Maa ni vedna books and stories free download online pdf in Gujarati

મા ની વેદના

મા ની વેદના
કાલે સવારે હું બસ માં બેઠી હતી.મારી બાજુમાં એક મોટી ઉંમરના બા બેઠા હતા.. બા એ પૂછું બેટા તારે ક્યા જાવું છે. મે ન્રમતા સાથે જવાબ આપ્યો કે રાજકોટ જાવું છે. એનો ઉદાસ ચહેરો જોઈને મારાથી પણ પુછાય ગયું કે તમારે પણ રાજકોટ જ આવવાનું છે. તેમને એકદમ ગંભીર અવાજે જવાબ આપ્યો ના રાજકોટ નથી જવાનુ એનાથી આગળ જવાનુ છે.. વીંછીયા...
ફરી મારાથી પુછાય ગયું કે તમે એકલા છો. તો ટૂંકા જવાબ સાથે કહે હા.
પાંચ મિનિટ પાછી એમણે સામે થી વાત શરુ કરી... દીકરી ના ઘરે જાવ છું. ભાણી ના લગન છે.. મે હોંકારો આપ્યો.. હ. બા ને મીઠા હોંકારા થી આગળ બોલવાની ઈચ્છા થઇ.. મારે 2 દીકરા ને 1દીકરી છે.. તારા દાદા ખુબ નાની ઉંમરે આ 3 સંતાન મારા હવાલે મૂકી ને સ્વાર્ગવાસ થયેલ...
દીકરાને પારકા આહોતા કરી પેટે પાટા બાંધી ને ભણાવ્યા.. રૂપિયા વ્યાજે લઈને દીકરીના લગન કર્યાં.. તારા દાદા ની છેલ્લી નિશાની હતી સોનાની બંગડી એ વ્યાજના રૂપિયા ચૂકવવા આપી દીધી.. બેય દીકરા કડિયા કામ કરે ને આ મોંઘવારી માં જેમ તેમ ગુજરાન હાલે.
5 - 6 વર્ષ પહેલા સમૂહ લગ્નમાં બન્ને દીકરાને પરણાવીયા. એક વરસ ઘર શરૂ હાલ્યું પણ મોટા દીકરાની વહુ ને સારા દિવસ રહ્યા.. 7 માં મહિને ખોળો ભરાયો ને વહુને માવતર તેડી ગયા... 9 મે મહિને દિકરો આવ્યો... પાછી વહુએ મોટા દીકરા પાસે હઠ પકડી કે આપણે ભેગા રહેવું નથી... અલગ ઘર લો પછી જ માવતર થી આવીશ... પૂછ્યા વગર મોટો દિકરો મકાન ગોતી લીધું ને વહુને પિયર માંથી તેડી લાવ્યો તેના નવા ઘર માં રહેવા લાગ્યા...
મોટો અલગ થયો એનું દુઃખ નોતું કારણ કે નાનો દિકરો ને વહુ સાથે હતા... થોડાં સમય પછી નાની વહુ નાની-નાની વાતમાં બાજે અને કંકાસ કરે... દિકરો મજૂરી કરીને આવે એટલે મારા વિરુદ્ધ કાન ભંભેરણી શરૂ કરે... ધીમે ધીમે નાનો દિકરો પણ વહુ ઘેલો બની ગયો એને એ પણ અલગ ઘર માં રહેવા લાગ્યો... બા ના આંખ માંથી બોર બોર જેવા આંસુ વહેવા લાગ્યા... મારાથી એનું દુઃખ સહન ના થયું સાંત્વના આપતાં પાણી પીવડાવ્યું.. ને કહ્યું તો બા બંને દીકરા જુદા રહે તો તમે...? દુઃખ સાથે બા બોલ્યા, એકલી રહુ છું... તો તમારું ગુજરાન કેમ ચાલે આ સમય માં... બા બોલ્યા, 10-15 દિવસે દીકરાને ઈચ્છા થાય તો 100-150 રૂપિયા આપી જાય..
ફરી મારાથી કહેવાય ગયું તો બા તમે દીકરીના ઘરે રહેવા જતા રહો ને. હવે એવુ ક્યા છે પહેલાની જેમ કે દીકરીના ઘરે ના રહેવાય.. મારું વાક્ય હજુ પૂરું થયું ના થયું ત્યાં તરત જ બોલ્યા...., દીકરી ના સાસુ સસરા સાથે રહે છે.. હું ત્યાં રહેવા જાવ એ એને નો ગમે ને આમેય આટલા બધાનું કેમ પૂરું કરે જમાઈ પણ એટલું શરૂ કમાતો નથી થોડી ઘણી ખેતીની જમીન છે એટલે ગાડું હાલે...
મે પૂછ્યું.., તમે એકલા જ ભાણી ના લગ્નમાં જાવ છો.. બા એ જવાબ આપ્યો હાલ તો હું એકલી જાવ છું, દીકરા અને વહુને કીધું તો બોલ્યા સમય મળશે તો આવીશુ. ત્યાં આવીને મામેરા ના રૂપિયા તો આપવા ને... આટલુ બોલ્યા ત્યાં મારાથી જ બોલાય ગયું આ ભાઈઓ કે બહેન ના સારા પ્રસંગે પણ સમય મળે એટલે જશુ..
બા બોલ્યા બેટા તારે કેટલા ભાઈ છે... મે જવાબ આપ્યો..., મારે ભાઈ જ નથી ને પાપા પણ નથી... હું ને મારી મમ્મી સાથે રહીએ છીએ... બા એ મારા માથા પર હાથ મૂકીને કહ્યું તારી મા ની સેવા દિકરો બનીને કરજે, ક્યારે તારી મા ને દુઃખી નો કરતી...
અત્યારે બે બે દીકરા હોવા છતાં હું જે દુઃખી થાવ છું એ મારું મન જાણે છે. આના કરતા ભગવાન દીકરા નો આપે એ સારુ.. આ જાતિ ઉંમરે ક્યા જાવું? કોને કહેવું કે મને સાચવો. એ બોલતા બોલતા બા નુ ગળા મા ફરી ડૂમો ભરાઈ ગયો...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED