બાલિશગી Kuntal Sanjay Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાલિશગી

"કુલની કથાઓ"

લઘુકથા -1

✨બાલિશગી✨
💕💕💕💕
આજે આ અંગડાઈ લઈ ઉઠેલી વરસાદી સાંજ મને ભૂતકાળમાં લઈ ગઈ.
એ એવી જ એક સાંજે વરસાદમાં ક્રિકેટ રમી રહ્યો હતો. હું અવિરતપણે જોઈ રહી હતી. ભીનો ભીનો અને ઘડી-ઘડી વાળ છંટકાવતો એ મસ્ત લાગતો હતો. ત્રાંસી નજરે જોતો રહેતો નજર એક થતાં આંખ મિચકારી લેતો અને હું શરમથી લાલ થઈ જતી.
એ એની એ અદા જોઈ હું પાગલ થઈ જતી.આંખ બંધ કરું ને એ જ દેખાતો. નામ એનું સપન, ઊંચો,ઘઉંવર્ણો ,સુદૃઢ બાંધો ,તપકીરી આંખો ,ધેરો અવાજ અને સૌથી સબળ અને ગમતું પાસું એનો પ્રેમાળ સ્વભાવ.
એ મારા ઘરની બીજી શેરીમાં રહેતો મારા ઘરની સામેનાં મેદાને રમવા આવતો.કોલેજનાં 2જા વર્ષ માં ભણતો.હું 1 લા વર્ષ માં ભણતી ટયુશન આવતા જતાં ભટકાતો. બસમાં એકવાર બાજુની સીટ પર આવ્યો અને મને પ્રપોઝ કર્યું. હું બેબાક મનથી એને સાંભળી રહી હતી. એ ધીમેથી બોલ્યો મન ટંટોળીને જવાબ આપજે રાહ જોઈશ.
તે રાતે હું સૂઈ ના શકી એ ચહેરો સૂવા નહોતો દેતો. બીજે જ દિવસે મેં મારી રજામંદી દર્જ કરાવી દીધી એના દિલમાં.
1 વર્ષ જોતજોતામાં પૂરું થઈ ગયું એ પછી મિલેટ્રિમાં જોડાયો એનું નાનપણનું સ્વપ્ન પૂર્ણ કરવા.
હવે મારું ભણતર પૂરું થયું ગ્રેજ્યુએશન થાય એટલે બહુ છોકરી માટે એવી વિચારધારા વાળું મારું ફેમિલી. છોકરાંની શોધખોળ શરૂ થઈ. હું ટાળમટોળ કરતી રહી. સપન ને ફોનમાં કહેતી રહી, l M waiting for you .એ હંમેશાં એક જ જવાબ આપતો તારી વાટ એળે ના જાય હું આવીશ એટલે પહેલું કામ તારો હાથ માંગવાનું.
એક દિવસ હું એક મેરેજ અટેન્ડ કરી આવી રહી હતી. બાજુની ગલીમાં જોરશોરથી રોકકળ ના અવાજો આવી રહ્યા હતાં. જોયું તો... શબ વાહિનીમાંથી એક લાશ... મારા સપનની લાશ!ના બોર્ડર પર નહિ પણ રફ ડ્રાઈવિંગમાં એકસિડેન્ટ. હું શું રિએકટ કરું? મારા પગ તળેથી જમીન ખસી ગઈ.ધીમાં પગલે ધરે આવી બાથરૂમમાં જઈ શાવર નીચે બધા અરમાનો ધોઈ નાંખ્યા.
બીજે દિવસે હિંમત કરી શણગાર ઉતારી ઘરનાં સામે આવીને એ મને જોઈ દિગ્મૂઢ સ્વજનોને હકીકત જણાવી.21 વર્ષની હું એકલી શહેર છોડી અનાથાલયમાં સેવા આપવા ચાલી નિકળી. બધા કહેતાં રહી ગયાં આ બાલિશગી સિવાય કાંઈ નથી આવી જશે પાછી. આજે મારા 35 વર્ષ પૂરાં થયાં એ જ બાલિશગી સાથે. એની યાદો મને જીવવાનું બળ પૂરું પાડે છે . એક તીવ્ર જીજીવિષા છે . ખબર નહીં કેમ મને મરવાનું મન નથી થયું એની પાછળ! એક આશા છે એક દિવસ એ કોઈ ને કોઈ રૂપે જરૂર આવશે મારી સામે. એની વાતો ,એની શરારતો હું એકાંતમાં મમળાવુ છું.એની સાથેની પળો, મીઠી ક્ષણો ભવિષ્ય માટે જોયેલા સ્વપ્નો કદી આંખો ભીંજવી પણ દે છે પણ એ જાણે પાસે આવીને એના સ્નેહ નીતરતા વદને મને દિલાસો આપે છે .એના હાથે મારા આંસુ લૂછે છે.

મને આદત હતી એની સાથેની દરેક વાતો એક ડાયરીમાં ટપકાવવાની.હવે... હવે ..એ ડાયરી ફક્ત એક નિ :શ્વાસ
નાખતું પુસ્તક, એક નિષ્પ્રાણ વસ્તુ બની રહી ગઈ છે.
હજી એનો છેલ્લો મેસેજ ફોનમાં સેવ છે,સરપ્રાઈઝ સરપ્રાઈઝ બેબી જસ્ટ વેઈટ ફોર ફયુ મિનટ્સ! એ ફ્યુ મિનટ્સે મારી જીંદગીના ઘણા વર્ષો રાહ જોવડાવી છે.એક તડપ ,એક લગન ,એક સમર્પણ શુ કહું હું ? એક અજબ ભીતરી લાગણી છે જે એને કદી ભૂલવા નથી દેતી સપન એક સ્વપન સમ છે . મારી બાલિશગી ને સાચવનારો મારો ધબકાર.
કુંતલ ભટ્ટ "કુલ"
કુંતલ.