Bhau - Rahasya Astitva Nu. - 9 books and stories free download online pdf in Gujarati

ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું - ૯

ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું.

ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું. - ૯ - કોર્ટ કેસ નો દ્રિતીય દિવસ.

કોર્ટ કેશ નો બીજો દિવસ આવી જાય છે. ઇન્સ્પેક્ટર જોશીલ પોતાની રીતે ભાઉ ને બચાવવાના પ્રયાસો માં હોય છે. બીજી તરફ પ્રકાર અને અનિલ સંઘવી તથા નિપ્પુ અને રાજેન્દ્ર પટેલ ભાઉ ને સજા દેવડાવવા આતુર હોય છે. અને જાણે પોતાની વિજય જ થવાની હોય તેમ હરખાય છે. ઇન્સ્પેક્ટર જોશીલ એ જજ પાસે થી સ્પેશ્યલ પરમિશન લઇ ને રાખી હોય છે. જે પર્મિશન મુજબ કોર્ટ માં બધાની સામે મેડિકલ ટેસ્ટ કરવામાં આવે. જેનાથી ભાઉ પણ નિર્દોષ સાબિત થઇ જાય અને કાવ્ય ના માન ને પણ આંચ ના આવે. અને કાવ્ય ને મારવા બદલ પ્રકાત અને નિપ્પુ ને સજા થાય અને પેલા ની વાત ને દબાવાય દેવાય.આ પ્લાન ની ભાઉ ને જરાય ખબર નહોતી. જો ખબર પડે તો ભાઉ પોતાના ઉદાર દિલ ને તહેત ના જ પાડે. જજ પણ ભાઉ ના સમર્થક માંથી એક છે. એ પણ મન માં ઈચ્છે છે ભાઉ ની નિર્દોષતા કાનૂન ની ભાષા માં સિદ્ધ થાય. કાનૂન થી એમના હાથ પણ બંધાયેલા છે. ફરજ ને ચલતે એમને પણ કષ્ટ વેઠવું પડે છે. પણ ઇન્સ્પેક્ટર જોશીલ નો આ તરકીબ જજ ને પણ ગમે છે. કાર્યવાહી શરુ થાય છે. તરકીબ ને ચલતે જજ મેડિકલ ટેસ્ટ કરવાનું કહે છે. પરંતુ આ શું? ભાઉ સખત ના પાડે છે? ઇન્સ્પેક્ટર, જજ અને ભાઉ ના બધા સમર્થકો તથા કાવ્યા સુધા આ વાત સમજી નથી શકતા. કે ભાઉ કેમ ના પાડે છે? કાવ્યા પણ મન માં ને મન માં ભાઉ ના હા માટે પ્રાર્થના કરી રહી છે એ પણ મનોમન ભાઉ ની નિર્દોષતા માટે લડી રહી છે પરંતુ આ ભાઉ કેમ માની નથી રહ્યા?

એટલા માં મુકુંદ આવે છે. ઇન્સ્પેક્ટર મુકુંદ ને જોઈને થોડો રાહત અનુભવે છે અને વિચારે છે કદાચ એ મુકુંદ ની વાત સાંભળી ને માની લેશે. એવી જ આશા સાથે એ મુકુંદ પાસે જઈ જ રહ્યા હોય છે. કે મુકુંદ જજ ને વાત કરવાની વિનંતી કરી રહ્યા છે. જજ હા પડે છે અને મુકુંદ એક જ વાક્ય બોલે છે

"ભાઉ" જેને આપણે સત્ય માનતા હતા એ પોતે જ એક અસત્ય છે, ભેરૂપ્યો છે.

ઇન્સ્પેક્ટર જોશીલ ના હોંશ ઉડી જાય છે આખી કોર્ટ માં મૌન છવાઈ જાય છે. બધા સમર્થકો આશ્રમ માં રહેલા લોકો સ્તબ્ધ થઇ જઈ છે. આવી વાત અને એ પણ મુકુંદ ના મોઢે? શું બની રહ્યું છે આ બધું?

મુકુંદ ખુબ જ ગુસ્સા માં હોય છે સાથે સાથે એની આંખો માં જાણે પોતાની સાથે છેતરામણી થઇ હોય એવો ભાવ હોય છે.અને એ સીધે સીધો ભાઉ ના આંખ માં આંખ નાખી ને જોઈ રહ્યો હોય છે. કદાચ ભાઉ ને અંદાજો આવે છે અને ભાઉ પોતાની આંખ નીચી કરી દે છે. આ શું? અડીખ અને સત્ય માં અડગ રહેતા ભાઉ ની આંખ નીચી થતા લોકો એ પેલી વાર જોઈ છે. લોકો ના મન માં પ્રશ્નો નો વંટોળો આવે છે. સમર્થકો અને આશ્રમ વાસી ઓ પણ આતુર થઇ રહ્યા છે કે આખર એવી વાત છે શું? શું ભાઉ પણ? એટલે ભાઉ ટેસ્ટ ની ના પડી રહ્યા છે અને આ મુકુંદ પણ એમને ભેરૂપ્યો કહ્યો એટલે આ બધું એક નાટક છે?

અનિલ સંઘવી, રાજેન્દ્ર પટેલ અને અપક્ષ નો વકીલ તો હરખાય છે એમને એમ લાગે છે જાણે પ્રભુ પણ એમને સાથ આપી રહ્યા છે.

પરંતુ ઇન્સ્પેક્ટર જોશીલ નો વિશ્વાસ ડગમગ્યો નહિ પણ સમજાઈ તો એમને પણ કઈ જ નહોતું રહ્યું. એમને મુકુંદ ને ખુલાસો કરવા કહ્યો.

મુકુંદ આગળ વધતા કહે છે કે ભાઉ આ ટેસ્ટ ક્યારેય નહિ કરાવે એનું કારણ આ છે કેહતા ની સાથે હાથ માં રહેલા કેટલા ફોટાઓ ભાઉ ના મોઢે ફેંકે છે. અને ભાઉ બસ આંખ નીચી કરી ઉભી રહ્યા છે.

એવું શું છે આ ફોટા માં?

એક દાઝેલી સ્ત્રી નો ફોટો જેનો ચહેરો ખુબ જ નિર્દયતા પુરવર્ક હ્યુન્દાયેલો હોય છે. અને હાલત ખુબ જ બદત્તર.

આ ફોટા માં રહેલી સ્ત્રી નો ભાઉ સાથે શું સબંધ?

શું એ ભાઉ ની કોઈ પરિવાર ની વ્યક્તિ છે?

કે આ ભાઉ ની કોઈ ભૂલ?

એવા કેટલાય પ્રશ્નો અને આક્ષેપો નો ભાઉ પર વરસાદ થવા મંડ્યો

પ્રેમ અને લાગણી ની જોતી નઝર માં શંકા અને ધુત્કાર દેખાવા લાગી

"શું છે આ બધું જવાબ આપો?" ગુસ્સા માં મુકુંદ ચિલાવી ઉઠ્યો.

“આ ફકત તશવીર જોતા જ મારા કાળજા માં ગરમ પારો પસરે છે. તમને કોઈ લાગણી નથી અનુભવાતી. જવાબ આપો. એવી પણ તે કેવી કઠોરતા?” કહેતા એ રડવા મંડ્યો.

આ દ્રિશ્ય લોક ના જરાય પલે પડી રહ્યું નહોતું. ઇન્સ્પેક્ટર જોશીલ મુકુંદ ને શાંત થવાનું કહે છે. અને બધા ની નઝર ભાઉ તરફ વહે છે. ખુબ જ આતુરતા અને પ્રશ્નો ના જવાબ માંગતી આંખો ભાઉ ને તાકી રહે છે.

ભાઉ પોતાની નઝર ઊંચી કરે છે. એમની આંખો ની કોર માં ભીનાશ દેખાઈ છે. કઠોર રહેતું મુખ નમ્યું છે. આવું તો ક્યારેય ઇન્સ્પેક્ટર જોશીલ એ પણ નહોતું જોયું.

એમના અવાજ માં પણ ઠીલાશ આવે છે અને કહે છે.

"જો મારુ ભેરુપ્યા માં રહેલું સાચું રૂપ જો બધાની સામે આવે અને મારુ ભાઉ નું અસ્તિત્વ ખોટું સાબિત થાય તો પણ આ આશ્રમ દ્વારા થતા બધાજ કાર્યો માં તું મુકુંદ અને ઇન્સ્પેક્ટર જોશીલ એજ રીતે કામ કરશો?"

મુકુંદ તો રડે છે અને ઇન્સ્પેક્ટર જોશીલ આશ્ચ્ર્યચકિત.

એટલે અપક્ષ નો વકીલ મૌકા નો ફાયદો ઉપાડતા તા ભાઉ ને પ્રશ્ર્ન કરે છે," તમને પોતાની સચ્ચાઈ બહાર આવવાની ચિંતા નથી?, જે લોકો તમને પૂજે છે કદાચ એ હવે તમને ધુત્કારશે એમનું તમને વિચાર નથી આવી રહ્યો? કે પછી તમને કોઈ પણ પ્રકાર ની શરમ જ નથી? તમે લોકો તરફથી મળેલા પ્રેમ નો ખોટો ઉપયોગ કર્યો છે અને એમને છેતર્યો છે."

ભાઉ બહુજ નમ્રતા પૂર્વક જવાબ આપે છે,"દ્રૌપદી ને પણ ભરી સભા માં નિર્વસ્ત્ર કરવા માં આવી હતી, આ આજની નહિ સદીયો થી ભારત ની રીત છે. મને તો બસ નિરઅસ્તિત્વ કરવા માં આવે છે. ફોટા માં રહેલી પીડિત અને ઘાયલ છોકરી હું છું."

મુકુંદ નો દુઃખ વધી જાય છે મુકુંદ ભાઉ ના ઓળખ પાત્ર ના બધા પેપર બતાવે છે અને ખબર પડે છે કે ભાઉ કેમ આ ટેસ્ટ માટે ના પડતા હતા. પણ આ આઘાત કોઈ ના થી સહન નથી થતો. ભાઉ એક સ્ત્રી?

અત્યાર સુધી આ વાત કોઈને ખબર પણ ના પડી. નફરત માં અંજાયેલા અનિલ સંઘવી અને રાજેન્દ્ર પટેલ ને પણ આઘાત લાગ્યો અને આતુરતા જાણવાની કે એક સ્ત્રી? એવું તે શું બન્યું હશે અને એક સ્ત્રી થઇ ને આવા કામો કરતા રહ્યા પણ પુરુષ ના મુખે?

શું એમને પોતાના સ્ત્રી હોવા પણ દુઃખ હશે?

જે વ્યક્તિ સ્ત્રી ઓ ના સ્વાભિમાન ને સર્વોચ્ચ રાખતો એનું પોતાનું સ્ત્રી સ્વાભિમાન?

કાવ્યા પણ દંગ હોય છે.

કેસ તો પતી જ જાય છે ભાઉ સ્ત્રી છે તો રેપ નો સવાલ જ ક્યાં આવે છે?

પરંતુ આ સત્ય પોતાની સાથે નિર્દોષતા, આઘાત અને શંકા ઓ નું વંટોળ લાવ્યો હોય છે.

---------------

નોંધ: અહીં "ભાઉ રહસ્ય અસ્તિત્વ નું" નવલ કથા નો ભાગ એક પૂર્ણ થાય છે. રહસ્ય છતું થવાની સાથે વાર્તા ને અહીં અલ્પવિરામ લાગે છે. અસ્તિત્વ ની આ અનોખી વાર્તા નું અનુસંધાન ભાગ ૨ માં પૂર્ણ થશે.

આ વાર્તા નો હેતુ કોઈ પણ વ્યક્તિ ને દુભાવાનો નથી. તેમ જો કોઈ નું દિલ દુભાયું હોય તો તહે દિલ થી માફી માંગુ છું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED