શિકાર : પ્રકરણ 25 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિકાર : પ્રકરણ 25

સૂરજ ઉગતાની સાથે જ નિધિ જાગી. ઝડપથી ન્હાવા ધોવાનું પતાવી તેણીએ બેગમાંથી જે કપડા હાથમાં આવ્યા તે પહેર્યા. હોટેલ જવાહરના કેન્ટીનમાં જઈને ચા નાસ્તો કર્યો. આગળના દિવસે દર્શનની ઘણી તપાસ કરી પણ દર્શનનો કોઈ પત્તો મળ્યો નહિ. આજે ફરી એણીએ દર્શનને શોધવા જવાનું નક્કી કર્યું હતું. અને જો દર્શન ન મળે તો હવે અહીંથી પાછા જવું નથી. વિલી અંકલ જેમ સન્યાસ લઈ લેવો છે.

જોકે એના નસીબ સારા હતા કે સમીરને કોઈએ ઉઠાવ્યો એટલે અનુપે નિધીનો શિકાર કરવાનો પ્રોગ્રામ મુલતવી રાખ્યો હતો એટલે એની પાછળ કોઈ અત્યારે હતું નહીં. એટલું જ નહી પણ જયારે નિધિ અમદાવાદ જવા નીકળી ત્યારે સામે વોચ રાખતો ખબરી ફાલતું ત્યાં હતો નહી. એ સમીરની પાછળ ગયો હતો. પૃથ્વી વેન લઈને લક્ષ્મી રેસ્ટોરામાં આવ્યો ત્યારે ફાલતું એની સાથે વેનમાં ગયો બરાબર એ જ સમયે નિધિ અમદાવાદ દર્શનની તપાસ માટે નીકળી હતી પરિણામે મનુને પણ ખબર ન હતી કે નિધિ એના બંગલામાં હાજર નથી.

અલબત્ત લખુંભાને ત્યાં પહોંચીને મનુએ ફાલતુંને ફરી વડોદરા રવાના કર્યો હતો. ફાલતું નિધિના ઘર સામે પોતાની જગ્યાએ વોચ રાખવા લાગ્યો હતો પણ એને એમ હતું કે નિધિ હજુ ઘરમાં જ છે!

*

અર્ધી રાત્રે રુદ્રસિંહને મળીને આવ્યા પછી મનું છેક લખુંભાના ખેતર સુધી ભીની આંખો લઈને આવ્યો હતો.

આખી રાત એણે એ જ બધુ વિચાર્યા કર્યું. રુદ્ર ચાચુએ જે કહ્યું એ સાંભળીને મનુનું દિલ તૂટી ગયું હતું. પૃથ્વી પણ હતપ્રભ બની ગયો હતો. તેણે ખુબ પ્રયત્ન કર્યો હતો રુદ્ર ચાચુને બોલાવવા. અરે છેક પોલીસ બનીને વાત કરી હતી. તેને ફરી એકવાર તે યાદ આવ્યું.

“ચાચું પ્લીઝ તમે કાઈ પણ જાણતા હોવ તો મને કહો પ્લીઝ..”

“મનુ દીકરા હું જાણતો હોત તો તને કહ્યા વગર ન જ રહોત.” રુદ્રસિહ અવળું ફરીને બોલ્યા હતા.

“મી. રુદ્રસિહ રાઠોડ....” આખરે મનુએ છેલ્લી યુક્તિ આજમાવી હતી. પોતે પોતાના હાથે ખવડાવીને મોટો કરેલો છોકરો જયારે એક પી.આઈ. બનીને પ્રશ્ન કરે ત્યારે સામેવાળાને માનસિક ઠેસ પહોંચે અને એ જે જાણતો હોય તે બધું જ આવેગમાં બોલી જાય.

એ શબ્દોની ધારી અસર થઇ હતી. મનુએ મી. રુદ્રસિહ રાઠોડ કહીને સંબોધન કર્યું એ સાંભળી રુદ્રસિહ તેની સામે ફરીને તેને તાકી રહ્યા હતા.

“મી. રુદ્રસિહ રાઠોડ હું ઇન્સ્પેકટરના દરજ્જે આ સવાલ કરું છું તમે તમારા મિત્રને બચાવવા પ્રયત્ન કરતા હશો તો એ હાથ ઉપર હાથકડી નાખતા મને જરાય ખચકાટ નહિ થાય જે હાથે તમે મને ખવડાવ્યું હતું.” મનુએ ગુનેગાર સાથે વાત કરતો હોય એવી જ ઢબે ચહેરા ઉપર કડકાઈ લાવીને કહ્યું હતું. રુદ્રસિહ બે ડગલા આગળ આવીને બોલ્યા હતા.

"તારે હકીકત સાંભળવી છે છોકરા? છે તારામાં હિંમત? તું જેને તારું આઇકોન સમજે છે તારું એન્કરેજમેન્ટ સમજે છે, જેને તું આઇડલ સમજે છે એ તારો એજન્ટ એ ઉર્ફ મી. આદિત્ય એક બ્લેક મેઇલર છે." રુદ્રસિંહના એ શબ્દો સાંભળ્યા પછી મનું એક મિનિટ પણ ત્યાં ઉભો રહી શક્યો ન હતો. તેના બધા સપના તેની લાગણીઓ બધું ખોરવાઈ ગયું હતું.

"રુદ્ર ચાચુ......" ગળામાંથી બસ એટલા જ શબ્દો બોલીને પહાડ જેવો મજબૂત મનું રડી પડ્યો હતો. જેણે મનુને અનાથમાંથી એક એજન્ટ બનવા કાબીલ બનાવ્યો, જેણે ગુનેગારોને ખતમ કરવા લોકો શાંતિથી રહી શકે એ માટે આખી જિંદગી ખર્ચી નાખી એ માણસ એ જ આદિ માટે એ જ એજન્ટ એ માટે બ્લેક મેઇલર શબ્દ વાપરીને રુદ્રસિંહની રાજપુતી લાલ આંખો ભીની થઈને ચુવા લાગી હતી. પણ મનું એ આંસુને અલગ જ સમજ્યો હતો. એ જાણતો ન હતો કે રુદ્રસિંહના આંસુ ધર્મ સંકટના આંસુ હતા.

પૃથ્વી ખાટલામાં પડ્યો પડ્યો એ જ વિચાર કરતો હતો. હવે ક્યારેકને ક્યારેક તો મનું અને આદિત્ય આમને સામને આવશે ત્યારે શું થશે? મનું એના રુલ્સ બદલવાનો નથી અને જિદ્દી આદિત્યએ જો બ્લેક મેઇલિંગનું કામ લીધું હશે તો એ પીછે હઠ કરવાના નથી. આનું પરિણામ ભયાનક આવશે.... ડેમડ આઈ મસ્ટ ડુ સમથિંગ.... પણ શું?

ફરી ફરીને એ જ વિચાર ઉપર એ અટકી ગયો. એની આંખ ઘેરાવા લાગી. પણ મનુની આંખોમાંથી ઊંઘ ઊડી ગઈ હતી.

મનું બેઠો થયો. પૃથ્વીના ખાટલા પાસેથી સિગારેટનું પેકેટ લીધું. એક સિગારેટ સળગાવી. સવારે પેલા પોતાની જાતને સમીર કહેતા છોકરાને શુ સવાલ કરવા. કઈ હદ સુધી એને ટોર્ચર કરવો. અને જો એની પાસેથી કઈ જાણવા ન મળે તો શું કરવું વગેરે બધું ગોઠવવા લાગ્યો.

પછી સમીરના પર્સમાંથી બધું કાઢીને જોયું. એનો મોબાઈલ એણે તપાસ્યો. મોબાઈલ અને પર્સમાંથી મળેલી માહિતી મુજબ સમીર કોઈ ભયંકર ગુનેગાર છે એની ખાતરી થઈ ગઈ... મનું ફરીફરીને મોબાઈલ અને પર્સમાં જે જોયું એ બધું જોતો રહ્યો... આકાશમાં તારા હવે ખુલ્લા દેખાતા હતા. બે દિવસથી વરસાદ આવ્યો ન હતો એટલે બફારો હતો પણ ખેતરમાં ખાસ્સી ઠંડક વળી. ચાંદ ઢળવા લાગ્યો હતો. ચોમાસુ પવન ખુલ્લા ખેતરોમાં હળવે હળવે ફરકતો હતો. અને મનુના મનમાં એક ઝંઝાવાત ઉપડ્યો હતો. બધું જ નાશ કરી નાખે એવુ ભયાનક તુફાન.

*

અનુપ એન્ડ પાર્ટી સાવધાન થઈને છેક નડિયાદના કોઈ ખેતરમાં ભરાઈ હતી. ગાડી પણ ટાડપત્રી નાખીને સંતાડી દીધી હતી.

અનુપ, લંકેશ, રઘુ, લાલા તિવારી, નવલ, મંગુ, સાધુ અને સરફરાઝ બધા ત્યાં ભરાઈ રહ્યા હતા. બીજા દિવસે સવારે મંગુ, સાધુ, નવલ અને લાલા તિવારી છેક રાજસ્થાનમાં જયપુર ભેગા થયા હતા. પણ સરફરાઝને સમીરની ચિંતા થઈ હતી.

આવી જ રીતે એની બહેનને કોઈ ઉઠાવી ગયા હતા. પછી બોડી પોલીસ લઈ આવી હતી. ભયાનક દુઃખ અને વેદનાના સણકા એના દિલો દિમાગમાં ઉપડ્યા હતા અને સમગ્ર હિન્દૂ જાતિ પ્રત્યે એને નફરત થઈ હતી. ત્યારથી એ માસૂમ બાળક મટીને ખૂંખાર ભેડીયો બન્યો હતો. કોલેમાં છોકરીઓને ફસાવતો. એમાંથી કોઈના નગ્ન ફોટા લેતો તો કોઈના સેક્સ વિડીયો ઉતારતો. પછી તો આખી હિન્દૂ કોમ્યુનિટી સાથે બદલો લેવાની એ તીવ્રતા શોખમાં કે આદતમાં પલટાઈ હતી. અને માણસો પણ એને એવા જ મળતા હતા એટલે એના મનમાં ક્યારેય સુધાર આવ્યો ન હતો.

પણ સમીર ન માત્ર મુસલમાન ભાઈ હતો બલકી એક દોસ્ત હતો. એના ઘરે એણે ખાધું હતું પીધું હતું. અને પઠાણી લોહી હજુય એની રગોમાં વહેતુ હતું.

સવારની ચા પી લીધા પછી સરફરાઝ ખુરશીમાંથી બેઠો થઈ ગયો. એની બેગ ઉઠાવી લીધી.

"ક્યાં જાય છે?"

"સમીરને શોધવા."

"પાગલ થઈ ગયો છે તું?" અનુપ અને લંકેશ બંને એક સાથે જ બોલી ઉઠ્યા.

"એ તો હું છું જ પણ સમીર દોસ્ત હતો."

"શેનો દોસ્ત? હજુ એની સાથે આપણે ક્યાં રહ્યા જ છીએ?"

"એટલે તમે બંને એમ કહેવા માંગો છો કે થોડાક દિવસો પછી સમીરની ડેડબોડી મળે ત્યાં સુધી નામર્દની જેમ અહીં બેસી રહેવાનું?" સરફરાઝ પહેલી જ વાર ઉશકેરાઈને બોલ્યો, "મેં એને ટીમમાં જોડ્યો હતો કેમ કે મને એના ઉપર વિશ્વાસ હતો એને મરવા માટે મેં ટીમમાં નથી જોડ્યો."

"ઠીક છે તારી મરજી તું જા." અનુપે કંટાળીને કહ્યું.

સરફરાઝ કઈ બોલ્યા વગર નીકળી ગયો. પણ મનોમન અનુપને ગાળો દેવા માંડ્યો. સાલા નામર્દ છે. હીજડાઓ કાળો ધંધો કરવા માટે હિમત જોઈએ, છપ્પનની છાતી જોઈએ.

ધુવા પુવા થઈને એ રોડ પર પહોંચ્યો. રોડ પરથી જ કોઈક બાઈક સવારની લિફ્ટ લઈને સરફરાઝ નડિયાદ બસ સ્ટેશન પહોંચ્યો. ત્યાંથી ટેક્સી સ્ટેન્ડ પરથી એક ટેક્સી કરીને એ સીધો જ અમદાવાદ ઉપડયો. સમીરની તપાસ ક્યાંથી કરવી કેવી રીતે કરવી એ એને સમજાતું ન હતું પણ કદાચ અમદાવાદથી જ તપાસના ચાન્સ વધારે છે એવું એને લાવ્યું.

ટેક્સી અમદાવાદ તરફ ઉપડી. સમીર જે કામ કરવા માંગતો હતો એ સરફરાઝ આપમેળે જ કરી રહ્યો હતો. સમીરે એને બખૂબી ઓળખયો હતો. એના નાના હૃદય ઉપર ઘૂંટાયેલી નફરતને કાઢી દેવામાં આવે તો સરફરાઝ એના મા બાપ જેમ સજ્જન બનશે એવું સમીરને પહેલી જ મુલાકાતમાં લાગ્યું હતું. સમીર ભાગ્યે જ માણસને ઓળખવામાં ભૂલ કરતો અને સરફરાઝને એણે બરાબર ઓળખ્યો હતો.

ટેક્સી અમદાવાદ તરફ દેમાર ઝડપે વહી રહી અને સરફરાઝના મનમાં ગણતરીઓ થવા લાગી.

*

મનુંએ એજન્ટ એ બ્લેક મેઇલર છે એ સત્ય સ્વીકારી લીધું પણ જે માણસને પોતે પકડ્યો છે. એ એજન્ટ એ’નો જ માણસ હોય એવી એને કોઈ કલ્પના આવી જ નહીં. કારણ જુહીના ઘર, હોટેલ ઉપર અને નિધિના ઘર આસપાસ મનુએ નજર બંધી ગોઠવી ત્યારે જોયેલા ચહેરાઓ અનુપ, સરફરાઝ, લંકેશ, રઘુ અને બીજાઓ એજન્ટ એ’ના માણસો હતા જ નહીં. મનુએ એ બધા જ ચહેરા જોયા હતાં. એટલે મનુએ જુદી ગણતરી કરી.

પેલો આદમી ( અનુપ ) અને એના માણસો કોઈ ગેંગના માણસો છે જેમાં પેલો ( અનુપ ) મુખ્ય હશે. એમની સાથે કોઈ સોદો કરવા માટે એજન્ટ એ’ના માણસો ( દીપ અને શીલા ) પતિ પત્ની બનીને હોટેલમાં રોકાયા હશે. સોદો થઈ ગયા પછી ગેંગ ( અનુપ એન્ડ ટિમ ) ગઈ એટલે એજન્ટ એ’ના માણસો ( દીપ અને શીલા )પણ નીકળી ગયા.

તો આ માણસ સમીર જેને મેં ઝડપયો છે એ કદાચ પેલા આદમીના ( અનુપ ) હાથ નીચે કામ કરતો હશે. કદાચ સમીર ત્યાંથી નીકળીને પોતાની રીતે એકલો જ કામ કરવાનો હશે. એટલે સોદો પતાવીને ગેંગ નીકળી ગઈ. મનુને ખબર ન હતી કે જ્યારે સમીરને જેર કર્યો ત્યારે સમીરનો પીછો બીજું પણ કોઈ કરતું હતું. અને સમીરને કોઈએ ઉઠાવ્યો છે એ વાત હોટેલમાં ગેંગને ખબર પડતાં જ એ લોકો અંડર ગ્રાઉન્ડ થઈ ગયા છે.

તો આ માણસ પાસે આખી ટોળકીની માહિતી હોવી જોઈએ. જો આને બોલવા મજબુર કરી શકું તો આખીયે ગેંગ ઝડપાઇ જાય. અને પછી એજન્ટ એ’ને હું ઝબ્બે કરી લઈશ. એજન્ટ એ’ને પકડીને હું થોડાક દિવસો ક્યાંક અન્ડર ગ્રાઉન્ડ કરી દઈશ એટલે આપમેળે એજન્ટની ટિમ વિખેરાઈ જશે. આ રીતે ફરી એકવાર એજન્ટ એ’ને પાછા બદલી શકાશે. મનુએ રુદ્ર ચાચુને અનુપ સમીર કે બીજી કોઈ વાત કરી ન હતી જો કરી હોત તો આ બધું થવાનું ન હતું. પણ રુદ્રસિંહ તો એમ સમજ્યા હતા કે મનું એમ જ પૂછવા આવ્યો હશે. જોકે રાત્રે આવ્યો એટલે થોડાક વહેમાયા હતા. પણ મનુએ કોઈ વાત કર્યા વગર જ પૂછ્યું એટલે રુદ્રસિંહને લાગ્યું કે એજન્ટ એ બ્લેકમેઇલર છે એમ કહીશ એટલે મનું પીછો છોડી દેશે. એ ભૂલી જશે એજન્ટ એ’ને. પણ મનુને કેવી માહિતી અને કેવી ટોળકી મળી છે એ વાત રુદ્રસિંહ જાણતા ન હતા એટલે બધું ઊલટું પડ્યું.

તે તૈયાર થયો. વેનમાંથી તેના જોગીંગ કપડા કાઢ્યા. તેમાંથી માત્ર સ્પોર્ટ્સ સૂઝ અને કાળી નાઈટી લઈને તે બાથરૂમમાં ગયો. માત્ર નાઈટી અને સૂઝ ઉપર જ તે બહાર આવ્યો. વહેલી સવારે થોડીક ઠંડી લાગતી હતી.

સામે બેઠો હુક્કો ગગડાવતો લખુંભા તેના સિક્સ એબ્સ અને માંસલ ઉઘાડા બાવડા જોઇને બોલ્યો, “ટીલુંને લઇ આવું?”

મનુએ તેને હાથથી જ ના પાડી અને ખેતરની ફરતે દોડ લગાવવી શરુ કરી. આજે તેનો મૂડ ખિન્ન હતો. ટીલું પૃથ્વીનો માનીતો ઘોડો હતો. મનુ અને પૃથ્વી અહી આવતા ત્યારે રોજ સવારે પૃથ્વી ટીલું ઉપર સવારી કરતો અને મનુ આ રીતે જ નાઈટી અને સૂઝ પહેરીને રેસ લગાવતો. વિશાળ ખેતરની બાઉન્ડ્રી ઉપર ટીલું સાથે મનુ રેસ લગાવતો. પણ આજે તે માત્ર મગજને કસરત આપવા જ દોડવા માંગતો હતો એટલે તેણે લખુભાને ના કહી. એજન્ટ એ’ના નાનપણના સ્મરણ યાદ કરતા તેના પગ કેટલી ઝડપે દોડવા લાગ્યા તેનું તેને ભાન રહ્યું નહી. એકએક દ્રશ્ય તેને તાજા થતા રહ્યા અને તે દોડતો રહ્યો. ચાર ચક્કર દાંત ભીંસીને લગાવ્યા પછી તેને હાંફ ચડી. તે ઉભો રહ્યો. લખુંભા તેનો ચહેરો જોઇને જ સમજી ગયો કે કઈક અજુગતું છે એટલે એ કઈ બોલ્યો નહી. મનુ સીધો જ ન નહાવા ગયો.

*

તૈયાર થઈને મનુએ સમીરનું પર્સ અને મોબાઈલ ફરી એકવાર જોયા. પર્સમાંથી એના ડમી આઇડેન્ટિટી જોયા. બે ત્રણ આધાર કાર્ડ, બે ત્રણ લાઈસન્સ, એક પાસપોર્ટ, બે ત્રણ ક્રેડિટ કાર્ડ બધું જ અલગ અલગ હતું.

સમીર હવે મનુને વધારે સાતીર વિલન લાગવા માંડ્યો. એણે એનો મોબાઈલ સ્વીચ ઓન કર્યો અને એરોપ્લેન મોડ પર મુક્યો જેથી કોઈ ફોન કોલ આવે નહિ. સદભાગ્યે મોબાઈલને કોઈ લોક હતું નહીં કારણ અનુપ આગળ શાહુકાર બનવા સમીરે મોબાઈલમાં કોઈ લોક રાખ્યા ન હતાં.

મનુએ બધા કોન્ટેકટ નંબર જોયા. પણ ચારથી છ નંબર જ સેવ કરેલા હતા એ પરથી એને અંદાજ આવી ગયો કે આ નંબરો કોઈ કામના નથી. કારણ જે માણસ પાસે ખોટા આઈડી હોય એના મોબાઈલમાં ચાર છ કોન્ટેકટ જ હોય એ શક્ય નથી. જરુંર બધા નંબર એ મોઢે રાખતો હશે.

નંબર જોવાનો હવે કોઈ અર્થ ન હતો. એના મોબાઈલમાં કઈ જ નહીં હોય એમ માની લઈ મનું મોબાઈલ સ્વીચ ઓફ કરવા જતો હતો ત્યાં એને ગેલેરી જોવાનું યાદ આવ્યું.

મનુએ ગેલેરી ખોલી અને ફોટા જોયા. એની આંખો ફાટી ગઈ. અંદર સોનિયાના અને નિમિના ફોટા હતા. મનું સોનિયાને નામથી ઓળખતો ન હતો પણ હમણાં જ છાપામાં એની ડેડ બોડીના ફોટોસ મનુએ જોયા હતા એટલે તરત જ એના મનમાં છાપાની હેડ લાઈન ઉપસી આવી.

છતાંય જો મનુએ ખાતરી કરવા માટે મેવાણી કે ઇન્સ્પેકટર વિરાજને ફોન કર્યો હોત તો એ લોકો જાણતા હતા કે સોનિયા કોણ હતી અને સોનિયાએ ખરેખર આત્મહત્યા કરી જ નથી. એ બધું એક નાટક હતું. પણ મનુએ સોનિયાને બરાબર ઓળખી લીધી એટલે એને ખાતરી કરવાની જરૂર લાગી નહિ. અને સમીરના મોબાઈલમાં એ છોકરીના ફોટા જેણે આત્મહત્યા કરી છે એના ફોટો જોઈને મનુએ હવે સમીરને ખૂની પણ સમજી લીધો

"પૃથ્વી.." ખાટલામાં ઊંઘતા પૃથ્વીને મનુએ જગાડ્યો.

"શુ થયું?" આંખો ચોળીને બેઠા થતા પૃથ્વીએ પૂછ્યું.

"કઈ બાકી જ નથી રહ્યું. આ સમીર ખૂની છે યાર. અથવા બેલક મેઇલર છે. છોકરીઓને બેલક મેઈલ કરે છે. એમાંથી એક છોકરીએ આત્મહત્યા કરી છે." મનુએ ફરી વિગતો એને સમજાવવી પડી.

આ વાત થઈ ત્યાં સુધી લખુંભાનો માણસ ગરમ ગરમ ચા લઈ આવ્યો. પૃથ્વી તૈયાર થયો બંનેએ ચા પીધી અને વેનમાંથી ટોર્ચર કીટ કાઢી.

કીટ લઈને પૃથ્વી આવ્યો એટલે લખુંભાના માણસને મનુએ કહ્યું, "જોરાવર ટેપ ચાલુ કરી દે."

"કાવ વજાડું?" જોરાવરને અર્ધી રાજસ્થાની અર્ધી હિન્દી અને અર્ધી ગુજરાતીમાં વાત કરવાની ટેવ હતી. કારણ એનો જન્મ રાજસ્થાનમાં થયો હતો પણ જુવાનીથી પંદર વર્ષ અહીં ગુજરાતમાં રહ્યો હતો.

"થને જે દાય આવે... ભજન વજાડ રાસ્થાની ફાગરી કેસેટ સડાવ પણ આવાજ ઊંચી રાખજે... શોર વિણો સિજે..."

અને ઊંચા અવાજે ટેપ ચાલુ કરવાની સૂચના મળતા જ જોરાવરના શરીરમાં આછી કંપારી છૂટવા લાગી. એ જાણતો હતો અંદર પુરેલા માણસનું એકેય અંગ હવે સાજું રહેવાનું નથી. તેનો દી ફરવાનો છે.

*

હોસ્ટેલ કોલેજ બધી જ જગ્યાએ દર્શન નામના છોકરાની તપાસ કરી પણ ક્યાંય કોઈ સગડ મળ્યા નહિ. આખરે નિધીએ વિલિની જેમ સન્યાસ લઈ લેવાનું નક્કી કરી લીધું. જીવનથી એને નફરત થવા લાગી.

ત્યાં એને યાદ આવ્યું. એનજીએ બધા પૈસા જ્યાં ડોનેટ કર્યા એ આશ્રમ જ કેમ નહિ? એન્જીની યાદો એની સાથે છે. હું ત્યાં જ સાધ્વી બનીને રહું.

હોટેલમાંથી ચેક આઉટ કરીને ઓડી લઈ એ આશ્રમ તરફ રવાના થઈ. પણ એ મોહમાયાથી દુઃખોથી છુટકારો મેળવવા ત્યાં જતી ન હતી. ત્યાં કોઈ માનસિક શાંતિ મળવાની ન હતી ત્યાં મળવાનું હતું મોત ! ભયાનક મોત ! રીબાઈ રિબાઈને મરવાનું હોય એવું દોઝખ!

***

ક્રમશ:

લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :

ફેસબુક : Vicky Trivedi

Instagram : author_vicky