દરરોજ ની જેમ આજે પણ હું મારી બાઇક પર સવાર માં શોપ પર જઈ રહ્યો હતો. અચાનક મારો અકસ્માત થયો હું રોડ પર પડ્યો અને હું બેભાન થઈ ગયો. પછી મને ખબર નહી શું થયું.
મારી આંખ ખૂલે છે તો હું દવાખાના એક પલંગ પર સૂતો હોવ છું સામે મારી નજર મારા બા-બાપુજી પર પડે છે. હું બોલ્યો બાપુજી હું અહીં કેમ ? મારા બાપુજી બોલ્યા બેટા તારો અકસ્માત થયો છે. તને પગમાં વાગ્યું છે ત્યારે હું પગ હલાવું છું ખબર પડી કે મને વાગ્યું છે.. બાપુજી બોલ્યા બેટા તારા પગ નું ઑપરેશન કરવું પડશે એટલે તને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવો પડશે. મેં કહ્યું સારું તમને જે યોગ્ય લાગે તે કરો. બેટા તારા બેન બનેવી છે ત્યાં તને દાખલ કરવાનો છે મેં તેને ફોન કરી જણાવ્યું છે.
હું બીજા દિવસે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો. મારા બેન બનેવી આવ્યા એટલે બા બાપુજી ઘરે જતાં રહ્યાં. બહેન થોડુ રડે છે. પછી આશ્વાસન આપે છે. મને એક રૂમ માં એડમીટ કર્યો જે ફક્ત બે બેડ નોં હતો. પછી ડૉક્ટર તપાસ કરે છે. પગ નું ઓપરેશન કરવું પડશે ને થોડા દિવસ રોકાવું પડશે મારી બહેન કહે સારું ડૉક્ટર સાહેબ તમે ઑપરેશન જેટલી જલ્દી થાય તેમ કરો.
પછી મને ઑપરેશન રૂમમાં લઈ ગયા ને મને બેહોશ કર્યો. પછી મને ખબર નથી છું થયું. જયારે મને ભાન આવે છે ત્યારે મને એવું ફીલ થાય છે કે મારો પગ જ નથી. મારો હાથ ત્યાં ફેરવ્યો લાગ્યું હજી પગ તો છે. હું ભાન માંથી બહાર આવ્યો ત્યારે પેલી નજર બહેન પર પડી તેના ચહેરા પર ખુશી હતી. મેં પણ બહેન ને માથું હલાવી કહ્યું બઘું બરોબર છે. મારી નજર બાજુના બેડ પર પડી ત્યાં એક માણસ સૂતો હતો. બાજુમાં એક છોકરી ને એક છોકરો બેઠા હતા. તે માણસ ને છું થયું હતું તે મને ખબર ન હતી. એટલી વારમાં મને ઊંઘ આવી ગઈ.
બીજા દિવસે જાગ્યો. દીદી કહે ચા પીવી છે. મેં હા પાડી મારા બનેવી ચા લઈ ને આવ્યા. મેં અને મારા બનેવી બને ચા પીધી પણ થોડી વધી એટલે બાજુના છોકરા ને સલાહ કરી. પણ ના ના કરતાં હતાં પણ તેની પાસે જઈ તે બંનેને ચા પીવડાવી. લાગ્યું એવું કે તે ભૂખ્યા હસે. મેં બનેવી ને કહ્યું તમારે નોકરીએ જવાની વાર હોય તો મારા મારે ૫૦૦ ગ્રામ ગાઠીયા લેતા આવો ને. તેણે વળતો જવાબ આવ્યો એટલા બધા કેમ? મેં કહ્યું ભૂખ બહું લાગી છે. જલ્દી જાવ. તે ફટાફટ ગાઠીયા લઈ આવે છે. અને હું નોકરીએ જાવ છું તારો ખયાલ તારી બહેન રાખાશે કહી જતા રહ્યા. મારા માટે આટલા બધા ખાવા શક્ય ન હતા એટલે અડધા બાજુના બેડ વાળા ને આપ્યા તેઓ બધા ખાય ગયા ત્યારે ખબર પડી કે તેઓ ગરીબ ઘરના લોકો છે. તેના ચહેરા પર ખુશી જોઈ મને ઘણો આનંદ થયો.
બપોર થયા એટલે દીદી કહે હું ઘરે જતી આવું. તું આરામ કરજે બાજુના બેડ વાળા ને પણ કહ્યુ તમે ધ્યાન રાખજો મારા ભાઈ નું. પછી તે બાજુ વાળા સામે જોઈ ને કહ્યું તમારે કોઈ જરૂર હોય તો કહેજો. સામેથી જાણે દુખી અવાજે કહ્યું ના ના... મને તેનાં પર સહનાભૂતિ જાગી. વિચાર કરતો હતો કે આ લોકો ની હું મદદ કઈ રીતે કરી શકુ.
થોડી વાર મા મારા મિત્ર નોં ફોન આવ્યો. તે મારો હાલચાલ પૂછ્યા સાથે સાથે મજાક ના અમૂલ્ય શબ્દો પણ આપ્યાં. વાત વાત મેં ક્હ્યું મારે મદદ ની જરૂર છે. જવાબ મા બોલ બોલ...મારા માટે નહીં પણ એક જરૂરિયાત મંદ માટે. આપણા ગ્રૂપમાં મેસેજ કર બધું કામ થઈ જાસે. મેં મેસેજ કર્યો. પેલા ભાઈ ના રીપોર્ટ આવ્યા અને ડૉક્ટર કહે તેમને મગજ નું ઓપરેશન કરવું પડશે. તમે આજે રૂપિયા જમા કરી આપો કાલે ઑપરેશન થઈ જાસે એમ કહી ડોક્ટર ત્યાં થી જતાં રહ્યા.
પેલા છોકરો તેની બહેનને કહે હવે છું કરીશું. આપણી પાસે રૂપિયા તો નથી. જો ઈલાજ નહીં થાય તો આપણું શું થશે. મને હવે ખરેખર ખબર પડી કે આ લોકોને મદદ કરવી જોઈએ. બપોર થયા દીદી ટીફીન લઈ આવી. દીદી ની તેના પર સહનાભૂતિ થઈ એટલે તો ટીફીન મોટું લાવી. મને અને તે બે લોકોને તેને જમાડ્યા. હું દવા પીને સૂઈ ગયો. ત્રણ કલાક પછી મારા મિત્ર નોં ફોન આવ્યો કહ્યું અમે ફંડ ભેગું કયું છે. બોલ ક્યાં લઈ આવું. મેં કહ્યું અહીં આપી જા.
એક કલાક જેવો ટાઇમ થયો. ને મારા બે મિત્રો આવ્યાં. મારા હાલ પૂછ્યા ને કહ્યું આ બેગ માં બે લાખ રૃપિયા છે ને વધારે જરૂર પડે તો કહે જે. મેં પેલા આભાર પ્રગટ કર્યો. કહ્યું આ મારી બાજુમાં પેશન્ટ છે તે બહુ ગરીબ છે અને આપણે મદદ ના કરીએ તો આ છોકરો ને છોકરી ના પાપા ગુમાવી દે છે ને બાપ વગર નિરાધાર થઈ જાસે. મારા ખંભા પર હાથ મૂકી મારા મિત્રોએ કહ્યું તું જે કરે તે સારું જ હોય. મેં કહ્યું એક કામ કર આ બધા રૂપિયા આ દર્દીના નામ પર કાઉન્ટર પર જમા કરી આપજે.
મિત્રો કહે સારું... બીજું કોઈ કામ હોય તો ફોન કરજે. છોકરો ને છોકરી પર ખુશી નોં પાર ન રહ્યો. અભિનંદન કઈ રીતે આપવા તે પણ તેને ખબર પડતી ન હતી. તેમના હસતા ચહેરો જોઈ ને મને ખુબ આનંદ થયો.
બીજા દિવસે તે માણસ નું પાંચ કલાક નું ઓપરેશન ચાલે છે. ઓપરેશન પૂરું કર્યા પછી તે માણસ ને ફરી મારા રૂમ માં લાવે છે. તે છોકરો ને છોકરી ની બધી સાલ સંભાર કપડા લતા અને નાવા ધોવાનું કામ મારી દીદી તેમના છોકરા ની જેમ કરે છે. આમ એક બે ત્રણ દિવસ વિત્યા ચોથા દિવસે તે ભાઈને હોશ માં આવે છે. છોકરા છોકરી કરતા વધારે હું ખુશ થાવ છું. મદદ કરવાની ખુશી કાંઈક અલગ હોય છે.
હજી મને તે પળ યાદ છે અને ગરીબ જરૂરીયાત વાળા ને બને તેટલી મદદ કરું છું ને કરાવું છું.
જીત ગજ્જર