કાળોતરી કે મુક્તિપત્ર Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાળોતરી કે મુક્તિપત્ર

કાળોતરી કે મુક્તિપત્ર

સોનુનું શું થશે?”

સોનુનાં દેહવિલયનાં સમાચાર સાંભળીને મન ઉદ્વિગ્નતા થી ભરાઈ ગયું.

સતીશ અને મંજુનો એક માત્ર દીકરો૩૫ વર્ષથી પંગુતાથી પીડાતો હતો. તેનું શરીર ૩૫ વર્ષનું હતુ પણ મગજ નો વિકાસ પાંચ વર્ષનો હતો. શક્ય બધી દવાઓ કરાવી પણ અર્થ હીન પરિણામ..બે નોકરીમાં થી એક નોકરીનો પગાર ડોક્ટર અને સોનુની માવજત પાછળ ખર્ચાઇ જતી.

જરા કલ્પના તો કરો ૩૫ વર્ષનાં પંગુ દીકરાને દિવસમાં ઉંચકી ઉંચકીને નિત્ય ક્રીયાઓ કરાવવી બંને મા બાપ માટે શારિરિક અને માનસિક કવાયતો રહેતી.

મંજુ તો માનતી કે પ્રભુએ સોનુને પંગુ બનાવીને પ્રભુએ તેમને હું ભુલી ન જઉ માટે એક એલાર્મ બનાવીને મોકલ્યુ છે. લાલાની સેવા માટે પ્રભુ માટે સમય જ ન ફાળવ્યો. સોનુને ગાયત્રી મંત્ર રટતો કરવા સતીશ મોટા અવાજે ગાય અને પાંચ વરસ થી સોનુ તે મંત્ર રટણ પપ્પા સાથે કરે. બેંકની નોકરી એટલે ચોક્કસાઈ તો જોઇએ જ. સમય સર નીકળવાનુ અને સમય સર પાછુ આવવાનું.એ બધુ મંજુ થી થાય પણ સતીશને માથે આખા ઘરની જવાબદારી એટલે બજાર, પોષ્ટ ઓફીસ અને સીધુ સામાન લાવવાનું.

જ્યારથી મંજુને કમરનો મણકામાં દુઃખાવો શરુ ત્યારથી સોનુને ઉંચકવાની બધી જવાબદારી સતીશ ઉપર હતી. તે થાકી જતો ત્યારે બબડી ઉઠતો કે “હે પ્રભુ મને આ દોજખમાંથી ઉઠાવી લે, કાં તો સોનૂને સાજો કરી દે.” પ્રભુ ને કરવું કંઇક જુદુ હતુ અને આટલા દુખાવામાં નાની પલક આવી….જિંદગીએ રાહ બદલી.. નાની પલક મંજુની જવાબદારી બની. સોનુ એ સતીશની જવાબદારી બની.

એનો આત્મા એને માફ નહોંતો કરતો. ગમે તેમ તો તે બાપ હતો. મંજુ પાસે પણ તે બબડી ઉઠતો.” કેવા આપણા તકદીર? દીકરાને ઉછેરવાનો અને સાથે સાથે તેની ચિંતાઓ પણ કરવાની. આપણે કાલે નહી હોઇએ ત્યારે તેનું કોણ?નાનકડી પલક તો સાસરે જવાની, પછી કોણ એનું?

મંજુ કહે “ આ બધી ચિંતાઓ ઉપરવાળાને કરવા દો. આપણે તો મા બાપ તરીકે એનું ધ્યાન રાખવાનું અને તેને માટે જરુરી ગોઠવણ કરવાની”

“ એ ચિંતા તો મને રાત્રે ઉંઘવા દેતી નથી”

“વકીલ અને ડોક્ટરોનાં ઘર ભરાશે પણ આપણે ના હોઇએ ત્યારે સોનુનું શું થશે?”

અંતિમ વિદાય આપી દીધા પછી રડા રોળ કરીને માંડ ઝંપેલા કુટુંબે રાતની હુંફે જરા આડા પડ્યા ત્યાંસ્વપ્ન લોકમાં ગાયત્રી માતાનો મંત્ર બોલતો સોનુ સતીષને દેખાયો. સંપૂર્ણ સુઘડ શરીર અને નજર લાગીજાય તેવા હાસ્ય સાથે તે બોલ્યો “ પપ્પા હવે બોલો મારી ચિંતા કરવાની જરુર છે ખરી?” “ ના બેટા ગાયત્રીમા ની જેના ઉપર મહેર તેને તો સુખમ સુખા જ હોય.”પપ્પાને બદલે મમ્મી બોલી.

“ પપ્પા મને કોષતા અને કહેતા હું તેમનું અફળ છું. એકે તરફી કુવો.. ગમે તેટલુ નાખો કદી ના ભરાય.ના મારાથી તેમનો વંશ ચાલશે. કે ના ઘડપણે કોઇ પ્રકારેઉપયોગી થવાય. તેમનો અજંપો જેમ વધતો તેમ મને મારા અસ્તિત્વ વિશે પ્ર્શ્ન થતા. વિષાદ ગ્રસ્ત અવસ્થામાં પપ્પા તમે જ મારું મોત માંગ્યુ હતુને?

ના બેટા મેં તારુ મોત નહીં પણ તારી પરિસ્થિતિમાં સુધારો માંગ્યો હતો..ત્રીસ ત્રીસ વરસ થી ચાલતા સુધારા વિનાનાં જીવનમાં પ્રભુની કૃપા માંગી હતી. મારા વૃધ્ધ હાડકા આ બોજ ક્યાં સુધી સહન કરશે?એમ વિચારીને આગળ તારા જીવનમાં સુધાર માંગ્યો હતો.

સતીશની દલીલ આગળ ચાલે તે પહેલા ગેબી અવાજ આવ્યો. “ ના તું થાકી ગયો હતો. અને તેજ તો કસોટીની પળ હતી,યાદ કર નોકરીની હાય હાયમાં વરસતા વરસાદમાં ભીજાતો સોનુ ક્યાંય સુધી થર થર કાંપતો હતો. મંજુ ઘરે ગઇ તમે તેને લેવા ગયા ત્યારે તો ઘણુ મોડુ થઈ ગયુ હતુ. ત્યાર પછી આ અવદશા માટે તેના કર્મનાં દોષો સાથે સાથે થોડીક બેદરકારી તમારી પણ હતી. તેનું આયુષ્ય જેટલું હતુ તેટલુંતો તે જીવ્યો.

સતીશ દલીલ કરવા જતો હતો પણ અદાલત સમેલાઇ ગઈ.

સતીશ જાગી ગયો તેની આંખો ભરાયેલી હતી. મંજુ હીબકતા સતીશ ને જોઇ રહી.

****