Shanka no ant books and stories free download online pdf in Gujarati

શંકા નો અંત

હેમાંગી અને હર્ષ એક જ કોલેજ મા અભ્યાસ કરતા હતા. બન્ને બહેરા મૂંગા નું ભણતા હતા. એક ક્લાસ હતા. હેમાંગી અંત્યત દેખાવડી, લાંબા વાળ, સફેદ દુધ જેવા દાંત, પાંચ ફૂટ બે ઈંચ ની ઊંચાઈ, મળતાવડો સ્વાભાવ, અને ભણવામાં મા ખુબ જ હોશિયાર હતી.
હર્ષ હેમાંગી કરતા દેખાવે થોડો ઉતરતો હતો. પણ ભણવામાં આગળ હતો. એક જ ક્લાસ મા સાથે હોવાથી પ્રોજેક્ટ વર્ક પણ સાથે કરતા. અન્ય કોલેજ ની મુલાકાત કરવા સાથે જાય, આમ એક બીજા ની નજીક આવી ગયાં દોસ્તી માંથી બંન્ને પ્રેમ કરવા લાગ્યા.
અભ્યાસ પૂરો કરી હેમાંગી અને હર્ષ પોતાના પરિવાર ને એકબીજા ના પ્રેમ વિશે કરી. બન્ને એકજ જ્ઞાતિ ના હોવાથી પરિવારે સંમતિ આપી દીધી. ધામે ધૂમે હેમાંગીના હર્ષ સાથે લગ્ન કરવામાં આવ્યા... હર્ષ સે લગ્ન પહેલા જ હેમાંગીને હનીમૂન માટે કુલુ મનાલી લઇ જવા માટે આયોજન કર્યું હતું. લગ્નના બીજે દિવસે રાતે બન્ને હનીમૂન માટે રવાના થયાં.. આઠ દસ દિવસ ખુબ એન્જોય કરીને ઘરે પાછા આવે છે..
થોડાં દિવસ પછી હેમાંગી એ હર્ષ ને કહ્યું, હું ઘરમાં એકલા એકલા બોર થઈ જાવ છું, તો મને પણ નોકરી કરવી છે. હર્ષ હેમાંગીને સમજાવે છે કે હું નોકરી કરીને સારુ કમાવ છું, તો શા માટે નોકરી કરવી છે?. હેમાંગી તુ ઘર નું ધ્યાન રાખ, બહાર હરે ફરે ને મોજથી જલશા કરે. પણ હેમાંગી હર્ષની વાત માનતી નથી. આથી હેમાંગીની જીદ આગળ હર્ષ નમતું મૂકીને નોકરી કરવાની છૂટ આપે છે.
થોડાં દિવસ પછી હેમાંગી એક શાળા મા નોકરી એ લાગી જાય છે... એની જાણ શરૂ શરૂ મા ખુબ એક બીજાથી નજીક હતા.. પણ પછી ધીમે ધીમે એક બીજાથી દૂર દૂર જવા લાગ્યા.. બન્ને વચ્ચે ઝઘડો શરૂ થયાં, શંકાઓ શરૂ થઈ, લગ્નના બે વર્ષ ને અંતે બંન્ને જુદા થયાં પણ એક બીજાને છૂટાછેટા આપતાં નથી. કારણે કે વિચારોથી અલગ હતા. દિલથી નહિ...
આમ વર્ષો ના વર્ષો પસાર થાય છે. સામે મળેતો એક બીજા જોતા પણ નથી... બન્ને વચ્ચે વટ અને જીદે નો દોર શરૂ જ રહ્યો. બન્ને ના લગ્ન કર્યાં એને બે દશકા પુરા થયાં.. એક દિવસ અચાનક રાતના નવ વાગે હેમાંગીના મોબાઈલ પર હર્ષ નો મેસેજ આવ્યો.
ડીયર હેમાંગી,
હું તારા વગર અધુરો છું. તારા ગયાં પછી જાણે શરીર માંથી પ્રાણ ઉડી ગયાં છે ને ફક્ત હાડપિંજર જેવું શરીર રહી ગયું છે.. મે તારા પર જે શંકા કરી હતી એની મને માફી આપી દે. તારા વગર હું સૂકાઈ ગયેલા ખાલી કુવા જેવો બની ગયો છું. તારા વિરહ મા વિચારો શૂન્ય થયાં છું. હું મારું સર્વશ્વ ગુમાવી ચુક્યો છું. તારા હર્ષને તારા સાથ અને પ્રેમની ખુબ જ જરૂર છે. એક વાર તારા હર્ષને તારી બાહોમાં સમાવી લે. મહેરબાની કરી હે... મારી પ્રિય હેમાંગી ફરી પાછા કોલેજના દિવસો યાદ કરીને હું તારા તન મન મા કાયમ માટે ખોવાઈ જવા માંગુ છું, મારી પ્રેમિકા બન્નીને મારા ઘરને ફરી રોશન કર.
તારો હર્ષ

મેસેજ વાંચીને પાનખર ઋતુ મા વૃક્ષ પરથી જેમ પાન ખરે તેમ મગજમા ભરેલો વર્ષો જૂનો ગુસ્સો ખંખેરીને હર્ષ પાસે દોડી જાય છે..એક મેક થી છુટા પડેલા પ્રેમી પંખીડા વિસ વર્ષે ભેગા થાય છે જાણે કે ફરી પાછા નવા લગ્ન થયા હોય એમ એક આત્મા નું બીજા સાથે આત્મા સાથે મિલન થાય છે.

પ્રેમ તો જૂનો છે, કોણ કબુલાત કરે, પ્રેમ ના શબ્દો થાકી, કોણ રજૂઆત કરે, વાત કરવાને બંને છીએ તત્પરપણ, કોણ વાતની શરૂઆત કરે.
✍️હેત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED