Facebook request books and stories free download online pdf in Gujarati

ફેશબુક રિકવેસ્ટ

કામિની 12 સાયન્સ માં સારા માર્કે પાસ થઈ એટલે એના
પાપાએ મોબાઈલ લઇ આપ્યો.... કામિની ખુબ રાજી થઈ ગઈ.. નવા ફોનમાં એપ્લિકેશનનો શરૂ કરી... ફેશબુક, વોટશોપ, વગેરે...
ફેશબુક માંથી નવા નવા મિત્રો શોધે છે અને રિકવેસ્ટ મોકલે છે....
થોડા દિવસ પછી કામિનીના ફેશબુક પર વિપુલ પટેલની રિકવેસ્ટ આવી.. કામિનીએ તે સ્વીકારી...
વિપુલ... હાય..
કામિની.. હાય.. હેલો...
વિપુલ.. આપનું શુભ નામ...
કામિની... કાવ્યા.
વિપુલ.. વેરી નાઇસ
કામિની.થેંક્યુ..
આમ ઔપચારિક વાતોથી પરિચિત થયાં. ધીમે ધીમે વાતોનો દોર વધતો હયો...
કામિની... વિપુલ તું શું કરે છે?. આઈ મીન. સ્ટડી કે પછી સર્વિસ..
વિપુલ.. સ્ટડી..
કામિની... ક્યાં સ્ટડી કરે છે...
વિપુલ... બરોડા.
કામિની. હું પણ બરોડા રહું છું.
વિપુલ... અરે વાહ... કાવ્યા તારી વાતો પર થી એવુ લાગે છે કે તારો દેખાવ પણ ખુબ સુંદર છે.
કામિની.. હા વિપુલ. પણ મારા કરતા તું સારો છે..
વિપુલ... કાવ્યા તારી સાથે વાતો કરતા મને તારા પર પ્રેમ થઈ ગયો છે. તારો ચહેરો જોવાની ખુબ મન થાય છે. ફોટો મોકલીશ..
કામિની... પોતાનો ફોટો મોકલતી નથી પણ તેની ફ્રેન્ડ નો ફોટો મોકલે છે..
વિપુલ.. ફોટો જોઈને.. કાલિદાસે જે બાહ્ય શરીરની શકુંન્તલા ને ઉપમાઓ આપી હતી. એના કરતા વધારે વિપુલે કામિની ને આપી.
આમ કામિની અને વિપુલ ની મિત્રતા આગળ વધી ને પ્રેમ માં પરીનમિ. કામિની સપના જોવા લાગી. અને કામિની નું ભણવામાં ધ્યાન ઓછું આપવા લાગી... યુવાનીનું ગરમ લોહી.. રોમાન્સ નો થનગનાટ.. બાહ્ય વાતાવરણ નો પવન, દેખા દેખી કામિની ના માનસ પટ પર અસર કરવા લાગી.
કામિની એ વિપુલ કહ્યું તો તારો ફોટો તો મોકલ?.
વિપુલ. અરે જાન ફોટો શુ જોવાનો બોલ ક્યારે તને મળવા આવું?. કઈ જગ્યા પર?. તારીખ સમય બોલ?.
કામિની એ થોડો વિચાર કરી જવાબ આપ્યો.. 14 ફ્રેબ્રુઆરી નજીક આવે છે, 4 દિવસ ની વાર છે... આપણે વેલેન્ડાઈન ના દિવસે મળશું..
વિપુલ.. ઓકે ડીયર. પણ ત્યારે કહેવાનું ક્યાં મળવું છે...
કામિની... ઓકે..
કામિની અને વિપુલ એક બીજાને મળવા માટે ઉત્સુક હતા.. બંન્ને એ એક બીજાને જોયા નથી ફક્ત ફેશબુક માં પ્રેમની વાતો કરી છે.
14 ફેબ્રુઆરી નો દિવસ આવ્યો.. કામિનીએ વિપુલની સાથે મળવાનું નક્કી કર્યું હતું એ મુજબ..
કામિની.. હેપી વેલેન્ડાઈન ડે.. આઈ લવ યુ વિપુલ..
વિપુલ.. હેપી વેલેન્ડાઈન ડે.. આઈ લવ યુ ટુ કાવ્યા..
કામિની.. વિપુલ આજ સાંજે 4 વાગે જય કોફી શોપ.. માંજલપુર માં મળશું.
વિપુલ.. ઓકે ડન.
કામિની... રે વિપુલ હું તને કેમ ઓળખીશ. મેં તને જોયો પણ નથી..
વિપુલ... કાવ્યા હું બ્લુ કલર નો શર્ટ પહેરીને આવીશ પછી તો ઓળખી જઈશ ને...
કામિની.. ઓકે. સાંજે 4 વાગે મળ્યા..
કામિની ને દિવસ લાંબો લાગે છે.. મિનિટ કલાકો જેવી બની ગઈ. ચાર ક્યારે વાગશે... આમ સમય પસાર થવા લાગ્યો.. કામિની પલપલ કલર ની કુર્તી માં ખુબ સરસ લગતી હતી... છુટા વાળ.. ચહેરો ખુબ સુંદર હોવાથી સૌંદર્ય પ્રસાધન વાપરવાની જરુર જ ન હતી...
કામિની.. મમા હું બહાર જાવ છું.. થોડીવાર માં આવું છું.. એમ કહી પોતાનું સ્કુટી લઇ કોફી શોપ પર પહોંચી ગઈ.
થોડીવાર માં થઈ વિપુલ ન આવ્યો.. એટલે ફોન કર્યો.. પણ રિસીવ ન થયાં... આમ બે ત્રણ વાર રિંગ પુરી થઈ...
પાંચ મિનિટ પછી વિપુલ નો ફોન આવ્યો.. અરે જાન હું ટ્રાફિક માં ફસાઈ ગયો હતો.. સોરી. હું આવી ગયો છું તું ક્યાં છે..
કામિની.. વિપુલ.. અંદર આવી જા હું છેલ્લા ટેબલ પર તારી રાહ જોવ છું..
વિપુલ. ઓકે.. એમ કહી ફોન કાપી છેલ્લા ટેબલ પાસે જઈ છે..
કામિની પાછળ ની સાઈડ બેસેલી જેથી સામેનું કોઇ વ્યક્તિ જોઈ ના શકે. વિપુલે કામિની નો આંખો હાથ વડે દબાવીને સરપ્રાઈઝ આપી... આઈ લવ યુ કાવ્યા..
કામિની હળવા હાથે વિપુલનો હાથ આંખો પર થી હટાવે છે અને સામે ચહેરો જોઈ એકદમ ડઘાઈ જાય છે... કામિની થી બોલાય ગયું.. ભાઇ તું...
વિપુલ... કામિની તું અહીં...
બંન્ને ભાઇ બહેન એક બીજાની સામે જોઈ રહ્યા...
કામિની અને વિપુલે ફેશબુક પર આઈ ડી ડમી બનાવ્યા હતા...
✍️હેત

બીજા રસપ્રદ વિકલ્પો