રહસ્યમય કિલ્લો Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્યમય કિલ્લો

હલ્લો સર વેલ કમ.
એક રૂમ જોઈએ છે. 
ઓકે સર.
લો ચાવી, ચેક આઉટ ક્યારે લેશો સવારે કે...? 
અમારે કિલ્લો જોવા જવું છે એટલે સવારે યોગ્ય રહેશે.
ઓકે સર.

સવારે કિલ્લા તરફ ગાડી લઈ નીકળ્યાં. કિલ્લો બહું ઉંચો હતો. કિલ્લા ના ગેટ પાસે ગાડી પાર્ક કરી. બને દોસ્ત કિલ્લો જોવા અંદર પ્રવેશ કર્યો. કિલ્લો બહું જૂનો લાગતો હતો. ત્યાં લખેલી તકતી પર નજર પડી. લખ્યું હતું રાત્રે અહીં રોકાવું નહીં. કિલ્લો નાનો લાગતો હતો પણ તેમાં રહેલું રહસ્ય ખુબ મોટું લાગી રહ્યું હતું. બને મિત્રો સંપૂર્ણ રીતે કિલ્લા નું નિરીક્ષણ કર્યું.

તેમને લાગ્યું કિલ્લા મા કાંઈક તો રહસ્ય છે. આપણે આ રહસ્ય ને જોવું રહ્યું. બને નક્કી કર્યું રાત અહીં વિતાવી છે. બને શુરવીર, બળવાન અને નીડર હતા. તેઓ કિલ્લા વિષે જાણવાની ખૂબ રૂચિ રાખતા એટલે તેના માટે આ નવું ન હતું. આખો દિવસ તે બંને એ કિલ્લા નું નિરીક્ષણ કર્યું ને સાંજ પડી એટલે સાથે લાવેલા ભોજન તેમણે લીધું. 

રાત્રે જાગતા જાગતા ક્યારે સૂઈ ગયા તે ખબર ન રહી. લગભગ બાર વાગ્યા ધીરે ધીરે અવાજ આવવા લાગ્યો.
મારો...
કાપો...
લૂંટી લો...
જીવતા ન જવા જોઈએ.
આ બધા લોકોને....
ચીસ સંભળાઈ મને બચાવો મને બચાવો.... 

સાંભળતાં બને મિત્રો જાગ્યા ને હિંમત કરી જ્યાં થી અવાજ આવતો હતો ત્યાં ગયા. ત્યારે લાગ્યું કે તેઓ ખરેખર શુરવીર હતા.

ત્યાં અવાજ કર્યો.
કોણ છો તમે....???

એક ખૂણા માંથી અવાજ આવ્યો.
અમારા મહેલ માં તમે અહીં શું કરો છો. જતા રહો. અહીં થી જતાં રહો....

તમને જાણ્યા વગર અમે નથી જવાના.
બોલો તમે કોણ છો શું કામ બધાં ને હેરાન કરો છો.

ફરી ત્યાં થી અવાજ આવ્યો.. 
તો સાંભળ...

ચારસો વરસ પહેલા આ મહેલમાં અમારા રાજા રાજ કરતા હતો અમે તેના સૈનિકો હતા. અમારું રાજય નાનું હતું પણ રાજા ને કારણે બહુ સુખી હતું. એક દિવસ બાજુના દેશ નોં રાજા સૈનિકો સાથે અમારી પર આક્રમણ કર્યું. અમારું તેના પર વિજય મેળવવું મુશ્કેલ હતું. અમારે રાજય બચાવવુ હતું. અમે તેની સામે લડીને જીતી શકે તેમ ન હતા. આખરે એક યુક્તિ કરી કે બલિદાન આપી રાજય બશાવીશુ. કિલ્લા માંથી બધાં કપડા લતા ભેગા કર્યા. આ બધા સૈનિકોએ કપડા લતા શરીર પર વીટ્યા અને પોતે સળગી નીચે ઉભેલા બીજા રાજ્ય ના સૈનિકો પર પડ્યા. અમે તો મર્યા પણ અમે બે હજાર સૈનિકો માર્યા. તેથી અમારું રાજ્ય સુરક્ષિત રહ્યું.

અહીં અમે ચાર સો વરસ થી ભટકી રહ્યા છીએ. તમે અમારી મદદ કરો તો અમારે ખાંભીએ બેસવું છે. અમારી આત્મા ભટકી રહી છે. અમરે મોક્ષ નહીં અહીં બેસવું છે અમારી જગ્યાએ.

હે વીર પ્રેત આત્માઓ તમને કોટી કોટી વંદન અમે તમારી મદદ કરીશુ પણ તમે કોઈને હવે હેરાન નહીં કરતા નહીં.

અમે રાજ્ય ખાતર બલિદાન દેવા વાળા અમે હેરાન કરીએ નહીં અમે બચાવી લેવા વાળા. અમે તમને વચન આપીએ છીએ.

કહો અમે શું કરીએ તમારા માટે. તમને અહીં બેસાડવાનો રસ્તો આપો.

તમે અહીં પહેલા ચોરસ પથરા ભેગા કરી હારમાળા બનાવો. તેમાં કંકુ ન હોય તો લોહી ના છાંટણા કરો. અમને પોકારી કહો તમારો વાસ આ પથરા માં થાવો. એટલે તેમાં અમારો વાસ થઈ જશે.

બધાં પથરા હારમાળા કરી કંકુ તો હતું નહીં એટલે છરી લઈ હાથ માંથી લોહી કાઢ્યું ને પેલા પથરા પર છાંટણા કર્યા ને આજીજી કરી તમે અહીં વાંસ થાઓ.

એક ચમકારો થયો ને તે પથર મા સમાઈ ગયો. તેવો બધાં શુરવીરો ખાંભીએ પૂજાવા લાગ્યા. બને મિત્રો શુરવીર જેવું કામ કરી ઘરે પાછા ફર્યા.


જીત ગજ્જર