પ્રેત ના લગ્ન Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેત ના લગ્ન

રોહિત મુની ને જોવા તેની ઘરે જાય છે. રોહિત ને મુની ગમી જાય છે. હવે વાત આગળ વધીને સગાઈ થઈ. રોહિત અને મુની ના બંને પરિવાર બહું ખુશ હતા, જોડી પણ બહુ મસ્ત બની હતી. બંને એક બીજાને બહુ પ્યાર કરવા લાગ્યા હતા. રોજ વાતો કરે મુલાકાત કરે. એક બીજા વગર ચાલે પણ નહીં. હવે તો લગ્ન ના સપના પણ જોવા લાગ્યા હતા. લગ્ન ની તારીખ લેવાઈ ગઈ હતી. મુની ને લગ્ન કરવાના બહું અબળખા હતા. 

એક દિવસ રાતે મુની બાઇક લઇ ઘરે આવતી હતી બહું મોડું થઈ ગઈ હતું બાર વાગ્યા હસે. રસ્તો સુનસાન હતો. એકલી હતી એટલે થોડી ડરી રહી હતી. પહેલી વાર તેને આટલું મોડું થઈ ગયું હતું. અચાનક ત્યાં અજાણ્યા શખ્સો આવીને તેની ગાડી  રોકે છે અને તેની પર બળાત્કાર ગુજાર્યો અને તે ને ત્યાં મારી જંગલ માં ફેંકી દીધી.

રાતે તેના પરિવાર ચિંતા કરે છે. કેમ મોડું થયું હસે.. મોડી રાતે આજુ બાજુ વાળા ને ફોન કરે છે પણ તે અહીં નથી આવી તેવા જવાબ મળે છે. રાત આખી શોધખોળ કરી મુની નો કોઈ પતો મળ્યો નહી.

રોહિત ને ખુબ આઘાત લાગી ગયો. તેને દર હતું કોઇ કીડનેપ કરી ગયું હતું એટલે તે મિત્રો સાથે તે અજાણ્યા શખ્સો અને મુની ની શોધ ખોળ કરી પણ તે ઓ હાથ ન આવ્યા. 

સવારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવે છે.  પોલીશ દ્વારા મુની ની શોધખોળ શરૂ કરે છે. આખરે તે જંગલ માંથી મળી આવે છે. પોસ્ટમોર્ટમ કરી પોલીસ ઘર વાળાને સોંપી દે છે ને તેઓ મુની ની અંતિમ ક્રિયા કરે છે. 

રોહિત મુની ના ગમ માં આવી ગયો કે  તે જગ્યાએ જ્યાં મુની ને મારી નાખી હતી  ત્યા રોજ જઈ રડતો. મુની પ્રેમ બની ગઈ હતી અને લગ્ન ના અબળખા થી પ્રેત આત્મા બની ગઈ .આવી રીતે રોજ ત્યાં રોહિત આવવા થી તે પ્રેત નોં અવાજ રોહીત ને સંભળાય છે. 

રોહિત ઓ રોહિત 
હું મુની તારી મુની.
હું હજી તારા માટે પ્રેત બની ભટકી રહી છું.
મારે તારી સાથે લગ્ન કરવા છે.

આ સંભાળી રોહિત ગભરાઈ ગયો પણ તેની મુની હતી એટલે તે મુની ની વાત સાંભળવા લાગ્યો.

મુની તુ હજુ પણ મને બહુ યાદ આવે છે તું પાછી આવી જા મારે તારી સાથે લગ્ન કરવા છે. હું તારા વગર જીવી શકતો નથી હું રોજ મરી રહ્યો છું. હું તને હજુ એટલો જ પ્રેમ કરું છું  જેટલો પેલા કરતો હતો. હું તારી વગર જીવી શકું તેમ નથી મને મરી જવાની ઇચ્છા થાય છે. 

મુની બોલી રોહિત તારે મરવાનું નથી તારે જીવવાનું છે મારા માટે. મારી છેલ્લી ઇચ્છા પૂરી કર. મારે તારી સાથે લગ્ન કરવા છે હું કહું તેમ કર.

બોલ મુની તુ કહે તે હું કરવા ત્યાર છું.

મારી નાની બેન સાથે સગાઈ કરો. લગ્ન જ્યારે આવે ત્યારે મને આમંત્રણ આપજે હું મારી બેન ના શરીરમાં સમાઈ તારી સાથે ચોરીના ચાર ફેરા ફરવા માગું છું. તું આટલું કરીશ ને.

હું આપણા પ્રેમ ખાતર બધું જ કરીશ હું કાલે જ જાવ છું તારી બેન ને ત્યાં તેનો હાથ માંગવા.

લગ્ન નો દિવસ હતો વાજતે ગાજતે જાન માંડવે આવે છે. રોહિત મંડપ માં રાહ જોવે છે. દુલ્હન મંડપમાં પધારે છે અને ચાર ફેરા ફરવા જાય છે ત્યાં મુની પ્રેત થઈ તેની નાની બહેન ના શરીર મા પ્રવેશ કર્યો ચાર ફેરા ફર્યા આ ખબર બસ રોહિત ને હતી. રોહિત ચાર ફેરા ફરી મુની ને ગળે વળગી ખૂબ રડવા લાગ્યો. બધાંને ખબર પડે છે આ મુની છે જે પ્રેત રૂપે તેની બહેન માં આવી છે. બધા મુની ને છેલ્લી ઈચ્છા પૂછી પણ મુની ની તો રોહિત સાથે લગ્ન કરવા ની ઈચ્છા હતી જે આજે પુરી થઇ.

મુની ને મોક્ષ મળે છે ને રોહિત તેની બહેન માં મુની સમજી ખુબ પ્રેમ કરવા લાગ્યો.....

જીત ગજ્જર