ટર સાથે જોડાયેલો છે. તારા ફોન ના પણ પુરાવા હતા પણ એ મજબૂત નહોતા અમે આ નાટક કર્યું તારા પુરાવા મેળવવા માટે, તારા જ મોઢે મારી હત્યા ના પ્લાનની સાબિતી મેળવવા માટે અમે આ નાટક કર્યું. તારા માતા-પિતાએ પણ મારો સાથ આપ્યો હવે તારો એક જ રસ્તો છે કે તું જેલમાં જઈને બીજા લગ્ન કરી શકીશ.

સમાપ્ત

story by _- shesha Rana (Mankad)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED