નોંધ: નોવેલ એપિસોડ ૧ માં વાચકો ને આ વાર્તા નો હેતુ અને ભાઉ નો પરિચય જાણવા મળ્યો. નોવેલ એપિસોડ ૨ માં " ભાઉ નો ન્યાય - ભાગ ૧" થી ભાઉ ની સોચ અને સમજણ જાણવા મળશે.
નોવેલ એપિસોડ ૨ : ભાઉ નો ન્યાય - ભાગ ૧
એક દિવસ, શુક્રવાર સાંજ નો સમય હતો. ભાઉ પોલીસ થાણે ઇન્સ્પેક્ટર જોશીલ ની રાહ જોઈ રહ્યા હતા. ત્યાંજ ઇન્સ્પેક્ટર જોશીલ એક ૨૫ સેક વર્ષ ના યુવાન ની ધરપકડ કરી ને આવી રહ્યા હતા. યુવાન તો ખુબ જ ક્રોધિત હતો. આંખો માં સખત નફરત વરસી રહી હતી. પરંતુ કઈ બોલી રહ્યો નહતો. એમની સાથે યુવાન ની માં પણ આવેલી. જે ખુબ જ ચિંતિત લાગી રહ્યા હતા. એમની ઉમર પણ સારી એવી મોટી હતી. આંખો ની કોર ભીની હતી પણ આંસુ દેખાઈ રહ્યા નહોતા. ચહેરો બીમારી થી ફીકો હતો અને ચિંતા ઓ નું તો જાણે વાદળ ઘેરાયેલું હતું. એ ખુબ જ ધીરતા થી ઇન્સ્પેક્ટર જોશીલ ને વિનવી રહ્યા હતા.
યુવક ની માં: "સાહેબ, સાહેબ સાંભળો ને મારા દીકરા ને છોડી દયો એનો કઈ જ વાંક નથી. મારા દીકરો આવો નથી એ તો જરાક ગુસ્સા માં એનાથી ભૂલ થઇ ગઈ છે. બીજી વાર એવું ક્યારેય નહીં બને. સાહેબ મારા પર વિશ્વાસ રાખો સાહેબ". અડધું ખાસ્તા અને અડધું બોલતા.
ઇન્સ્પેક્ટર જોશીલ: આ તે કોઈ નાની ભૂલ નથી, તમારા પાડોશી એ પણ આ વાત કબુલ કરી છે કે તમારા દીકરા એ સાંજે તમારી વહુ ને મારી છે. તમે પણ એક સ્ત્રી છો. માનું છું કે માં છો પણ શું તમારા છોકરા ને વાળી ના શકો?
યુવક ની માં શાંત થઇ જાય છે પરંતુ એની વ્યથા અને ચિંતા વધતી જાય છે. એટલા માં યુવક એની માં ને રોષ માં બોલે છે "તું ઘરે જા અને મારી ચિંતા ના કર. મારા નસીબ માં એ ડાયન ન જ હતી. તું ઘરે જઈ ને આરામ કર અને દવા ખાઈ લેજે."
ઇન્સ્પેક્ટર જોશીલ યુવક ને ચૂપ રહેવા અને એની પત્ની ને ડાયન બોલવા માટે ઠપકારે છે.
યુવક ની માં: સાહેબ મારા દીકરા ને ના ઠપકારો માનું છું એના થી ભૂલ થઇ છે એને મારી વહુ પર હાથ ઉપાડ્યો છે પરંતુ હું પણ એક સ્ત્રી જ છું. અને મારા દીકરા ને મેં મોટી વય ના માણસો ની સાર સંભાળ રાખવા ના જ સંસ્કાર આપ્યા છે.
ઇન્સ્પેક્ટર જોશીલ કટાક્ષ થી જવાબ આપે છે, " એમ એટલે નાની વય ના લોકો ને મારવાની?" આ બધું નાટક ના કરશો મને બધીજ ખબર છે તમે તમારી વહુ ના પિયર પાસે થી બે લાખ ની રકમ લીધી છે દહેજ રૂપે એના સબૂત પણ છે મારા પાસે."
યુવક ની માં ખુબ જ દર્દ પૂર્વક ઇન્સ્પેક્ટર જોશીલ ને કહે છે, "પૈસા અને પરિસ્થિતી ના સબુતો ભેગા કર્યા પણ વાણી અને વર્તન ના સબુતો કઈ રીતે ભેગા કરશો? સાહેબ જવા દો આ તમારી પ્રામાણિકતા સાચી હશે પણ ક્યારેક પરિસ્થિતિ ને પણ પારખવાની કેવળત રાખશો તો સારું થશે." એમ કહી એ ખાસ્તા ખાસ્તા બહાર નીકળી ગયા.
આ સાંભળતા જ ત્યાં બેઠેલા ભાઉ ને ખટકો લાગ્યો. એ પણ યુવક ની માં ની પાછળ ગયા. એમને એક જગ્યા એ બેસાડી અને ખુબ જ શાંતિ થી વિગત જણાવા નું કહ્યું. પેલા તો માં અચકાયા પણ ભાઉ ની સાંત્વના જોઈ રડી પડ્યા.
"હું અને મારો દીકરો મારી વહુ સાથે એક વર્ષ થી રહીયે છીએ. મારા દીકરા ના લગ્ન ને સવાવર્ષ જ થયા છે. પહેલા ૨ ૩ મહિના તો બધું બરોબર ચાલતું હતું. પણ સમય વીતતા મુશ્કેલીયો આવવા લાગી. મારી વહુ નું પિયર એ અમારા કરતા આર્થિક રીતે વધારે સદ્ધર છે. મારો દીકરો પણ સારું જ કમાય છે. પણ કસંજોગે મને tb ની બીમારી પુરવાર થઇ છે. એના દવા ના ખર્ચ માં મારા દીકરા નો સારો એવો પગાર વહ્યો જાય છે. મારી વહુ ને ફરવા નો ખુબ જ શોખ હોવાથી જગડા ઓ ના કૂંપણ ફૂટવા લાગ્યા પૈસા ની ખેંચાણ માં દીકરા અને વહુ ના છેડા છેડી માં પણ ખેંચાણ આવવા લાગ્યો. વહુ એ એના પિયર માં લાડકી અને એક જ સંતાન હોવાથી એના પિતા એ સામેથી ૨૦૦૦૦૦ રૂપિયા જબરદસ્તી આપેલા તેથી મારા વહુ ની lifestyle માં કોઈ ઉણપ ના આવે. દીકરા ની ખુદારી વેંચાઈ પણ ઘર માં શાંતિ બની રહે એ માટે એને આ પણ મંજુર હતું. પણ તોય કૈં ને કૈં મુશીબતો તો ખરીજ. છેલ્લા એક અઠવાડિયા થી મારી વહુ પીકનીક ગયેલી. ઘર નું બધું જ કામ હું સંભાળતી એટલે તબિયત પર ખુબ જ અસર થઇ. ગઈ કાલે રાત્રે જયારે એ ઘરે આવેલી તો મારા દીકરા એને ખાવાનું બનાવવા માટે કહ્યું કારણ મારી તબિયત બગડી હતી. પણ એને સખત ના પાડી અને થાકી જવાનું બહાનું પાડયું. તબિયત ખરાબ હોવાથી બહાર નું પણ ના ખાઈ શકાય.મારા દીકરા એ ગુસ્સા ને કાબુ માં મૂકી ને પોતે જ મારા માટે રસોઈ બનાવી અને અમે સુઈ ગયા. સવાર થતા ની સાથે વહુ એ પોતાના પીહર વાળા ને બોલાવી રાખેલી અને કહેવા લાગી કે અમે એને રાત્રે ખાવાનું બનાવવા માટે મજબુર કરી રહ્યા હતા. વહુ ના પિતા જી એ કહ્યું કે અમે અમારી દીકરી ને એટલે એટલું બધું નથી ભણાવી કે આ ઘર માં એ નોકરાણી ની જેમ કામ કરે.મારા દીકરા ને પણ ગુસ્સો આવ્યો અને બહેશ થઇ, બહેશ થતા વહુ ના મોઢા થી વેણ નીકળ્યું "તારી માં કાલ ની મરતી આજ મરે". સાંભળતા જ દીકરો પોતાના ના પર કાબુ ના કરી શક્યો અને એને લાફો ચોડી દીધો અને વહુ ને એના પિયર માં ચાલ્યા જવાનું કહ્યું. માનું છું કે અમે ૨ લાખ રૂપિયા લીધા માનું છું કે મારા દીકરા ને મારવું નહોતું જોયતું. પણ આવું તે કેવું વ્યક્તિત્વ જ્યાં ભણતર તો છે પણ ગણતર નહિ? આટલું કહી એ નિઃશાસો નાખતા ત્યાંથી ચાલ્યા ગયા.
ભાઉ આ સાંભળી ને ખુબ જ દુઃખી હતા. માણસો સિક્કા નો એક જ ભાગ જુવે છે. અને આ Domestic Violence અને દહેજ કેસ માં તો લોકો ને મજા જ પડી ગઈ હોય એવું લાગે છે. સામાજિક ગુનાહો નો સથવારો લેવાનો પોતાની ભૂલ ને છુપાવવા? સાચેજ આ કેવું ભણતર? ભાઉ પાછા થાણે ગયા ઇન્સ્પેક્ટર જોશીલ સાથે ચર્ચા કરી. ઇન્સ્પેક્ટર જોશીલ ને પણ દુઃખ અને શરમ ની લાગણી અનુભવાઇ. એમને તરત જ યુવાન ને છોડી દીધો અને બીજા દિવસે સવારે વહુ ના પિયર ના ઘરે જવું છે એમ સુચહ્ન કર્યું.
મને ફરવા જવું છે.
આંધી આવે કે આવે તુફાન,
ભલે ને થાય કંકાસ આપણો સંસાર,
મને ફરવા જવું છે.
મિત્રો છે મને મારા વ્હાલા,
પૈસા ની મને જરૂર નહીં
દોસ્તી કરીને રહું છું એમના દિલમાં
ખર્ચો મારો એ ઉપાડે,
એમાં એમને કોઈ વાંધો નહીં.
મને ફરવા જવું છે
જીવન તો છે ભવ ભવ ના ફેરા,
કહે છે વિદ્વાનો પણ,
લખાયું છે શાસ્ત્રો માં પણ,
પછી કેમ લેખાય છે વાંક,
હું જાઉં જો ફરવા?
મને ફરવા જવું છે, ઝીંદગી ની મોજ માં રેહવું છે.
ફરજો અને લાગણીઓનું
અહીં નથી કોઈ મોલ
જેના status હોય જબરા
એની જ છે બોલમ બોલ
બ્રાન્ડેડ Life ના છે અહીં વખાણ
ઝોંપડા માં રેહનાર ને કોણ ગણે છે પરિવાર?
તું ચુક્યો છે તારી ફરજ
પતિ ઓ નું કામ હોય છે
આપવી LIFESTYLE સરસ
ફેરા ઓ ફરતા લીધેલી
તૂટી બધી કસમ
ત્યારે ના કહ્યું કોઈને મને તું
ના ફર ના ફર
સવાર થતા યુવક, યુવક ની માં, ભાઉ અને ઇન્સ્પેક્ટર જોશીલ વહુ ના પિયર પહોંચી ગયા. આ બધા ને સાથે જોતા અને યુવક ને જૈલ ની બહાર જોતા તે ઓ હડબડાઈ ગયા. અને ગુસ્સા માં ધમકી ઓ આપવા લાગ્યા. “તમને ખબર નહિ અમારી પહોંચ બહુ જ ઉપર સુધી છે અમને કાનૂન ના કાયદાઓ વિષે પણ ખબર છે” વગેરે વગેરે.
ભાઉ ખુબ જ શાંતિ થી બેઠા રહ્યા અને સાંભળતા રહ્યા. જયારે વહુ એ જોઉં કે આ કોઈ કઈ બોલી નથી રહ્યા તો એ જરાક મુંજાઈ અને ચૂપ રહી. એટલે ભાઉ એ એને એક વિડિઓ દેખાડ્યો જેમાં રેકોર્ડેડ હતું કે એ કઈ રીતે પોતાની સાસુ ને અપશબ્દો અને ખોટા વેણ કહે છે. જે એમના પાડોશી માં રહેલા એક બાળક કે કાઢેલો. અને બે ત્રણ પાડોશી એ માટે ગવાહ બનવા પણ તૈયાર હતા. એમના પાડોશ માં રહેતા૧૦સેક વર્ષ ના બાળક ને બોલાવ્યો જેને એ વિડિઓ ઉતાર્યો હતો. દુનિયા ની આ એક અનોખી રીત છે. માણસ ગમે તેટલો ખરાબ હોય ગમે તેટલો ખોટો હોય પણ એનો અહેમ અને આક્રોશ એક નાદાન બાળક ની આંખો ની સામે ઝૂકી જ જાય છે. બાળક ના આંખો ની સચ્ચાઈ ની રોશની સામે વાળા ની આંખો શરમ થી નીચે ઝુકાવી જ દે છે.આ જોતાંની ની સાથે જ વહુ અને એના પિતાજી ના ચહેરા નો રંગ ઉડી ગયો. ઇન્સ્પેક્ટર જોશીલ એ ઉમેર્યું તમારી પહોંચ બહુ મોટી છે એટલે આ વિડિઓ વાઇરલ કરવો સહેલું રહેશે. સાંભળતા જ વહુ અને એના પિતા હવે ગભરાઈ ગયા અને આજીજી કરવા લાગ્યા.
ભાઉ એ વહુ ને સમજાવી. "એવું તારુઁ ભણતર શું કામનું જે તને કટુ વેણ બોલડાવે? એવા તારા પૈસા સે કામના જે તું સંસ્કાર પણ ના ખરીદી શકે? એવા તારા શોખ કે કામના જે ઘર માં શાંતિ પણ ના જાળવી શકે?" વહુ ને એની ભૂલ સમજાયી અને એ સાસરે પાછી વળી અને શાંતિ થી સહયોગ કરવા લાગી.
********************
નોંધ: નોવેલ એપિસોડ ૨ " ભાઉ નો ન્યાય ભાગ - ૧ " માં વાચકો ને ભાઉ ની આ અનોખી સોચ શીખવા મળશે. બધી જ સ્ત્રી ઓ ને સાચે જ ડોમેસ્ટિક વાયોલન્સ જેવા પ્રોબ્લેમ નથી હોતા.કેટલીક સ્ત્રી ઓ પોતાના મોજ શોખ પુરા કરવામાં જ મશરૂફ હોય છે, અને જયારે પ્રોબ્લેમ આવે ત્યારે સ્ત્રી હોવાનું ADVANTAGE લેતા આવા સામાજિક ગુનાહો ના નામો ને ઢાળ બનાવતી હોય છે. આપણને કોઈ પણ પરિસ્થિતી ને બંનેવ બાજુ જોઈ પછી જ નિર્યણ કરવો જોઈએ.
DISCLAIMER : આ વાર્તા ની ઘટનાઓ કાલ્પનીક છે. એનો હેતુ કોઈ પણ સામાજિક ગુનાહો ને પ્રોત્સાહિત કરવો કે એનો મઝાક ઉડાડવાનો નથી , પણ સિક્કા ની બીજી બાજુ ને દેખાડવાનો પ્રયત્ન છે.જે કોઈ પણ એક વ્યક્તિ કે સ્ત્રી જાત ઉપર આધારિત નથી. એક અણદેખુ સમાજ નું પહેલુ છે.
નોવેલ એપિસોડ ૩ "ભાઉ નો ન્યાય ભાગ -૨" માં વાચકો ને ભાઉ ની આવી જ અલગ સોચ જોવા મળશે. Continued .........