Love Massage books and stories free download online pdf in Gujarati

લવ મેસેજ

વ્રજ તેની ઓફિસ માં કામ કરી રહ્યો હતો પોતે એન્જીનીયર હતો એટલે કામ બહું રહેતું વહેલું ઑફિસે આવવું સાંજે મોડું ઘરે જવું એટલો વ્યસ્ત કે મોબાઇલ યુઝ કરવામાં ટાઇમ રહેતો નહી એક મેસેન્જર એપ માં મેસેજ આવ્યો' હાય '
વ્રજ ફોન લઈ જોયું પણ તરત ફોન મૂકી દીધો. થોડી વાર થઈ ફરી મેસેજ આવ્યો 'હાય ' વ્રજ ફોન માં જોયું તો કાર્તિકા નામ પરથી મેસેજ હતો. વ્રજ તેને રીપ્લાઈ આપ્યો હું કામમાં વ્યસ્ત છું. તેની પાસે ટાઇમ જ હતો નહીં વિચારવા નો કોણ છે તે. પછી કોઈ મેસેજ આવ્યો નહી ને રાત્રે ઘરે જતો રહ્યો.

રાત્રે અગિયાર વાગ્યે સૂવાની તૈયારી કરી રહ્યો હતો ત્યાં મેસેજ આવ્યો' હાય ફ્રી થયા '
વ્રજ : બોલ શું કામ છે મારું

કાર્તિકા : ઘણુ કામ છે પણ પેલા તારું મૂડ બનાવ પેલાની જેમ સાવ ખડુંસ છો તું.

વ્રજ : એટલે તું મને ઓળખે છે એમ.?

કાર્તિકા : હા... યાદ કર.... હું તારી નાનપણ ની ફ્રેન્ડ કાર્તિકા છું.

વ્રજ : ખુબ સરસ મને ગમ્યું તે યાદ તો કર્યો મને.

આમ રાત્રે મોડે સુધી ચેટ ચાલ્યું.

બીજે દિવસે વ્રજ કામમાં વ્યસ્ત હતો ને આ બાજુ ફોન માં કાર્તિકા ના મેસેજ આવી રહ્યા હતા. વ્રજ રાત્રે ફી થઈ મેસેજ કર્યો પણ રીપ્લાઈ આવ્યો નહી એટલે સુવા ની તૈયારી કરતો તો ત્યાં મેસેજ આવ્યો.
ખડુસ તું તો સાવ ખડુંસ છો.

વ્રજ : હા છું... તારી જેમ નવરો નથી.

આમ મેસેજ દ્વારા ચેટ કરવા લાગ્યા.
બંને રોજ મેસેજ દ્વારા વાતો કરવા લાગ્યા. 
પેલા ફ્રેન્ડ હતા અને ખાસ ફ્રેન્ડ બની ગયા રોજ બંને ને વાતો કર્યા વગર ગમે નહીં. વ્યસ્ત વ્રજ કાર્તિકા માટે ટાઇમ પણ કાઢતો.
બંને એક બીજા ને પ્રેમ કરવા લાગ્યા હતા પણ હજી પ્રપોઝ કર્યું ન હતું. 

એક દિવસ કાર્તિકા વ્રજ ને ફોન કર્યો. અને પૂછી લીધું તું મને પ્રેમ કરે છે કે નહીં તુ મને કહે. મારે ઘરે સગાઈ ની વાત ચાલી રહી છે. તે થોડા દિવસ પછી મને છોકરા વાળા જોવા આવવાનો છે.

વ્રજ : હું તને ખૂબ ચાહું છું પણ મારી ઘરે પણ વાત ચાલુ છે મારે પણ એક છોકરી જોવા જવાનું છે પણ હું અત્યાર સુધી નાં પાડી રહ્યો પણ હવે જોવા જવું પડશે. એક કામ કર હું તે છોકરી ને ના પાડું છું તું તે છોકરા ને ના પાડી દે જે. પછી આપણે બંને વિચાર છું. કાર્તિકા વ્રજ ની વાત સાથે સહમત થાય છે.

વ્રજ ફેમીલી સાથે છોકરી જોવા જાય છે. ત્યાં તેનું સારું સ્વાગત થાય છે. ઘર પણ બહુ મસ્ત હતું. માણસો પણ સારા હતા પણ વ્રજ તો નક્કી જ કર્યું તું ના કહી દેવાનું એટલે એક બાજુ સોફા પર માથુ નીચું કરી બેસી રહ્યો. તો આ બાજુ કાર્તિકા ને ફેમીલી ના દબાવ થી તે ચા દેવા આવે છે. બધાંને ચા આપી વ્રજ ને ચા આપે છે તેનું મોઢું નીચું હતું તો કાર્તિકા પણ નીચું મોઢું કરી ચા આપી રહી હતી ત્યાં વ્રજ ચા ની ના પાડી ને મને આ છોકરી ગમતી નથી તો સામે કાર્તિકા પણ ના પાડી. હજી બંને એક બીજા સામે પણ જોયું ન હતું. ત્યાં ચા વ્રજ ના હાથમાં પડી એટલે ઊભો થયો ને કાર્તિકા એ કહ્યુ દેખાતું નથી ત્યાં તો ઉપર નજર થઈ .

બંને નવાઈ થી જોઈ રહ્યા. !!!!! 
કાર્તિકા તું....!!!
લે.... વ્રજ તું અહીં...

ઓહ માય ગોડ. બને એક સાથે બોલ્યા અમે એક બીજાને પસંદ કરીએ છીએ.
બેટા પહેલા તો ના પાડી ને હવે હા.....

હા પપ્પા અમે એક બીજાને પ્રેમ કરીએ છીએ. હવે તમે બધા મંજૂરી આપો તો અમે બંને તમારા આશીર્વાદ થી પરણી જઈએ.

બધાં ઉભા થઈ હસવા લાગ્યા ને એક બીજા મોં મીઠું કરવા લાગ્યા.
વ્રજ કાર્તિકા ને ઊંચકી ને નાચવા લાગ્યો.

જીત ગજ્જર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED