Featured Books
શ્રેણી
શેયર કરો

નફરત સે બની એક કહાની પ્યાર કી - 21



આગળ ના પાર્ટ માં જોયું કે પાંખી બે દિવસ ઑફિસે આવતી નથી જેના લીધે સમર ને એના થી દુર રહી એના પ્રેમ નો અહેસાસ થાય છે અને એ મનોમન જ એક ફેંસલો લે છે....હવે આગળ...


સમર એ મન માં જ પાંખી ના ઓફિસ માં આવતા જ પોતાના પ્રેમ નો એકરાર કરવા નો ફેંસલો લઈ લીધો....એ હવે પાંખી થી જરા પણ દૂર જવા નહતો માંગતો.... એ પોતાની આખી જિંદગી માં પાંખી નો સાથ ઈચ્છતો હતો..... અને મન માં જ એવી આશા પણ હતી કે પાંખી ના દિલ માં પણ પોતાના માટે ફીલિંગ્સ છે.....બસ હવે એ પાંખી પાસે થી આ વાત સાંભળવા માંગતો હતો....


ત્રીજા દિવસે પાંખી ની તબિયત સારી થઈ જાય છે....અને તે ઓફિસ જવાનું વિચારે છે....પણ એના પપ્પા અને બા એને ઓફિસ જવાની ના કહે છે....તેમ છતાં પાંખી માનતી નથી કેમ કે એને પોતાની તબિયત થી વધારે સમર ને મળવાની ઉતાવળ હોય છે..... તેના માટે આ બે દિવસ સમર વિના ના કાઢવા ખૂબ જ મુશ્કેલ બની ગયા હતા..... જેવી હાલત સમર ની હતી એવી જ હાલત પાંખી ની પણ હતી....આથી એ જલ્દી થી જલ્દી ઓફિસ જઈને સમર ને મળવા માંગતી હતી.....


પાંખી ઓફિસ પહોંચી જાય છે.....સમર હજી આવ્યો હોતો નથી..... એ સમર ની રાહ જોઈ ને બેસે છે....ત્યાં જ સમર આવે છે અને પાંખી ને જોવે છે....તે તો ખૂબ જ ખુશ થઈ જાય છે અને સીધો જ પાંખી પાસે જવા જાય છે પણ પછી એને યાદ આવે છે કે ઓફિસ માં બીજા બધા પણ છે અને જો અત્યારે પાંખી પાસે જશે તો બધા કંઈક અલગ જ વિચારશે....આવું વિચારી તે પોતાની કેબીન માં ચાલ્યો જાય છે....પાંખી તો મન માં એવું જ વિચારી ને બેઠી હોઈ છે કે સમર આવીને સીધો જ એની તબિયત નું પૂછશે પણ સમર એ એવુ કાઈ જ ન કર્યું જેના લીધે પાંખી ને થોડું દુઃખ થયું....પણ પછી એ પોતાનું કામ કરવા લાગી....


સમર કેબીન માં જઇ ને સીધો જ પ્યુન ને બોલાવે છે....અને પ્યુન ને કહે છે કે મિસ પાંખી ને કેબીન માં મોકલો....પ્યુન તરત જ પાંખી ને કેબીન માં જવાનું કહે છે....પાંખી તો આ સાંભળીને ખુશ જ થઈ જાય છે....અને તરત જ સમર ની કેબીન માં જાય છે....પાંખી ના અંદર પહોંચતા જ સમર એને ચેર પર બેસવાનું કહે છે અને તરત જ પૂછે છે કે....


"મિસ પાંખી તમારી તબિયત કેમ છે??અચાનક શું થઈ ગયું હતું??અને હજી આરામ કરાય ને આજે જ કેમ ઓફિસ આવી ગયા??આમ એકીસાથે સમર એ ઘણા પ્રશ્નો પૂછી લીધાં...."


પાંખી આ બધા પ્રશ્નો સાંભળીને ખૂબ જ ખુશ થઈ જાય છે....અને એને એવો અહેસાસ થાય છે કે પોતે જે સમર માટે ફિલ કરે છે એ જ સમર પણ ફિલ કરે છે....પાંખી ખુશ થતા થતા સમર ને શાંત કરતા કહે છે કે....

"સર હું એકદમ ઠીક છું.... અને હવે મને એકદમ સારું છે.... એટલે જ મેં ઓફિસ આવવા નું સ્ટાર્ટ કર્યું.... તમે ચિંતા ન કરો....મારી તબિયત માં હવે સુધારો આવી ગયો છે...બસ થોડું વધુ કામ અને ઓછા આરામ કરવા ને કારણે તાવ આવી ગયો હતો પણ હવે બધું સારું છે....."


પાંખી ની વાત સાંભળીને સમર ને થોડી શાંતિ થઈ....અને પછી સમર એ પાંખી ને પ્રોજેક્ટ success જવાની ખુશી માં પાર્ટી ના આયોજન વિશે જણાવ્યું.... પાંખી તો ખૂબ જ ખુશ થઇ ગઇ.....અને એને વિચારી પણ લીધું કે આજે પાર્ટી માં પોતે સમર ને પોતાના દિલ ની વાત જરૂર જણાવશે....પણ ત્યાં જ સમર એને પાર્ટી માં આવવા ની ના કહી આરામ કરવા ની સલાહ આપી....પણ પાંખી એ કહ્યું કે એ પોતાનું પૂરતું ધ્યાન રાખશે અને આરામ પણ કરશે....પાંખી ની ખૂબ જ જીદ કરવા ને કારણે અંતે સમર એ પાંખી ને પાર્ટી માં આવવા ની હા કહી....અને મનોમન નક્કી કર્યું કે પોતે આજે પાંખી ને પોતાના મન ની વાત જણાવીને જ રહેશે....


આજે બધા વહેલા જ ઓફિસ પર થી છૂટી ગયા...બધા જ કર્મચારીઓ ઘરે જઈને પાર્ટી ની તૈયારી કરવા લાગ્યા.... પાંખી તો ખૂબ જ ખુશ હતી....કેમ કે આજે એ સમર માટે થઈ ને ખૂબ જ તૈયાર થવા માંગતી હતી અને પોતાના દિલ ની વાત પણ સમર ને કહેવા ની હતી..... પાંખી એ ખૂબ જ સરસ બ્લેક ગાઉન પહેર્યું....સાથે મેચિંગ ઇઅર રિંગ્સ અને મેચિંગ બ્રેસલેટ પહેર્યું.....ચેહરા પર હળવો મેકઅપ અને લિપસ્ટિક તેમજ આંખ માં કાજલ કરવા ને લીધે પાંખી કોઈ અપ્સરા થી ઓછી નહતી લાગતી...પાંખી આજે ખૂબ જ સુંદર લાગતી હતી....


પાંખી જલ્દી તૈયાર થઈ ને ઓફિસ જવા માટે નીકળે છે....એ પોતાની સાથે સાંચી ને પણ લઈ જાય છે.... પાર્ટી ની થીમ બ્લેક હોય છે એ કારણે આજે બધા બ્લેક કપડાં માં જ સજ્જ હોય છે....પાંખી ના પાર્ટી માં પહોંચતા જ બધા ની નજર પાંખી પર પડે છે....અને બધા એને જ જોવા લાગે છે....પણ પાંખી પાર્ટી માં પહોંચતા જ સમર ને શોધવા લાગે છે...સમર હજી આવ્યો નથી હોતો...પાંખી અને સાંચી એક ખૂણા માં ઉભી રહી જાય છે....બધા લોકો પાર્ટી એન્જોય કરતા હોય છે... પણ પાંખી તો બસ સમર ના જ વિચાર માં હોય છે....ત્યાં જ પાંખી ની એક ફ્રેન્ડ પાંખી પાસે આવે છે અને પાંખી ને જોઈ ને કહે છે કે.....


"પાંખી તું તો આજે ખૂબ જ સુંદર લાગે છે.....નક્કી આજે તો કોઈક તને પ્રપોઝ કરી જ દેશે..."પાંખી ની ફ્રેન્ડ પાંખી સાથે મજાક કરતા કરતા બોલી....ત્યાં જ સાંચી બોલી....."હા યાર પાંખી તારું તો હમેંશા થી ડ્રિમ હતું ને કે કોઈ તને ખૂબ જ સુંદર રીતે પ્રપોઝ કરે....ભલે એ તને ડાયમન્ડ ની રિંગ ન પહેરાવે બસ એક ગુલાબ સાથે પણ પ્રપોઝ કરશે તો પણ તું એ વ્યક્તિ ને હા કહીશ....પણ પાંખી એક વાત તો કહે કે કદાચ તું એ વ્યક્તિ ને પ્રેમ ન કરતી હોય તો....??"

ત્યાં જ પાંખી બોલી....."કદાચ જો એ વ્યક્તિ ને હું પ્રેમ ન પણ કરતી હોય તો પણ હું એનું દિલ નહીં તોડું અને હા કહી દઈશ....અને હવે તમે બંને બંધ થાવ....કેમ કે હું તો કાલ જ વિ.ડી ના પ્રપોઝલ ને હા કહી ચુકી છું.... અને હવે તો બસ એ ક્યારે બારાત લઈ ને આવે એની જ રાહ છે....એટલે હવે બીજા કોઈ ના પ્રપોઝલ ને હા તો હું કહી જ ન શકું...."

આ જ સમયે સમર ત્યાં આવે છે અને તે પાંખી ની વાતો સાંભળે છે....એને તો એમ જ થાય છે કે વી.ડી એ પાંખી નો બોયફ્રેન્ડ કે પછી મંગેતર છે અને આવું સમજી તે ત્યાં થી દુઃખી થઈ ચાલ્યો જાય છે....એ આગળ શું વાત થશે એ સાંભળવા પણ રહેતો નથી....પાંખી ને તો સમર ના આવવા ની જાણ હોતી જ નથી....તે તો હજી એની ફ્રેન્ડ સાથે મજાક જ કરતી હોય છે....ત્યાં જ એની ફ્રેન્ડ કહે છે....."યાર પાંખી તું પણ અજીબ છે અહીં આટલા સરસ બોયસ છે અને તું એક ફિલ્મ ના હીરો પાછળ પડી છે.... તું અહીં કે એ તારા માટે હાઝીર થઈ જશે શું તું પણ વરુણ ધવન પાછળ પડી છે...."


ત્યાં જ પાંખી બોલી...."અરે એમાં શું થયું હજી મને મારો રીઅલ હીરો નથી મળ્યો ત્યાં સુધી તો મારે વરુણ થી જ કામ ચલાવું પડશે ને....અને આમ પણ એ મારો ક્રશ છે...."આટલું બોલતા જ પાંખી સાંચી અને એની ફ્રેન્ડ હસી પડી...પાંખી ફરી પાછી આમ તેમ સમર ને જોવા લાગી....ત્યાં જ એને જોયું કે સમર એક કોર્નર માં ઉભો છે અને એકલો જ છે તો તે સમર પાસે જવા લાગી....

સમર વિચારો માં જ ખોવાયેલો હતો.....એને તો હજી વિશ્વાસ જ નહતો આવતો કે પાંખી ને કોઈ એ પ્રપોઝ કર્યું અને તે વ્યક્તિ ને પાંખી એ હા કહી....સમર ને રહી રહી ને પાંખી સાથે વિતાવેલો સમય યાદ આવવા લાગ્યો....એને અંદર થી ખૂબ જ એકલતા મહેસુસ થવા લાગી... એને એ જ નહતું સમજાતું કે એ શું કરે?ક્યારેક પાંખી પર ગુસ્સો આવતો તો ક્યારેક પોતાના પર જ ગુસ્સો આવવા લાગ્યો.... એને એમ થવા લાગ્યું કે જો પાંખી કોઈ ને પ્રેમ કરતી હતી તો આજ સુધી પોતાની સાથે શુ કામ આવી રીતે રહેતી હતી....પાંખી ના વર્તન પર થી તો સમર ને એવું જ લાગતું હતું કે પાંખી પણ તેને પ્રેમ કરે છે પણ આજ તો કંઈક બીજું જ સામે આવ્યું....પાંખી એ આ વાત કેમ પોતાના થી છુપાવી સમર આ જ વિચાર માં હતો... સમર આજ ખૂબ જ હર્ટ થયો હતો....ત્યાં જ પાંખી તેની પાસે આવી... સમર તો હજી વિચારો માં જ ખોવાયેલો હતો....સમર નું ધ્યાન પાંખી પર નહતું....

પાંખી એ આવી ને કહ્યું....."સમર સર તમે એકલા અહીં શું કરો છો??ઠીક તો છો ને???"

સમર જાણે તંદ્રા માંથી બહાર આવ્યો હોય એમ અચાનક પાંખી ને જોવા લાગ્યો....થોડી વાર માટે તો સમર પાંખી ને જોઈ ને બધું જ ભૂલી ગયો... અને એકીટશે પાંખી ને જોવા લાગ્યો....પાંખી ની ખૂબસૂરતી જોઈ ને સમર તો જાણે મંત્રમુગ્ધ જ થઈ ગયો.....ફરી પાછો પાંખી નો અવાજ આવતા સમર ભાન માં આવ્યો....પાંખી ને તો હતું કે સમર હમણાં પોતાના વખાણ કરશે કે...."મિસ પાંખી આજે તમે ખૂબ જ સુંદર લાગો છો...."પણ એવું કંઈ જ ન બન્યું....જેના લીધે પાંખી ને થોડું દુઃખ થયું....પણ પછી પાંખી વિચારવા લાગી કે અહીં કદાચ બધા છે તો સમર પોતાના મન ની વાત નહીં કહી શકે...પણ જો સમર કઈ વાત જ નહીં કરે તો પોતે કઈ રીતે પોતાના દિલ ની વાત કહેશે....અને આજ તો પાંખી ને સમર ને પોતાના દિલ ની વાત જણાવી જ હતી....

પાંખી એ મનોમન નક્કી કરી જ લીધું હતું કે તે આજ સમર ને પોતાના પ્રેમ નો એકરાર કરી ને જ રહેશે....સમર તો હજી ગુસ્સા માં અને દુઃખી જ હતો....એને તો ક્યાંય ચેન જ નહતું...તે બધા થી અને પાંખી થી દુર જવા માંગતો હતો....અને તે પાંખી ને કઈ પણ જવાબ આપ્યા વિના ચાલવા લાગ્યો....

ત્યાં જ પાંખી એ સમર ને રોકતા કહ્યું...."સમર સર એક મિનિટ ઉભા રહો....મારે તમને કંઈક કહેવું છે...મારે તમને મારા દિલ ની વાત કહેવી છે....મારે તમને કહેવું છે કે હું કોઈ ને પ્રેમ કરવા લાગી છું..... અને એ કોઈ બીજું કોઈ નહિ પણ....."

હજી તો પાંખી પોતાની વાત પૂરી કરે એ પહેલાં જ સમર બોલ્યો.....હા મિસ પાંખી મને ખબર છે તમારે શું કહેવું છે.....અને તમારા દિલ માં કોણ છે.....પણ હવે મારે નથી સાંભળવું કાઈ....બસ એક વાત કહેવા માગું છું કે આ તમે ખૂબ જ ખોટું કર્યું.....તમારે આવું ના કરવું જોઈએ... આ માટે હું તમને કદાચ ક્યારેય માફ નહિ કરી શકું...."આટલું બોલીને સમર પાર્ટી માંથી ચાલ્યો ગયો.....

પાંખી તો જડ બનીને ત્યાં જ ઉભી રહી....તેને તો એ જ નહતું સમજાતું કે એને શું ખોટું કર્યું જેના લીધે સમર આટલો ગુસ્સા માં ચાલ્યો ગયો...."શું સમર ના દિલ માં પોતાના માટે કંઈ જ નહતું.... સમર ની આટલી કેર કરવી આટલા પ્રેમ થી વાત કરવી....પોતાની જિંદગી ની બધી જ વાતો શેર કરવી....આ બધું શું હતું....??"

પાંખી ની આંખ માંથી તો આંશુ વહેવા લાગ્યા....એ કઈ જ સમજી જ નહતી શકતી.....પાંખી ને સમર પર ગુસ્સો આવવા લાગ્યો....અને પોતાના પર જ નફરત થવા લાગી....કે એને સમર જેવા વ્યક્તિ ને પ્રેમ કર્યો....પાંખી ને એવું લાગવા લાગ્યું કે પોતે સમર ને પ્રેમ કરી ને ખૂબ જ મોટી ભૂલ કરી છે.... સમર કદાચ કોઈ ના પ્રેમ ને લાયક જ નથી.....અને પોતાના વહેતા આંશુ ને લૂછી ને પાંખી એ એક ફેંસલો લીધો.....


વધુ આવતા અંકે.....


"બે પ્રેમી ના પ્રેમ વચ્ચે ઉભી થઇ ફરી એક નફરત ની દીવાલ........


કેવી હશે તેમની જિંદગી ના ફેસલા ની આવતી કાલ....."


જાણવા માટે વાંચતા રહો....."નફરત સે બની એક કહાની પ્યાર કી....."દર મંગળવારે.....