નફરત સે બની એક કહાની પ્યાર કી - 4 Tasleem Shal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નફરત સે બની એક કહાની પ્યાર કી - 4

"પ્રિય વાચક મિત્રો મારી સ્ટોરી ને આટલી સારી રીતે આવકારવા બદલ ખુબ ખુબ આભાર....."
"પાર્ટ 3 માં જોયુ સમર કામ થી સુરત જાય છે અને ઇન્ટરવ્યૂ લેવા માટે પાર્થ ને કહે છે..બીજી બાજુ પાંખી પણ એક ઇન્ટરવ્યૂ માટે જવા નીકળે છે....હવે આગળ....."


"પાંખી જલ્દી ચલાવ લેટ થઈ જશે તો વળી તે દિવસ જેવું થશે....યાદ છે ને 15 દિવસ પહેલા શું થયું તું....સાંચી પાંખી ને કંઈક યાદ અપાવતા કહે છે...."
"સાંચી તું યાદ ન અપાવ તે દિવસ મને હજુ પણ એ દિવસ યાદ કરું તો બવ જ ગુસ્સો આવે છે...કેવા કેવા માણસો પડ્યા છે દુનિયા માં.....પાંખી ગુસ્સે થતા કહે છે..."
"હા પાંખી મને ખબર છે તે દિવસે તું બવ જ ગુસ્સે થઈ તી... ક્યારેય ગુસ્સો ન કરતી પાંખી ગુસ્સે પણ થાય તે જોયું મેં....સાંચી યાદ કરતા બોલી...."
"ચાલ હવે મુક શું કામ તે દિવસ યાદ કરાવી ને mood બગાડે.... ચાલ હવે પહોંચી પણ ગયા તારી વાતો માં ઓફિસે.... આજ એડ્રેસ હતું ને??પાંખી અડ્રેસ વિશે પૂછતાં બોલી...."
"હા પાંખી આજ એડ્રેસ છે...ચાલ જલ્દી...સાંચી એકટીવા પર થી ઉતરતા બોલી..."
"આ એ જ એડ્રેસ હતું જ્યાં સમર ની ઓફીસ છે...એટલે કે પાંખી સમર ની જ ઓફીસ માં જોબ માટે આવી હતી...."
"પાંખી અને સાંચી બંને ઓફીસ માં એન્ટર થાય છે....ત્યાં બીજા ઘણા છોકરા-છોકરી હોય છે....પાંખી પોતાના ડોક્યુમેન્ટ લઈને રીસેપનિસ્ટ એટલે કે મિસ રિયા પાસે જાય છે....રિયા ડોક્યુમેન્ટ જોવે છે ને થોડી વાર રાહ જોવા માટે પાંખી ને કહે છે...."
"યાર પાંખી,ઓફીસ તો જો કેટલી મસ્ત છે....યાર એમ થાય હું પણ અહીં જ આવતી રહું....યાર આ જોબ હાથ માંથી ન જવા દેતી....સાંચી ઓફીસ નું નિરીક્ષણ કરતા બોલી...."
"હા યાર મહેનત તો કરી છે બસ આ જોબ મળી જાય તો બધા મમ્મી પપ્પા ના સપના પુરા કરવા માં પપ્પા ને મદદ કરી શકું.... પાંખી થોડી ચિંતા માં બોલી....."
"કેમ ટેન્શન લિયે મળી જશે પાંખી તને આ જોબ બધા ના આશીર્વાદ છે તારી સાથે...ચાલ હવે મસ્ત સ્માઈલ આપ...સાંચી તેને હિંમત દેતા બોલી...."
15 મિનિટ પછી પાંખી ને ઇન્ટરવ્યૂ માટે બોલાવવા મા આવી....
"All the best..... પાંખી... સાંચી બોલી..."
"Thanku...... કહી ને સાંચી ઓફિસ માં ગઈ.....
"May i come in sir..... એન્ટર થતા પાંખી બોલી...."
"Yes...please seat....પાર્થ એ પાંખી ને જોયા વગર જ હા કહ્યું....."
"પાંખી હજુ બેસવા જતી જ હતી ત્યાં પાર્થ ની નજર પાંખી પર પડી.....પાર્થ થોડી વાર માટે તેને જોતો જ રહી ગ્યો.... પાંખી ખૂબ જ સુંદર લાગતી હતી...અને આ જ કારણે પાર્થ ની નજર થોડી વાર માટે પાંખી પર થી હટી જ નહીં...."
"Excuse me sir.... પાંખી એ પાર્થ ને બોલાવતા કહ્યું...."
"પાર્થ અચાનક ભાન માં આવ્યો હોય એમ...બોલ્યો yes.. sorry..."
"અને મન માં જ કહ્યું..wow...beautiful.....ખબર નહીં કેમ એવું લાગે જાણે ક્યાંક જોઈ હોય..અને ફરી પાછી પાંખી ને જોઈ લીધી......
"ત્યાર પછી 10 મિનિટ સુધી પાર્થ એ પાંખી નું ઇન્ટરવ્યૂ લીધું અને બધા જ જવાબ પાંખી એ ખૂબ જ કોન્ફિડન્સ થી ને સાચા આપ્યા જેના લીધે પાર્થ એના થી પહેલા કરતા પણ વધારે ઈમ્પ્રેસ થયો...."
"મિસ પાંખી તમે ખૂબ જ સરસ ઇન્ટરવ્યૂ આપ્યું છે...હું ખૂબ જ ઈમ્પ્રેસ થયો છું...તમે અત્યારે જઈ શકો છો જો તમે સિલેક્ટ થઈ જશો તો સાંજ સુધી માં તમને ઓફિસ તરફથી call આવી જશે......thanku... પાર્થ એ પાંખી ને સમજાવતા અને તેની તારીફ કરતા કહ્યું...."
"Thanku so much sir.... પોતાની તારીફ સાંભળી ને પાંખી ખુશ થતા બોલી...અને ઓફીસ માંથી બહાર નીકળી ગઈ...."
"પાંખી ના ગયા પછી પણ પાર્થ હજુ પાંખી વિશે જ વિચારતો હતો અને એને મન માં જ નક્કી કરી લીધું કે આ જોબ એ પાંખી ને અપાવી ને જ રહેશે....."
"બહાર નીકળી ને પાંખી સાંચી પાસે ગઈ ને પોતાના ઇન્ટરવ્યૂ વિશે જણાવ્યું.... આ સાથે એ પણ જણાવ્યું કે પાર્થ સર ખૂબ જ ઈમ્પ્રેસ થયા એના ઇન્ટરવ્યૂ થી..."
"મને તો ખબર જ હતી પાંખી કે તને આ જોબ જરૂર મળશે... સાંચી ખુશ થતા બોલી..."
"હા સાંચી બસ હવે સાંજ ની રાહ છે કે ક્યારે ઓફીસ તરફ થી કોલ આવે...ચાલ હવે જલ્દી ઘરે જઈ ને બા ને પણ ખુશ ખબરી આપી.....પાંખી બોલી...."
"બંને ઘરે જવા નીકળે છે....."


'પાંખી સમર ની જ ઓફીસ માં જોબ માટે આવી છે શું તેને આ જોબ મળશે??'
'શુ સમર પાંખી ને જોબ આપશે??
'જાણવા માટે વાંચતા રહો..... નફરત સે બની એક કહાની પ્યાર કી.......'