પ્રેમ ની છેલ્લી વ્યથા Het Bhatt Mahek દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ની છેલ્લી વ્યથા

આજે હું તારાથી ખુબ જ દૂર ગયાં પછી આપણી કદી ન ભૂલી શકાય એવી યાદો પત્ર દ્વારા રજૂ કરવાની ઈચ્છા થઈ..
હું ને મારો પ્રેમ, મળ્યા હેમખેમ, વાત પ્રેમની, જીવન ક્ષણ, પ્રેમ પામીએ મન મૂકી...
આપને સાથે એક જ બસ માં કોલેજ જવા અપ ડાઉન કરતા પણ ક્યારેય કોઈ સામે જોવાનો પણ સબંધ નહીં. કોલેજ પૂર્ણ કર્યાં પછી પણ સામે મળતા તો એક એકબીજા ની સામે જોતો પણ નહિ.. પરંતુ સાથે નોકરી કરતા ક્યારે આંખનું આંખ સાથે મિલન થયું એની ખબર પણ નો રહી. સમાજ ના ડર થી અન્ય લોકોની હાજરીમા કઈ બોલતા પણ નહીં.... ફક્ત આંખો થી વાતો કરતા. કોલેજ માં વાર્ષિક ઉત્ત્સવ ની ઉજવણી કરવાની હતી.. જવાબદારી મારા શિરે આવી... એના કરતાં પણ મોટી જવાબદારી આપે મારી લીધી.. રોજ ઘરેથી કોલેજ સુધી લાવવા લઇ જવાની... ત્યાર પછી આપને એકદમ નજીક આવી ગયાં...
રોજ કોલેજ માં મળવાનું થાય હૈયા માં મોજા ઉચ્છળવા લાગ્યા. જુવાનીનું લોહી. પ્રથમ પ્રેમની કુંપણ ફૂટવા લાગી પણ સામે ડર સતત સતાવ્યા કરે... ફક્ત સામે જોઈને મન માનવી લેવાનું... એકબીજાની સામે જોવાનું. વાતો કરતા શરમાવાનું.. ક્યારેક નજીક આવવાની સાથે પ્રેમની ખુશબુ લેવાનો આંનદ... આપનો સબંધ પૂનમ ની ચંદ્ર માની જેમ ધીમે ધીમે વધતો ગયો ને પ્રકાશિત થવા લાગ્યો.. હું ક્યારે મન ની વાત જાણાવું. ખુબ જ આપને પ્રેમ કરતી હતી પણ બોલી શકતી ન હતી... ક્યારે તમારી સામે મારા પ્રેમનો પ્રસ્તાવ મુકું. દિલની આગ ને પાણી નાખી ઠન્ડી પડતી રહી....
આખરે એ દિવસ આવી ગયો. આપને મેં હિંમત કરી લૅન લાઈન માં ફોન કર્યો.. આપે ઉપાડીને કહ્યું.. બોલો મેડમ... આપને એક વાત કહેવી છે ઘણા સમય થી પણ બોલી શકતી નથી.. આપને ખોટું તો નય લાગે ને?. આપ મારા વિશે ખરાબ તો નય વિચારો ને?. પણ બોલતા ડર લાગે છે.. કેમ રજુ જરુ?.. સામેથી જવાબ મળ્યો આપે જ બોલવાની છે તે કહો.. ખોટું લાગવાની ક્યાં વાત આવી... હું કોઈ ભૂત તો નથી કે ડર લાગે.. જે વાત હોય તે મુક્ત મનથી કહી દો.. હિંમત ભેગી કરી ને કહ્યું. i love you... હે ફરીથી બોલો તો... sorry હવે નહિ બોલાય... એકવાર plz.. ફરી કહ્યું.. i love you.. આપ ફોન મુકો હું બહાર આવીને વાત કરું..
10 મિનિટમાં ફોન આવ્યો... આજ 1 એપ્રિલ છે આપ મારી સાથે મજાક નથી કરતાં ને?. સાચું તમે મને પ્રેમ કરો છો?. મેં કહ્યું હા બાબા હા ... તો તમે મને જવાબ આપ્યો. i love you tu.. હું આપને કોલેજ કાળથી પ્રેમ કરતો. તમારો માસુમ ચહેરો.. નિખાલસ સ્વાભાવ.. અન્ય છોકરી કરતા આગવું વ્યકિત્વ.. સાદગીભર્યું જીવન. અલ્લડ મિજાજ.. ખાસ આપણી બોલી પર હું ફિદા હતો...
બીજે દિવસે બંન્ને કોલેજ માં મળ્યા.... આપ દરરોજ બધા સાથે ચા નાસ્તો કરવા જતાં પણ ત્યારે આપ ન ગયાં અને મારી સાથે મન મૂકીને વાતો કરી... મારા હાથ માં ચોકલેટ ને ગુલાબ આપ્યું... અને એકદમ બાજુમાં આવીને કહ્યું... i love you jaan... આજે મને થોડો સમય આપીશ કોલેજ પુરી થાય પછી... મેં કહ્યું ઓકે...
કોલેજ પુરી થયાં પછી મને મુકવા આવ્યા.. રસ્તામાં આપે કહ્યું... હું ખુબ જ તને પ્રેમ કરું છું.. જીવ કરતા વધારે. મને મૂકીને ક્યારેય નહીં જાને... તું મારાથી દૂર ના જાતિ.. મારા સુખ દુઃખ માં મારી સાથે રહેજે. મારા પરિવાર માંથી મને ખુબ ઓછો પ્રેમ મળ્યો છે... મારા જીવનની નવી શરૂઆત થઈ છે.. ઈશ્વરે મને મારી જિંદગીમાં અમૂલ્ય કિંમતી ભેટ આપી છે... હું ક્યારેય તને દુઃખી નય થવા દઉં.. તારી ખુશીમાં મારી ખુશી.... મારો જીવ છે તું ખુબ સારી રીતે સાચવીશ.. મારાથી એક મિનિટ દૂર નહીં થવા દઉં. ગમે એવી મુસીબત આવે તો પણ સાથે રહી મુશ્કેલી દૂર કરીશું.... બન્ને એ વચન આપ્યું... ઘર આવ્યું... બાય કહી છુટા પડ્યા....
ધીમે ધીમે હળવા ફરવા નું ક્યારેક લોન્ગ ડ્રાંઇવ પર જવાનુ.. રાતના કલાકો સુધી વાતો કરવાની... એકબીજાની પસંદ ના પસંદ નું ધ્યાન રાખવાનું... બહાર જવાનુ થાય તો પણ એકબીજા ને કહીને જવાનુ.. એક મિનિટ છુટા ન રહેનારનું. ક્યારેય ખોટું નઈ બોલવાનું. આપણા પ્રેમ માં ક્યારેય કોઈને ખોટું લાગે એવુ નહીં કહેવાનું હાથ માં હાથ રાખીને બોલ્યા....
એ જ સમયે હું તારી સાથે મારી જિંદગીના સપના જોવા લાગી.. મને એમ કે પ્રેમ અને લાગણી ખુબ લાંબા હોય છે..અને લોહીના સબંધ કરતા લાગણીનો સબંધ વિશેષ હોય છે.. રાત દિવસ તારા વિચારોમા મગ્ન રહેતી... તું પણ મારી સાથે ખુબ સારી રીતે રહેતો મારા વગર તને જરાય ચાલતું નહિ.... આપનો સબંધ 10 વર્ષ સુધી નવોને નવો રહ્યો...
એકા એક આ પ્રેમ ની કુંપણ મુરઝાવા લાગી... આપ મને હટ કરવા લગતા.. હું ફોન કરું તો કાપી નખાય.. અથવા ટૂંકમાં જવાબ આપતાં કે હું કામમાં છું પછી ફોન કરીશ... મિનિટ પર મિનિટ ને કલાકો પર કલાક જવા લાગી પણ આપનો ફોન ના આવે... ફરી ફોન કરું તો આપ ફોન ઉપાડતા પણ નહીં.. મળવાનું તો સપનું બની ગયું.. મારી સાથે આપ ખોટું બોલવા લાગ્યા.. ઘણી બાબતો છુપાવાની શરૂઆત કરી... આપ બહાર જતાં મને કોઈ જાણ પણ નહીં... આપણા વચ્ચે ઝઘડો શરૂ થયો... આપ મારું અપમાન કરવા લાગ્યા... જિંદગી માં ક્યારેય ન સાંભળ્યું હોય એવા કડવા શબ્દો સાંભળવા પડ્યા.. મારાથી આ બધું સહન કરવું અઘરું બની ગયું.. ખુબ વિચારોમા ડૂબવા લાગી. મગજ કામ કરતું બન્ધ થઈ ગયું... એકલતા કોરી ખાવા લાગી. જાણે શરીર માંથી જીવ મરી ગયો...
થોડો સમય તમારી રાહ જોઈ કે બદલાવ આવશે પણ.. અફસોસ.. મન ને મનાવી લીધું... સમય વિસરતાં બધું ભુલાઈ જાશે. દિલ પર પથ્થર રાખયોં .. હવે તું મને ભૂલી જાજે..હું પણ તમને ભૂલી જવાનો પ્રયત્ન કરીશ. મને મળવાની કે ફોન કરવાની કોશિશ ન કરતા.. હું તમારા માટે મરી ગઈ છું.. જીવનમાં ક્યારેક તો તમને મારી જરૂર યાદ આવશે પણ કદાચ હું તમારાથી ખુબ જ દૂર હસ. આપ કલ્પના પણ નહીં કરી શકો. હું તમારા જીવનમાં આવી મારો પ્રેમ આપ્યો એની હું દિલથી માફી માંગુ છું. જ્યાં કોઈ સંબધની કદર ના હોય ત્યાંથી દૂર જવામાં મજા છે. ઈચ્છા નથી છતાં તમારા થી હું દૂર જાવા નો સમય આવી ગયો છે.
પ્રેમ એટલે ફક્ત મેળળવું જ નહીં. પણ વ્યક્તિ ની ખુશી માટે ત્યજવું એ સાચો પ્રેમ છે. દરેક સંબધમાં કંઈક અપેક્ષા હોય છે પણ મારા પ્રેમ માં કોઈ અપેક્ષા કે સ્વાર્થ ન હતો. છતાં તમે સમજી ન શક્યા..તમારી જે કોઈ મજબૂરી કે પરિસ્થિતિ હોય એકવાર મને કહેવાને લાયક ન ગણી કે યોગ્ય ન લાગ્યું..
આપણી દરેક પરિસ્થિતિ માં સાથ આપવાનું વચન આપ્યું હતું જરાય ભરોશો નો રાખ્યો. ખુબ નજીક આવ્યા પછી જયારે સાથ એકા એક છૂટે તો દિલ પર આઘાત સહન કરવો ખુબ કઠિન છે .... મને તો એવુ લાગે છે કે આપ મારા સાથે ટાઈમ પાસ કર્યો હોય.. આપને કોઈ બીજી વ્યક્તિ ગમેં છે એ પણ મને ખબર છે. ખુશી થી એની સાથે રહો. હું હસતા હસતા આપના વચ્ચે થી હટી જાવ છું... આપ સલામત રહો એવી ભગવાન પાસે પ્રાર્થના.
ખેર જે હોય તે હંમેશા દુઃખી થઈ ને હેરાન થવું એના કરતા એકમેક થી દૂર થવું જરૂરી હતું. હવે આપણે ક્યારેય મળી પણ નહીં શકીએ. વાત પણ નહીં થાય. ફક્ત રહી જાશે કાયમી દિલના એક ખૂણામાં આપણા પ્રેમ ની સ્મૃતિ.... બાય...
✍️હેત