નફરત સે બની એક કહાની પ્યાર કી - 2 Tasleem Shal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નફરત સે બની એક કહાની પ્યાર કી - 2

આગળ ના પાર્ટ માં જોયું સમર એક બિઝનેસ મેન છે અને બવ જ ગુસ્સા વાળો છે.અને બસ હમેશા દુઃખી જ રહે છે એની માં સવિતા બેન હંમેશા એની ખુશી માટે દુઆ કરે....હવે આગળ...
"પાંખી ઓ પાંખી ઊભી થા ને બેટા...કેટલા વાગ્યા જો તો...પાંખી ઊભી થા ચાલ જલ્દી ચાલ ને મોડું થશે..પાંખી ઉભી થા હવે કેટલા વાગ્યા જો તો ખરી..પાંખી હવે તું ઉભી થાય છે કે હવે હુ પંખો બન્ધ કરી દવ....ચાલ હવે ઉભી થા 8.30 વાગ્યા પાંખી......"
"હમ્મ...... બા ઊઠું બસ 2 મિનિટ બા...."
"તું એમ નઈ માને રે હુ પંખો જ બન્ધ કરી દવ..... હવે સૂતી રે."
"બા....ચાલુ કરો પંખો.."
"ના નઈ થાઈ ઉભી થા.."
"શુ બા તમે પણ ઉઠાડી દીધી તમારો જમાઈ બસ propose કરતો જ તો ને તમે......"
"જમાઈ....કોણ જમાઈ ?કોનો જમાઈ?'
"બા તમારો જમાઈ......"
"હે મારો જમાઈ....?"
"હા બા વી.ડી...."
"આવું નામ વી.ડી?"
"હા બા વરૂણ ધવન....."
"એ કોણ છે વળી??"
"બા તમે વરૂણ ને નથી ઓળખતા??...બા એ છે ને ફિલ્મ નો હિરો છે,બા કેવો handsome છે...બા તમને ખબર ફિલ્મ મા કેવો મસ્ત લાગે...એ મને બવ જ ગમે...એ બસ મને propose કરવા નો જ હતો,અને તમે કબાબ મા હડી બન્યા....."
"ઉભી રે તું તારા પાપા ને કવ કે તારી લાડકી શુ કિયે સાંભળ...અને આ શું પરપોસ??"
"બા પરપોસ નઈ પ્રપોઝ એટલે કે....લગ્ન માટે નો પ્રસ્તાવ."
"નવીન આયા આવ તો....જો આ તારી લાડકી કેવા સપના જોવે... આયા આવ જલ્દી નવીન...."
"બા આ શુ કરો કેમ પપ્પા ને બોલાવો હું તો મસ્તી કરું છું....બા તમે પણ શું સાચું માનો....હુ તો તમે કયો ત્યાં જ લગ્ન કરીશ બસ... ખુશ??"
"હા ખુશ ચાલ હવે તૈયાર થઈ જા આજ નોકરી માટે જાવા નુ છે ને..?અને હા હમણાં ઓલી ચાપલી આવશે બા બા કરતી..."
"હા બા જવાનું છે હું થઈ જાવ તૈયાર હો...અને એ ચાપલી નથી એનું નામ છે સિયા."
"હા સિયા હમણાં આવીને બેસી જશે નાસ્તો કરવા...અને કેસે બા આજ તો બવ મોડું થઇ ગયું તો નાસ્તો કર્યો જ નઈ...."
"બા એમાં એનો વાંક નથી તમે બવ સરસ રસોઈ બનાવો એટલે એ બેસી જાય..."
"હા હવે ખોટું માખણ ન લગાડ અને જલ્દી આવ.તારો પપ્પા તારી રાહ જોવે.. અને તને ખબર ને તારા વગર એ પણ નઈ કરે નાસ્તો...."
"હા બા મને ખબર છે હું બસ 10 મિનિટ મા આવી..."
"બા..પાંખી ક્યાં ગઇ એ તૈયાર થઇ કે નઈ??મોડું થાય..."
"આવ સિયા બેટા કેમ છે??"
"સારું છે અંકલ તમને કેમ છે?"
"મને પણ સારું છે આવ બેસ."
"હા પાંખી ક્યાં ગઈ આજે ઇન્ટરવ્યૂ છે ને તો થોડું લેટ થાય"
"હા એ બસ આવતી જ હશે..બા પાંખી ક્યાં??"
"નવીન એ અંદર હશે રોજ ની જેમ એની માં પાસે મારા વાંક કાઢતી હશે.."
"શુ બા તમે પણ...ચાલ સિયા તું બોલાવી આવ એને પછી આપણે બધાં નાસ્તો કરવા બેસીએ."
"સિયા તું નાસ્તો કરી ને નઈ આવી??"
"ના બા લેટ થઈ ગયું...હુ આવું પાંખી ને બોલાવી ને હો...."
"મમ્મી તને ખબર આજ સપના મા કોણ આવ્યું વરુણ આવ્યો તો પણ બા એ ઉઠાડી દીધી બા આવું જ કરે હમેશા....અચ્છા મમ્મી આજે મારૂં ઈન્ટરવ્યૂ છે તું આશીર્વાદ આપ કે હુ પાસ થઈ જાવ...મમ્મી આ જોબ મળી જાય ને પછી આપણા બધા જ સપના પુરા થઈ જશે...તારૂં સપનું હતું ને નવું ઘર લેવાનું અને પપ્પા નું નવી કાર લેવાનું એ સપના હું જરૂર પુરા કરીશ જોજે...ચાલ મમ્મી આશીર્વાદ આપ."
"તથાસ્તુઃ..."
"સિયા તુ માર ખાઈશ હો..."
"સોરી પાંખી બસ તારી આંખ માં આંસુ ન જોઈ શકું એટલે..."
"હુ રોતી નથી યાર આ તો બસ..."
"આન્ટી ની યાદ આવી ગઈ એટલે ને??મને ખબર ક્યાર ની તુ એના ફોટા સાથે વાતો કરે..."
"હા સિયા એ તો હુ રોજ જ મમ્મી સાથે વાતો કરું.મને તો એમ જ લાગે કે એ સાથે જ છે.."
"હા આન્ટી હમેશા તારી સાથે જ છે એ ઉપર થી તને જોવે જ છે....ચાલ હવે લેટ થાય...."
"હા ચાલ...."
પાંખી..નામ ની જેમ હમેશા હસતી, ખુશ રહેતી છોકરી..હમેશા બધા ને ખુશ રાખવાં એ જ એનું કામ.એના પપ્પા ની ને એના બા ની લાડકી....એના મમ્મી થોડા ટાઈમ ની બીમારી બાદ મૃત્યુ પામ્યા...તેમ છતાં એ કોઈ ને દુઃખી નઈ થવા દેતી...
પાંખી જ એક એના બા કવિતા બેન ને એના પિતા નવીન ભાઈ ની હસવા નું ને ખુશ રહેવા નું કારણ છે.પાંખી એ બંને ની જાન છે એ બને બસ પાંખી ને હમેશા ખુશ જોવા માંગે...
એક બાજુ સમર છે જે હજી ભૂતકાળ માં જીવે તો બીજી બાજુ પાંખી છે જે આજ ને જીવવા માંગે.....
શું ક્યારેય આ બંને મળશે???શું સમર ની ઝીંદગી માં કોઈ આવશે??
જાણવા માટે વાંચતા રહો "નફરત સે બની એક કહાની પ્યાર કી...."