Bhau - Rahasya Astitva Nu. - 7 books and stories free download online pdf in Gujarati

ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું - ૭

ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું. - ૭ - કોર્ટ કેસ નો પ્રથમ દિવસ

દિવસો પસાર થાય છે. અહીં કાવ્યા હોસ્પિટલ માં બેભાન છે. એટલે એવું પણ નથી થતું કે એના દ્વારા ખબર પડે શું થયું? કોર્ટ માં સુનવાઈ નો દિવસ આવી જાય છે. મીડિયા વાળા ઓ તો સવાર થી જ કોર્ટ ની બહાર ફેલાઈ ગયા હોય છે. ભાઉ ના આવતા ની સાથે જ એના સમર્થકો ની બુમા બુમ ચાલુ થઇ જાય છે. અને એના વિરોધી ઓની પણ. ભાઉ પોતાના સમર્થકો ને કોર્ટ નું માન રાખવા નો આદેશ આપે છે. અને અંદર જાય છે. કાવ્યા ને પણ આજે જ હોશ આવી ગયો હોય છે અને એને પણ કોર્ટ માં પોલીસ લઇ આવે છે. કોર્ટ માં મોટી મોટી હસ્તી ઓ આવે છે. જેમાં બિઝનેસ મેન અનિલ સંઘવી અને એનો છોકરો પ્રકાત પણ છે. અને નેતા રાજેન્દ્ર પટેલ અને એનો દીકરો નિપ્પુ. પ્રકાત અને નિપ્પુ કાવ્યા ના મિત્રો છે. અને એને સાંત્વના આપી રહ્યા હોય છે. પરંતુ કાવ્યા ગભરાયેલી દેખાઈ રહી છે. શરમ ના મારે એની આંખ સુધા ઉપડી નથી રહી.

કેસ ની સુનવણી ની શરૂઆત થાય છે. ભાઉ ના ખિલાફ વકીલ અનિલ સંઘવી એ એપોઇન્ટ કર્યા હોય છે. જે આવતા ની સાથે જ ભાઉ પર આરોપો નો વરસાદ વરસાવે છે. જેમાં પેલી વેશ્યા ને આશ્રય આપવા માટે કટાક્ષ પણ કરે છે. અને અનાથ બાળકો ને વેંચવાનો આરોપ પણ મૂકે છે. “Child labour” નો આક્ષેપ પણ મુકાય છે. પણ ભાઉ આ દલીલો બસ સાંભળ્યા જ કરે છે. અને આક્ષેપો ના વરસાદ કરતા કાવ્યા ને બોલાવા માં આવે છે.

કાવ્યા ને પ્રશ્ન કરવા માં આવે છે

"શું તું આ વ્યક્તિ ને ઓળખે છે?"

કાવ્યા:"હા"

"શું આ વ્યક્તિ એ તને ઘટના ના દિવસે સવારે હાથ પકડી ને આશ્રમ ની બહાર કાઠી હતી?"

કાવ્યા "હા"

"શું તું આ ઘટના ને વળતે ન્યાય માટે પોલીસ સ્ટેશન ગઈ હતી?"

કાવ્યા "હા"

"શું ઇન્સ્પેક્ટર જોશીલ એ ભાઉ ના મિત્ર હોવાથી તારી ફરિયાદ ના નોંધાવી?

કાવ્યા "હા"

"શું એ રાત્રે થાણા થી પાછા વળતા તને ભાઉ મળ્યા હતા અને એમને તારા સાથે દૂરવહેવાર કર્યો?"

કાવ્યા મૌન

વકીલે કહ્યું, કાવ્યા ના પોલીસ થાણે ફરિયાદ નોંધવા ના પ્રયાસ થી ભાઉ એ ગુસ્સા માં આવી ને એની સાથે દૂરવહેવાર કર્યો અને એની ઉપર રેપ આચર્યો.

આ સાંભળતા જ કાવ્યા રડી પડી.

ઇન્સ્પેક્ટર જોશીલ ખુબ જ હેરાન થઇ રહ્યા હતા એમને કઈ જ સમજાઈ રહ્યું નહોતું. કાવ્યા ને તો એમને સમઝાવી ને મોકલી હતી.

અહીં ભાઉ ના ખિલાફ સબુતો કોર્ટ માં મુકાય છે જેમાં કેટલાક ફોટા ઓ નો સમાવેશ છે. જે માં દેખાય છે કે કાવ્યા અધમરી હાલત માં ભાઉ ના હાથ માં છે. કાવ્યા ને હોસ્પિટલ માં દાખલ પણ ભાઉ જ કરે છે. એટલે ડૉક્ટર ના બયાન માં પણ એમજ આવે છે. કાવ્યા ના હાથ પર લાગેલા નાખ ના નિશાન નો મેડિકલ ટેસ્ટ થતા ખબર પડે છે કે એ ભાઉ ના નાખ સાથે મેચ થઇ રહ્યો છે. આ માહિતી મળતા જ ઇન્સ્પેક્ટર જોશીલ સ્તબ્ધ રહી જાય છે.

કાવ્યા ની હાલત બગડતા કોર્ટ એ આ દિવસ ની દલીલો ને અહીં જ પૂરું કરવાનું કહે છે.

ઇન્સ્પેક્ટર જોશીલ જયારે ભાઉ ને લઇ જતા હોય છે ત્યારે કાવ્યા ભાઉ ને આવી ને કહે છે.

"મારા થી એક તો બહુ મોટી ભૂલ થઇ જ ગઈ છે. મારી નાદાની ની જ મને સજા મળી છે.

હવે તમે મૌન રહી ને મને બીજી સજા ના આપો. તમારી નિર્દોષતા તમારી ચુપી થી મારી સજા વધે છે."

આ સાંભળતા ઇન્સ્પેક્ટર જોશીલ નો વિશ્વાસ પાકો થાય છે અને એનાથી હવે રહેવાતું નથી એટલે રાત્રે એ ભાઉ ને જૈલ માં મળે છે અને પોતાના સોગંધ આપે છે. મિત્ર ના પ્રાણ ના સોગંધ મળવાથી ભાઉ દુવિધા અનુભવે છે. પણ મિત્ર પર એમને ભરોસો પણ છે. મિત્ર ના પ્રાણ પર વાત આવતા એમના મોંન નું અંત થાય છે. એ મિત્ર ને એક શરતે સત્ય કહેવાનું સ્વીકારે છે. કે આ વાત મિત્ર જોશીલ ને કોઈને જ ના કહેવી તો જ આ વાત ભાઉ ઇન્સ્પેક્ટર જોશીલ ને કરે. અરે રે રે આ કેવી દુવિધા ઇન્સ્પેક્ટર જોશીલ ને થયું. પણ વાત ખબર પડે તો એ કઈ રશ્તો નીકળી શકશે એવી લાલચે ઇન્સ્પેક્ટર જોશી એ પણ આ શરત માન્ય કરી. ભાઉ વાત કરવાની શરૂઆત કરે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED