Bhau - Rahasya Astitva Nu - 1 books and stories free download online pdf in Gujarati

ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું - Episode 1

પરિચય અને પ્રસ્તાવના

મારુ પરિચય જો આમ કહું તો એક એવી છોકરી જે નકામું વિચાર્યા રાખે અને એ કોઈ ને ના સમજાય. કેટલીય એવી વાતો જે ક્યારેય બહાર ના આવે અને કેટલીક જે ડાયરી ના પાના ઓ માં દફનાઈ જાય. મને વધુ પડતા વિચારો ની અને ઘણા બધા પ્રશ્નો કરવાની બીમારી છે. એટલે જ મારા ઘણા બધા પ્રશ્નો અને વિચારો ને સંકોચી લેવા માટે આ વાર્તા નું નિર્માણ થયું છે. કારણ કાંચ પર પારો ચડે તો દર્પણ બને અને માણસો ને એમાં સાચું પ્રતિબિંબ બતાવીયે તો માણસ નો પારો ચડે. એટલે સીધે સીધું નહિ પણ કહાની રૂપ હોય તો કદાચ સવળું પડે.

આમ તો આ સંસાર માં મુખ્ય બે ભાગો રહેલા છે, એક સ્ત્રી અને એક પુરુષ. અને સંઘર્ષો ની વાત આવે ત્યાં સ્ત્રીઓ નું સ્થાન પહેલા આવે. સ્ત્રીઓ નું નાનાં માં નાનું સંઘર્ષ પણ વખાણ ને જોરે હોય, આમ તો સ્ત્રીઓ સરખામણી ની લાંબી એવી વાર્તા ઓ કરે, પણ સુવિધા ઓનો જયારે સમય આવે એ વખત "LADIES FIRST" નું બોર્ડ સહુથી પહેલા લાગી જતું હોય છે. અને એમને “FIRST PREFFERENCE” જોઈતું હોય છે. તમને બધાને વિચાર આવતો હશે આ શું? એક છોકરી થઇ ને આવા વિચારો? એમ ને? પણ એજ તો કદાચ મારા માટે સમસ્યા છે. કે મારા વિચારો બહુ પડતા અલગ છે. અથવા કદાચ મારો જોવાનો નજરીયો અલગ છે? મારુ માનવું એમ છે કે કોઈ પણ તકલીફ માં માણસ ને સ્થિતિ નું અભ્યાસ કરી ને નિર્ણય લેવો જોઈએ નાકે કોઈ ભેદભાવ જેવા કે અમીર - ગરીબ, ગામડિયા - શહેરીયા, સ્ત્રી - પુરુષ વગેરે.... મેં ઘણી એવી પરિસ્થિતિયો જોઈ છે જેમાં લોકો રડી રડી ને કામ કઢાવે છે. એમનું આ સ્ત્રીઓ નું એક મોટા ભાગ નું ઉદાહરણ છે. પેલી આપણા ગુજરાતી માં એક કહેવત છે ને કે "બીજા ની કાંધ ઉપર બંદૂક રાખી ને ફોડવી" એમ કેટલીક વ્યક્તિઓ સામાજિક તકલીફો ને કાંધો બનાવી ને પોતાનો લાભ લૂંટાવે છે. હરેક સિક્કા ની બે પહેલું હોય છે. પણ ગુસ્સો ત્યારે આવે છે જયારે લોકો બસ એજ પહેલું જોવે છે જે પહેલું દેખાડવા માં આવે છે. હું માનું છું કે સ્ત્રીઓ ને પોતાના માટે એક અલગ પ્રકાર નો સંઘર્ષ કરવો પડે છે આ સંસાર માં, સોરી આ “પુરુષ પ્રધાન સામાજિક સંસાર” માં. અને ઘણી બધી સ્ત્રીઓ નો સંઘર્ષ કાબિલે તારીફ નો હોય છે. અને સ્ત્રીઓ પર જે અત્યાચાર વીત્યું હોય છે એનું ફકત આપણે અનુમાન જ લગાડી શકીયે છીએ. પરંતુ મારો રોષ તે વ્યક્તિઓ પર છે. જે સામાજિક સમસ્યા ઓ નો કાંધો બનાવી પોતાનું લાભ લે છે. સામાજિક સમસ્યા ઓ જેવા કે Domestic Violence, રેપ, એસિડ Attack, જેવા જુર્મો ને મજાક બનાવી દીધા છે ફકત પોતાના સ્વાર્થ ના પાપડ શેકવા. હાલ માં જ હમણાં ઓનલાઇન એક મૂવમેન્ટ શરુ થયેલી #metoo જેમાં ઘણી છોકરીઓ જે પોતાના સાથે અન્યાય ની વાત કરી શકે. પરંતુ એમાં પણ જોવા મળ્યું કે ઘણી છોકરી ઓ એ ફકત બીજા ને બદનામ કરવા એમાં ભાગ લીધો. આ સાથે જ મને ઘણું દુઃખ થાય છે. પોલિટિશ્યન અને મીડિયા ઓ તો ફકત આવી તકો માટે જાણે ઉભા જ હોય છે એ બધા એ જોયું જ હશે. પણ મેં એવા સામાન્ય લોકો ને પણ જોયા છે જે આવી બધી સામાજિક સમસ્યા ઓ નો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરે છે. અને લોકો ને મીઠડાં લાગે છે. બિચારા ઓ ની બે બે કરી ને બકરી બની ને જીવતા હોય છે. અને બે ચાર રૂપિયા પડાવી ને બસ્તર ભરતાં હોય છે.

તકલીફો જીવન માં બધાને જ આવે છે. ગરીબ ને પૈસા ની તકલીફ, તો અમીર ને પોતાના ઓ ની તકલીફ, સફળ વ્યક્તિને સફળતા જાળી રાખવાની તકલીફ તો ક્યારેક કોઈ સફળવ્યસ્ત વ્યક્તિ ને સાદું જીવન વિચારવાની તકલીફ. ફરક એટલો જ છે કે વ્યક્તિઓ તકલીફો નું માર્કેટિંગ કઈ રીતે કરે છે. અને વગર માર્કેટિંગે કરી રીતે દૂર કરે છે. કહેવાય છે ને આ જમાનો તો ભાઈ માર્કેટિંગ નો છે. પ્રોડક્ટ હોય કે લાગણીઓ જેની માર્કેટિંગ બેસ્ટ એને મળશે ફર્સ્ટ પ્રેફરેન્સ. લાગણી ઓ નું માર્કેટિંગ તો Whatsapp અને ફેસબુક ના સ્ટેટ્સ થી અપાર મળશે. વ્યક્તિ ઓને પોતાની તકલીફ ને કોસવા નશીબ નો સહારો મળી જતો હોય છે. જયારે એ ભૂલી જાય છે કે તકલીફો માં પ્રારબ્ધ નહિ પણ પુરુષાર્થ કામ આવશે.

લાચારીઓ ની લવારીઓ કરતા કરતા લાલચ એ ખેંચી લકીર

તકલીફો ને તક બનાવી ને દયા ની ખાધી ભીખ.

મારુ માનવું છે કે,

"દાન" માં કોઈને "સ્વર્ગ" મળતું નથી,

અને

“મહેનત" થી કોઈ ને "નરક" જડતું નથી"

એવા જ ઘણા બધા અજીબ પ્રશ્નો અને વિચારો નું ઘર એટલે આ એક અનોખી અને વિચિત્ર કહાની.

********************

ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું.

એક સવાર જે ઘણી બધી ઉત્સાહિત છે, ખબર નહી આજે એને શું મળવાનું હતું, જાણે એ કોઈ ન્યાય ની રાહ જોઈ રહી હતી એવું લાગતું હતું. જાણે એને ખુબ જ ઉતાવળ હતી આજે ઉગવાની, જાણે એના કોઈ વ્હાલા ને એની સખત જરૂર હતી અને એ પણ ખુબ આતુર હતી એને ભેટવા. એવી આ સવાર હતી. ન્યાય, ન્યાય ફકત એ જ નથી હોતો જે તમને કોઈ કચેરી માં મળે. ક્યારેક લોકો ના મન થી ન્યાય મળવો એ મહત્વું નું હોય છે. કેટલીક એવી ઘટના કે એવા વ્યક્તિઓ હોય છે જેમને કચેરી માં તો ન્યાય મળી જતો હોય છે પણ સમાજ માં ન્યાય નથી મળતો. એમના મને સમાજ નો ન્યાય એ સર્વોપરી હોય છે. એવા જ એક ન્યાય ની આશા આજે કુદરત ને પણ હતી. ભાઉ ના ન્યાય ની.

ભાઉ આજે પોતાના રૂમ માં સ્ટડી ટેબલ પાસે ખુરશી પર બેઠા હતા. આખી રાત એ ત્યાં પોતાના આખા જીવન ને ફરી ફરી યાદ કરી રહ્યા હતા. એમના જીવન માં આવેલા દરેક પડાવ નો મનોમન પરિમર્શ કરી રહ્યા હતા. એમની આંખો સુની હતી. અંધકાર માં એ પોતાની જાત ને ઓગાળી રહ્યા હતા. ત્યાંજ સૂર્ય ની એ પેહલી સોનેરી કિરણ ભાઉ ના મુખ પર આવી. કિરણ ના પ્રકાશ થી ભાઉ ની સૂજેલી આંખ થોડીક અંજાયી.એ કિરણ ને ઓરડા માં આવતા રોકવા બારી બંદ કરવા ઉઠ્યા. તેઓ બારી બંદ કરવા જઈ રહ્યા હતા ત્યાં બારી ની બહાર એમને આશ્રમ ના આંગણા માં બેઠેલા માણસો ના ઝુંડ ને જોયું. જેઓ ભાઉ ની બારી તરફ સતત તાકી રહ્યા હતા. ભાઉ ને ત્યાં આવતા જોઈ હરખ થી ઉભા થઇ ગયા. અને ભાઉ સામે હાથ જોડી ને એમને નીચે આવવા વિનવવા લાગ્યા. અને મુખ પર ભાઉ પ્રત્યે આદર, પ્રેમ અને ખુશી હતી. પોતાના પ્રત્યે આ ખુશી અને પ્રેમ ને ભાઉ નિહાળવા લાગ્યા. કદાચીત આજે એમને સાચો ન્યાય મળ્યો છે.

********************

કહેવાય છે કે માણસ સારો હોવો એ મહત્વ નું છે પછી એ સ્ત્રી હોય કે પુરુષ. સાચો માણસ આ ભેદભાવ ને બાજુ માં રાખી ને સામાજિક મુસીબતો નો સામનો અને સમાધાન બંનેય કરતો હોય છે, લડતો હોય છે. ભલે ને એ મુસીબતો પછી સ્ત્રી ની હોય કે પુરુષ ની. એવો એક અજબ માણસ એટલે "ભાઉ".

આમ તો એ એક આમ માણસ પણ દિલ થી જાણે દેવતા .અને સમાજ માટે હીરો. એની પ્રખ્યાતિ એના નામ થી નહી પણ એના કામ થી ઓળખાતી. એ ના તો અમીર પૈસા વાળો અને ના તો કોઈ રાજકારણી કે કોઈ મોટા પદ પર. એ તો બસ બીજા ના દુઃખ માં પોતાને જુએ. એવો વિચિત્ર માણસ.

અને આ વિચિત્ર માણસ એક વિચિત્ર આશ્રમ ચલાવે.

એક એવું આશ્રમ જે દીધેલા "દાન" પર નહી, પણ "દાન" દઈને ચાલતું હોય,

એક એવું આશ્રમ જ્યાં "સહારો" નહી પણ "સથવારો" મળતો હોય,

એક એવું આશ્રમ જ્યાં "આશ્રય" નહી પણ "અસ્તિત્વ" મળતું હોય,

એક એવું આશ્રમ જ્યાં "સેવા" નહી "સ્વાભિમાન" મળતું હોય.

જ્યાંની સવાર પ્રભુ ની સાથે સાથે પ્રકૃતિ ને પૂજવા થી થતી હોય,

"જળ પ્રપાત હે વહો નિરંતર અનંત યુગો થી અનંત આગ થી, ગીત ઉઠે તુજ મહા નિરંતર"

એવી આ "ભાગ્યેશ જહાં" ની રચના થી પ્રકૃતિ ને રીઝવવા પ્રાર્થના સ્વરૂપે બોલાય.

એવા આ આશ્રમ ને ચલાવનાર "ભાઉ"

ભાઉ એટલે આ આશ્રમ નો "શ્રમ",

ભાઉ એટલે આ આશ્રમ નું "આશ્રય",

ભાઉ એટલે આ આશ્રમ ની "આશા".

ભાઉ એ બનાવેલું આ આશ્રમ અનોખું અને અણદેખુ હતું. જ્યાં બધામાં એક જ સમાનતા હતી, સમાજ થી તરછોડાયેલા પણ સમાજ ને સહારો આપતા. આ વાક્ય કદાચ તમને અનોખું લાગતું હશે નહી? તો એવું જીવન વિતાવતા લોકો કેટલા અનોખા હશે? અને આ અલગ સમાજ રૂપી આશ્રમ નું નિર્માણ કરનાર ભાઉ નું વ્યક્તિત્વ તો સાવજ અનોખું. અહીં દુજાયેલી પીડિત મહિલાઓ, જે Domestic Violence કે Rape કે એસિડ Attack નો શિકાર બનેલી, તરછોડાયેલા માતા - પિતા અને ફેંકી દીધેલા બાળકો નું એક મોટું પરિવાર રહેતું. જેમને પોતાના માં જ અનોખા સમાજ ની રચના કરી હતી.

આશ્રમ એ નિયમો થી ચાલતું. અને અહીં નું સૌથી મહત્વ નું નિયમ હતું "મેહનત". અહીં એજ લોકો ને આશરો મળતો જે મેહનત કરવા તૈયાર રહેતા. અહીં રહેલી સ્ત્રીઓ પોતાની કલા થી કમાવાનું કામ કરતી અને મૂડી ઉભી કરતી. અહીં રહેતા દરેક વ્યક્તિ પોત પોતાની ક્ષમતા અનુસાર કામ કરતા એટલે જ અહીં સહારો નહી સથવારો મળતો. કેટલીક બહેનો હેન્ડી ક્રાફ્ટ ની વસ્તુ ઓ બનાવી ને વહેંચતા તો એમાં ડોશી માં પણ પોતાના ભરત ગુથણ નું જ્ઞાન થી હાથ વટાવતા. તો કેટલીક બહેનો સરસ નાશ્તા બનાવી ને વેંચતા તો એમાં નાનો પપૂડો પેકિંગ માટે હાથ વટાવતો. તોહ ક્યારેક કોઈ નજીક ઘરે નાસ્તો પહોંચાડવા માં પણ મદત કરતો. તો પેલા રિટાયર્ડ બાપા એમાં હિસાબ કિતાબ માં સહાય કરતા.અગર તમે એમ સમજો કે આ "child labour" છે. તો અનોખા ભાઉ નું વિચાર એમ છે કે જેમના જન્મ થી જ આ સમાજના લોકો ને એને ફેકવી દીધા એવા સમાજ માં રહેવા પગભર થવું પડે. એમને કોઈ અતિશયોક્તિ વાળું કામ ના આપતું. તથા આ બાળકો ને અહીં ભણાવા માં પણ આવતા.અહીં કોઈ ને કોઈ વ્યક્તિ કોઈ ને કોઈ કામ માં વ્યસ્ત રહેતું. બધા પોત પોતાની રીતે કામ માં પોતાનું યોગદાન કરતાં. કેટલીક વૃદ્ધ સ્ત્રીઓ આશ્રમ માં જમવાનું બનાવતી અને નાના બાળકો નું સંસ્કરણ કરતી .તો વૃદ્ધો પણ બાળકો ને ભણવતા અને પોત પોતાની ની કેવળત ના હિસાબે કામ કરતાં. કેટલીક ભણેલી સ્ત્રીઓ ફકત અહીં રહેતા બાળકો ને નહી પણ બીજા અનાથ આશ્રમો માં જઈને પણ ભણાવતી. એક બીજા ને અહીં બધા પૂરક થતા. અને એક અનોખું પરિવાર રચતા. ભાઉ ને મતે માણસ જો કામ માં પહોરવાયેલો હોય તો એને એના દુઃખ ને ભૂલવું સહેલું થઇ જતું હોય છે. એના દુઃખ ને ભૂલવા એને બીજા પર આધારિત રહેવું નથી પડતું. પરંતુ એ પોતે બીજા ને આધાર આપવા લાગે છે. તકલીફો ને ભૂલી આગળ વધવા ની આ અનોખી તરકીબ આ આશ્રમ માં અનુભવાતી. છેલ્લે કોઈ કામ નહિ તો પણ પુસ્તકાલય માં તો માણસો નું સરસ સમય વ્યતીત થઇ જ જતો.

આ તો આશ્રમ ના અંદર ની જીવન શૈલી હતી. પરંતુ આ અનોખું આશ્રમ ફકત આટલી જ જીવન શૈલી માં પરીપૂર્ણ નહોતું. એ તો એનાથીય ઘણું આગળ હતું. આ આશ્રમ પોલીસ સાથે મળીને આજુ બાજુ ના ગામ માં પડતી મુશ્કેલી નું નિદાન કરતા. એક મિનટ અગર તમને એવું લાગતું હોય કે ભાઉ કદાચ ગેંગસ્ટર તો નહી ને? પણ હું જણાવી દઉં તમે એમ સમજી શકો, ભાઉ એ એવા ગેંગસ્ટર જે પોતાના સુવિચારો ની બંદૂક થી સામે વાળા ના દુવિચારો નો મર્ડર કરી નાખતા હોય, અને એમને લોકો ની મુશ્કેલીયો દૂર કરી સુખી કરવાનો વ્યસન હોય. તે બીજા ટ્રસ્ટ કે અનાથ આશ્રમ કે કોઈ પણ સારા કામો માં પોતાનું યોગદાન કરતા. અને મુશ્કેલીયો નું એન્કાઉન્ટર કરતા.

ભાઉ ના બે મુખ્ય ભાઈબંધ જે એમના મોટા સમર્થક. એક મુકુંદ જે એમની સાથે આશ્રમ માં સમર્થન આપતો અને બીજો જોશીલ જે પોલીસે ઇન્સ્પેક્ટર હતો. ઇન્સ્પેક્ટર જોશીલ એ ખુબ જ પ્રામાણિક અને નિષ્ઠા થી પોતાનું કામ કરનારા અંદાજે ૨૯ ૩૦ વય ના હતા. એમને એમના કામ ની સાથે સાથે સમાજ માં લોકો ને મદત રૂપ થવા માં ખુબ જ આનંદ મળતો. તેથી તેઓ ભાઉ ની સાથે જોડાયેલા હતા. તેમને ભાઉ સાથે કામ કરવું અને ભાઉ સાથે રહેવું એ ખુબ જ ગમતું હતું. તેઓ ખુબ જ પ્રેમાળ પણ સમજદાર સ્વભાવ ના હતા. એમને ભાઉ પ્રત્યે ખુબ આદર, પ્રેમ અને લાગણી હતી. મુકુંદ પહેલા એક અનાથ આશ્રમ માં કામ કરતો હતો. પરંતુ જયારે એને ખબર પડી કે એ અનાથ આશ્રમ માં ગેર કાનૂની બાળકો ના ઓર્ગન લઇ લેવા માં આવે છે તો એને ભાઉ ની અને ઇન્સ્પેક્ટર જોશીલ ની મદત થી ત્યાંના બાળકો ને બચાવ્યા અને એ આજ આશ્રમ હતું જેનું ભાઉ એ રૂખ બદલી નાખેલું. ત્યારથી મુકુંદ, ભાઉ અને ઇન્સ્પેક્ટર જોશીલ ની મિત્રતા અને સમાજ માં થતા દુષ્કર્મો ની સામે લડત સાથે શરુ થઇ. મુકુંદ એ સ્વભાવ નો થોડો ઉતાવળી અને ગુસ્સા વાળો હતો પણ મન એકદમ નિખાલસ અને લોકો માટે રડે એવું લાગણીશીલ હતું. અને લોકો ને હસતા રાખવાનો એ એનો કદાચ નિયમ હતો. એની મજાક ક્યારેક પરિસ્થિતી ની હળવાશ પરંતુ ક્યારેક ગુસ્સા ને પણ ન્યોતો આપતી. એની ઉંમર આશરે ૩૫ ૩૬ વર્ષ ની હતી પણ એ ભાઉ ના આદેશ નું સખત પાલન કરતો. ભાઉ નું નામ કદાચ કોઈ નહોતું જાણતું. તે સ્ત્રીઓ ના માન અને સ્વાભિમાન માટે ખુબ જ લડતા એટલે બધા એમને પ્રેમ થી ભાઉ કહેતા. ભાઉ ફકત ૨૮ ૨૯ ની વયના જ હતા. અને રૂપ માં આમ તો દેખાવ સારો હતો પણ ગાલ પર એક ચીરો હતો. એમના વિષે વધારે કોઈ જ નહોતું જાણતું. એમના બે ભાઈ બંધ પણ નહિ. એ ખુબ જ સાદાઈ થી રહેતા. એમનો સ્વભાવ આમ તો શાંત પણ કઠોર હતો. શરીર આમ થોડુંક નાજુક અને અવાજ માં મીઠાસ સાથે દ્રઢતા. આમ તે ઓછું બોલે પણ જે પણ બોલે એ અક્ષરસહ મતલબ ની દાળ.ખુબજ ઊંડો અને ધીર ગંભીર સ્વભાવ. લાગણી એમના મન માં, ચહેરા પર જરાય ના દેખાય એવું વિચિત્ર વ્યક્તિત્વ. અને ખુબજ સાદું અને અનોખું પહેરવેશ. તેઓ ચશ્માં પહેરતા અને ખાદી ના સફેદ લેંગા જબા. પહેરવેશ પરથી એવું લાગતું જાણે આ કોઈ મોટી ઉમર ના વ્યક્તિ હોય. આ ઉંમરે આ જમાના માં કદાચ આવી સાદગી અચંબિત કરી દે નઈ? લોકો ને એમના ભૂતકાળ વિષે પૂછવા ક્યારેય હિમંત નહોતી થઇ. ભાઉ માટે બધી જ સ્ત્રીઓ સમાન હતી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED