nafrat se bani ek kahani pyar ki - 3 books and stories free download online pdf in Gujarati

નફરત સે બની એક કહાની પ્યાર કી - 3

આગળ ના પાર્ટ માં જોયું 'પાંખી હમેશા ખુશ રહેતી ને બીજા ને ખુશ રાખતી છોકરી છે.તે પોતાના બા અને પપ્પા સાથે રહે છે અને એના મમ્મી બીમારી માં મૃત્યુ પામ્યા છે'..હવે આગળ....
''ગુડ મોર્નિંગ પાર્થ સર....''પાર્થ ના ઓફિસ માં આવતા જ પ્રિયા બોલી.
"મોર્નિંગ મિસ પ્રિયા...સમર સર આવ્યા??''પાર્થ એ પૂછ્યું...
"ના પાર્થ સર એમનો કોલ આવ્યો તો..એ આજે એક મિટિંગ માટે સુરત ગયા છે,અને આવતા લેટ થઈ જશે તો એ ઓફિસે નહી આવે''..પ્રિયા એ કહ્યું..
"ઓકે બટ,આજે તો ઈન્ટરવ્યૂ છે ને??''પાર્થ એ પૂછ્યું...
''હા સર આજે ઇન્ટરવ્યૂ છે..અને આ વિશે તમે સમર સર ને કૉલ કરી ને પૂછી શકો છો,એ વિશે સમર સર એ કાંઈ જણાવ્યું નથી"...પ્રિયા એ કહ્યું
"ઓકે મિસ પ્રિયા...i call him..''પાર્થ ચાલતા ચાલતા બોલ્યો.....
"ઓકે થેન્કયૂ સર...''
પાર્થ એ પોતાની કેબિન ખોલતા સમર ને કોલ કર્યો...
"હેલો સમર....''સમર ના ફોન ઉઠાવતા જ પાર્થ બોલ્યો...
"હા બોલ પાર્થ...સોરી અચાનક સુરત જવું પડ્યું રાતે લેટ મિસ્ટર કૌશિક નો કોલ આવ્યો.તે એક વીક માટે આઉટ ઓફ કન્ટ્રી જાય છે,તો આજે જ મિટિંગ માટે બોલાવ્યો,હું જલ્દી વહેલો જ નીકળી ગયો"...સમર એ સુરત જવાનું કારણ જણાવતા કીધું...
"અરે વાંધો નહીં સમર મેં તો આજ ના ઇન્ટરવ્યૂ માટે કોલ કર્યો.તું નથી તો ઇન્ટરવ્યૂ કેન્સલ કરી નાખું"??..પાર્થ એ કહ્યું...
"અરે ના પાર્થ એમ થોડી કેન્સલ કરાય.. તું તો છે તું લઈ લે ઇન્ટરવ્યૂ....આમ પણ હું સાંજ સુધી મા તો આવી જઈશ જ"..સમર બોલ્યો...
"હા સમર પણ આ ઇન્ટરવ્યૂ મા તારે પણ રહેવું જરૂરી છે એટલે પૂછું છું તું કે તો કેન્સલ કરી નાખી"??..પાર્થ એ કહ્યું....
"ના પાર્થ, એક કામ કર તું આજે ઇન્ટરવ્યૂ લઈ લે અને જે તને સારું પ્રેઝન્ટેશન લાગે એમને સિલેક્ટ કરી લે...અને એમને આવતી કાલે બોલાવી લે..તેમાં થી 2 વ્યક્તિ ને કાલે સિલેક્ટ કરી લઈ એ..".સમર એ પાર્થ ને સમજાવતા કહ્યું...
"ઠીક છે સમર,તને ઠીક લાગે એમ કરી.. ઓકે ચાલ ધ્યાન રાખજે બાય..."પાર્થ એ વાત પૂરી કરતા કહ્યું.....
"ઓકે બાય પાર્થ...."સમર એ ફોન મુકતા કહ્યું.....
આ બાજુ પોતાની મમ્મી ના આશીર્વાદ લાઇ ને પાંખી બહાર આવી...
"બા ચાલો જલ્દી નાસ્તો આપી દયો બવ મોડું થાય...."પાંખી રૂમ માંથી આવતા બોલી....
"હા હવે બેસો તૈયાર જ છે બધું બેસો જલ્દી ચાલો બધા....અને પાંખી આ શું પહેર્યું છે તે?નોકરી માટે જાય કે ફરવા"?પાંખી ના કપડાં જોતા કવિતા બેન બોલ્યા...
આજે પાંખી એ બ્લુ જિન્સ પર બ્લેક શર્ટ પહેર્યું તું,અને સાથે મેચિંગ ઇરરિંગસ હાથ માં મેચિંગ વોચ ને બ્રેસલેટ પહેર્યા હતા...પાંખી આમ પણ બવ જ સુંદર હતી તેને સજવા સંવરવાની જરૂર જ ન હતી..તેમ છતાં પાંખી ને તૈયાર થવું બવ જ ગમતું....એટલે એ હંમેશા જ્યારે પણ બહાર જતી થોડી સજી ને જ જતી....અને આજે પણ એ હંમેશા ની જેમ જ તૈયાર થઈ થી..
"બા આ તો જુના જ કપડાં છે,હું ક્યાં તૈયાર થઇ છું અને શું નોકરી માટે મારે નાઈટ ડ્રેસ માં જવુ?"પોતાનો બચાવ કરતા પાંખી બોલી...
"બા તુ પણ શુ મારી પાંખી પાછળ પડી હોય આ ઉંમરે તૈયાર નહીં થાય તો ક્યારે થશે??એને શોખ છે તો કરવા દે ને પુરા એના શોખ... ચાલ પાંખી હવે બેસી જા નાસ્તો કરવા..."નવીન ભાઈ બોલ્યા....
"હા પપ્પા ચાલો બેસી જાય....."પાંખી બેસતા બોલી...
"હા તે જ બગાડી છે છોકરી ને..."કવિતા બેન ગુસ્સે થતા બોલ્યા...
બધા સાથે નાસ્તો કરવા બેસે છે.....નાસ્તો પુરા કર્યા પછી હાથ માં પર્સ અને ડોક્યુમેન્ટ લેતા પાંખી બોલી...
"ચાલ સાંચી ઉભી થા લેટ થાય...ચાલો બા અમે જઈએ હવે આશીર્વાદ આપો."
"હા દીકરા જા અને ધ્યાન રાખીને જાજો". કવિતા બેન બોલ્યા....
"અચ્છા પાંખી સાંભળ...."નવીન ભાઈ પાંખી ને જતી રોકતા બોલ્યા.....
"હા બોલો પપ્પા...."પાંખી ડોક્યુમેન્ટ સરખા કરતા બોલી....
"જો પાંખી હું તો હજી કહું છું શુ કામ કરવી આ જોબ??હું છું તો ખરી કમાવા વારો તું ઘરે આરામ થી રે ને બેટા".....નવીન ભાઈ ચિંતા માં બોલ્યા

"ના પપ્પા,મારે આમ ઘરે નથી રેહવું.મારે પણ તમને મદદ કરવી ઘર ચલાવવા મા,અને તમારા ને મમ્મી ના સપના પુરા કરવા,અને હા હું બવ જ ખુશ છું પપ્પા please મને ના ન પાડો... અને બસ મને તમારા આશીર્વાદ આપો".... પાંખી બહાર નીકળતા બોલી....
"હા પાંખી મારા આશીર્વાદ હંમેશા તારી સાથે જ છે.જા ધ્યાન રાખજે અને આરામ થી ને કોન્ફિડન્સ થી ઈન્ટરવ્યૂ આપજે"....નવીન ભાઈ પાંખી ને સંભળાય તેમ જોર થી બોલ્યા....
"હા પપ્પા બાય"..આટલું કહીને પાંખી પોતાનું એકટીવા લઈને સાંચી સાથે નીકળી ગઇ...
"બા ક્યારેક બવ ચિંતા થાય મારી દીકરી ની ભોળી છે,હજુ દુનિયાદારી ની સમજ નથી એના માં...."નવીન ભાઈ ચિંતા કરતા બોલ્યા...
"અરે કેમ ચિંતા કરે એની મમ્મી પણ આવી જ હતી,પણ અહીં આવ્યા પછી કેવું બધું સંભાળી લીધું... આ પણ શીખી જશે....તું ચિંતા ન કર..કવિતા બેન બોલ્યા...
"હા બા ચાલો હું પણ જાવ ધ્યાન રાખજો તમે...."



એક બાજુ પાંખી છે જે પુરા કરવા માંગે અધૂરા સપના....તો બીજી બાજુ નવીન ભાઈ જેને છે પોતાની પાંખી ની ચિંતા.....
શુ પાંખી ને મળશે આ જોબ??
શુ તે પુરા કરી શકશે અધૂરા અરમાન??
જાણવા માટે વાંચતા રહો..... "નફરત સે બની એક કહાની પ્યાર કી....."

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED