લાગણીની સુવાસ - 30 Ami દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીની સુવાસ - 30

વરસાદ પછી થોડું વાતાવરણ મોજીલું હતું. મયુર આર્યન અને મીરાંની કાગડોળે રાહ જોઈને બેઠો હતો. ત્યાં ડેલી ખખડી , મયુર અધીરાઈથી દરવાજો ખોલવા ગયો અને પગે ઠેસ આવતા પડ્યો.. એટલે અંગુઠાના નખમાંથી લોહી આવવા લાગ્યું . ધીમેથી ઉભો થઈ દરવાજો ખોલ્યો.... ભૂરી દૂધ લઈ આવી હતી. એણે મયુરના પગે વાગેલું જોઈ .. દરવાજો બંધ કરી ઓસરીમાં ખાટલો પાથર્યો અને મયુરને થોડો સહારો આપી ત્યાં બેસાડ્યો... પછી રસોડામાં ગઈ દૂધ મૂકી ફટાફટ હળદર લઈ આવી અને મયુરના પગે લગાડી.. આ કામ એટલું ફટાફટ કર્યું કે મયુર જોતો જ રહી ગયો.

" ઓ... ભૂરી મેડમ દરવાજો વાખવાથી લઈ... હળદર લાવવા સૂધી તમે કેમ આટલા એક્સપ્રેસ બસ જેમ દોડ્યા..." મયુરે એની જોડે મજાક કરતા કહ્યું.
" પાગલ છો... તમે સાવ... આ આખો નખ ઉખડી જવા આયો ... લોહી તો જુઓ કેટલું નીકળે છે... તો એ જોયા પછી હું સ્લોમોશનમાં કામ કરું... "
" થેન્ક યુ ... ભૂરી..."
" નઈ ચાલે થેન્કયું તમારુ... "
" લે... કેમ.... નઈ ચાલે..? "
" તમે હવે અમારા પરિવાર જેવા છો ,તો આ થેન્ક ... સોરી જેવી ફોરમાલીટી નઈ કરવાની.. ઓકે.. "
" સારુ.... ચલો... ફેમિલી તો ગણ્યા..."
બન્ને એક બીજા સામે જોઈ હસી પડ્યા...
" મીરાં આર્યન રાતે આવી જશે ..સવારે વહેલો મેસેજ આવ્યો હતો.. એ લોકો વરસાદના લીધે ત્યાં જ રોકાઈ ગયા હતાં. અને બન્નેના ફોનમાં બેટરી લો હતી તો મીરાં એ મેસેજ કર્યો." ભૂરીએ વિગતવાર માહિતી આપી..
" એ બે ના ચકકરમાં હું દોડ્યોને ઠેસ આવી... ચલો કાંઈ નઈ એ બન્ને સાથે છે એટલે ચિંતા નહીં.. "
" હા, અને તમે હવે ઉભા થાઓ ફ્રેશ થઈ જાઓ... હું ચા નાસ્તો બનાવી દઉં તમને.."
" હા, બસ એક રીક્વેસ્ટ છે..."
" હમ્મમ.. શું... બોલો... ? "
" નાસ્તામાં ટેસ્ટી પૌઆ તમારા હાથના મળી જાય તો મોજ પડી જાય.."
" સારુ... પહેલા ફ્રેશ થઈ આવો... ત્યાં સુધી રેડી કરી દઈશ..."
મયુર બાથરૂમ તરફ જાય છે.અને ભૂરી ચા નાસ્તો બનાવવામાં લાગી જાય છે. થોડીવાર પછી મયુર ફ્રેશ થઈ ઉપર પોતાના રૂમમાં કપડાં બદલવા જાય છે. અને ભૂરી ચા નાસ્તો તૈયાર કરી કંઈક લેવા ઓસરીમાં જાય છે. ત્યાંજ ઝરમર વરસાદ ફરી ચાલુ થાય છે. થોડી પલળી હોવાથી ધ્રુજતી એ મયુરની રાહ જોતી રસોડામાં જઈ બેઠી.થોડીવારમાં મયુર રસોડામાં આવ્યો અને એની સામે બેઠો .ભૂરીએ ચા કપમાં ગળી મયુરને આપી પણ એના હાથ હજી ધ્રુજતા હતાં. મયુરએ એની સામે જોઈ થોડુ મનમાં હસ્યો પણ કાન પાસેની લટમાંથી પાણીની બુંદ એની ગરદન પર જઈ પડી..આ જોતા મયુરએ નજર ફેરવી લીધી .અને ચા નાસ્તો કરવા લાગ્યો.
" બપોરે ટીફીન સ્કૂલમાં આપી જઈશ... ચાલશેને" ભૂરીએ મયુર સામે જોઈને કહ્યું.
" હા, ચાલશે.... તું ધક્કો ના ખાતી કોઈ સ્કૂલના ટાબરીયા જોડે મોકલાવી દે જે..."
" સારુ તો હું હવે જાઉં તમે નાસ્તો કરી અહીં વાસણ મૂકી દેજો પછી હું આવી કામ કરી જઈશ... "
" ઓ..કે... ભૂરી મેડમ.. " મયુરે ભૂરી સામે આંખો નચાવતા જોઈ બોલ્યો.
ભૂરી ત્યાંથી હળવું સ્મિત આપતા આપતા પોતાના ઘરે જવા નીકળી...
* * * * *
મીરાં અને આર્યન તૈયાર થઈ કોલેજ પહોંચ્યા. વાતાવરણ ખૂબ વાદળ છાયું અને ભેજવાળું હતું. મીરાં કોલેજમાં ગઈ અને આર્યન ત્યાં પાર્કિગમાં એની રાહ જોતા બેસી રહ્યો.. દસ પંદર મિનિટ પછી મીરાં પાછી આવી...
" ચલો હવે ઘરે જઈએ... " મીરાંએ આર્યન પાછળ આવી બોલી.
" કેમ... તારે તો .... પ્રેકટીસ... "
" બધા જ પ્રોગ્રામ રદ થયા છે ... કેમ કે વધુ વરસાદની આગાહી છે...એટલે યુનિવર્સિટીએ ચાર મહિના પછી જ પ્રોગ્રામ રાખવાનું નક્કી કર્યુ છે."
" સારુ કેહવાય.... બેસ ક્યાંક જઈએ..."
" અરે..... વરસાદ આવશે તો ... ?"
" ચાલશે.... પલડીશું પણ મજા આવશે લોન્ગ ડ્રાઈવ પર.... પ્લીઝ... ચાલને.. "
" ઓ...કે પણ પેલા ગરમા ગરમ ભજીયા ને ચા નો નાસ્તો કરીશ પછી..."
" સારુ તો તારી જે જગ્યા અહીં સારી મનગમતી હોય ત્યાં લઈ જા... "
મીરાં એ એના ગમતા નાસ્તા હાઉસમાં લઈ ગઈ.બન્ને મસ્ત ગરમ ગરમ ભજીયા ચા નો સ્વાદ માણ્યો.. પછી બન્ને નિકળી પડ્યા ફરવા મસ્ત ઠંડો પવન અને ધીમી ધીમી વાછોટ... સાથે વાતાવરણ રંગીન હતું એ માણતા માણતા બન્ને એક ટેકરીએ પહોંચ્યા... આસપાસ ખુબજ ધુમ્મસ હતી.. અને હરીયાળી પણ બન્ને અલક મલકની વાતો કરતા ત્યાં બેસી રહ્યા...બન્ને ને એકબીજાનો સાથ ગમવા લાગ્યો ...એક બીજાને વધુ સમજવા આ એકાંત જ કાફી હતો. ...વાતોમાં ગપ્પા મારવામાં સાંજ પડવા આવી..બન્નેને એવી ભાન ન રહી..
" સમય નું ભાન છે... ચલ હવે ઘરે..મોડું થઈ જશે.." મીરાં એ ઘડીયાળ જોતા જોતા બોલી..
" હા,યાર... પણ તારા જોડે સમય ની ખબર જ ન રહી ...ચાલ જલ્દી.."
બન્ને પાછા પોતાની સવારી લઈ... ઘરે ચાલ્યા. . પણ ખૂબ મોડુ થઈ ગયું હતું . એટલે જમવા રોકાયા... ગરમ ગરમ મન્ચુરીયન અને હક્કા નુડલ્સ ખાધુ.... અને એક દમ ધીમો વરસાદ ચાલું થયો એટલે બન્ને ચાલું વરસાદે જ ઘરે જવા નીકળ્યા.. ગામડાનો રસ્તો ચાલું થયો એટલે એકદમ સૂમસાન અને લાઈટ પણ ન હતી. મીરાં બીકની મારી આર્યનને વળગી બેસી રહી.થોડી થડી વીજળી થવા લાગી એટલે એની પકડ વધતી જતી હતી એ કયારે આર્યનથી લપાઈને બેસી ગઈ એને જ ખબર ન પડી. પણ એ આર્યન જોડે ખૂબ જ નિર્ભય રહેતી એને એની આસપાસ એક રાહત અનુભવાતી....
બન્ને ઘરની પાછળના રોડેથી ઘરે પહોંચી ગયાં. ઘરે મયુર જમીને કોઈ બૂકમાં ઘૂસી ગયો હતો...ને ડેલી ખખડી ... એણે ઉભા થઈ ખોલી એમાં એ પણ થોડો ભીંજાઈ ગયો... આર્યન મીરાં આવાની રાહમાં મયુરે બન્નેને ફ્રેશ થવા ગરમ પાણી પણ કરી ચૂલા પર મૂક્યુ હતું.
જેવી ડેલી ખૂલી કે આર્યન મયુરને જોઈ હસવા લાગ્યો.
" કેમ હસે છે....યાર.. ?"
" ભાઈ આજે પણ તું બૂકમાં ઘૂસેલો એટલે છત્રી લીધા વિના ડેલી ખોલવા આયો ને પલડી ગયો ."
" હા.... ખ્યાલ જ ના રહ્યો......મીરાં તું તો ખૂબ જ ધ્રુજે છે...અંદર આવીજા.... ગરમ પાણી રેડી જ છે... તમે બન્ને ફ્રેશ થઈ જાઓ... આવો... "
બનન્ને વારા ફરથી ફ્રેશ થઈ . મયુર સાથે વાતો કરવા બેસી ગયા...
ક્રમશ: