ભાઉ રહસ્ય અસ્તિત્વ નું ભાગ - 4
(ભાઉ નો ન્યાય -૩)
બપોર ના ૨ વાગ્યા હતા. ભાઉ બાળકો ને એમના રૂમ માં ભણાવી રહ્યા હતા.
મુકુંદ દોડતો આવ્યો અને જણાવ્યું.
મુકુંદ: ભાઉ, જોશીલ સાહેબ નો ફોન આવ્યો તો, emergency છે. જલ્દી કડી જવા રવાના થવું પડશે.
ભાઉ: હમણાં? અત્યારે ?
મુકુંદ (મસ્તી માં): હા, ચાલો બુલાવા આયા હૈ, સાહેબ ને બુલાયા હૈ.
બાળકો આ ગીત સાંભળી ને જોર જોર થી હસવા લાગ્યા.
ભાઉ: હા હવે, હું ચાલુ છું.
ભાઉ બાળકો ને પોત પોતાના રૂમ માં જવા માટે કહે છે. અને મુકુંદ સાથે જવા નીકળે છે.
મુકુંદ: બધાને મારા જોક પર હસવું આવે છે. એક તમે ક્યારેય નથી હસતા. મેં તમને ક્યારેય હસતા નથી જોયા. તમે કેમ નથી હસતા?
ભાઉ (ચહેરા ઉપર એજ અજડ ભાવ) : તારા jokes પર કોઈને હસવું નહીં પણ ચીડ અથવા ગુસ્સો આવતો હોય છે એટલે
મુકુંદ: પણ તમે તો એ પણ નથી કરતા.
ભાઉ: કારણ મને તારા આ jokes પાછળ ના લોકો ને ખુશ રાખવાના પ્રયત્નો ખુબ ગમે છે. માનું છું તારા jokes થી કોઈ હસતું તો નથી જ પણ તારા આ પ્રયત્ન થી તેઓ પોતાનું દુઃખ ભૂલી તો જાય જ છે.
મુકુંદ (મસ્તી થી કટાક્ષ કરતા) : હા હા ભૂલી જ જાય ને એ પછી તેઓ મારા પર ગુસ્સે થવા માં busy જો થઇ જતા હોય છે. એમનું દુઃખ મારા પર શિફ્ટ થઇ જાય છે.
વાત કરતા કરતા ભાઉ અને મુકુંદ ગાડી માં બેસે છે, ડ્રાઈવર મુકુંદ ની આ વાત સાંભળી એની આ કથોડી હાલત પર ખડખડાટ હસી પડે છે.
અને ગાડી કડી ગામે જવા રવાના થાય છે.
મુકુંદ મન માં ને મન માં ભાઉ ના આ વિચિત્ર સ્વભાવ વિષે વિચારતો રહે છે. એટલા લાગણીશીલ હોવા છતાંય એમના ચહેરા ના અહોભાવ આટલા અજડ કેમ હોય છે? ના ક્યારેય હસવું ના રડવું ના ગુસ્સે થવું.? એ મુકુંદ ને સ્થિર સ્વભાવ કરતા રહસ્ય વધારે લાગતું હતું.
વિચાર માં ને વિચાર માં તેઓ કડી એક અસ્પતાલ પહોંચે છે.
અસ્પતાલ માં INSPECTOR જોશીલ પેલે થી મોજુદ હોય છે જે અસ્પતાલ ની થોડીક formalities પુરી કરતા હોય છે
ભાઉ ને આવતા જોઈ એમને આવકારે છે.
ત્યાંજ બેન્ચ પર એક માણસ ને હાથકડી થી બેન્ચ ના handle સાથે બાંધેલો હોય છે. જે ગુસ્સા માં તળબોળ હોય છે.
ભાઉ : શું થયું સાહેબ? આમ અચાનક બોલાવ્યા ? મુકુંદ એ કહ્યું Emergency છે.
પાછળ થી મુકુંદ પણ આવે છે.
ઇન્સ્પેક્ટર જોશીલ મુકુંદ અને ભાઉ ને Emergency વોર્ડ પાસે આવવનો ઈશારો કરે છે. જ્યાં એક ઘાયલ ૩૬ વર્ષ નો વ્યક્તિ અસ્પતાલ ના બેડ પર સૂતો હોય છે. માથા માં ઘણું વાગેલું હોય છે, અને હાથ માં Fracture હોવાથી પ્લાસ્ટર ચડાવેલો હોય છે. લાગણીશીલ ભાઉ તરત જ જોશીલ ને પ્રશ્ન કરે છે.
ભાઉ (નમ્રતા થી): આ બધું શું ચાલી રહ્યું છે ? તમે વિગત જણાવશો.
ઇન્સ્પેક્ટર જોશીલ: બહાર બેન્ચ પર હાથ કડી સાથે બાંધેલા ભાઈ આ યુવક ના શેઠ છે. અહીં કડી માં એમની દુકાન છે. એમને આજ સવારે આ યુવક ને મારી પીટી ને કામ થી ધકેલી મુક્યો છે.
ભાઉ : પણ કેમ ? એવું તે શું કર્યું આણે? કે આ રીત નો વ્યવહાર ?
યુવક વાર્તાલાપ નો અવાજ સાંભળતા ઉઠી જાય છે. જોશીલ ભાઉ ને કહેવા જ જાય છે કે પાછળ થી યુવક નો અવાજ સંભળાય છે.
યુવક :નથી હું પુરુષ કે નથી હું સ્ત્રી,
માનુ છું કેટલીક ઉણપ છે રહેલી
તોય માની ને બ્ર્હમ્હચારી
પુજાઉં છું હું વખત ઘણી
છતાંય ગુજારવા જીવન
માંગવી પડે છે મને ભીખ.
સાંભળતા મુકુંદ ના હોશ ઉડી જાય છે. ભાઉ ના મુખે તો એજ અજડ અહોભાવ. જોશીલ પણ પોતાનું મોઢું નીચે કરી દે છે. ભાઉ ને આખી વાત સમજાઈ જાય છે.
આ સમાજ ની કેવી બુદ્ધિ? એક માણસ જે ફકત શરીર ના અંગો માત્ર થી જુદો છે એના સાથે આવો અમાનવીય વ્યવહાર. શું એને મેહનત કરી ને કમાવાનો કોઈ હકક નથી?
આમ તો આપણે ભિખારીઓ ને ધુત્કારતા હોઈએ છીએ કે તેઓ મહેનત શું કામ નથી કરતા ?, સહેલાઇ થી ભીખ માંગી ને પોતાનું ગુજરાન કરી દે છે. અને બીજી તરફ કયોય પણ ખોડ ખાંપણ ના હોવા છતાં ફકત થોડોક ફરક હોવા છતાં એ વ્યક્તિ ને આપણે ભિખારી બનાવી દઈએ છીએ.
ભાઉ દુઃખી મને ઇન્સ્પેક્ટર જોશીલ અને મુકુંદ ની મદત થી એ યુવક ને આશ્રમ લઇ આવે છે. અને એને સ્વમાન થી કામ આપે છે. પરંતુ જ્યાં સુધી એનું સ્વાસ્થ્ય ઠીક ના થાય એને કાળજી લેવાનું સૂચવે છે.
નોંધ: Transgender એ પણ એક આપણા જેવા જ મનુષ્યો છે. એમનો શારીરિક ફરક એમના કે આપણા કે કોઈ પણ માનવી નો બનાવેલો ફર્ક નથી. એ કુદરતી છે. જેમ આપણે કુદરત ની બીજી બધી વિવિધતા ઓ ને પ્રેમ થી અપનાવીએ છીએ તો આવા મનુષ્યો ની વિવિધતા પર આટલી નકારાત્મકતા કેમ? અને જો એટલા જ એમને ખરાબ માનવ માં આવતા હોય તો સારા પ્રસંગો જેવા કે લગ્ન, ઘર પ્રવેશ વખતે એમને "બલા કાઢવા" એટલે કે નેગેટિવિટી દૂર કરવા જેટલા શક્તિશાળી માની ને બોલવામાં કેમ આવે છે? એમના આશીર્વાદ આપણને જોઈએ છે પણ એમના અસ્તિત્વ થી આપણને ચીડ?
Continued ......
ભાઉ રહસ્ય અસ્તિત્વનું - ૫ (ભાઉ પર આરોપ).