પ્રેમમાં વિશ્વાસઘાત Het Bhatt Mahek દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમમાં વિશ્વાસઘાત

કોઈ પણ સંબંધ એક વિશ્વાસ અને ભરોસા પર જ ટકે છે. જયારે વધારે પડતો ભરોશો રાખીયે તો આપણા અંગત સંબંધ ટકતો જ નથી... આપણી પ્રિય વ્યક્તિને જે ગમતું હોય છે તે જ આપણે કરવાનો પ્રયાસ કરીએ છીએ.કદાચ ક્યારેક આપણી પ્રિય વ્યક્તિને જે ગમે છે તે આપણાથી ન પણ થાય, ત્યારે અણધાર્યું પણ થાય ને સમજદાર વ્યક્તિ હોય તો એમ પણ કહે કશો વાંધો નહીં. હશે ક્યારેક એવું પણ થાય! અથવા એવું તો ચાલ્યા જ કરે, આ દુનિયા છે, આ સંસાર છે.
ગમતું કરે એ જ આપણી પ્રિય વ્યક્તિ કહેવાય કે પછી સમજદાર હોય એને પણ આપણી જ વ્યક્તિ કહેવાય? સવાલ છે જવાબ માત્ર આપણી વ્યક્તિને શોધવાના છે.

આ જે વાત છે તે, બે પ્રેમી વચ્ચેની વાત છે, નેહા અને નિમેષ એક બીજાને ખુબ જ પ્રેમ કરતા. નેહા ને નિમેષ પર જાત કરતા વધારે વિશ્વાસ હતો. આથી નેહા એ તેના પ્રેમી નિમેષને બહું બધી છૂટ આપતી હતી. વિશ્વાસ તો એટલો હતો કે જેટલો મીરાંને કિશન પર, તે માત્ર એક વિશ્વાસમાં જ હતી કે તેનો નિમેષ ક્યારેય પીઠ પાછળ એની સાથે જે 'ઘાત' કહેવાય એ ક્યારેય નહિ કરે, આ ''ઘાત '' એટલે "વિશ્વાસઘાત". "જિંદગી નો ઘાત ",... ભરોસા નો ઘાત..

નેહાના આટલા બધા વિશ્વાસે અને બહુ સમયના આ પ્રેમે એકવાર તારણ કાઢ્યું, મારા કોઈ પ્રોબ્લેમમાં કે મને જ કેમ સહારો આપતા તેના પ્રેમી નિમેષને પ્રોબ્લેમ આવે છે.જયારે જયારે પ્રેમિકા નેહા તરફથી ગુસ્સો આવે કે પ્રેમી નિમેષ ભૂલ સ્વીકારી લે અને પ્રેમિકા નેહા એ માની પણ જાય. આવું 9-10 વર્ષ ચાલ્યું અંતે એક દિવસ નેહાના મનમાં શન્કા જાગી ને તારણ કાઢ્યા 9-10 વર્ષના ઇતિહાસમાં પ્રેમિકા નેહા તેના પ્રેમી નિમેષ સાથેના સમ્બન્ધમાં ઓછી રહી,એ જગ્યા બીજી કોઈ વ્યક્તિ એ લઈ લીધી. દરેક વખતે પ્રેમી નિમેષ તરફથી "એમાં તું ને હું નથી" આથી સમાજ વાતો નહિ કરે, એવા બહાના કાઢી છટકતો રહ્યોને પ્રેમિકા નેહાની એક હજાર ને એક ટકા ભૂલ કે તેણે નિમેષ ને છટકવા પણ દીધો "આ હતો આંધળો વિશ્વાસ" જયારે પ્રેમિકા નેહાની આંખ ખુલી ત્યારે ખબર પડી "પોતે એક રેતી ભર્યા એ રણમાં પહોંચી ગઈ છે કે જ્યાં રણ ના ઝાંઝવાને જળ સમજી તેની પાછળ દોડીને હરણ પોતાનો જીવ આપે છે,"

પણ સમ્બન્ધ જયા સુધી મજબૂતી રહે ત્યાં સુધી તેમાં બધું લગભગ સો ટકા યોગ્ય અને સાચું તેમજ સારુ જ હોય છે પણ "જયારે મજબૂરી બને ત્યારે એ વિનાશ પોતાનો યા બીજાનો કરે છે"
બસ આવું જ બન્યું હતું આ પ્રેમિકા નેહાનું, પ્રેમી નિમેષે નેહા નું એ જે વિચાર્યું જે કર્યું એ મુબારક પણ તેના કારણે તેની પ્રેમિકા નેહા અવશ્ય થોડી યાદ શક્તિ, થોડું તેનું સંતુલન, હતાશ તેમજ તેનો બીજાના પરનો વિશ્વાસ ગુમાવી ચુકી હતી.


પ્રેમી નિમેષને કોઈ અસર નહોતી. અને ક્યાંથી હોય?
આવી તો કેટલીય ભારતીય નારી છે તેના સાથે એવો અન્યાય થાય છે પણ પણ એ સમજી શક્તિ નથી કેમ કે "પ્રેમ આપવાનોને પ્રેમ કરવાનો તેનો સ્વભાવ છે" પણ સામે છેડે એ છોકરી પણ આમ બે વ્યક્તિ વચ્ચે "વિખવાદનું કારણ બને એવી ભારતીય નારી તો ના જ હોવી જોઈએ."
ખેર જે હોય તે પણ આ કહાની માં જે થયું તે, કોઈ પણ આવી ભૂલ ન કરે એ માટે થોડી તૈયારી રાખવી જ જોઈએ. નહિતર આપણા સાચા પ્રેમને અંધારામાં રાખી મૂરખ ગણવામાં આવે.

✍️હેત