આપનો પ્યારો નાનકો Bipinbhai Bhojani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 40

    " નુમ્બાસા મુંબાસા શહેરનો કુખ્યાત લૂંટારો છે. છળકપટથી તેણે મ...

  • આપા રતા ભગત

    આપા રતા ભગતમોલડી ગામમાં નળીયા ચારવા આવેલ કુંભાર ભગતના નિંભાડ...

  • ભાગવત રહસ્ય - 72

    ભાગવત રહસ્ય-૭૨   શમીકઋષિના પુત્ર-શૃંગીને ખબર પડી કે –પોતાના...

  • ઈશ્વરીય શક્તિ - ભાગ 2

    ઈસ્વરીય શક્તિજય માતાજી આપણે આજે વાત કરવી છે ઈસ્વરીય શક્તિ ની...

  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

શ્રેણી
શેયર કરો

આપનો પ્યારો નાનકો

આપનો પ્યારો “નાનકો”
કાલ્પનિક લઘુ કટાક્ષિકા
(1)
તેજીનો તોખાર , તોફાની , અલ્લડ , મસ્ત હું સદાબહાર હતો ! વિશ્વ ની ટોપ 10 કંપની માં મારૂ નામ હતં ! અચાનક શું થયું ? સરકાર ની પોલિસી ને હિસાબે ? વિરોધ પક્ષ ની ઘોસ ને હિસાબે ? ખોટી અફવાઓને હિસાબે? કે પછી નાણાં સંસ્થા- વિદેશી સંસ્થા ના ડર્ટી પોલિટિક્સ ના હિસાબે? કે પછી રેગ્યુલેટરી ના રિસ્ટ્રિક્શન ના હિસાબે-પ્રતાપે? આજે હું ટોપ ટેન ની જ્ગ્યા એ બોટમ ટેન માં છું !
400/500 થી ઉચકાઈ ને હું હાલતા-ચાલતા 700/800 એ આરામ થી પહોંચી જતો ! ફ્યુચર માં હતો ! સર્કિટ ફિલ્ટર ન હતું ! મારી કામગીરી બરોબર ચાલતી હતી ! મારા પિતાશ્રી ની બજાર માં મોટી શાખ હતી ! બોર્ડ મિટિગ માં ઇન્વેસ્ટરો ધ્રુસકે-ધ્રુસકે રડી પડતાં ! કઈ- કેટલાય છોકરા-છોકરીઓ ના લગ્ન મારા ડેડી ના હિસાબે-પ્રતાપે થયા હતા !
પિતાશ્રી ના ગયા પછી વારસો અમારે બંને ભાઈઓએ સંભાળવાનો હતો , સંભાળ્યો ! થોડો ટાઇમ સંભાળ્યો !
પછી ? પછી શું ? માથાકૂટ, કજિયા , કંકાશ , મારૂ-તારું અને પછી ? પછી શું ? બંને અલગ-અલગ ! તારું તું સંભાળ મારૂ હું !
જુદા થયા પછી વેલ્યુએશન ઉલ્ટુ ઉચકાયું ! લોકો કેવા લાગ્યા બાપ કરતાં દીકરા સવાયા નિકળ્યા ! બંને નું
વેલ્યુએશન જબરજસ્ત લેવલે પહોચતા બંને વિશ્વ ના ટોપ ટેન માં ! હજુ દશ વરસ પહેલા જ ! મોટો હજુ ત્યાં નો ત્યાં જ ! જ્યારે હું બોટમ ટેન માં ! કારણ ? કારણ મને પણ સમજાતું નથી ! હું તો હજુ એવો ને એવો જ છું , લોકો નો મારા વિશે નો અભિપ્રાય બદલાયો છે , હું ડર્ટી પોલિટિક્સ નો ભોગ બનેલ છું , એક શામટા લેણદારો સિંડિકેટ કરી ને મારી પાસે બાકી લેણા વસુલવા ટૂટી પડ્યા છે ! આમાં સરકારી એજન્સી , બેન્કો , નાણાં સંસ્થાઓ પણ સામેલ છે ! સ્વાભાવિક છે કે બધા એક સાથે પૈસા બાકી લેવા નીકળે તો ભલ-ભલી કંપની અથવા વ્યક્તિ માટે ધંધા માથી પૈસા કાઢવાં મુશ્કેલ જ નહીં નામુંકિન બની જાય ! આવું જ મારી સાથે થયું છે , થઈ રહ્યું છે !
મારે પણ અમુક સંસ્થાઓ પાસે થી આ રીતે નાણાં લેવાના નીકળે છે તે દેવાનું નામ પણ મારા બેટા આ લોકો લેતા નથી ! મુદલ પણ દેતા નથી ,વ્યાજ-પેનલ્ટી તો દૂર ની વાત છે .. ઉલ્ટુ તેના જે બાકી છે તે વ્યાજ –પેનલ્ટી સહિત માંગે છે ! આમાં તમે જ વિચારો હું કઈ રીતે રસ્તો કાઢી શકું ?! પરંતુ હું દીકરો કોનો છું ? હું જરૂર રસ્તો કાઢીશ , તમે જો ,જો એક દિવસ હું તમામ લેણદારો ને પૈસા ચુકવી આપીશ અને મારી કંપની ને ડેટ ફ્રી કરી દઇશ તમે જો ,જો ! અને પછી કોઈ દિવસ દેણું નહીં કરું તમે જો ,જો ! અને તમે જો ,જો એક દિવસ હું પણ મારા પિતાશ્રી ની જેમ જ મારી જાત ને - તેજી નો તોખાર ,તોફાની ,અલ્લડ ,મસ્ત તથા સત્યવાન સાબિત કરી ને , ફરીથી સદા બહાર બનીને જ જંપીશ, તમે જો ,જો ! આ મારૂ મારા પ્રિય ઇન્વેસ્ટરો ને વચન છે ! મે વાપસ આઉંગા ,મે વાપસ આઉંગા , મે વાપસ આઉંગા- તમે જો ,જો - જો ,જો તમે !!!
લિ. ડર્ટી પોલિટિક્સ નો ભોગ બનેલ અનેકા-અનેક કંપનીઓ નો માલિક અને લાખો-કરોડો ઇન્વેસ્ટરો- કર્મચારીઓ નો માનીતો , આપનો લાડકો – “નાનકો”
કોને રાજા ગણવા ?
(એક કલ્પના)
(2)
કોઈ પણ દેશની ઈકોનોમી ને ફુલગુલાબી તેજીમાં લઇ જવી હોય ને તો રાજા કોને બનાવવા ? વડાપ્રધાન, રાષ્ટ્રપ્રમુખ , મુખ્યપ્રધાન , કોર્પોરેટર , પંચાયત ના સભ્યો , ધારાસભ્યો , સંસદસભ્યો , કંપનીના પ્રમોટર , ડાયરેક્ટર ,સરકારી અધિકારીઓ , રેગ્યુલેટર સંસ્થાના અધિકારીઓ ,સીબીઆઇ -ઇન્કમટેક્સના અધિકારીઓ-કર્મચારીઓ , લશ્કરી અધિકારીઓ , જાશુસી સંસ્થાના અધિકારીઓ , ન્યાયાલયના વકીલો , જજો , શિક્ષણ સંસ્થાના અધિકારીઓ , આરોગ્ય શાખાના અધિકારીઓ , કે પછી આમ કર્મચારીઓ અને છેલ્લે ધાર્મિક સંસ્થાના વડાઓ – કોને ? આનો જવાબ છે આમાથી એક પણ ને નહીં ! કારણ કે આ બધા લોકોના સેવકો ગણાય રાજા નહિ ! તો પછી કોને રાજા બનાવવા ? મારી દ્રષ્ટિએ બે જ વર્ગ ના લોકો રાજાની કેટેગરી માં આવે છે , આ બે વર્ગ ને જો આપણે રાજા બનાવીએ તો કલ્પના બહારનો વિકાસ શક્ય છે આ બે વર્ગ નીચે મુજબ છે .
1. નાનામાં નાનો ઇન્વેસ્ટર !
2. નાનામાં નાનો ગ્રાહક !!
અત્યારે આ બંને હાંશિયામાં છે એટલે આપણો વિકાસ તળિયે છે , હાંશિયા માં છે ! જો આવું ને આવું ચાલ્યું ને તો વિકાસ માઈનસ માં જતો રહેશે, જરા પણ વાર નહીં લાગે ! પછી ફ્ક્ત વિકાસ માઇક ઉપર જ રહેશે , લાઇફ માં નહીં !!!
જય હિન્દ. જય ભારત .ભારત માતા કી જય ..... !!!
લિ. બિપિન આઇ ભોજાણી (કટાક્ષ તથા હાસ્ય વ્યંગ ના લેખક.)
-તથા મૌલિક ભોજાણી (Design consultant, B.E. Mechanical.)