Featured Books
શ્રેણી
શેયર કરો

નફરત સે બની એક કહાની પ્યાર કી - 22




આગળ ના પાર્ટ માં જોયું કે સમર અને પાંખી વચ્ચે ફરી એક ગેરસમજ ઉભી થઇ જાય છે...જેના કારણે બંને ફરી એક બીજા થી દુર થઇ જાય છે....હવે આગળ.......


પાંખી પોતાના આંસુ લૂછી ને સમર થી હમેંશા માટે દૂર જવાનો નિર્ણય લિયે છે...તે પોતાની જોબ છોડી દેવાનું મનોમન નકકી કરી લિયે છે... તેને સમર ની કંપની સાથે 6 મહિના નો કરાર કર્યો હોય છે જેમાં માત્ર 15 દિવસ જ બાકી હોય છે...અને પાંખી 15 દિવસ બાદ આ જોબ છોડવાનું વિચારીને ને પાર્ટી માંથી બહાર જવા લાગે છે.... ત્યાં જ પાર્થ પાંખી પાસે આવે છે.... પાર્થ ક્યાર નો પાંખી ને શોધતો હોય છે અને પાંખી ને જોઈ ને પાર્થ તો જોતો જ રહી જાય છે....પાર્થ ની નજર પાંખી પર થી હટતી જ નથી....થોડી વાર સુધી પાર્થ એકીટશે પાંખી ને જોયા જ રાખે છે....કેમ કે આજે પાંખી ની સુંદરતા સામે તેની જબાન બંધ જ થઈ જાય છે....ત્યાં જ પાંખી નો અવાજ સંભળાતા તેની નજર પાંખી પર થી હટે છે....


પાર્થ ને પાંખી ને જોઈ ને પોતાના દિલ ની વાત કહેવા ની ઈચ્છા થઈ જાય છે...પાર્થ તો પાંખી ની સુંદરતા જોઈ ને જાણે તેના પર મોહિત થઈ જાય છે....તેને વિચાર આવે છે કે આ સમય પાંખી ને પોતાના દિલ ની વાત કહેવા માટે ખૂબ જ સારો છે....તો તેને પોતાના મન ની વાત અત્યારે જ પાંખી ને કહી દેવી જોઈએ.... એમ વિચારી તે પાંખી ને કહે છે કે.....


"મિસ પાંખી આજે તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો....અને મારે તમને એક વાત કહેવી છે...."


ત્યાં જ પાંખી ઉદાસ સ્વરે કહે છે કે..."sorry પાર્થ સર પણ મારી તબિયત થોડી ખરાબ લાગે છે આપણે કાલ વાત કરશી.... હું અત્યારે અહીં થી જાવ છું.... બાય...."એમ કહી પાંખી પાર્થ કાંઈ આગળ બોલે એ પહેલાં સાંચી ને લઈ ને ત્યાં થી ચાલી ગઈ....પાર્થ તો ઉદાસ ચેહરે પાંખી સામે જોતો જ રહી ગયો....


પાંખી ઘરે પહોંચીને પોતાના રૂમ માં જઈ ને ઘણી વાર સુધી રોતી રહી....એને સમર સાથે વિતાવેલો સમય ખૂબ જ યાદ આવવા લાગ્યો....ઘણા સમય સુધી બધું યાદ કરી ને રોયા પછી પાંખી સુઈ ગઈ..... બીજા દિવસે પાંખી નો જન્મદિવસ હતો....પણ એને યાદ જ નહતો.....આજ સુધી કોઈ પણ જન્મદિવસ પાંખી ભૂલી નહતી અને જન્મદિવસ પહેલા જ પાંખી ઘણા સમય સુધી જન્મદિવસ ઉજવવા ની તૈયારી માં લાગી જતી હતી....પણ આજ પહેલી વાર એ પોતાનો જ જન્મદિવસ ભૂલી ગઈ હતી.....અને આજે એના પપ્પા અને બા પણ બહારગામ ગયા હતા જેના કારણે તેને કોઈ એ ઘર માં birthday વિશ નહતું કર્યું.....જેના લીધે પાંખી ને યાદ જ ન આવ્યું કે આજે તેનો જન્મદિવસ છે....


એક માત્ર સાંચી ને પાંખી નો જન્મદિવસ યાદ હતો પણ તે પાંખી ને surprise આપવા માંગતી હતી.....એટલે એને પણ પાંખી ને birthday વિશ ન કર્યું.....પાંખી રોજ ની જેમ તૈયાર થઈ ને ઓફિસ જવા નીકળી ગઈ....આજે પાંખી ખૂબ જ દુઃખી હતી....તેનું કામ માં મન જ નહતું..... તો સમર ની હાલત પણ એવી જ હતી...તે પણ ઘણો જ દુઃખી હતો....આજ ના દિવસે પાંખી અને સમર બંને એ એક બીજા સાથે વાત કરવા નું અને એક બીજા સામે જોવાનું પણ ટાળ્યું હતું....


પાંખી બપોરે લંચ માટે પણ સાંચી સાથે ન ગઈ....સાંચી ને તો એટલું જ જોતું હતું કેમ કે એ આજે પાંખી ને birthday surprise આપવા માંગતી હતી....પણ એ બધું એકલી કરી શકે એમ ન હતી...એટલે એને લંચ માટે પાર્થ ને બોલાવ્યો.....અને પાર્થ ને પાંખી ના જન્મદિવસ વિસે જણાવ્યું.....પાર્થ તો ખૂબ જ ખુશ થઈ ગયો....તે તો આવી જ કંઈક તક ની રાહ માં હતો અને આજે એને પોતાના દિલ ની વાત જે ગઈકાલે અધૂરી રહી ગઈ હતી તે કહેવાનો મોકો મળી ગયો.....લંચ કરતા કરતા પાર્થ એ અને સાંચી એ પાંખી ને surprise party આપવા નો પ્લાન બનાવી લીધો....બંને એ મળી ને સાંજે પાંખી માટે એક રિસોર્ટ માં ખૂબ જ સુંદર પાર્ટી માટે નું આયોજન બનાવ્યું.....


સાંજે સાંચી એક મિત્ર ના ઘરે પાર્ટી છે એવુ બહાનું કરી જબરદસ્તી પાંખી ને surprise પાર્ટી માં લઇ જાય છે.... બીજી બાજુ પાર્થ પણ ઘરે થી તૈયાર થઈ સમર ના ઘરે જાય છે....સમર ને તો હજી પાંખી ના birthday ની કાઈ જાણ જ હોતી નથી....પાર્થ સમર ને ફોન કરી ને પાંખી ના birthday વિશે અને પાર્ટી વિશે જણાવે છે....અને પાર્ટી માં આવવા માટે ફોર્સ કરે છે....સમર શરૂઆત માં તો ના જ કહે છે કેમ કે એને હવે પાંખી થી દુર જવું હોય છે....પણ પછી પાર્થ ની જીદ પાસે અંતે એ થોડી વાર જવા માટે હા કહે છે.....પાર્થ સમર ના ઘરે જાય છે અને સમર ને બને પાર્ટી મા જવા નીકળે છે.....રસ્તા માં પાર્થ સમર ને પાંખી વિસે વાતો કરતો હોય છે.....


આજે પાર્થ ખૂબ જ ખુશ હોય છે....એ finally આજે પોતાના દિલ ની વાત પાંખી ને અને પોતાના મિત્ર સમર ને કહેવાનો હોય છે....એ આજે બધા ની સામે પાંખી ને પ્રપોઝ કરવા નો હોય છે....આ કારણે આજે એની વાતો માં ઘડી ઘડી પાંખી જ આવી જતી હોય છે.....એમ જ વાતો કરતા કરતા અચાનક સમર ને પાર્થ ને પાંખી વિશે પૂછવાનું મન થયું કે.... ગઈકાલે પાંખી જેના વિશે વાત કરતી હતી એ વિડી કોણ છે??સમર એ આ વિશે પાર્થ ને પૂછ્યું કે....."આ વિડી કોણ છે??એના અને મિસ પાંખી વચ્ચે શું relation છે??"


પહેલા તો પાર્થ વિચારમાં જ પડી ગયો કે સમર કોના વિશે વાત કરે છે....પણ પછી અચાનક એને યાદ આવતા તે ખૂબ જ હસવા લાગ્યો.... સમર ને આ જોઈ ને પહેલા તો ખૂબ જ ગુસ્સો આવ્યો પણ પછી થોડો શાંત થઈ ને એને પાર્થ ને પૂછયુ કે..."શું થયું??કેમ હશે છે??"


પાર્થ એ પોતાનું હસવું બંધ કર્યું અને કહ્યું...."અરે યાર આ વિડી ફિલ્મ નો હીરો છે....વરુણ ધવન....અને મિસ પાંખી એમની ખૂબ જ મોટી ફેન છે....અને તે રોજ વિડી ના સપના જોવે છે....એ જ છે વિડી...બાકી કોઈ નથી એમની life માં....પણ તું શું કામ આવું પૂછે સમર??"


સમર તો જાણે આ સાંભળીને પહેલા તો ચોંકી જ ગયો...અને એ સમજી જ નહતો શકતો કે એ ખુશ થાય કે દુઃખી.....કેમ કે એને ફરી એક વાર પાંખી ને ખોટી સમજી હતી....અને એને દુઃખી કરી હતી..... તો બીજી બાજુ પાંખી ની life માં કોઈ નથી એ જાણી ને એ ખૂબ જ ખુશ હતો....પણ ત્યાં જ અચાનક એને વિચાર આવ્યો કે જો વિડી ફિલ્મ નો હીરો છે તો કાલ મિસ પાંખી મને કોના વીશે કહેવા આવ્યા હતા....કોણ છે એના દિલ માં??જેના વિશે એ મને કહેવા માંગતા હતા.?? એ વ્યક્તિ ક્યાંક હું......


આટલું વિચારતા જ જાણે સમર ના મગજ માં કોઈક લાઈટ જબુકી હોય એમ એને યાદ આવ્યું કે પાંખી કાલ એને જ પ્રપોઝ કરવા આવી હતી....અને પાંખી ના દિલ માં પોતે જ છે.....એટલે જ પાંખી મને આટલો સમજે છે એ અને મારી આટલી કેર કરે છે.....આવું વિચારી સમર ખૂબ જ ખુશ થઈ ગયો....અને એને આજે જ પોતાના દિલ ની વાત પાંખી ને કહેવા નો નિર્ણય લઈ લીધો....ત્યાં જ રિસોર્ટ આવી ગયો.....પાર્થ એ સમર ને કહ્યું કે..."અહીં જ પાર્ટી છે......ચાલ જલ્દી મિસ પાંખી આવી ગયા હશે....."


સમર હજી કાર માંથી ઉતરવા જતો જ હતો ત્યાં એને યાદ આવ્યું કે એને પાંખી માટે કોઈ જ ગિફ્ટ નથી લીધું અને આજ તો એને પાંખી ને પ્રપોઝ પણ કરવા નું છે તો ખાલી હાથ એ કેમ જાય..... આમ વિચારી સમર એ પાર્થ ને કહ્યું...."પાર્થ તું જા હું હમણાં જ આવું....અહીં બાજુ માં એક શોપ પર થી મિસ પાંખી માટે ગિફ્ટ લઈ આવું... હું બસ હમણાં જ આવ્યો....."એમ કહી સમર કાર લઈ ને ગયો....પાર્થ પર રિસોર્ટ ની અંદર ખુશ થતો થતો જવા લાગ્યો.....


સમર એક શોપ પર ગયો અને એને પાંખી માટે ખૂબ જ સુંદર એક રિંગ અને પાંખી ને ગમતા ફૂલો નો બુકે લીધો....તે આજે પોતાની બધી જ ફીલિંગ્સ પાંખી ને કહેવા માંગતો હતો.....અને પાંખી નું સપનું એને કોઈ દિલ થી પ્રપોઝ કરે એ પૂરું કરવા માંગતો હતો.....સમર જલ્દી જલ્દી પાંખી માટે ગિફ્ટ લઈ પાંખી સાથે પુરી life વિતાવવા ના સપના સાથે રિસોર્ટ પર પહોંચ્યો....અંદર પ્રવેશતા જ અચાનક એક દ્રશ્ય એની સામે આવ્યું....અને જાણે એના પગ નીચે થી જમીન જ સરકી ગઈ.....સમર ના હાથ માંથી રિંગ અને બુકે પડી ગયા......અને આંખ માંથી આંશુ વહેવા લાગ્યા......


વધુ આવતા અંકે.....


શું થયું એવું જેને જોઈ ને સમર ની હાલત ખરાબ થઈ ગઈ.....??


શું પાર્થ પાંખી ને પોતાના દિલ ની વાત કહેશે???


શું સમર ને એનો સાચો પ્રેમ મળશે??


શું સાચા પ્રેમ ની જીત થશે??


જાણવા માટે વાંચતા રહો "નફરત સે બની એક કહાની પ્યાર કી......"દર મંગળવારે.....