Ukardo books and stories free download online pdf in Gujarati

ઉકરડો

સોમવારની સવારે ઉજ્વલ અને તેની પત્ની કિરણ જ્યારે વોકિંગ કરવા નીકળ્યાં ત્યારે આજુબાજુ બધેજ કચરા ના ઉકરડા જોઇને દુખી થઇ ગયાં હતાં, આગળનો દિવસ રવિવાર અને રજાનો દિવસ એટલે રસ્તાપર કચરાના ઢગલા પથરાયેલા પડ્યા હતા,

આ બધું કિરણથી જોવાતું ન હતું, તેણે કહ્યું "આ શહેરમાં નગરપાલિકા કોઈ જ કામ કરતી નથી લાગતી, જોતો કેટલો ઉકરડો ફેલાયેલો છે, કોઈ પણ ગલી કે નાળા ચોખા નથી બધી જ જગ્યાએ કચરો છે," ઉજ્વલે કહ્યું, " સાવ સાચી વાત, ખાલી નગરપાલિકા જ નહિ પણ પબ્લિક પણ સમજતી નથી, બસ જે જગ્યા મળી ત્યાં કચરો ફેંકી દેશે, સમજાતું નથી કે લોકો પોતાના ઘર ચમચમાવીને રાખે છે. પણ દેશને ઉકરડો બનાવી દેવો છે." આપણો સમાજ ખાલી બોલવામાં જ આગળ છે, બીજા દેશો તો ક્યાંય પહોંચી ગયા આ પ્લાસ્ટિકના કચરાથીતો કેટલીય વસ્તુઓ બનાવે છે, અને આપણે એને ગાયના પેટ સુધી ફેકિયેં છીએં. બસ આવીજ વાતો કરતાં કરતાં બંને ઘરે આવી પહોચ્યાં.
ઉજ્વલ અને કિરણ રોજ સવારે એક પણ દિવસ ચૂક્યા વગર વોકિંગ માટે નીકળતાં. જ્યાં પણ હોય ત્યાં આ એમનો નિત્યક્રમ રહેતો ઉજ્વલની જોબ ટ્રાન્સફરના કારણે તેમને અલગ અલગ શહેર જોવાનો મોકો મળતો હતો. નવી જગ્યા નવી પરિસ્થિતિ માં સેટ થઇ શકે એવો તેમનો સ્વભાવ પણ હતો.

બંને ઘરે આવીને પણ એજ કચરાની વાત કરતાં કરતાં કિરણ ટિફિન બનાવવા લાગી અને ઉજ્વલ ઑફિસ જવાની તૈયારીમાં લાગી ગયો. ત્યાં જ તેમની સોસયટીમાં નગરપાલિકા ની કચરો લેવા માટેની ગાડી પણ આવી ગઈ, પણ ઉજવલ અને કિરણ બાને પોતાના કામમાં વ્યસ્ત હતાં, કિરણે કહ્યું " સાંજે ફરવા જશું ત્યારે કચરો નાખતા આવશું, આ ગાડી વાળા તો ખોટા સમયે આવે છે આપણે કામ કરીએ કે કચરો દેવા બેસીએ.

ઉજ્વલના ઓફિસ ગયા પછી ઘરની સાફસફાઈ કરી કિરણ ટીવી જોવામાં ખોવાઈ ગઈ. ત્યાં બાજુવાળા સવિતા બેન આવ્યાં બને અલકમલકની વાતો કરવા લાગ્યાં, સમાજની વાતો, રસ્તાના ખાડાની વાતો, શાકભાજીની, અને મોંઘવરીની વાતો. અને ગંદકી ને કારણે ફેલાતી માંદગી ની વાતો, સવિતાબેને કહ્યુ" કિરણ આપણો સમાજ એવોજ છે ઉકરડો કરશે પણ સાફ ન કરે, આ નેતાઓજ જોને નીકળી પડે છે હાથમાં જાડું પકડીને સફાઈના બાને ફોટા પડાવવા પણ કોઈ પણ પોતાની સાચી જવાબદારી સમજતું નથી." કિરણ પણ બોલી " આપણી સરકાર કરેકે ન કરે પણ આપણા જેવા લોકો સામાન્ય પ્રજાએતો સમજવું જ જોઈએ. બંનેની વાતોની પરિક્રમા ઉજ્વલ આવતા અટકી. સવિતાબેન પોતાના ઘરે ગયાં અને કિરણ અને ઉજ્વલ સાંજના રૂટીન કામમાં લાગી ગયા.

રાતનું જમવાનું પતાવી બંને જમવાનું પચાવવા નીકળ્યાં, સાથે લીધો આખા દિવસનો કચરો. તેમના ઘરથી થોડે દૂર આવેલાં પાણીનાં વહેણમાં કચરાની થેલી પધરાવી દીધી, સાથે આજુબાજુ નજર કરી લીધી કે ક્યાંક તેમને કોઇ જોતું નથીને. ચાલો કચરાનો નિકાલ થઇ ગયો, જોકે પાણીનાં વહેણની થોડે દૂર નગરપાલિકા દ્વારા રાખવામાં આવેલી કચરાપેટી પડી હતી. પણ આ બને સમાજ વિવેચકોને ત્યાંસુધી ચાલવાનો થાક લાગતો હતો. તેમની સોસયટીમાં રહેતા લોકો મોટાભાગે અહી જ કચરો નાખતા, કિરણ અને ઉજ્વલને પણ રોજ અહી જ કચરો નાખવાની આદત બની ગઈ હતી.

બને હજી થોડે આગળ ગયા ત્યાં રસ્તામાં એક બહેન પોતાના બાળક સાથે જતાં હતા તેમણે પોતાનો આઇસક્રીમનો કચરો રસ્તામાં ફેક્યો આ જોઈ ઉજ્વલે તે બેનને કચરો રસ્તામાં ન ફેકવાની સલાહ આપી, ત્યાંજ એ બેંનના બાળકે કહ્યુ "અંકલ તમે અમને કહો છો પણ તમે પોતેતો પેલા પાણીના વહેણમાં કચરો નાખો છો. ઉજ્વલને આ વાત સહન ન થઈ તે "બાળકને માતા પિતાએ મોટા સાથે વાત કેમ કરાય એજ સંસ્કાર નથી આપ્યા" ગુસ્સામાં બબડી પોતાના ઘર તરફ બને આગળ વધી ગયાં

સમાપ્ત

story by _- shesha Rana (Mankad)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED