"હ્યુસ્ટનમાં કેંસરને લઈ સારવાર સારી મળે છે તું ધવલને લઈને અહીં આવી જા" ફોન ઉપર મીતા તેની નાની બેન ટીનાને વિનવતી હતી.
ટીના કહે "અહીં મુંબઈમાં પણ સારવાર સારી મળે છે તેથી તેને માટે કીમો ચાલુ કરી દીધો છે."
" પણ બેના તેના ટેસ્ટ રીઝલ્ટ અને મેડિકલ ફાઇંડીગ અને એક્ષરે તો મોકલ.બીજો ઓપિનિયન તો લેવાય."
ટીનાના પતિ ડૉ પરાશરે ફોનમાં જ કહ્યું ધવલને બ્રેન ટ્યુમર છે તેથી અહીં નાં ડોક્ટર તો ના જ કહે છે.તમારા મનની શાંતિ માટે જે કરવું હોય તે ખરુ.બાકી જેટલું આયુષ્ય છે તેટલું ભોગવી લેવાદો.
"પણ પરાશરભાઇ તેમ હથીયાર હેઠા મુકી ના દેવાયને?" મીતાએ પોતાનો મત વ્યક્ત કર્યો ત્યારે પરાશરભાઇ બોલ્યા " મીતા બેન હું ડોક્ટર પણ છું અને બાપ પણ..પૈસો પણ ખરચવામાં પાછો પડું તેમ નથી. ધવલ માટે થઈ શકે તે બધું કર્યું છે. અને હજી પણ કરીશ પણ આ તો પ્રભુ નો હુકમ. ના તોડાય કે ના ઉવેખાય."
મીતા ક્ષણ માટે તો ધુઆં ફુઆ થઈ ગઈ. ૧૬ વરસના ધવલને પ્રભુ ભરોંસે મરવા મુકી દેવાની વાત એના ગળે ઉતરતી નહોંતી. અને ડોક્ટર પરાશરની વાત આમતો એકદમ વહેવારની હતી. તે તો માસી હતી જ્યારે ડૉ પરાશર તો બાપ. વળી તે જાણતા હતા બ્રેન કેંસર ની દવા શોધાઇ નહતી.
ટીનાએ ફોન લીધો ત્યારે મીતાનું કંઇ ન કરી શકવાનું ફ્રસ્ટ્રેશન આંસુ બની ને નીકળી રહ્યું હતું. " આ કેવું દુઃખ! આપણા દીકરાને તલ તલ મરતો જોતા રહેવાનો અને કંઇ જ ના કરી શકાય નો અફસોસ! કરતા રહેવાનો"
ટીના કહે મીતાબેન! મને તમને થતી વેદનાઓ સમજાય છે.એક્ષરેમાં નાનો મગનો દાણો હતો ત્યાં સુધી પરાશર આશાવંત હતા. પણ હવે તે ગાંઠ બહું મોટી થઈ ગઈ છે. કોઇ દવા કે કીમો અસર નથી કરતી. તે ગાંઠની બાજુનાં કોષો પણ બહુ ઝડપથી વધે છે..
મોટીબેન તેં તો જ્યારે તેનામાથામાં સણકા શરુ થાય તે પીડા તો જોઇ જ નથી. તેના કયા ભવનાં પાપ ફુટી નીકળ્યા હશે કે સહન ના થાય તેવી વેદનાઓ માથાનાં દુઃખાવા તરીકે થાય છે.શરું શરુંમાં તોતે ચીસો પાડતો અને રડતો પણ તેની વેદનાથી પીડાતા અમને જોઇને તેણે મનને કાઠું કરી લીધું. અમને કહે મને વેદના થાય ત્યારે તમે લોકો મને કે મારી વેદના ના જુઓ પણ મારા માટે પ્રભુ દ્વારે જાપ કરો.
જેમ સુરજ ઉપર ચઢે તેમ વેદનાઓ વધે અને તે વેદનાઓને સહ્ય બનાવવા પરાશરનાં બાપુજીએ દાદાભગવાને સમજાવેલી એક રીત બતાવી અને તે રીત મનને મજબુત બનાવવાની સલાહ આપી.
તેમણે ધવલને કહ્યું કે તારા મનને કેળવ અને સમજાવ કે આ દર્દ જે મારા શરીરને થાય છે તેનાથી તેનો આત્મા ભિન્ન છે. અલગ છે અને તેના આત્માએ ભવાંતરમાં કોઇક એવો ગુનો કર્યો હતો તે ગુનાની સજા તરીકે આ કેન્સર તેને વળગ્યુ છે. આ સજા વેઠીને તારા આત્માને ગુના મુક્ત કરવા પ્રભુ પિતા સક્રિય બન્યા છે. તું આ ભવે આ સજા વેઠી લઈશ તો આવતા ભવે આ કર્મ ખપી જશે. તે ગુનાની સજા રડતા રડતા ભોગવીશ તો કર્મ બેવડાશે.. હસતા હસતા વેઠીશ તો ખપી જશે.
આ તો પ્રભુ નો હુકમ છે. આ સમજને કેળવીને ધવલ આધ્યાત્મનાં રસ્તે ચઢતો ગયો ત્યારથી વેદનાઓની અનુભુતિઓનો ભાર ઘટતો ગયો. પણ એક પ્રશ્ન નો જવાબ તેને કદી ના મળ્યો. તે જ આ રોગનો ભોગ કેમ બન્યો?તેનો શું ગુનો હતો? ડો. પરાશર પણ આ પ્રશ્નનો જવાબ શોધી રહ્યા હતા.કર્મ અને ભવાંતરની વાતો તે સાંભળતા પણ સ્વીકારતા નહોંતા. ધવલની શાંત આંખો પણ આવી જ દલિલો કરતી પણ ક્યાંય કોઇ પાસે જવાબ નહોંતો.
તે ક્યારેક આ સજા સામે ઉદ્દંડ બની જતો. તેને સારવાર આપતા ડોક્ટર, તેના માવતર અને તેના પ્રભુ કોઇ કશું તેને કહેતા નહીં .તે પોતાની જાતને ગુનેગાર માનતો નહોંતો પણ સમજી શકતો હતો અને મુક ફરિયાદ કરતો હતો.જેમ જેમ તે ગાંઠ વધતી ચાલી તેમ ધવલનાં દેહ ગમનની તારીખ નજદીક આવતી જતી હતી.ધવલને હવે મગજનાં અન્ય કોષો પર પણ દબાણ વધતું જતું હતું અને તે વારં વાર ભાન ગુમાવતો જતો હતોં. મીતા માસી અને રાજુ મામા મુંબઈ પહોંચી ગયા હતા.આઇસીયુમાં ધવલ ના છેલ્લા શ્વાસો ગણાતા હતા ત્યારે ધવલે સૌને છેલ્લા પ્રણામ કર્યા ત્યારે દાદા બોલ્યા બેટા "અમને તારી સેવાની તક તો ભલે આપી પણ તારો બીજો જન્મ પણ અમારે ત્યાં થાય તેવી ભગવાન ને ભલામણ કરજે."
સોળ વરસનો ધવલ "ભલે" કહેતો અને સૌને પગે લાગતા કહેતો "મારા પ્રભુની માયા છે.આપના સૌનાં આશિર્વાદો છે તેથી તેમ જ થશે" પણ તેની મૌન ફરિયાદ 'મને જ કેમ આ રોગ લાગ્યો?' અનુત્તર જ રહી.
મોટી ધારા અને મમ્મી સદા ખીજવાતા અને કહેતા. એમને "મારા પ્રભુ" ના કહે.તેમના આશિર્વાદ નહીં આ શ્રાપ છે તેમણે એવી સજા આપી કે જેનો ઉપાય જ ના હોય. જે તને અમારાથી દુર લઈ જાય છે" . કકલતા મને ધારા પોતાનાં મનમાં કહેતી' પ્રભુ તો વિપદાથી તેના ભક્તોને બહાર કાઢતો હો્યછે જ્યારે આ ભગવાન કેવો જે આપદા આપીને સજા કરે? હું નથી માનતી આ ભગવાન કે તેમના આશિર્વાદ હોય. આતો યમદૂત છે જે મારાં નાના ભાઇને ભોળવીને લઈ જાય છે.
અંતે એ દિવસ આવી ગયો જ્યારે ધવલની વેદનાઓ શમી ગઈ.તેના શ્વાસો થંભી ગયા. માથામાંની ગાંઠ ફાટી ગઈ. ગ્લુકોઝ ચઢાવેલા બાટલા ઉતરી ગયા અને લોહી ચઢાવવાનું બંધ થઈ ગયું. ધવલ ભીંતે લટકાવેલ છબી બની ગયો. તેના નિઃસ્ચેતન દેહને અને ફોટાને ગુલાબનાં હાર ચઢવા લાગ્યા.ટીના અને પરાશર ત્યારે ખુલ્લાં મને ખુબ રડ્યાં. ખરેખર તો ધવલ સાથે સાથે તેઓએ પણ વેઠી હતી આ કેંસરની પરોક્ષ સજા.
તેની અંત્યે્ઠી કરવા ચાણોદ ગયા ત્યારે પરાશર ખુબ જ વ્યથિત હતો.ત્યાં પૂજા કરતા મહારાજની એક વાત તેને જચી ગઈ. તે સહજ રીતે કહી રહ્યો હતો આત્માનું તમારે ત્યાં આવવું જેટલું સહજ હોયછે તેટલુંજ સહજ તેમને વિદાય આપવાનું હોતું નથી.પણ જો તેટલાજ સહજ જો થઈ શકો તો તે કર્મ યોગની અપૂર્વ ભક્તિ કહી શકાય.તે આત્મા આવે છે તો તેનો સ્વિકાર અને જાય છે તો આશક્તિ રહીત તેની વિદાય.કર્મ રાજાને આધિન જેટલો સમય તે આત્માને તમારી સાથે ગાળવાનો હતો તે ગાળીને તેમની નિ્ધારિત ગતિએ જ્યાં જવાનું છે ત્યાં જવાદો. તમે રોશો કે કકલશો તો પણ તેઓને તો જવાનું જ હોય છે.તે જાય જ છે.તમારે તો તેમના બાકી રહેલા કાર્યો પુરા કરવાનાં હોય છે તે કરો અને કર્મ ગતિને તેમનું કાર્ય કરવા દો.
ટીના અને પરાશર બંને આ વાત સાંભળતા હતા તેઓએ સંપૂર્ણ સહમતિમાં પૂજારીનો આભાર માની ધવલની શેષ વિસર્જન કરી અને મનો મન નિર્ણય કર્યો ધવલને સંગીત ક્ષેત્રે આગળ ધપાવવો હતો તે ક્ષેત્રે તેના નામને આગળ વધારીશું.
પરાશરને શેષ વિસર્જન સમયે નર્મદાનીર માં ધવલ દેખાયો. જાણે એમ કહેતો હતો પપ્પા મારા દરેક પ્રશ્નોનું સમાધાન થઈ ગયું મેં પ્રભુ પિતાને પુછ્યું કે તમે મને કયા ગુના ની સજા આપી હતી? પ્રભુની વાંસળી વાગી રહી હતી અને અતિ વહાલથી મને છાતી સરસો ચાંપ્યો ત્યારે મારા સર્વ પ્રશ્નો શમી ગયા હતા.
પરાશર નર્મદાનાં નીરમાં ધવલને પ્રભુમાં વિલિન થતો જોઇ રહ્યો