Nafrat se bani ek kahani pyar ki - 9 books and stories free download online pdf in Gujarati

નફરત સે બની એક કહાની પ્યાર કી - 9

આગળ ના પાર્ટ માં જોયું સમર પાંખી ની ભૂલ ને લીધે તેના પર ગુસ્સે થાય છે....અને પાંખી પણ તેને સામે જવાબ આપે છે....પણ પછી બને ને પોતાની ભૂલ નો અહેસાસ થતા પછતાવો થાય છે...હવે આગળ....


બીજા દિવસે સવારે પાંખી ઑફિસમાં આવે છે...પણ આજે એ થોડી દુઃખી હોય છે...કેમ કે આજ ના દિવસે જ 2 વર્ષ પહેલાં પાંખી ના મમ્મી આ દુનિયા છોડી ચાલ્યા ગયા હતા...આ કારણે આજે એને એના મમ્મી ની સવાર ની જ ખૂબ જ યાદ આવતી હોય છે.... પાંખી ઓફિસ તો આવે છે પણ એનું કામ માં બિલકુલ મન લાગતું નથી...


આજે પાર્થ પણ ઓફિસ આવ્યો નથી હોતો તે એક મિટિંગ માટે બહાર ગયો હોય છે..આથી સમર વહેલો જ ઓફિસ આવી જાય છે..અને પાંખી ને એક file 10 વાગ્યા સુધી માં ready કરવા કહે છે...


પાંખી file બનાવા લાગે છે...પણ એનું મન ન હોવાથી તે ધીમે ધીમે બનાવે છે...અને એને સમય નું ધ્યાન રહેતું નથી...


10 વાગી ગયા હોય છે..અને સમર ને મોડું થતું હોય છે એટલે તે પાંખી ની રાહ જોવા લાગે છે...પણ પાંખી હજી આવી નથી હોતી..સમર ને એક મિટિંગ માં પણ પહોંચવા નું હોય છે...આ કારણે મોડું થવાને લીધે તેને થોડો ગુસ્સો આવવા લાગે છે...10:10 થવા આવે છે તો પણ પાંખી નથી આવતી...અને સમર વધુ ગુસ્સે થવા લાગે છે...અને તે બહાર જવા જાય છે ત્યાં જ પાંખી આવે છે....અને એ સમર ને file આપે છે...ત્યાં જ સમર પાંખી ને કહે છે કે....


"મિસ પાંખી..તમે જોયું કેટલા વાગ્યા...તમને આ પહેલા જ કહ્યું છે કે...તમારે કામ ન કરવું હોય તો તમે ઘરે રહો....અમારો ને તમારો સમય ન બગાડો.... તમને દર વખતે આ જ વાત કેટલી વાર કહેવા ની....આમ સમર ગુસ્સા માં ખૂબ બોલવા લાગે છે...."


આજ પાંખી એક તો સવાર ની દુઃખી હતી...અને તેને એના મમ્મી ની પણ ખૂબ જ યાદ આવતી હતી...અને ઉપર થી સમર તેના પર આ રીતે ગુસ્સે થયો... તો એને આજે ખૂબ જ દુઃખ થયું... અને એનું મન ભરાઈ આવ્યું...અને એ રડવા લાગી.....

સમર હજી બોલતો જ હતો...એનું ધ્યાન નોહતું.... ત્યાં જ અચાનક એને જોયું કે પાંખી રડે છે...આ જોઈ ને સમર ચૂપ થઈ જાય છે...અને એને પાંખી ના આંસુ જોઈ ને થોડું દુઃખ થાય છે...એ પાંખી ને ચૂપ કરવા જતો જ હતો ત્યાં જ એને પાર્થ નો કોલ આવે છે મિટિંગ માં જવા માટે....તે પાર્થ ને કહે છે "હું આવું જ છું".....

કોલ મૂકી ને પાંખી સાથે વાત કરવા જાય એ પહેલાં જ પાંખી રોતી રોતી સમર ની કેબીન માં થી બહાર ચાલી જાય છે...

સમર થોડી વાર ત્યાં જ ઉભો રહી ને વિચારવા લાગે છે કે...એને આજે કાંઈક વધારે જ ગુસ્સો આવી ગયો...જેના લીધે પાંખી રડવા લાગી...અને એક પણ વાર સામે જવાબ પણ ન આપ્યો....ત્યાં જ એને ફરી કોલ આવે છે અને એ મિટિંગ માં ચાલ્યો જાય છે...પણ એનું મન ક્યાંય લાગતું જ નથી...

સમર વિચારે છે કે એક તો પહેલા જ પાંખી પાસે માફી માંગવા ની હતી અને હવે પાછી બીજી વાર ભૂલ કરી હવે તો એને માફી માંગવી જ જોઈએ એને એવું દિલ થી લાગ્યું...આજ પહેલી વાર એને પાંખી ને આ રીતે રડતા અને દુઃખી થતા જોઈ હતી..આ પહેલા પણ સમર ઘણી વાર ગુસ્સે થયો હતો પણ આ રીતે પાંખી ને ક્યારેય નોહતી જોઈ એ કારણે એનું મન વધારે બેચેન થઈ ગયું....
સમર બપોરે પાછો ઓફિસ આવે છે...પણ એને પાંખી ક્યાંય બતાતી નથી..એ રેસપનિસ્ટ ને પાંખી વિશે પૂછે છે...તો એ કહે છે કે પાંખી હાફ ડે કરી ને પાર્થ પાસે થી રજા લઈ ને ચાલી ગઈ છે...સમર એ એનું કારણ પૂછ્યું...તો રેસપનિસ્ટ કહ્યું કે આજે એના મમ્મી ને મૃત્યુ ને 2 વર્ષ થયા આથી એના ઘર માં પૂજા રાખી છે....


આ સાંભળીને સમર વધારે દુઃખી થઈ ગયો... અને એને વિચાર્યું આવતી કાલે એ પાંખી સાથે વાત કરીને જ રહેશે....સમર હંમેશા પોતાના મન ની વાત અને ઓફિસ ના સારા અમે માઠા પ્રસંગ પોતાની મા સવિતા બેન ને કહેતો....આજે પણ સમર ને થયું કે એ એની મા ને પોતાના મન ની વાત જણાવે ....

સમર કહેવા જાય એ પહેલાં જ સવિતા બેન એ સમર ને આવતા વેંત જ પૂછ્યું કે "સમર કેમ ઉદાસ છે??શું થયું???"


સમર એ બધું જ સવિતા બેન ને કહ્યું.... આ સાંભળીને સવિતા બેન એ એને ખૂબ જ પ્રેમ થી સમજાવ્યું કે....


" જો સમર દીકરા છોકરી નું દિલ છે ને ખૂબ જ નરમ હોય છે...એને ખૂબ જ જલ્દી કોઈ ના ગુસ્સા નું દુઃખ લાગી જાય... અને એમાં પણ આજ ના દિવસે એના મમ્મી એને મૂકી ને ચાલ્યા ગયા હતા...તો એના માટે આજ નો દિવસ ખૂબ જ દુઃખદાયી હશે અને તે આજે જ એના પર ગુસ્સો કર્યો એટલે એને વધુ દુઃખ થયું...તને હમેંશા મેં સમજાવ્યો છે કે તું તારા ભૂતકાળ ને ભૂલી ને આગળ વધ...બધા માણસો સરખા ન હોઈ દીકરા....પાંખી સારી છોકરી છે અને હવે તારે જો તારી આ ભૂલ સુધારવી હોય તો પાંખી પાસે માફી માંગવી જોઈએ..."

"હા માઁ પણ તમને ખબર છે ને કે મેં આજ સુધી ક્યારેય કોઈ પાસે માફી નથી માંગી....એના લીધે મને માફી માંગવા માં થોડું અજુગતું લાગે છે"...સમર એ કહ્યું...


ત્યાં જ સવિતા બેન બોલ્યા... "સમર માફી માંગવા માં કોઈ વ્યક્તિ નીચી નથી થઈ જતી... પણ આપણું માન સામે વારી વ્યક્તિ પાસે વધી જાય છે....તો તું કાલ જઈ ને પાંખી પાસે જરૂર થી માફી માંગી લેજે...અને મને વિશ્વાસ છે કે એ જરૂર માફ કરશે...."

"હા માઁ હું આવતી કાલે પાંખી સાથે વાત કરી ને એની જરૂર માફી માંગીશ...."સમર દૃઢ નિશ્ચય કરતા બોલ્યો.....



'સમર ની માફી માંગ્યા બાદ શું હશે પાંખી નો જવાબ....??'


જાણવા માટે વાંચતા રહો....."નફરત સે બની એક કહાની પ્યાર કી''દર મંગળવારે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED