Nafrat se bani ek kahani pyar ki - 20 books and stories free download online pdf in Gujarati

નફરત સે બની એક કહાની પ્યાર કી - 20

આગળ ના પાર્ટ માં જોયું કે પાંખી પાર્થ ના મન ની વાત જાણવા માટે પાર્થ ને સાંચી વિશે થોડું ખરાબ કહે છે....અને પાર્થ પાંખી ને સમજાવે છે કે સાંચી સારી છોકરી છે...વાત વાત માં જ પાંખી એવું માની લિયે છે કે પાર્થ સાંચી ને પસંદ કરે છે...અને આ કારણે પાંખી ને પાર્થ વિશે એક ગેરસમજ ઉભી થઇ જાય છે હવે આગળ....


પાંખી અને સમર લંચ પછી ફરી પ્રોજેક્ટ બનાવા લાગે છે....પાંખી ના મન માં પ્રોજેક્ટ ની સાથે સાથે પાર્થ સાંચી ને પસંદ કરે છે એ વાત પણ ચાલતી હતી....પાંખી આજે ખૂબ જ ખુશ હતી....જેના બે કારણ હતા...એક કારણ તો એ કે સમર સાથે પ્રોજેક્ટ ના કારણે સમય વિતાવવા મળશે સાથે સાથે સમર ને વધુ જાણવા અને સમજવાનો મોકો મળશે...તો બીજું કારણ એ કે પાર્થ અને સાંચી એક બીજા ને પસંદ કરે છે....પાંખી તે બને માટે ખૂબ જ ખુશ હતી....


પ્રોજેક્ટ પર કામ કરતા કરતા જ સાંજ પડી જાય છે....ઑફિસે થી છૂટવા નો સમય થાય છે...બધા એક પછી એક ઘરે જવા નીકળી જાય છે.... પાંખી પણ જલ્દી જલ્દી ઑફિસે થી છૂટીને સાંચી ની ઓફિસે પહોંચી જાય છે.... સાંચી તો પાંખી ની રાહ માં જ હોય છે.....પાંખી ના આવતા જ સાંચી પૂછવા લાગે છે કે,....


"પાંખી શું ગૂડન્યુઝ છે જલ્દી કે.... યાર હવે રાહ નથી જોવાતી....બપોર ની રાહ જોવું છું.... પ્લીઝ પાંખી કે ને યાર....."


પાંખી એકટીવા પર થી ઉતરે છે અને કહે છે કે,.....


"અરે મારી માઁ.... શ્વાસ લઈ લે....બધું કહીશ પણ ઘરે જઈને.... અત્યારે થોડી શાંતિ રાખ....પછી કહીશ...."


સાંચી તો એ રાહ માં જ ઉભી હોય છે કે ક્યારે પાંખી કહે...અને પાંખી ઘરે જઈને નિરાંતે બધું કહેવા નું કહે છે...તો સાંચી માનતી નથી અને અંતે પાંખી સાંચી ને આજ ની બનેલી બધી ઘટના જણાવે છે....સાંચી તો આજ ની બનેલી ઘટના સાંભળીને ખૂબ જ ખુશ થઇ જાય છે.....પણ પહેલા તો તેને આ વાત સાંભળીને વિશ્વાસ જ નથી આવતો કે પાર્થ સાચે જ એને પસંદ કરે છે.....એ ફરી વાર પાંખી ને પુછે છે કે આ સાચું છે કે સપનું....અને પાંખી એને ફરીવાર બધું કહે છે....અને સાંચી ને પાંખી પર પુરો વિશ્વાસ હોય છે એટલે એ આ વાત માની લિયે છે....અને પછી બંને ખુશ થતી થતી ઘરે જાય છે....


આમ ને આમ 8 દિવસ ચાલ્યા જાય છે....આ 8 દિવસ માં સમર અને પાંખી તો એક બીજા ની ખૂબ જ નજીક આવી જાય છે....કેમ કે તેમનો પ્રોજેક્ટ 8 દિવસ ચાલે છે....અને આ 8 દિવસ બંને એક બીજા સાથે જ કામ કરે છે....આથી તે બંને એક બીજા ને ખુબજ સારી રીતે જાણવા અને સમજવા લાગે છે....એક બીજા ની જે આદત થી બંને ને નફરત હતી એજ આદત હવે ગમવા લાગે છે....સમર ને હમેંશા પાંખી ની વધુ પડતી બોલવા ની આદત પર ગુસ્સો આવતો....એ જ આદત ને લીધે તે પાંખી ની નજીક આવી ગયો હતો....તો પાંખી ને પણ સમર ના વાત વાત માં ગુસ્સો થવાની આદત નહતી ગમતી...અને હવે એ જ આદત ને એ પસંદ કરવા લાગી હતી.....સમર અને પાંખી ને એક બીજા ની એટલી આદત પડી ગઈ હતી કે જ્યારે બંને એક બીજા થી દુર હોય ત્યારે ખૂબ જ એકલતા મહેસુસ કરતા હતા....બંને ને એકબીજા ની આટલી આદત પડી ગઈ છતાં પણ હજી સુધી બંને એક બીજા ની દિલ ની ફીલિંગ્સ થી અજાણ હતા....બંને માંથી એક પણ ને પોતાના ની અંદર આવેલા પરિવર્તન વિશે જાણ નહતી....પણ બંને ના પરિવાર અને મિત્રો આ પરિવર્તન ને સારી રીતે ઓળખી ગયા હતા.....


એક તરફ સવિતા બેન સમર ના સ્વાભાવ માં આવેલા પરિવર્તન ને જોઈને ખૂબ જ ખુશ હતા કેમ કે હવે સમર હમેંશા ખૂબ જ ખુશ દેખાતો હતો....અને એની ગુસ્સો કરવા ની આદત પણ છૂટતી જતી હતી....તો બીજી બાજુ પાંખી ના પપ્પા અને બા થોડા ચિંતિત રહેવા લાગ્યા હતા.....કેમ કે આજ કાલ પાંખી ઘણી વાર સુધી વિચારો માં ખોવાવા લાગી હતી....અને ખાવા પીવા માં પણ ધ્યાન આપતી નહતી....આ કારણે તેઓ થોડા ચિંતાગ્રસ્ત રહેતા હતા....


આ 8 દિવસ સાંચી માટે પણ ખૂબ જ સારા વીત્યા હતા....કેમ કે સાંચી હવે જ્યારે પણ પાર્થ ને મળતી ત્યારે પાર્થ ની વાતો પર થી એને એવું જ લાગવા લાગ્યું હતું કે પાર્થ સાચે જ એને પસંદ કરે છે.... એ પાર્થ ની બધી વાતો માં પોતાને શોધવા લાગી હતી....અને જ્યારે પણ પાર્થ એની સાથે વાત કરે ત્યારે તો એ ખૂબ જ ખુશ થઈ જતી....એ બસ હવે એ દિવસ ની રાહ જોતી હતી કે ક્યારે પાર્થ એના દિલ ની વાત પોતાને કરે.....જ્યારે પાર્થ તો આ બધી વાત થી અજાણ પાંખી ને જ પ્રેમ કરતો હતો....


સમર અને પાંખી નો પ્રોજેક્ટ પૂરો થઈ ગયો હતો....અને પ્રોજેક્ટ success જવાની ખુશી માં ઓફિસ માં 3 દિવસ પછી એક પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું....બધા ખૂબ જ ખુશ હતા....પણ ત્યાં જ અચાનક એકીસાથે વધુ પડતા કામ કરવા ને કારણે પાંખી ની તબિયત થોડી ખરાબ થઈ ગઈ....અને પાંખી ઑફિસે 2 દિવસ સુધી ન આવી....2 દિવસ માટે પાંખી એ ઓફિસ પર રજા લઈ લીધી....


સમર ને જ્યારે આ વાત ની જાણ થઈ ત્યારે તેની તો હાલત જ ખરાબ થઈ ગઈ....એ પાંખી ની ખૂબ જ ચિંતા કરવા લાગ્યો....ઘણા દિવસ થી બંને એ એક બીજા સાથે ઘણો સમય વિતાવ્યો હતો....અને આમ અચાનક પાંખી નું બીમાર પડવું અને ઘરે રહેવું એ સમર માટે અસહ્ય હતું.....પાંખી ની બીમારી ની જાણ થતાં જ પહેલા તો સમર એ પાંખી ને કોલ કરી ને એના ખબર પૂછ્યા...પછી પાંખી પર થોડો ગુસ્સો પણ કર્યો કેમ કે પાંખી ની લાપરવાહી ને કારણે જ એ બીમાર પડી હતી....આ કારણે એને થોડો ગુસ્સો આવ્યો....પણ પછી તરત જ એને શાંત થઇ પાંખી ને તબિયત નું ધ્યાન રાખવાની સલાહ આપી.....


આ બે દિવસ સમર માટે ખૂબ જ આકરા સાબિત થયા....કેમ કે એને પહેલી વાર પાંખી વિના બધું અધૂરું લાગવા લાગ્યું...એને પહેલી વાર અહેસાસ થયો કે પાંખી ની પોતાની જિંદગી માં શું જગ્યા છે....તેને આખી ઑફિસ માં એકલતા મહેસુસ થવા લાગી.... એનું મન જાણે પાંખી ને મળવા ઉતાવળું થવા લાગ્યું....અને એને આટલા સમય માં પહેલી વાર અહેસાસ થયો કે પાંખી એના માટે શું છે.....


સમર બીજા દિવસે રાતે ઘરે જાય છે....અને પોતાના મન ની વાત સવિતા બેન ને કહે છે....સમર ના બદલાયેલા વર્તન પર થી અને પાંખી ની તબિયત ખરાબ હોવા ને લીધે સમર ની હાલત જોઈ ને સવિતા બેન સમજી જાય છે કે સમર પાંખી ને પસંદ કરવા લાગ્યો છે....અને આ વાત તેઓ સમર ને પણ સમજાવે છે અને કહે છે કે,....


"જો સમર જ્યારે કોઈ વ્યક્તિ ને આપણે પસંદ કરવા લાગી ત્યારે તેના વિના બધું સુનું લાગવા લાગે....એના વિના ની જિંદગી આપણ ને એકલવાયી લાગવા લાગે.... આપણું મન હમેંશા બેચેન રહેવા લાગે....અને આવું ત્યારે જ થાય જ્યારે આપણે દિલ થી કોઈ વ્યક્તિ ને પસંદ કરવા લાગી....તારી આ હાલત નું કારણ પણ એ જ છે કે તું પાંખી ને પસંદ કરવા લાગ્યો છે....અને સમર મારી વાત માન તો આ વાત જેમ બને એમ જલ્દી પાંખી ને પણ કહી દે....પાંખી ખૂબ જ સારી છોકરી છે અને એના લીધે જ તારા માં આટલું પરિવર્તન આવ્યું છે....એને જ તને ફરી થી જીવતા શીખવ્યું છે....અને જો તે અત્યારે તારા મન ની વાત પાંખી ને ન કહી તો ખૂબ જ મોડું થઈ જશે....સમર મહેરબાની કરીને પાંખી ને તારા મન ની વાત જણાવી દે બેટા...."


સવિતા બેન ની વાત સાંભળીને સમર ને પણ પોતાના પ્રેમ નો અહેસાસ થાય છે....પોતાની જિંદગી માં પાંખી ની શું કિંમત છે એ જાણ્યા પછી સમર મન માં જ એક ફેંસલો લે છે....


વધુ આવતા અંકે...


પ્રેમ નો અહેસાસ થયા પછી શું હશે સમર નો ફેંસલો???

જાણવા માટે વાંચતા રહો...."નફરત સે બની એક કહાની પ્યાર કી"......દર મંગળવારે.....





બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED