Tari Cofee no prem books and stories free download online pdf in Gujarati

તારી કોફી નો પ્રેમ

સુગંધ વગર ની જિંદગી અને સમજણ વગર નું જ્ઞાન નકામું છે....

આકાશ ગાડી લઇ ને રસ્તા પરથી પસાર થતો હતો... ત્યાં એક બ્યુટીફૂલ ગર્લ્સ હાથ ઉંચો કર્યો... આકાશે ગાડી ઉભી રાખી. ગર્લ્સ બોલી લિફ્ટ મળશે મારી ગાડી બગડી ગઈ છે... આકાશે ટૂંકો જવાબ આપ્યો ઓકે.... કોલેજ આવી એટલે ગર્લ્સ
ગાડી માંથી ઉતરી.. બાય.. આકાશ કહે નામ તો કહેતા જાવ..... સામેથી જવાબ મળ્યો.... પહેલી મુલાકાત છે... નામ જાણી ને સુ કામ છે.... આકાશ સ્માઈલ સાથે બાય કહી ત્યાંથી રવાના થયો...
આમ બન્ને વચ્ચે મુલાકાત બીજી વખત થાઈ... બન્ને કોફી શોપ પર ગયાં.... આકાશ કહે આપતો ખુબ સુંદર લાગો છો... ગર્લ્સ કહે ઓકે... સુ ચાલશે ચા કે કોફી....ગર્લ્સ કહે કોફી.... ઓકે એક ચા ને એક કોફી ટેબલ પર આવી બન્ને ની ચુસ્કી લેતા વાતો કરે છે... આકાશ આપનું નામ તો જણાવો... મારું નામ ધરતી.. નામ તો સાંભળ્યું હસે સાચું... આપનું નામ આકાશ ને.... ટૂંકી વાત પુરી કરી બન્ને જુદા પડ્યા... આમને બન્ને વચ્ચે દોસ્તી શરૂ થઈ.. એની કોફી શોપ પર ભેગા થાય...
ધરતી એ આકાશને પોતાની મનની વાત જણાવી પણ... આકાશે કોઈ જ સામે પ્રત્યુત્તર ના આપ્યો.... બીજા દિવસે ધરતી આકાશને મળવા બોલાવે છે અને કહે છે કાલે મારી સગાઇ છે.. સાગર સાથે એટલું બોલી કોફી પીધા વગર ત્યાંથી નોકળી જાય છે....
આઠ મહિના પાછી એ જ રસ્તા પરથી ધરતી નીકળે છે ત્યારે આકાશ ની ગાડી બગડી હોવાથી લિફ્ટ માંગે છે... લિફ્ટ મળશે.
ધરતી... વાંધો તો અજાણ્યા માણસ નો હોય. હું તો તને ઓળખું છું કદાચ??.
સુ કરે સાગર સાહેબ. આકાશે કહ્યું..
તમે હજી ત્યાં જ અટકાયા છો.. ધરતી એ કહ્યું..
તમે? હા તમે જ... આઠ મહિના થઈ ગયાં. એકપણ વાર ફોન કર્યો? જાણવાની ઈચ્છા ના થઈ કે હું સુ કરું છું?. ક્યાં છું?.. કઈ હાલતમાં છું?. આપણે દોસ્ત તો હતા જ ને?. સાવ આમ જ વ્યવહાર કટ કરી નાખ્યો. કોફી પીવાનો પણ સબંધ ના રાખ્યો?. તને એકવાર પણ મન ના થયું કે હું કેમ છું?.
કેમ છે?. એકદમ ધીમા સ્વરે આકાશે ધરતી ને પૂછ્યું..
બંન્ને મૌન... આકાશ ચા પીવડાવીશ... ધરતી હા... બને ચા પીવા ફરી પેલી વાળી શોપ પર જાય છે...
આકાશ.. સાગર?.
સાંભળ, સાગર નામની કોઈ જ વ્યક્તિ નથી. મારી છેલ્લી ટ્રાય હતી કે તું મને પ્રેમ કરે છે કે નય. એટલે મેં સાગરનું નામ લીધું હતું. મને એમ કે આ સાંભળીને તું કંઈક બોલીશ?. મને ગુમાવી દેવાના ડર થી તું કંઈક કરીશ?. પણ.. તે ના કંઈ કર્યું કે ના મારા વિશે જાણવાની જરૂરત લીધી.. મળવાનું પણ બંધ કરી દીધું... ધરતીએ આકાશને ગંભીર સ્વારે કીધું...
આકાશ.. પણ.. પણ..તે જ કહ્યું કે તારી સગાઇ..... સાગર સાથે થવાની છે.
માની લીધું.. આટલો જ ભરોશો.. આકાશ મને એમ હતું કે કે, તું મને રોકીશ. અધિકારથી હાથ પકડીને... પણ.. તું તો તું જ છે..
મારા શબ્દ યાદ છે તને જે આકાશ મા ઉડી ના શકે એણે સાગર મા ડૂબી જવું. મેં એમ જ કર્યું... દુનિયા રૂપી સાગરમાં હું ડૂબી ગઈ મારા કામમાં વ્યસ્ત રહેવા લાગી... જિંદગી ચાલે છે. બસ થોડી ખુશ ઓછી રહું છું. બસ રહેવા દે.. ફોગટ તારી સાથે વાતો
કરું છું... તને સુ ફેર પાડવાનો છે.. તારે તો ચા સાથે ભાગવાનું છે.
ચા મંગાવીએ... આકાશે કહ્યું. કોફીની ની ચુસ્કી સાથે વાત કરું.. અને તારી વાત વધારે સમજી શકીશ.. બે કોફી.. ધરતી આકાશ ની સામે જોવે છે.. બન્ને મૌન.. કોફી પીતા આકાશ કહે છે.. તારા ગયાં પછી મેં ખુબ વિચાર્યું. મને પછી સમજાણું. કે વાંક મારો હતો. સાલું પ્રેમ માંથી ભરોશો ઉડી ગયો હતો. પ્રેમ જાણે એક ભયંકર રોગ બની ગયો હતો જાણે કેન્સર. તું આવી જિંદગીમાં એટલે બધું શરૂ થઈ જાશે. મને તારી સાથે ખુબ મજા આવતી હતી. પણ ખબર નહિ તે પેલા દિવસે જયારે પ્રેમની વાત કરી એટલે હું ગભરાઈ ગ્યો. મને એમ હતું કે હું તમે ખોઈ નાખીશ.. ખુબ તારા થી દૂર ભાગવા લાગ્યો. પોતાની જાત થી પણ... પ્રેમ થી પણ..
પણ આજ મને સમજાય ગયું કે હું ખોટો હતો. પ્રેમ હોય તો મારે તને રોકવી જોઈએ. અને કહી દેવું જોઈએ. પ્રેમ કરું છું એમ બોલવાનો પ્રયાસ કરવો જોઈએ. કેમકે જો હજુ આજે પણ નય ક્વ તો મારો પ્રેમ પાછો મારા માટે ભયન્કર રોગ બની જાશે કદાચ કેન્સર... તને ખબર છે હું તારા પ્રેમ મા રંગાય ગયો છું.. ચા પીવાનું છોડી દીધું છે... કોફી પીવા લાગ્યો છું.. તારા જેવા કપડાં કલર ફૂલ પહેરવા લાગ્યો છું.. આનાથી વિશેષ બીજું સુ હોય..
કંઈક જ નહીં... ખામોશ થઇ જા થોડી વાર માટે.. ધરતી બોલી..
હાથ આપ..... એક સુંદર ખુશ્બૂદાર લાલ ગુલાબ અને એક પ્રેમની બુક આપી એક કોફીના ગ્લાસ મા ચુસ્કી લેતા એક મેક મા ખોવાય ગયાં.....
✍️હેત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED