ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું - ૮ Ridhsy Dharod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું - ૮

ભાઉ - રહસ્ય અસ્તિત્વ નું ૮ - ઘટના નો બીજો ભાગ

“એ રાત્રે તારા સાથે ફોન પર વાત પુરી થતા હું અહીં આવવા નીકળ્યો હતો, રાત પણ થઇ ચુકી હતી, પણ મન માં એક ભાર હતો કાવ્યા સાથે ખરાબ વર્તન નું, ગુસ્સા વાળા વર્તન નું એ હળવું થઇ જશે એવી આશા લઈને હું આશ્રમે થી નીકળ્યો. કે રસ્તા માં મને કાવ્યા અધમરી હાલત મળી હું એને બચવા દોડતો ગયો ને એને ખોળા માં લીધી ત્યાં જ બે છોકરા ઓ મારી તસવીરો લેવા મંડ્યા. જરાક ધ્યાન થી ગોર કર્યું તો એ બને પેલા જ બે હતા જે સવારે કાવ્યા ની પાછળ હતા. એટલે હું અચંબિત થઇ ગયો. એ બને કાવ્યા ના કોલેજ માં ભણતા એના મિત્ર હતા. "પ્રકાત" અને "નિપ્પુ". પ્રકાત એ આપણા શહેર ના બિઝનેસ મેન અનિલ સંઘવી નો દીકરો. એને અમારા આશ્રમ માં પોતાના બિઝનેસ પ્રોમોશન નું કૉલબેરાશન કરવું હતું. એને અનાથ છોકરા ઓ ને પોતાની કપડાં ની બ્રાન્ડ પ્રોમોશન માટે જોઈતા હતા. અને બતાવા માંગતા કે તેઓ ની કંપની કેટલી ઉદાર છે. જેની માટે મારી ના હતી અને એ કારણે એમને નુકશાન થયેલું. કાવ્યા ને મારા પ્રત્યે ની લાગણી ની ભાપ થતા એ લોકો એ જ સવાર નો પ્લાન બનાવેલો. તેથી કાવ્યા મારી પાસે આવે અને કેમ પણ કરીને કૉલબેરાશન માટે મને મનાવે. પરંતુ એ નાટક એમનું નિષ્ફળ ગયું. અને કાવ્યા ને ભડકાવી ને પોલિસ સ્ટેશન ને મોકલી. ખોટી રિપોર્ટ ફાઈલ કરાવવા પરંતુ આ હથકંડો પણ એમનો નિષ્ફળ ગયો. કાવ્યા ને આ પ્રોમોશન વાળી વાત ની કોઈ પણ પ્રકારે જાણ નહોતી. તમારા સમજાવ્યા પછી એ જયારે ઘરે જઈ રહી હતી. આ બને પ્રકાર અને નિપ્પુ એને પૂછવા આવ્યા કે એને પોલીસ ને નોંધ કરી કે નહિ. નોંધ ના થઇ એ જાણતા તેઓ રોષે ભરાયા. અને કાવ્યા ને બીજું નાટક રચવા કહ્યું પણ કાવ્યા એ ના પડતા એને ખુબ મારી નૉચી ને રસ્તા પર જ રહેવા દીધી. અને મને આવતા જોઈ પેહલા નાસી ઉઠ્યા અને પછી મારી તસવીરો લેવા મંડ્યા. કાવ્યા ની હાલત ખુબ જ બગડતા ત્યાંથી ભાગી ગયા. અને મેં એને અસ્પતાલ પહોંચાડી. દર્દ થી પીડાતી એ જયારે પડવા ગઈ ત્યારે એને પકડવા જતા કદાચ મારા નાખો એના હાથ માં ઘસાયા હશે. આ વાત અગર કોર્ટ માં થઇ તો પ્રકાત અને નિપ્પુ ને સજા તો થશે પરંતુ સાથે સાથે કાવિયા નું માન પણ ખરડાવાશે. કારણ કયાંક ને ક્યાંક કાવ્યા પણ આ નાટક માટે જીમેદાર હતી. એને પણ ભાઉ ને ખોટી રીતે ફસાવાનો પ્રયાસ કર્યો હતો ભલે નાદાની માં કર્યો હતો પણ લોકો એની નાદાની ને નહિ સમજવાના. હું બધાનો પ્રેમીલો ભાઉ,જે સ્ત્રી ઓ ના સ્વાભિમાન નું રક્ષણ કરે છે એ એક નાદાન છોકરી ના માન નું અપમાન કરી રીતે થવા દે?

"મારુ જીવન ન જ સ્ત્રી ના સ્વાભિમાન ને અર્પિત છે."

આ વાત સાંભળતા જ ઇન્સ્પેક્ટર જોશીલ ના હોશ ઉડી ગયા, આંખ માંથી દડ દડ આંશુ વહેવા લાગ્યા. અને ભાઉ પ્રત્યે માન હજી વધી ગયો. આ વાત બીજાને નહિ જણાવી શકે એનું ખેદ ડંખી રહ્યું હતું. અને સતત એક જ વિચાર ભાઉ ને કેમ બચાવું તેથી એ પણ બચી જાય,પોતાની શરત અને કાવ્યા ના માન ની પણ લાજ રહી જાય. વિચારતા વિચારતા એને ખ્યાલ આવે છે કે, કેસ તો રેપ નો ફાઈલ થયો છે. જયારે રેપ તો થયું જ નથી. ફકત એને માર મારવામાં આવ્યો છે. તેથી એવું લાગે કે રેપ થયો છે. અને પૈસા ના જોરે ખોટા રિપોર્ટ બનાવા માં આવ્યા છે. ખુબ જ સમજદારી થી કરવા માં આવેલું આ કામ પ્રકાત નું છે. એમાં થી એક વચલો રશ્તો ઇન્સ્પેક્ટર ને સુજે છે.