Bhau - Rahasya Astitva Nu. - 5 books and stories free download online pdf in Gujarati

ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું. - ૫

ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું. ૧ થી ૪ માં આપણે ભાઉ નો સ્વભાવ જોયો અને સમજ્યો. કઈ રીતે એ વિકટ પરિસ્થિતી નો સામાન્ય ઉકેલ સહજતા થી લાવે છે એ જોયું. સમાજ માં સમજવામાં આવતા કુકૃત્ય કે કુજન્ય ને પણ એ કેવો સ્વીકાર કરે છે એ જાણવા મળ્યું. આગળ ના ભાગ માં ભાઉ સામે આવતી કપરી પરિસ્થિતી નો ભાઉ કઈ રીતે સામનો કરી ઉકેલે છે એ જાણવા મળશે.

ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું- ૫ (ભાઉ પર આરોપ).

આમ સારા કામો કરતા કરતા ભાઉ અને એના આશ્રમ ની કીર્તિ ઓ ચારે કોર ફેલાવા લાગી. કીર્તિ એ એવી સ્થિતિ છે જે ઈર્ષ્યા અને લોભ ને સાથે લાવે છે.

એજ રીતે ભાઉ ની કીર્તિ જોઈ ઘણા પોલિટિશ્યન અને બિઝનેસ મેન પોતાની વાહ વાહ અને સમાજ પ્રત્યે લાગણી બતાડવા ભાઉ સાથે ડીલ કરવા આવ્યા. કોઈ એ એમને ઇવેન્ટ ઓર્ગેનાઈઝ માં પોતાના પોલિટિકલ પાર્ટી નું નામ જોડાવવા કહ્યું તો કોઈ એ બિઝનેસ પ્રોમોશન ના ઓફર આપી અને એ પણ સારી "રકમે". પરંતુ ભાઉ સિદ્ધાંતો ના ચલતે અસ્વીકાર કરતા. ભાઉ બધા લોભી શિયાળો ના સાચા ચહેરા જાણતા હતા. અને એમને સખ્ત ના પાડી દેતા. એમને ધમકી ઓ પણ સાંભળી અને પોતાની સાદગી નું મઝાક પણ સાંભળ્યું.

દરેક સિક્કા ના બે પહેલું હોય છે એ મેં તમને કહ્યું. જેમ કીર્તિ ની સાથે લોભ અને ઈર્ષ્યા આવી તેમ ભાઉ ને ઘણા સાચા સમર્થકો પણ મળ્યા જે તેમને મદતરૂપ થતા. ઘણા સમર્થકો તો યુવાનો હતા અને વધારે માં વધારે મદત મળી રહે તે માટે તેઓ સોશ્યિલ મીડિયા નો સહારો લેતા અને સારા કામો માં જોડાવા વધારે માં વધારે અપીલ કરતા. પણ લોભી શિયાળ તો તક જોઈને બેઠા હતા ક્યારે એમને મોકો મળે અને એ ભાઉ ને સબક શીખવાડે. કદાચ કુમુહૃત માં માંગેલું આ વર સાચું પડવાનું હતું.

અને એક રોજ અખબાર માં આવતા ભાઉ ના સારા કામો ની જાહેરાત માં આ શું બન્યું? આ એજ ભાઉ ના સમાચાર છે ને લોકો ને જાહેરાત વાંચતા પ્રશ્નો થયા. ના માનવા માં આવતી એવી જાહેરાત જોઈ લોકો નિશબદ્ધ થઇ ગયા અને અજંપો ના જોરે આશ્રમ પાસે જવા નીકળ્યા. એવી શું હતી એ જાહેરાત? જે લોકો માન્ય જ નહોતા કરી રહ્યા?

“ભાઉ એ એક કોલેજ જતી ૨૧ વર્ષ ની કન્યા પર રેપ આદર્યો.”

જાણે લોકો પર આભ ના તૂટ્યું હોય? એવું લાગી રહ્યું હતું. અને જાહેરાત માં એમ પણ હતું કે,” આ આશ્રમ માં પણ એજ ખોટા ધંધા ઓ ચાલી રહ્યા છે અને એને પ્રોફેશનલ કરવા એક વેશ્યા ને પણ રાખવા માં આવી છે.” આ વાંચતા ની સાથે જ જાણે એક મોટું વંટોળ આવ્યું હોય એવું લાગી રહ્યું હતું. સત્ય શું છે? આમ અચાનક આવી જાહેરાત? આ જાહેરાત છાપવા વાળા ને પણ એક વખત વિચાર ના આવ્યો? કે રોજ જે ભાઉ સ્ત્રીઓ નું સ્વાભિમાન બચાવે છે એ એના માન સાથે રમત રમશે? પણ જો આવું વિચારે તો એના અખબાર ની TRP નું શું?

વાંચતા ની સાથે જ સમર્થકો નું ઝુંડ આશ્રમ તરફ પહોંચ્યું અને ત્યાં નું દ્રિશ્ય જોતા જ લોકો ની આંખ અંધાયી ગયી. આ શું? ઇન્સ્પેક્ટર જોશીલ ભાઉ ની ધરપકડ કરી રહ્યા છે? ઇન્સ્પેક્ટર જોશીલ ના આંખ માં પાણી અને હાથ માં ભાઉ ના હાથ થી ભરેલી હથકડી. એવું તે શું કે ખાસ ભાઈબંધ હોવા છતાં એમને આ કરવું પડ્યું? સવાલો નો તો જાણે વરસાદ હતો. પણ જવાબ નું જાણે દુકાળ પડી ગયું હતું.

આટલું બધું વીતી રહ્યું હતું. આશ્રમ માં રહેતા લોકો રડી રહ્યા હતા. મુકુંદ ગુસ્સો કરી રહ્યો હતો અને ભાઉ ને પોલીસ સ્ટેશન માં ના લઇ જાયે એનો હર પ્રયાશ કરી રહ્યો હતો. ઇન્સ્પેક્ટર જોશીલ ને ખાટા વેણ બોલી રહ્યો હતો. પરંતુ આ શું ભાઉ એકદમ નિ:શબ્દ હતા. એમના ચહેરા પર ના તો કોઈ ગુસ્સો હતો અને ના કોઈ દુઃખ, ના કોઈ પસ્તાવો કે ના કોઈ ખોટું કર્યું હોય એવો ભાવ. આ થઇ શું રહ્યું હતું એ કોઈને જ નહોતું સમજાઈ રહ્યું.

ઇન્સ્પેક્ટર જોશીલ ભાઉ ને લઈને પોલીસ થાણે આવ્યા. ભાઉ એમના માટે ફકત ભાઈબંદ જ નહોતા પણ એમના પ્રેરક હતા. એમનો સબંધ ખુબ જ અનોખું હતું. ભાઉ રોજ એમની જોડે કલાકો વાતો કરતા અને ચા પીતા. થાણા માં રહેલા બીજા બધા હવાલદાર ને પણ ભાઉ પ્રત્યે ખુબ જ માન હતું. પણ આ સ્થિતિ ને કઈ રીતે વર્તવી એ એમને પણ સમજાઈ નહોતું રહ્યું.

ઇન્સ્પેક્ટર જોશીલ એ ભાઉ માટે રોજ ની જેમ ચા મંગાવી. અને કહ્યું "કાલે રાત્રે તું અહીં કેમ ના પહોંચ્યો? અને એવું શું બન્યું રાત્રે કે મને તારે સવારે ધરપકડ કરવા આવવું પડ્યું? મેં પેલી છોકરી કાવિયા "KAVIA" ને સમજાવી હતી ને? તે પછી આજે સવારે એ હોસ્પિટલ માં આવી હાલત માં કેમ મળી? તને એની જાણ છે? શું બન્યું એ જલ્દી કહે, મને ખબર છે કે તું નિર્દોષ છે. પણ જ્યાં સુધી તું મને ચોખી વાત નહિ જણાવે હું કશું પણ કરી શકવાનો નહિ. મારા પાસે તારી ધરપકડ ના ઉપર થી ઓર્ડર છે અને તારા ખિલાફ સબુતો જ છે પણ વાત ની સચ્ચાઈ નહિ.

ઇન્સ્પેક્ટર નો વિશ્વાસ બહુ જ પાકો હતો. બનેલી ઘટના નો પેલો ભાગ એમને ખબર હતો. અને ભાઉ સાથે રોજ રહેતા એટલે ભાઉ આવું કરી જ ના શકે એની ખાતરી ય હતી. પણ બીજા માણસો ના મોઢા બંધ ક્યાં રહેવાના હતા અને એમાંય પેલા પોલિટિશ્યન અને બિઝનેસ મેન નામના શિયાળો ને તો ખાસી એવી તક મળી ગયી. ઘટના ના સંદર્ભ માં જોયા વગર, જાણ્યા વગર, લોકો એ પોતાના મંતવ્યો અને ફેંસલો આપવાનું શરુ કરી દીધું. જે લોકો ભાઉ ના સારા કામો ના વખાણ કરતા તેઓ એકજ મિનટ માં એમને ગાળો આપતા થઇ ગયા. મીડિયા ને તો જાણે TRP વધારવાનું અનેરું મોકુ જ મળ્યું હતું. બસ મુકુંદ ઇન્સ્પેક્ટર જોશીલ, આશ્રમ માં રહેતા લોકો અને કેટલાક સમર્થકો ને જ ઘટના ના સંદર્ભ માં જવું હતું. અને તે માટે એ લોકો તળવળી રહ્યા હતા. પરંતુ ભાઉ મોઢા માં જાણે મગ ભરાવી ને બેઠા હોય એમ બેઠા હતા. ઘટના નો પેલો ભાગ તો એમને પણ ખબર હતો થયું એવું હતું કે,

continued .....

ભાઉ રહસ્ય અસ્તિત્વ નું - ૬ (ઘટના નો પહેલો ભાગ).

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED