vichitea Case books and stories free download online pdf in Gujarati

વિચિત્ર કેસ

ઇન્સ્પેક્ટર અરવિંદે પોતાની ડ્યુટી પર હતા ત્યારે તેમને એક માતા-પિતા સોળ વર્ષની પુત્રી સાથે મળવા આવ્યાં. પિતા જનકભાઈ પોતાની દીકરી વિશે વાત કરી છેલ્લા કેટલાય સમયે થી તેમની દીકરી સ્કૂલેથી ઘરે આવતા ગભરાયેલી રહે છે. ઘણા પ્રયત્નો કરવા છતાં એના ડરનું કારણ અમે સમજી શક્યા નથી તેનું કહેવું છે કેટલાક લોકો તેની પાછળ પડ્યા છે તેને મારી નાખશે. સાહેબ તમે મારી કમ્પ્લેન લઈને યોગ્ય તપાસ કરો. મારી દીકરી ની પાછળ કોણ પડ્યું છે?, શું કામ પડ્યું છે? અમને સમજાતું જ નથી અમે આ વિશે તપાસ કરી પણ અમને કોઈ મળ્યું નથી. હમણાં શાળાએ મુકવા લેવા પણ અમે જઈએ છીએ. પણ તેનો ડર જતો જ નથી. તમે યોગ્ય તપાસ કરો, મહેરબાની કરીને એ લોકોને યોગ્ય સજા પણ કરો.

ઇન્સ્પેક્ટર તે માતા-પિતાને સાંત્વના આપી અને તેમણે પહેલા વિગતે વાત જણાવવાનું કહ્યું, માતા-પિતાએ રાજુલને કહ્યું કે તું તારી આખી વાત સરને કહી સંભળાવ, આપણી મદદ જરૂર કરશે, રજુલે ડરતા ડરતા અને રડતા રડતા પોતાની વાત કહેવાની શરૂઆત કરી. રાજુલ 11 માં ધોરણ માં અભ્યાસ કરતી છોકરી હતી ઘણા સમયથી કેટલાક છોકરાઓ તેની પાછળ પડ્યા હતા, તેની છેડતી કરતા હતા. તેને ક્યારેક બાઈક ની હળવી ટક્કર મારીને ફગાવી પણ દેતા હતા. ધમકી પણ આપતા હતા ઘરે કાંઈ પણ જણાવીશ તો મારી નાખ શું. તને એક ને જ નહીં તારા માતા-પિતાને પણ નહીં છોડીયે. આ બધું છેલ્લા વીસ-પચીસ દિવસથી થઈ રહ્યું હતું ક્યારે કોઈ મદદ માટે પણ આગળ આવ્યું નહોતું.

ઇન્સ્પેક્ટર અરવિંદ બધી જ વાત સાંભળી રાજુલ ને કહ્યું કે એ પેલા છોકરાઓ ના પિક્ચર બનાવવામાં મદદ કરે જેટલું પણ યાદ હોય જે પણ યાદ હોય એનાથી છોકરાઓના પિક્ચર બનાવડાવે. આ છોકરાઓના પિક્ચર પોલીસને તેમને પકડવામાં મદદ કરશે. પણ રાજુલ છોકરાઓના વિચારથી ડરી જતી હતી. એટલે ઇન્સ્પેક્ટર અરવિંદ રાજલ ના માતા-પિતાની જણાવ્યું કે એ રાજુલને સમજાવીને તે છોકરાઓના પિક્ચર બનાવડાવવામાં મદદ કરે. ઇન્સ્પેક્ટર માતા-પિતાને વિગતે કમ્પ્લેન લખાવાનું કયું. ઝીણામાં ઝીણી વિગત પણ લખાવા જણાવ્યું.

કમ્પ્લેન લખાવાઇ ત્યારથી જ ઇન્સ્પેક્ટર અરવિંદ તપાસના કામે લાગી ગયા. રાજુલના આવવા-જવાના બધા જ રસ્તાઓ પર ચુસ્તપણે તપાસ કરવાની શરૂઆત કરી દીધી. તેની શાળામાં પણ જઈને તેઓ શિક્ષકની પ્રિન્સિપાલની અને તેના મિત્રોને મળ્યા, સાથે સાથે તેના ક્લાસમાં ભણતી વિદ્યાર્થીઓને પણ મળ્યા. રાજુલ ની સ્કુલ, ગર્લસ સ્કૂલ હતી ત્યાં માત્ર છોકરીઓ જ અભ્યાસ કરતી હતી.

ઇન્સ્પેક્ટર અરવિંદ જાણવા મળ્યું કે રાજુલ એક સિન્સિયર વિદ્યાર્થીની હતી. ભણવામાં એકદમ હોશિયાર, તેને આગળ વધી ને કંઈક બનવું હતું તેના માતા-પિતા માટે એક જ કરવા માંગતી હતી એક સાધારણ કુટુંબની દીકરી હતી. છેલ્લા ઘણા સમયથી એ ગભરાયેલી રહેતી હતી, સ્કૂલ આવે ત્યારે પણ તે બિક ધ્રુજતી હોય છે હોય છે. અમે બધા તેને સમજાવીએ છીએ પણ તુ એ એ હંમેશા ડરથી જ રહેતી હોય છે શું વાત છે એ એ કોઈને ખબર નથી ઘણા બધા એ ઘણી બધી વાર પૂછ્યું પણ એ કાંઈ જણાવતી નથી.

રાજુલની સ્કૂલ એક સારા વિસ્તારમાં આવેલી હતી આજુબાજુ પણ દુકાનો ઓછામાં ઓછી હતી પણ ઘણા હતા પણ રાજુ ના આવવા જવાનો રસ્તો ઘણું સૂમસામ હતો. એટલે ઇન્સ્પેક્ટર અરવિંદ ને જરૂરી એવી કોઈપણ માહિતી મળતી ન હતી. એટલે તેમણે ફરીથી રાજુલ મળવાનું નક્કી કર્યું. તેઓ તેને ઘરે ગયા તેના વિશે વિગત પૂછવા માટે નવી માહિતીઓ મેળવવા માટે.

રાજૂલે જણાવ્યું કે કેટલાક છોકરાઓ હંમેશા તેની રાહ જોઇને ઊભા હોય છે. તેના આવવા જવાના સમય પર જ ત્યાં હોય છે. મોટેભાગે પાનકી બીડી ચાવતા હોય છે. રાજુલે થોડા ચહેરાઓનું પણ વર્ણન કર્યું અને તેના પિક્ચર્સ પણ કરાવડાવ્યા હવે રાજુલ થોડી હિંમતથી વાત કરતી હતી. ઇન્સ્પેક્ટર પિક્ચર્સ લઈને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મોકલ્યા આવો કોઈ બીજો કેસ રજીસ્ટર થયો છે કે નહીં તેની પણ તપાસ કરાવી. પણ ક્યાંય પણ કોઈ આવો કેસ રજીસ્ટર હતો નહીં. એટલે એટલે તેમણે આધુનિક સમયની ખોજનો સહારો લેવાનું નક્કી કર્યું એટલે કે મોબાઇલ ટાવર્સની માહિતી મેળવવાનું નક્કી કર્યું રાજુલા આવવા જવાના સમય પર જે મોબાઇલ નેટવર્ક કે જે મોબાઈલ હાજર હોય તેની તપાસ કરવાનું નક્કી કર્યું.

પણ પરિણામ શૂન્ય તેમને સમજાણું નહીં કે આવું કેવી રીતે થયું. રાજુલ એટલી બધી ગભરાયેલી હતી કે તે નાટક કરે છે એવી કોઈ સંભાવના ન હતી, તો પછી ક્યાંયથી કોઈ માહિતી મળતી કેમ નથી ? ઇન્સ્પેક્ટર અરવિંદ સમજાતું નહોતું તેમણે ફરીથી તપાસ કરવાનું નક્કી કર્યું. રાજલ વિશેની સંપૂર્ણ માહિતી ભેગી કરવાનું નક્કી કર્યું. રાજુલ ના માતા પિતા બને નોકરી કરતા હતા, એક ગવર્મેન્ટ ઓફિસમાં ક્લાર્ક ની પોસ્ટ પર હતા. એટલે મોટે ભાગે રાજુલ ઘર પર એકલી જ રહેતી હતી. કુટુંબ સાદું સીધું અને સામાન્ય હતું તેમને કોઈની સાથે વેરભાવ પણ હોય એવું ક્યાંય દૂર સુધી જોવા મળતું ન હતું. ફરી પાછું પરિણામ તપાસનું શૂન્ય આવ્યું. ઇચ પણ કેસ આગળ વધતો નહોતો.

ફરીથી રાજુલને જઈને મળવાનું નક્કી કર્યું, તેઓ રાજુને મળવા માટે તેની સ્કૂલે ગયા. ફરી પાછી એ જ બધી વિગતો એમને પૂછી અને કોઈ વિગત રહી નથી જતી ને એવું પણ પૂછ્યું. પણ તપાસ માં ખાસ કઈ જાણવા મળ્યું નહીં બસ એટલું જ જાણવા મળ્યું કે એ છોકરાઓ ચાર પાંચ છે. પણ રાજુલેતો પિક્ચર માત્ર બે ત્રણ જણાના જ બનાવડાવ્યા હતા.
ઇન્સ્પેક્ટરને ક્યાંયથી આ ચહેરાઓ વિશે માહિતી મળી ન હતી એ જ ચહેરાઓના કોઈ લોકો છે કે કેમ એ પણ હજી સુધી સમજાયું નહોતું. ઇન્સ્પેક્ટર અરવિંદે નક્કી કર્યું કે તેઓ આ રાજુલ ની પાછળ પાછળ જશે તેમણે તેના માતા-પિતાને પણ સ્કૂલે લેવા આવવાની મનાઈ કરી, જણાવ્યું કે તેઓ રાજુલ નો પીછો કરશે. કદાચ આ રીતે જ એ લોકો પકડમાં આવી જાય. ઇન્સ્પેક્ટર ધીરે-ધીરે રાહુલની પાછળ જવા લાગ્યા પણ ક્યાંય કોઈપણ છોકરાઓનું નામોનિશાન નહોતું. રસ્તા પર માત્ર સાધારણ લોકો જ ઓછી સંખ્યામાં અવરજવર કરી રહ્યા હતા.

પણ, અચાનક જ રાજુલ ભાગવા માંડી તે રડવા પણ માંડી હતી અને બચાવો બચાવો પણ બોલતી જતી હતી આખો રસ્તો સૂમસામ હતો ત્યાં કોઈ પણ હાજર નહોતું સિવાય કે ઇન્સ્પેકટર અને તેના કોન્સ્ટેબલ, ઇન્સ્પેક્ટરને સમજાયું નહીં કે શું થઇ રહ્યું છે, તેમણે આજુબાજુ નજર દોડાવી ત્યાં કોઈ જ હતું નહીં, ધીમે ધીમે તેમને સમજાયું કે શું થઈ રહ્યું છે તેમના કેસ નું સોલ્યુશન આવી ગયું હતું.

બીજે દિવસે તેમણે પોલીસ સ્ટેશનમાં રાજુલના માતા-પિતા ને મળવા બોલાવ્યા જણાવ્યું કે રાજલને સાથે ન લાવે કેસ બહુ સીરીયસ છે અને તેનો ઉપાય પણ જરૂરી છે. રાજુલ ના પિતા અને માતા ઇન્સ્પેક્ટર અરવિંદ પાસે આવ્યા. ઇન્સ્પેક્ટર અરવિંદે બાળકો સાથેના અલગ-અલગ કેસની ચર્ચા પણ કરી તકલીફો વિશે સમજ આપી, પછી શાંતિ થી રાજુલની તકલીફ પર ચર્ચા કરી. રાજુલ એક બીમારીનો શિકાર હતી. એને એક માનસિક બીમારી હતી. ઇન્સ્પેક્ટર અરવિંદે પોલીસ સ્ટેશનમાં એક સાઇકિયાટ્રિસ્ટને પણ બોલાવ્યા હતા જેથી કરીને તેના માતા પિતાને સમજાવી શકાય કે રાજુલને ટ્રીટમેન્ટની ખાસ જરૂર હતી. રાજુલ એક માનસિક બીમારીથી પીડાતી હતી. ડોક્ટરે જણાવ્યું કે આ ટ્રીટમેન્ટમાં કાઉન્સિલીંગ કરવામાં આવે છે અને ધીરે ધીરે પેશન્ટ સાજો થઈ જાય છે. પણ ક્યારેક બીમારી ઉથલો પણ મારે છે.

ઇન્સ્પેક્ટર અરવિંદ ને પણ થયું કે આ તો બહુ લાંબી પ્રોસિજર થઈ જાય છે રાજુલની ઉંમર પણ હજી ઘણી નાની હતી. તેમણે ઘણા વિચારને અંતે ઉપાય કાઢ્યો, તેમાં તેમણે સાઈકોલોજીસ્ટ ડોક્ટરની પણ મદદ લીધી. સાથે સાથે તેમણે પોતાના સ્ટાફ મેમ્બર ની પણ મદદ માંગી તેમણે આખા પોલીસ ડિપાર્ટમેન્ટ ને રાજુલ નો કેસ સમજાવ્યો, અને તેનો ઉપાય પણ સમજાવ્યો. અરવિંદ ઉપાયની સાંભળીને રાજુલા માતા-પિતા તો આભારવસ થઇ ગયા, આજના સમયમાં કોણ એટલી મદદ કરે છે, અરે આતો પોલીસ ડિપાર્ટમેન્ટ છે. જે હંમેશા વગોવાયેલો જ હોય છે.

આખરે મિશન શરૂ થયું, રાજુલ ને પોલીસ-સ્ટેશનમાં લઈ આવવામાં આવી, તેને સમજાવવામાં આવ્યું કે તેનો કેસ સોલ્વ થઈ ગયો છે અને તેના ક્રિમિનલ્સ પણ પકડાઈ ગયા છે હવે તેને ક્યારેય પણ કોઈપણ હેરાન નહીં કરે તે આરામથી પોતાના ઘરે અને સ્કુલે જઈ શકશે. તેને ક્રિમિનલ્સ ની મુલાકાત પણ કરાવવામાં આવી જે જેલના સળિયા પાછળ હતા અને પોલીસ તેમની પિટાઈ કરતી હતી. ક્રિમિનલ્સ ને જોઈને રાજુલ જોર થી રડવા લાગી. મનની કાલ્પનિક પરિસ્થિતી ધીરે-ધીરે દૂર થવા લાગી.

ઇન્સ્પેક્ટર અરવિંદે આ કેસમાં એક સચોટ ઉપાય કર્યો હતો તેમણે કેટલાક નવા પોલીસ કર્મચારીઓને ચિત્ર પ્રમાણેના માસ્ક પહેરાવીને મેકઅપ કરાવીને જેલના સળિયા પાછળ ઉભા રાખ્યા હતા જેથી રાજુલના મનનું સમાધાન થઈ શકે એક સિક્યુરિટી એના મનમાં ઉભી થાય અને ફરી પાછી એ ક્યારેય પણ આ બીમારીમાં ન સપડાય સાયકોલોજીસ્ટ ડોક્ટરે પણ આ ઉપાયને યોગ્ય અને સચોટ ગણ્યો. અને માતાપિતાની આભારવશ આંખો આશુઓના ધોધથી છલકાઈ ગઈ.

સમાપ્ત

story by _- shesha Rana (Mankad)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED