I Love You books and stories free download online pdf in Gujarati

આઈ લવ યુ

રાજેશ્વરી રોજની જેમ રસોડું પતાવવામાં વ્યસ્ત હતી. અગિયાર વાગ્યે તેને જિમ જવાનું હતું. તેનો પતિ રામ પણ ઑફિસ હમણાં જ ઑફિસ માટે નીકળ્યો હતો. દિવસનું જમવાનું તે સવારે જ બનાવી લેતી હતી. જિમમાંથી આવ્યા બાદ તેને ખૂબ ભૂખ લાગતી હતી અને એટલી તાકાત રહેતી નહોતી કે તે જમવાનું બનાવી શકે. તેનું વજન વધવા લાગ્યું હતું. જે કપડાં તેણે ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે લગ્ન અને હનીમૂન માટે ખરીદ્યા હતા તે બધા હવે તેને ટાઈટ થઈ રહ્યાં હતા. આખરે તેણે પોતાને પહેલા જેવી જ ફિટ બનાવવાનો નિર્ધાર કરી લીધો હતો. જિમ તેની સોસાયટીમાં જ હતું એટલે રામે પણ કોઈ ઑબજેક્શન નહોતું કર્યું. આમ તો તે ખૂબ રોકટોક કરનારો માણસ હતો. જિમ જોઈન કરતા પહેલા જ તેણે રાજેશ્વરી ને જણાવી દીધું હતું કે, લેડિઝ ટાઈમિંગમાં જ જિમ જાય, ઘરેથી સલવાર સૂટ પહેરીને જાય અને જિમમાં જઈને ત્યાંના કપડાં પહેરે. ક્યારેક-ક્યારેય નેહાને તેના આ રૂઢિવાદી વિચારો પર ખૂબ ચીડ આવતી હતી. તેણે પોતાની સારી એવી નોકરી, ઘર સંભાળવાના શોખમાં છોડી દીધી. પૈસાની તો કોઈ તંગી નહોતી. તે થોડો સમય પોતાની મેરેજ લાઈફને પૂરી રીતે એન્જોય કરવા માગતી હતી. રાજેશ્વરી એ MBA કર્યું હતું. તે અને રામ સાથે જ કામ કરતા હતા. ઓળખાણ વધતી ગઈ અને બંનેએ લગ્ન કરી લીધા.
રાજેશ્વરી એ ઘરનું તમામ કામ પૂરું કર્યું.. અને રસોઈ બનાવવા લાગી. રોટલી ગેસ પર ફૂલાવવા માટે મૂકી જ હતી કે, તેવામાં ફોનની રિંગ વાગવા લાગી. ગેસને ધીમો કરી હાથ ધોતા તે ફોન તરફ ભાગી. ફોન તેના સસરાનો હતો.
‘હેલ્લો પપ્પા, પ્રણામ’ તેણે મીઠા અવાજે કહ્યું. સસરાએ રાજેશ્વરી ને કંઈક નોટ કરવા માટે કહ્યું એટલે તે અંદરના રૂમમાં પેન અને પેપર લેવા માટે દોડી. ફોન મૂક્યા બાદ તેનું દિમાગ અગિયાર વર્ષ પાછળ જતું રહ્યું. પેપર જે વ્યક્તિનું નામ લખ્યું હતું તે એક મોટી કંપનીના CEOનું હતું, જે તેના પતિ રામ ને તે કંપનીમાં નોકરી અપાવવામાં મદદ કરી શકે તેમ હતું. પર તે નામ રાજેશ્વરી ના દસ વર્ષોની શોધ હતી. કેટકેટલી દુઆઓ માંગી હતી તેણે, કેટલી આજીજી કરી હતી કિસ્મતને… બસ આ એક નામ અને તેનું કોઈ સરનામું મળી જાય, પણ કંઈ ન થઈ શક્યું. અને આજે કેટલી સરળતાથી આ નામ તેની સામેના કાગળ પર તેના નંબર સાથે લખેલું દેખાઈ રહ્યું છે, જ્યારે તે તેને ભૂલવા લાગી હતી અને પોતાની નવી જિંદગીમાં પરોવાઈ ગઈ હતી.

રાજેશ્વરી ચૌદ વર્ષની હતી જ્યારે તેણે પહેલીવાર તેનું નામ સાંભળ્યું હતું. તે તેની સાથે જ ટ્યૂશનમાં આવતો હતો અને ખબર નહીં ક્યારે નેહાને તેની સાથે પ્રેમ થઈ ગયો. દિલના ધબકારા કાનમાં સંભળાતા. ગળુ સુકાઈ જતું. ચોરીછૂપે કેટલીય વખત તેને જોઈ લેતી. કાન, એ તો બસ તેના અવાજ સાંભળવામાં જ મસ્ત રહેતા. તે ક્યારેય તેને જોઈને હસતો ત્યારે તે મોઢું ચડાવી લેતી, જાણે તે તેને જાણતી પણ ન હોય! શ્વાસની આવન-જાવન પર તે માત્ર તેનું જ નામ લેવા લાગી હતી.
કૃણાલ.કૃણાલ!

અને આજે તે જ 'કૃણાલ ઈરાની’નો નંબર તેની સામે મૂકેલા પેપર પર લખેલો હતો. ગૌતમ ભણવામાં ખૂબ હોંશિયાર હતો, રાજેશ્વરી અને તેની વચ્ચે હરિફાઈ રહેતી હતી, વધારે માર્ક્સ લાવવાની. રાજેશ્વરી ને સાંજે ટ્યૂશન જવાની આતુરતા રહેતી હતી. બાદમાં કૃણાલ ટ્યૂશનની બેચનો સમય બદલી નાંખ્યો. હવે રાજેશ્વરી અને તેનો સામનો ખૂબ ઓછી વખત થતો. રાજેશ્વરી આખી વાટ પ્રાર્થના કરતી રહેતી કે, બસ આજે તે દેખાઈ જાય. બે વર્ષ પસાર થઈ ગયા. ટ્વેલ્થના રિઝલ્ટ આવી ગયા હતા. રાજેશ્વરી એ પોતાના જિલ્લામાંથી કર્યું હતું. કૃણાલ ત્રીજા નંબરે આવ્યો હતો. રાજેશ્વરી એ નક્કી કર્યું કે, આજે તે કૃણાલ ને તેના ઘરે જઈને અભિનંદન આપશે અને તેની સાથે દોસ્તી કરવા માટે પહેલ કરશે. અત્યાર સુધી તેમની વચ્ચે ટ્યૂશનમાં એક-બે વાર કૉપીઝની લેવડ-દેવડ સિવાય ક્યારેય કોઈ વાત નહોતી થઈ. તે હિમ્મત કરીને કૃણાલ ના ઘરે પહોંચી તો જાણ્યું કે, તેના પિતાજીનું મેરઠ ટ્રાન્સફર થઈ ગયું અને તે એક મહિના પહેલા જ અહીંથી જતા રહ્યાં છે. તે સૂન્ન થઈ ગઈ, તેની પાસે બોલવા જેવું કંઈ નહોતું. તે બહુ રહી, ખૂબ તડપી તે દિવસે અને બાદમાં પણ. ધીમ-ધીમે સમય વિતતો ગયો પણ તેની અંદર કૃણાલ માટે જે પ્રેમ હતો તે હંમેશા અકબંધ રહ્યો.

નવ વર્ષ સુધી તેના દિલને કોઈ બીજું સ્પર્શી શક્યું નહીં. તે સોશિયલ સાઈટ્સ પર કૃણાલ ઈરાની નું નામ ખંગોળતી. સર્ચ રિઝલ્ટમાં કેટકેટલા નામ તેની સામે આવી જતા, પણ બધા નામે તેને અજાણ્યા લાગતા. તે ઘણીવાર વિચારતી કે, તે શું કરતો હશે? તેણે બાયો લીધું હતુ, કદાચ ડૉક્ટર બની ગયો હશે! પછી તે ડૉ. કૃણાલ ઈરાની ના નામથી સર્ચ કરતી, પણ તેમાનું એકેય નામ તેના કૃણાલ નું નહોતું. પછી તેને રામ મળ્યો, જે તેના જ શહેરનો હતો. રામ તેને બહુ પસંદ કરતો હતો. બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ. એક દિવસ રામે તેને લગ્ન માટે પ્રપોઝ કરી દીધું. આખરે રાજેશ્વરી પાસે તેને ‘ના’ કહેવાનું કોઈ કારણ નહોતુ. બંનેના ધૂમધામથી લગ્ન થયા. કૃણાલ એક ભૂલાવેલી યાદ બનીને તેના દિમાગને એક ખૂણામાં ગૂમ થઈ ગયો.
બધુ બરોબર ચાલી રહ્યું હતું પણ આજે અચાનક આ નંબર તેની સામે આવી ગયો, જેની શોધમાં તેણે અનેક રોંગ નંબર ડાયલ કર્યા હતા.
બહુ વિચાર્યા બાદ રાજેશ્વરી એ તે નંબર ડાયલ કર્યો
‘હેલ્લો’ બીજી તરફથી અવાજ આવ્યો
રાજેશ્વરી આ અવાજને ખૂબ સારી રીતે ઓળખતી હતી. તેના હાથ ધ્રૂજવા લાગ્યા, મ્હોંમાંથી કશું નીકળી શક્યું જ નહીં.
હેલ્લો’ સામેથી બીજીવાર અવાજ આવ્યો‘ગભરાયેલા અવાજ રાજેશ્વરી બોલી‘જી…તમે કોણ?’‘રાજેશ્વરી … રાજેશ્વરી પટેલ ! પીળી ભિંત, કેમેસ્ટ્રી બેચ, બોરીચા સર,’ આ બઘું રાજેશ્વરી એક જ શ્વાસમાં બોલી ગઈ.‘અરે…’ તે ચોંકીને બોલ્યો રાજેશ્વરી ચૂપ રહી‘ રાજેશ્વરી, એક મીટિંગમાં છૂ. થોડીવારમાં જ ફ્રી થઈને કૉલ કરું છું.’તેના મ્હોંથી પહેલી વાર પોતાનું નામ સાંભળતા જ રાજેશ્વરી એક અલગ જ દુનિયામાં સરી પડી.‘હેલ્લો… રાજેશ્વરી.…આ તારો જ નંબર છે ને? હું કૉલ બેક કરુ?’ તેણે પૂછ્યું.‘હાં’ફોન ડિસકનેક્ટ થઈ ગયો.

અહીં-તહીંની વાતો અને…

તે વિહવળ થઈ ગઈ, નાશ્તો કરવાનું પણ હવે તેનું મન નહોતું રહ્યું. વારંવાર તે ફોનની સ્ક્રિન સામે જોતી. એક કલાક થઈ ગયો, કૃણાલે પાછો ફોન ન કર્યો. મેં કેમ ફોન કર્યો? ખબર નહીં હવે હું તેને યાદ છું કે નહીં? ખબર નહીં શું વિચારી રહ્યો હશે મારા વિશે? તેને પોતાની જાત પર શરમ આવવા લાગી. કહી દઈશ કે, નંબર સેવ નહોતો કર્યો, એટલે કન્ફર્મ કરવા માટે ફોન કર્યો હતો. રામને ખબર પડી જશો તો? આમ પણ તે ખૂબ શક્કી મિજાજનો છે, મને મારા બાળપણના ફ્રેન્ડ્ઝ સાથે પણ વાત કરવા દેતો નથી. તેનું દિમાગ ફાટી રહ્યું હતું. અનિચ્છાએ તે જિમ માટે તૈયાર થઈ ગઈ. ટ્રેડમિલ પર દોડતા-દોડતા તે પોતાના મનમાંથી કૃણાલના વિચારો બહાર ફેંકી દેવાની કોશિશો કરી રહી હતી કે, તેના ફોનની રિંગ વાગી. તેણે સ્પીડ ઓછી કરી અને ગભરાયેલા મને ફોન રિસીવ કર્યો.
‘આઈ એમ સૉરી? મીટિંગ બહુ લાંબી ખેંચાઈ ગઈ અને પછી એક પછી એક લોકો કેબિનમાં આવતા જ ગયા. હવે નિરાંતે વાત કરી શકું છું.’‘હૂં યાદ છું તને?’‘કેવી રીતે ભૂલી શકું? ક્યાંથી વાત કરી રહી છે?’‘મુંબઈ’‘આટલું હાંફે છે કેમ?’‘જિમમાં છું.’‘ઓહો હેલ્થ કોન્શિયસ, તુમ તો આમેય બહુ ફિટ છે.’‘અગિયાર વર્ષ જૂની વાત બોલે છે તું, જ્યારે હું પંદર-સોળ વર્ષની હતી. ત્યારે તો બધા ફિટ હોય છે.’ તે હસી પડી.‘રાજેશ્વરી! તને મારો નંબર કેવી રીતે મળ્યો?’ રાજેશ્વરી ટ્રેડમિલ પરથી ઉતરી ગઈ અને સાઈડ પડેલા એક સ્ટૂલ પર બેસી ગઈ. તેણે ટૉવેલથી પોતાનું મ્હોં લૂંછતા કહ્યું, ‘કૃણાલ પહેલા તુ પ્રોમિસ કર કે, આ વાત તું કોઈની સાથે શેર નહીં કરે.’‘ઑફ કોર્સ…પ્રોમિસ’‘મારા ફાધર ઈન લૉએ મને આ નંબર આપ્યો. તેમણે ક્યાંકથી મેળવ્યો છે રામ માટે. રામ મારો હસબન્ડ છે. જેણે હમણાં જ તારી કંપનીમાં સીનિયર મેનેજરની પોસ્ટ માટે ઈન્ટરવ્યું આપ્યું છે. હું તને છેલ્લા દસ વર્ષથી શોધી રહી હતી કૃણાલ! અને આજે મળ્યા ત્યારે બહું મોડું થઈ ગયું છે.’ બંને તરફથી શ્વાસ ભારે થઈ રહ્યાં હોવાના અવાજ આવતા રહ્યા.
ખબર છે કૃણાલ, મેં મારી લાઈફમાં કોઈ વસ્તુની આટલી ઈચ્છા નથી કરી જેટલી તને એકવાર મળવાની કરી છે.’‘ રાજેશ્વરી તુ મને બહુ પસંદ હતી પણ તું કેટલી ચૂપ રહેતી હતી, ક્યારેય હિંમત જ નહોતી થતી તારી સાથે વાત કરવાની અને તે શહેર પણ નાનકડું જ હતું, ભૂલથી નામ પણ લઈ લો તો વાતો થવાની શરૂ થઈ જતી.’‘એકવાર વાત તો કરવી હતી.’ રાજેશ્વરીના અવાજમાં નારાજગી હતી.‘ડર લાગતો હતો રાજેશ્વરી …વિશાલ ને તે રસ્તા વચ્ચે કેટલું સંભળાવ્યું હતું, કેમ કે, તેણે તને એક લવ-લેટર આપ્યો હતો અને તારો ભાઈ વિવેક , તેણે તો ફક્ત તારું નામ લેવાને લીધે આનંદ અને નીલ ની ધોલાઈ કરી દીધી હતી.’‘હાહાહા… દે મને પસંદ ન હોય તેને તો સંભળાવું જ ને, આમેય શહેરના અડધા છોકરાઓ તો મારો પીછો કરતા જ હતા, તે આપ્યું હો તો કદાચ…’ તે બોલતા-બોલતા અટકી ગઈ. જિમ ટ્રેનરે તેને જિમમાં ફોન પર વાત ન કરવાનો ઈશારો કર્યો‘ હેલ્લો, કદાચ શું…?’‘એક મિનિટ હોલ્ડ કર’ તેણે ઈશારામાં જિમ ટ્રેનરને ઈશારાથી સોરી કહ્યું અને બેગ ઉઠાવી જિમની બહાર નીકળી ગઈ.‘હા, હવે બોલો’‘બોલી તો તું રહી હતી ને… હું તને લવ લેટર આપત તો કદાચ…’‘તો કદાચ આજે આપણે સાથે હોત. મેં તને ક્યાં-ક્યાં નથી શોધ્યો?’ ફેસબુક, ઑરકુટ…બધું ફેંદી નાખ્યું.

બસ…ન કહી શકાયું‘ રાજેશ્વરી મને લાગતુ હતું કે, તું મને પસંદ નહોતી કરતી. હું તારી માત્ર એક ઝલક મેળવવા માટે ત્રણ કિલોમીટર સાઈકલ ચલાવીને આવતો હતો. અને તારી ઘરની બાજુવાળા સર પાસે ઈંગ્લિશનું ટ્યૂશન પણ એટલે જ બંધાવ્યું હતું કે તને જોઈ શકું. પણ તું તો મને જોતા જ ઊંધા પગે ભાગી જતી હતી.‘યાર તું છોકરો હતો, એકવાર તો હિંમત કરવી હતી, વધુમાં વધુ હું ‘ના’ કહી દેત.’ રાજેશ્વરી એ ઘરનો દરવાજો ખોલતા કહ્યું. ‘હું સીધો છોકરો હતો. તને શું કામ હેરાન કરતો, તું તો મારી સામે જોતી જ નહોતી અને ‘ના’ સાંભળવા કરતા સારો છે પ્રેમનો ભ્રમ.’‘હમમ..’ તેણે જિમ બેગ બેફિકરાથી ફેંકી અને સોફા પર લાંબી થઈ ગઈ.‘શું મળ્યું આ ભ્રમથી? દસ વર્ષ તારી રાહ જોઈ…એક પણ અફેર ન કર્યું. BSC કર્યું, MBA કર્યું. આખરે ગયા વર્ષે પોતાના એકલાપણાથી છૂટકારો મેળવવા લગ્ન કર્યા. રામ બહુ ચાહતો હતો મને. મેં તેનું દિલ ન તૂટે તે માટે લગ્ન કરી લીધા.’‘મેં પણ ગયા વર્ષે જ લગ્ન કર્યા.’‘અચ્છા…કઈ તારીખે?’‘13 નવેમ્બર.’‘મેં 16નવેમ્બર…તારા લગ્નના એક્ઝેટ 3 દિવસ બાદ.’ રાજેશ્વરીએ ઠંડો શ્વાસ છોડ્યો.‘આપણે એક વર્ષ પહેલા મળી શક્યા હોત તો…’‘તે કોશિશ જ ન કરી કૃણાલ , નહીંતર આજે આપણે સાથે હોત અને જો લગ્ન પણ તારા લગ્નના 3 દિવસ બાદ જ કર્યા મેં… કોઈ કોઈની આટલી રાહ જુએ છે?’એવામાં રામ નો ફોન આવવા લાગ્યો‘થોડીવાર પછી કૉલ કરું છું.’ કહીને રાજેશ્વરી એ ફોન કાપ્યો અને રામનો નંબર જોડ્યો….

ક્યારનો ફોન કરું છું. તારો ફોન બિઝી આવી રહ્યો હતો, કોની સાથે વાતો કરતી હતી.’ રામે ગુસ્સાથી ભરેલા અવાજમાં કહ્યું.‘મમ્મી સાથે’‘જિમ ન ગઈ આજે?’‘ગઈ હતી, પણ તબિયત ખરાબ થઈ ગઈ એટલે પાછી આવી ગઈ.’‘શું થયું?’‘સખત માથું ફાટી રહ્યું છે.’‘તો સૂઈ જા, ફોન પર કેમ લાગેલી છે યાર’‘હા સૂઈ જઈશ.’‘અચ્છા સાંભળ, અલમારીમાં મારી પાસબુક છે, જરા તેનો અકાઉન્ટ નંબર જણાવ ને.’રાજેશ્વરી અલમારી તરફ ગઈ, થોડા કાગળો આમતેમ ફંફોસ્યા બાદ પાસબુક મળી, તેને નંબર કહ્યો, ફોન કપાઈ ગયો. તેણે નિરાંતનો શ્વાસ લીધો અને અને બેડ પર આવીને આડી પડી. બેટરી લૉ થઈ રહી હતી, તેણે ફોનને ચાર્જિંગમાં મૂકી ફરી એકવાર કૃણાલ ને કોલ કર્યો.

રાજેશ્વરી!’ કૃણાલ એક જ વારમાં ફોન ઉઠાવી લીધો.‘ રામ નો ફોન હતો, ગુસ્સો કરી રહ્યો હતો કે, મારો ફોન બિઝી કેમ આવે છે?’‘ઓહ! આટલી નજર રાખે છે તારા પર?’ કૃણાલ હસ્યો‘તું બિઝી હોઈશ, ઑફિસમાં?’ રાજેશ્વરી એ વાત ફેરવી‘ના, હૂ બહાર આવી ગયો છું, ઑફિસ પાસેના એક કૉફી શોપમાં.’‘કેમ?’‘વર્ષો પછી તે છોકરી સાથે વાત કરવા જેને હું ચાહતો હતો પણ ડરને કારણે કશું જ કહીં ન શક્યો અને આજે ખબર પડી રહી છે કે, તે પણ મને ચાહતી હતી.’ રાજેશ્વરી એ પડખું ફેરવ્યું અને તકિયાને આલિંગનમાં લઈ લીધું.‘મેં બે-ચાર ચક્કર લગાવ્યા, પણ પ્રેમ જેવું કંઈ ન થયું.’ કૃણાલ કહ્યું‘ શું નામ છે તારી વાઈફનું?’‘ હેમા …’‘તું ક્યાં જોબ કરે છે’‘જોબ છોડી દીધી. અત્યારે માત્ર હોમમેકર. કોઈ સ્ટાર્ટ અપ શરૂ કરવાનું વિચારી રહી છું. પણ તું ડોક્ટર બનવાનું વિચારતો હતો. CS કેવી રીતે બની ગયો?’‘બસ ટ્વેલ્થ પછી બી.કૉમ કરી લીધું, પછી ટ્યૂશનમાં કોઈ સુંદર છોકરી મળી જ નહીં, જેના સાથે ભણવામાં મજા આવે.’ તે જોરથી હસી પડ્યો.‘હા મારા માર્ક્સ વધારે આવતા હતા અને તારું મ્હો પડી જતું હતું’ રાજેશ્વરી હસીને બોલી.‘તારું નહોતુ પડી જતું…ઈગો હર્ટ થઈ જતો હતો ને? ટ્વેલ્થમાં તે ડિસ્ટ્રિક્ટ ટૉપ કર્યું, એ શરમમાં મેં શહેર છોડી દીધું.’ કૃણાલ હસીને કહ્યું.‘તને ખબર હતી કે, મેં ટૉપ કર્યું હતું?’ રાજેશ્વરીએ ચોંકીને પૂછ્યું.‘આખા શહેરને ખબર હતી મેડમ, અને અમે તો તમારી ખોજ-ખબર રાખનારા હતા.’‘તો પછી બાદમાં કેમ ન રાખી? ખબર છે મેં તારા ચક્કરમાં મેં પોતાનું નામ કૃણાલ રાખ્યું હતુ, અને કવિતાઓ પણ લખી એ નામથી.’‘અચ્છા…સંભળાવ’‘હવે કઈ યાદ છે? તે રોકકળ વાળી, પહેલા પ્રેમ ટાઈપ, પણ વિશ્વાસ નથી થઈ રહ્યો આજે કે, તારી સાથે વાત કરી રહી છું.’‘વિશ્વાસ તો મને પણ નથી આવી રહ્યો, ઑફિસ અધવચ્ચે છોડી મજનૂ ની જેમ તારી સાથે વાતો કરી રહ્યો છું, પણ આ હકીકત છે રાજેશ્વરી .’‘એ પણ હકીકત છે કે, એક દિવસ મને ઊંઘતી છોડીને શહેર છોડીને જતો રહ્યો હતો, ગૌતમ બુદ્ધની જેમ.’‘હાહાહા… વાહ, શું વાત કરી છે.’તે ચૂપ રહી. મનમાં ને મનમાં તે કૃણાલ ને મહેસૂસ કરી રહી હતી અને તેના અવાજને પોતાની આત્માના ઉંડાણ સુધી ઉતારી લેવા માગતી હતી.‘મારું મન કરી રહ્યું છે કે, તને મળવા અત્યારે જ મુંબઈ આવી જાઉ.’‘મન તો મારું પણ ખૂબ થઈ રહ્યું છે, પણ હવે મળીને શું થશે કૃણાલ? આપણે તો દસ વર્ષ પહેલા જ મળ્યા વિના અલગ થઈ ગયા હતા.’‘રાજેશ્વરી !’‘કૃણાલ !’બંને તરફ મૌન છવાઈ ગયું.‘પણ મારી આત્માની એક ઈચ્છા હતી કે, તમે એકવાર જણાવી શકું કે, હું કેટલો પ્રેમ કરતી હતી તને! આજે તે ઈચ્છા પૂરી થઈ ગઈ, મનમાં હંમેશા થનારી બેચેની આજે હટી ગઈ.’
‘પણ મારી બેચેની વધી ગઈ. જે ઈચ્છા મારા દિલમાં દબાયેલી રહી ગઈ હતી તે આજે પૂરી થઈ જ્યારે હું તે વિશે ભૂલી ચૂક્યો હતો. જાણે સમય અગિયાર વર્ષ પાછળ જતો રહ્યો હોય…અફસોસ મેં એકવાર કહી દીધું હોત.’

11/11વિતી ગયેલો સમય…‘હવે તે સમય પાછો નહીં આવે કૃણાલ, આપણા બંનેના લગ્ન થઈ ચૂક્યા છે, બધુ બરાબર ચાલી રહ્યું છે આપણી લાઈફમાં, હવે આપણે મળીશું તો બધું વિખેરાઈ જશે…!’‘હા, કદાચ તું સાચું કહી રહી છે…રામ અને હેમા નો શો વાંક?’‘ કૃણાલ હવે આપણે ક્યારેય વાત નહીં કરીએ. નહીંતર મારું રામ સાથે રહેવું મુશ્કેલ થઈ જશે.’‘રાજેશ્વરી, તને હંમેશા કહેવા માગતો હતો કે, યૂ આર રેયર કોમ્બિનેશન બ્યૂટી વિથ બ્રેઈન. આજે લાગે છે કે, તારા ભાઈના હાથનો માર ખાઈ લીધો હોત તો પણ કંઈ નુકસાન નહોતું.’‘ડરપોક હંમેશાં નુકસાન વેઠે છે, ખેર, આપણો પ્રેમ તો પૂરો થઈ શક્યો, ભલે છેક આજે આપણે એકબીજાને કહી શક્યા. પણ હવે આપણી દુનિયા અને રસ્તા વચ્ચે બહુ મોટું અંતર છે.’‘થેંક્સ રાજેશ્વરી, તુ બહુ સારી છે, થેંક્સ કે, તે મને આજે ફોન કર્યો. જિંદગીમાં આવો સંયોગ બનશે એની કલ્પના પણ નહોતી.’‘મારો નંબર ડિલીટ કરી દેજે અને ખુશ રહેજે હંમેશા..’ રાજેશ્વરીએ કહ્યું‘ તું પણ ખુશ રહેજે અને, આઈ લવ યુ. જોબ જરૂરથી જોઈન કરી લેજે.’‘ બાય કૃણાલ’ ફોન ડિસકનેક્ટ થઈ ચૂક્યો હતો.બંનેએ પોતાની આંખો બંધ કરી લીધી અને તેમાંથી ધીમા પગલે આંસૂ બહાર નીકળી ગયા.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED