Bhau - Rahasya Astitva Nu. - 6 books and stories free download online pdf in Gujarati

ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું. - ૬

ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું. - ૬ (ઘટના નો પહેલો ભાગ)

સવાર નો સમય હતો. ભાઉ આશ્રમ ની બહાર ના ચા ના સ્ટોલ પણ બેઠા ચા પી રહ્યા હતા. ત્યાંજ એમને નજરે એક છોકરી ભાગતી દેખાઈ, જાણે પોતાનું માન બચાવવા ભાગી રહી હોય. અને એ સિધ્ધી ભાગતા ભાગતા ભાઉ પાસે આવે છે. અને એમને આજીજી કરે છે કે પેલા ગુંડા ઓ થી એનું રક્ષણ કરે. ભાઉ ને દૂર ઉભા બે છોકરા ઓ નઝર તો પડે છે પણ એમનો ચહેરો દેખાતો નથી.અને તેઓ પણ કદાચ ભાઉ ને જોઈને ભાગી જાય છે. છોકરી ખુબ ડરેલી હોય છે એટલે ભાઉ એને આશ્રમ માં લઇ જાય છે. છોકરી ૨૧ વર્ષ ની હોય છે અને એ એનું નામ કાવિયા જણાવે છે. આશ્રમ માં પહોંચતા જ એના વર્તન માં બદલાવ આવે છે. એ ત્યાં કામ કરતા નાના છોકરા નું મઝાક ઉડાડે છે. તથા ઘરગથ્થું કામ કરતા સ્ત્રીઓ નું પણ હાશ્ય ઉડાવે છે. અને કહે છે કે ભાઉ ના રહેતે તમને કામ કરવું પડે છે? આવું વર્તન જોતા જ ભાઉ ને ગુસ્સો આવી જાય છે અને એ સમજી જાય છે કે આ છોકરી ની પાછળ કોઈ નહોતું. આ બધું એનું રચેલું નાટક હતું. અને એ છોકરી ને હાથ પકડી ને આશ્રમ ની બહાર કાઢી મૂકે છે. આવા અપમાન જનક વર્તન ને જોતા જ છોકરી પણ બોલી ઉઠે જે "મેં તમને કેટલી વાર ફેસ બુક ઉપર જોયા હતા, મને તમે ગમ્યા એટલે હું અહીં આવી છું. પણ તમે તો ખુબ જ ઘમંડી છો, અને તમારું આ ઘમંડ હું ઉતારી ને જ રહીશ, અને આ અપમાન નો હું બદલો લઇશ." આમ બોલતા જ તે ત્યાંથી ગુસ્સા માં નીકળી ગઈ. આશ્રમ માં બધા લોકો એ ભાઉ નો શાંત અને પ્રેમાળ સ્વભાવ જોયો છે. એટલે આ ગુસ્સો જોતો મન માં થોડો ડર આવ્યો અને સાથે ચિંતા પણ. ૧૦એક મિનટ માં આ શું થઇ ગયું? મોટા માં મોટી ભારે પરિસ્થિતી નો પણ ભાઉ ખુબ જ ગંભીરતા થી ઉકેલ કરતા. અને આ જ પરિસ્થિતિ માં એમને ગુસ્સો આવ્યો? અને પેલી છોકરી કાવ્યા? એ પણ ધમકી આપી ને ગઈ. થોડી જ વાર થઇ ને ભાઉ ને પણ પોતાની ભૂલ ની જાણ થઇ. "નાદાનિયત માં આવેલી પેલી કાવ્યા ને પ્રેમ થી સમજાવ્યું હોત તો સારું હોત." આ ધમકી ના કારણે નહિ પણ એમના સ્વભાવ માં જે વિપરીતતા આવી હતી એનું દોષ બોધ હતો. પણ જે બન્યું એને બદલી તો નાજ શકાય.

બીજી બાજુ કાવ્યા ગુસ્સા માં લોટ પોટ થતી પોલીસ સ્ટેશન એ કોમ્પ્લેઇન્ટ ફાઈલ કરવા ગઈ. કાવ્યા ને કદાચ એ વાત ની ખબર નહોતી કે ઇન્સ્પેક્ટર જોશીલ એ ભાઉ ના પરમ મિત્ર છે. કાવ્યા એ ભાઉ પર છેદ છાડ નો આરોપ મુક્યો. આ સાંભળતા જ ઇન્સ્પેક્ટર દંગ રહી ગયા. એક હવાલદારે ભાઉ ને ફોને કરીને આ વિષે ની જાણ કરી. ભાઉ પણ સમજી ગયા કે એ ગુસ્સા માં બદલો લેવા આ બધું કરી રહી છે. પરંતુ આ વખતે એમને ગુસ્સો ના કરતા એને સમજાવા નો નિર્યણ લીધો. અને ઇન્સ્પેક્ટર જોશીલ ને બધી વિગત કહી કાવ્યા ને જાણ ના થાય એમ. ઇન્સ્પેક્ટર જોશીલ એ કાવ્યા ને ખુબ જ પ્રેમ થી સમજાવી. આ બાજુ ભાઉ પણ કાવ્યા ને સમજાવા પોલીસ થાણા જવા નીકળ્યા. ઇન્સ્પેક્ટર ના સમજાવા થી કાવ્યા ને પણ પોતાની કરેલી ભૂલ નો અહેસાસ થાય છે. અને એ રડી પડે છે. અને ડરી પણ જાય છે કે એની ખોટી વાત બહાર આવતા કહી ઇન્સ્પેક્ટર એને જ સજા ના આપે. પરંતુ ઇન્સ્પેક્ટર એને હસતા હસતા ખુબ જ પ્રેમ થી સમજાવે છે. અને કહે છે કે ભાઉ ના નિર્દેશ અનુસાર જ તને હું સમજાવી રહ્યો છું. અને એને નિશ્ચિંન્ત થઇ ને ઘેર જવાનું કહે છે. અને આવી ભૂલ બીજી વાર ના થાય એનું ધ્યાન રાખવાનું કહે છે. કાવ્યા ના મન માં એક સંતોષ થાય છે એ જાણ થતા કે ભાઉ એ જ ઇન્સ્પેક્ટર ને સમજાવા કહ્યું હતું અને એમને માફ કરી છે.આ ઘટના ઘટતા રાત થઇ ગઈ હોય છે. આ બાજુ નિશ્ચિંન્ત કાવ્યા ઘરે જવા નીકળી અને આ બાજુ ભાઉ થાણા આવવા નીકળ્યા. એવું શું બન્યું રાત્રે જે સવાર ના કાવ્યા હોસ્પિટલ માં હતી અને ભાઉ ની ધરપકડ થઇ. એ વાત ફકત ભાઉ જણાવી શકે તેમ હતું. અને એની ચુપી ઇન્સ્પેક્ટર ને વાલોવિત કરી રહી હતી. મુકુંદ અને ઇન્સ્પેક્ટર જોશીલ ભાઉ ના સ્વભાવ ને ખુબ જ સારી રીતે ઓળખતા સમજી તો જાય છે કે ભાઉ કઈ નહિ બોલે. એટલે એ પોત પોતાની રીતે ઇન્વેસ્ટિગેશન શુરુ કરે છે. એવું તે શું બન્યું છે જે ભાઉ છુપવાવા માંગે છે?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED