Bandh darwajo books and stories free download online pdf in Gujarati

બંધ દરવાજો

નર્સ શ્વેતા હંમેશા ઉતાવળમાં જ રહેતી, એક પ્રાઇવેટ હોસ્પિટલમાં હજી નવી નવી જ જોડાઈ હતી, તેના ડોક્ટર 65ની ઉંમરે પહોંચેલા અનુભવી હતા. શ્વેતાને અહીં જોડાયાને માત્ર દસેક દિવસ થયા હતા કામમાં સારી હોવાને કારણે ડોક્ટર ને તેના માટે માન હતું. હોસ્પિટલ એક નાના ગામની હતી અને તળાવને કિનારે જ હતી આ ગામમાં આટલી સારી નોકરી મળવી શક્ય નહોતી એટલે શ્વેતા મન દઈને કામ કરતી હતી.

આ હોસ્પિટલને ત્રીસ વર્ષતો થઈ ગયા હશે, પહેલા ડોક્ટર અને તેમના પત્ની બંને સાથે મળીને હોસ્પિટલ ચલાવતા હતા પણ અચાનક જ તેમના પત્ની ક્યાંક જતા રહ્યા. છેલ્લા વિસેક વરસથી તો એમના કોઇ ખબર જ નહોતા. ડોક્ટરની આ ગામમાં ઘણી નામના હતી. એટલે જ શ્વેતા આ ગામમાં કામ કરવા આવી.

હોસ્પિટલનો એક રૂમ ઘણા સમયથી બંધ પડ્યો હતો હોસ્પિટલનો બીજો સ્ટાફ આ બંધ રૂમથી ટેવાયલો, હતો પણ શ્વેતા માટે નવું હતું, જીજ્ઞાશાથી ક્યારેક તે બધાને પૂછતી પણ ખરી હોસ્પિટલમાં રૂમ ઓછા હોવા છતાં આ આ રૂમ શા માટે બંધ રાખે છે અને આટલા બધા તાળા પણ માર્યા છે. જાણે રૂમ કોઈ કેદી હોય. પણ કોઈને પણ રૂમ વિશે કંઈ ખબર નહોતી. બધા તેને પોતાના કામ સાથે કામ રાખવાની સલાહ આપતા, પણ તેના મનમાંથી જીજ્ઞાશા દૂર થતી જ નહોતી. બધાએ તેને એ રૂમથી દૂર રહેવાનું કહ્યું હતું, ડોક્ટરને પણ તેના આ વર્તનની જાણ થઈ ગઈ હતી. એક દિવસ ડોક્ટરે શ્વેતાને બોલાવીને વોર્નિંગ પણ આપી દીધી હતી. એ રૂમ વિશે પૂછપરછ કરવાની કોઈ જરૂર નથી એ જૂનો સ્ટોર રૂમ છે. શ્વેતાએ પણ સોરી કહીને વાત પતાવી દીધી હતી.

પણ માણસનું મન લીધી વાત મૂકે ખરું?, એ જ્યારે પણ ત્યાંથી પસાર થતી રૂમની સામે જોયા કરતી વિચાર્યા કરતી, એકવાર શ્વેતાની નાઈટ ડ્યુટી હતી રાતનો સમય એટલે અજીબો-ગરીબ કલ્પના અને ભયનો, શ્વેતા પોતાના કામગીરીમાં વ્યસ્ત હતી દવાઓનો સ્ટોક ચેક કરી રહી હતી. પોતાની જરૂરી દવાઓ લઈ પોતાની કેબીન તરફ જઈ રહી હતી. અને ફરી એ રૂમ પાસેથી પસાર થઇ, એ દરવાજા ને તાકવા લાગી દરવાજે એક મસમોટું તાળું લટકતું હતું અને એ જ તાળાને મજબૂત કરવા લોખંડની જાડી ચેન સાથે બાંધેલું હતું, અને નીચે પણ એક કડી અને તાળા મારે લા હતા. શ્વેતાને દરવાજા માટે આકર્ષણ થવા લાગ્યું. એક ખેંચાણ એને અનુભવાયું. એને હવે ડર લાગવા માંડ્યો. તે જલદીથી ત્યાંથી ભાગી ગઈ. એણે પોતાના મનનો ભ્રમ હોઈ શકે એવું વિચારી આ ઘટના ભૂલી જવા પ્રયત્ન કર્યો.

એણે આ બધી વાત એક જૂના વોર્ડબોયને કરી જે ઘણા વર્ષોથી કદાચ આ હોસ્પિટલની શરૂઆતથી જ અહીં કામ કરતો હતો તેણે કહ્યું આ ડોક્ટર ની પત્નીની કેબીન છે. જ્યારથી એ ગુમ થઈ છે કેબીન બંધ જ રહે છે. શ્વેતાએ વિચાર્યું કદાચ એટલે જ ડોક્ટર આ રૂમ બંધ રાખતા હશે એમની પત્ની ની યાદ માં ધીરે-ધીરે શ્વેતા પણે રૂમથી ટેવાવા લાગી. પણ રહી રહી ને જીજ્ઞાશા ઊભી થતી હતી આટલા બધા તાળાની જરૂર શું, પણ પાછી તે પોતાના કામમાં પરોવાયી જતી શ્વેતાના હાથમાં મેડિકલ સ્ટોર સાથે-સાથે આખી હોસ્પિટલના સુપરવિઝન ની પણ જવાબદારી હતી એટલે હોસ્પિટલના જ ક્વાર્ટર માં રહેતી હતી.
એકવાર એની નાઈટ ડ્યુટી દરમિયાન એ રૂમ પાસેથી પસાર થતી હતી ત્યારે એને અજીબ લાગણી થઈ તેનું ઘણું સુકાવા લાગ્યું, એક સૂનકાર જેવો અનુભવ થયો. એને પાણી પીવાની ઈચ્છા થઈ એટલે તે પાણી પીવા માટે હોસ્પિટલના કિચન તરફ જવા લાગી રસ્તામાં જે દરવાજો આવતો હતો એ દરવાજા પાસે ઉભી રહી ગઈ અચાનક જ જોર જોરથી હવા, એકદમ ઠંડી હવા આવવા લાગી એ ઝડપથી જ હોસ્પિટલના બારી-બારણા બંધ કરવા લાગી. ફરી એ દરવાજા પાસે આવીને ઊભી રહી ગઈ એ દરવાજો એને બોલાવતો હોય એવું એને લાગ્યું. અંદરથી કોઈ ગાઈ રહ્યું હોય એવો ધીમો અવાજ આવવા લાગ્યો, તે દરવાજા ને કાન અડાડીને ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કર્યો, ત્યાંજ કોઇ અંદરથી દરવાજાને જોરથી હાલ્યો, શ્વેતા ડરી ગઈ ભય થી તેના શરીર માં કંપારી પ્રસરી ગઈ તે બીકની મારી ત્યાંથી ભાગી ગઈ.

સવાર પડતાં જ તેણે બધાને આ વાત કરી, પણ કોઈએ તેની વાત પર ધ્યાન આપ્યું નહીં એના મન નો વહેમ ગણી લીધો. અને એને પોતાને પણ આ બધું વહેમ જેવું જ લાગ્યું કદાચ જોરથી હવા આવતી હશે એટલે જ દરવાજો હલ્યો હશે, ખખડ્યો હશે પોતાને લાગ્યું હશે કે કોઈએ દરવાજો નોક તેણે આ વાતને ભૂલી જવાનો પ્રયત્ન કર્યો. થોડા દિવસે પોતાના જ કામમાં રહી દરવાજા વિશે બિલકુલ ભુલી ગઈ, એ રોગાળાનો સમય હતો એટલે પેશન્ટ પણ વધારે હતા આથી કામમાંથી સમય જ મળતો નહોતો.

એક દિવસ શ્વેતા ડોક્ટરના સ્ટોર રૂમ ની સાફ-સફાઈ કરાવતી હતી ત્યારે તેને એક ચાવીનો જુડો મળ્યો જુડા પર થોડું ઘણું કાટ પણ હતો એટલે આ ચાવી કદાચ ઘણી જૂની હશે ચાવી જોઈને તેને રૂમ યાદ આવ્યો એટલે તેણે સફાઈ કરતા લોકોની નજર ચૂકવીને એ જુડો લઈ લીધો. તેણે નક્કી કર્યું કે તક મળતા જ એ ચાવીનો ઉપયોગ ચોક્કસ કરશે. જિજ્ઞાસાથી ખતરનાક વસ્તુ કોઈ નથી. જિજ્ઞાસા તકલીફ પણ આપે છે અને જ્ઞાન પણ બસ એ કઈ વસ્તુ માટે છે એ જ મહત્ત્વનું છે.
શ્વેતાએ એક દિવસ ની નાઈટ ડ્યુટી માં એ ચાવી નો ઉપયોગ કરી જ નાખ્યો એ જલ્દી જલ્દી દરવાજે પહોંચી ગઈ વારાફરતી બધી જ ચાવી લગાવી જોઈ આખરે એક ચાવી થી બંધ દરવાજો ખુલી ગયો તે દરવાજે ઊભી રહીને અંદર જોવા લાગી અચાનક એના મોઢા પર એકદમ ઠંડી હવા ની અસર થઈ એ ધીરે ધીરે રૂમની અંદર ગઈ રૂમ ની દુર્ગંધ પણ એના નાક પર અથડાઈ એને એક ઉબકો આવી ગયો, એણે મોઢું દબાવ્યું. હવે તેને ખ્યાલ આવ્યો કે રૂમ વધારે ઠંડો હતો, લાઈટ કરવા માટે તે આજુબાજુ સ્વીચ શોધવા લાગી, રૂમમાં લાઈટ હતી નહીં. પોતાના મોબાઈલની ટોર્ચ ચાલુ કરીને તે રૂમની અંદર જોવા લાગી, બધી જ બાજુ કરોળિયાના જાળા બાઝેલા હતા રૂમની અંદરની બધી જ વસ્તુઓ વેરવિખેર પડી હતી ઘણા બધા કાગળીયા પણ ત્યાં પડ્યા હતા એક પલંગ પણ હતો, પાલનપુરના ચારે ખૂણા પર બાંધેલી દોરીઓ પરથી એવું લાગતું હતું કે અહીં કોઈને બાંધીને રાખ્યું હશે. ત્યાં એક કબાટ પણ હતું. શ્વેતાએ ખોલીને જોવા લાગી ઘણા જૂના કાગળ એની અંદર હતા ફાઈલો હતી છાપાના કટીંગ પણ હતા એ વાંચવા લાગી એક ફાઇલ માંથી એને ખબર પડી કેના ડોક્ટર માણસના અંગોની તસ્કરી કરતા હતા. એ વાંચીને ડરી ગઈ. હવે તેને સમજાયું કે આ રૂમ હંમેશા બંધ જ શું કામ રહેતો હતો.

અચાનક શ્વેતાને લાગ્યું કે કોઈ જમીન પર ઘસડાઈ ને ચાલે છે તેણે પોતાની મોબાઇલ ની ટોર્ચ થી આખો રૂમ જોયો પણ ત્યાં કોઈ નહોતું હવે શ્વેતાને ગભરામણ થવા લાગી બીક લાગવા લાગી હવે તેને લાગવા માંડ્યું કે આ રૂમમાં આવીને તેને ભૂલ કરી છે. રૂમમાં કોઈ સ્ત્રી હોય એવો એને આભાસ થવા માંડ્યો, ઘાયલ હતી એ સ્ત્રી શ્વેતાને જોઈ રહી હતી
શ્વેતાના શરીરમાંથી ડરની કંપારી છૂટી ગઈ એ ચીસો પાડવા લાગે અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરવા લાગી પણ જાણે એના પગ સાથ આપતા જ નહોતા, ગમે તેમ કરીને એ રૂમ માં થી બહાર નીકળી ગઈ, ડરતા ડરતા પણ એણે રૂમને પહેલાની જેમ તાળુ લગાવી દીધું. તે ભાગવા લાગી ભાગતા ભાગતા પણ તેની પાછળ જોયું તો તે સ્ત્રી રૂમ માંથી બહાર નીકળતી હતી. શ્વેતા ગમેતેમ કરીને ત્યાંથી ભાગી છૂટી.

બીજે દિવસે તે ચાવીનો જૂડો પાછો રાખવા માટે ડોક્ટરની કેબિન માં જતી હતી ત્યારે તેને જોયું કે પેલી સ્ત્રી ડોક્ટર ની સામે ઉભી હતી અને ડોક્ટર હાથ જોડીને ઉભા હતાં સ્ત્રી અને કહેતી હતી કે હું તને ક્યારેય માફ નહિ કરું તે ખોટા કામ કર્યા છે મને બદનામ કરી છે હું જ્યારે પોલીસમાં જવાનો પ્રયત્ન કરવા લાગી ત્યારે તે મને રૂમમાં પૂરી ને મારી નાખી હું તને ક્યારે પણ વાત નહી કરું. તારા જીવનનો અંત જ મારી મુક્તિ છે. સામે ઊભેલા ડોક્ટરનું પ્રાણપંખેરુ ઉડી ગયું તેમને હાર્ટ એટેક આવી ગયો પેલી સ્ત્રી હસતી હસતી બારે નીકળી, અને શ્વેતાની સામે જોઈને એક સ્મિત આપ્યું ફરી પાછી એ જ રૂમમાં જતી રહી. આ બધું જોઈને સ્વેતા આઘાતથી બેભાન થઈ ગઈ અહીં જ તેની જિજ્ઞાસાનો પણ અંત આવ્યો..


સમાપ્ત

story by _- shesha Rana (Mankad)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED