Coffeewala love books and stories free download online pdf in Gujarati

કોફીવાલા લવ

સામે પ્રિયા આવતી જોઈ કેતન હર્ષ ને કહે યાર મારી હેલ્પ કર ને. હર્ષ ના પાડે છે. હર્ષ મને પ્રિયા બહું ગમવા લાગી છે. કેતન તેની દોસ્તી ના સમ આપે છે. હવે દોસ્તી ખાતર હર્ષ પ્રિયા સાથે વાત કરવા જાય છે.

પ્રિયા ને સાદ પાડી ઊભી રહેવા કહે છે. પ્રિયા ઊભી રહી કહી..
બોલો શું કામ છે મારું.
મારે ત્યાં જવું છે રસ્તો બતાવશો.
પેલી બાજુથી જતાં રહો. હર્ષ ને ખબર હતી તે રસ્તાની, પ્રિયા રસ્તા વિષે બોલી તો હર્ષ કહ્યું તે રસ્તો ગલત છે.
પ્રિયા જાણીજોઇને તને ખોટો રસ્તો કહ્યો. તે ને ખબર હતી આ આવારા છોકરો મને તંગ કરવા આવ્યો છે. એટલે પ્રિયા ખોટું બોલી. પણ
હર્ષ બોલ્યો મૅડમ આ મારો મિત્ર તમારી સાથે વાત કરવા માંગે છે.
સાલ જા મારે કોઈ સાથે વાત નથી કરવી...

બીજે દિવસે પાછા બને તે જગ્યાએ પ્રિયા ની રાહ જોઈ રહ્યા હોય છે. પ્રિયા સામે થી આવતા કેતન પાછો હર્ષ ને પ્રિયા સાથે વાત કરવાનું કહે છે. દોસ્તી ખાતર હર્ષ પ્રિયા સાથે વાત કરવા જાય છે.

હલો ઊભા રહો...
શું છે હવે...
મારો મિત્ર તમારી સાથે વાત કરવા માંગે છે.
ઓકે બોલાવો...
અરે ઓ કેતન અહીં આવ પ્રિયા તારી સાથે વાત કરશે.
પણ કેતન ને બહુ સરમ આવે છે એટલે હર્ષ ને વાત કરવા કહે છે.
હર્ષ પ્રિયા સાથે વાત કરે છે. વાત વાત મા બધું પૂછી લે છે. ત્યાં થી છૂટા પડે છે.

સાંજે હર્ષ કેતન ને ધમકાવે છે. 
અરે જા ડરપોક પ્યાર પ્યાર કરતો હતો પ્રિયા સાથે આવી એટલે હવા ગુલ થઈ ને. હવે મને કે તી નહીં મદદ કરવા નું. તું તારી રીતે વાત કરી લેજે.
હર્ષ છેલ્લી વાર તેને કોફી માટે બોલાવ હું આ વખત વાત કરીશ.
છેલ્લી વાર હો કેતન..
ઓકે માય ડીઅર ફેન્ડ....

રસ્તા પર પ્રિયા ને હર્ષ એ કોફી માટે આમંત્રણ આપ્યું. ત્રણેય કોફી શોપમાં માં ટેબલ પર બેસ્યા. પ્રિયા જ્યાં કેતન સાથે વાત કરે ત્યાં તો કેતન શરમાઈ ને બાનુ બનાવી જતો રહ્યો.

પ્રિયા અને હર્ષ ખૂબ વાતો કરી. પ્રિયા હર્ષ ની વાત થી પ્રભાવિત થઈ તેણે તેનો મોબાઇલ નંબર આપ્યો. હવે બંને મોબાઇલ પર કેતન ની ગેરહાજરી માં વાતો કરવા લાગ્યા. અને સાથે રોજ સાથે કોફી પણ પીતા.

હર્ષ ને એમ કે હું મારા ફ્રેન્ડ ની મદદ કરી રહ્યો છું. કેતન ને પણ તેમ હતું. પણ પ્રિયા હર્ષ પર મોહિત થઈ. હર્ષ ને ખબર હતી કે પ્રિયા મારા પ્રત્યે ફીલ કરી રહી છે પણ દોસ્તી ખાતર તે ફીલ ને દબાવી બેઠો હતો.

હર્ષ ને પ્રિયા નો ફોન આવ્યો. તેણે કહ્યું મારે કૉલેજ નો છેલ્લો દિવસ હતો હું કાલે એક મહિના માટે મારા શહેર જાવ છું. હું તને ડિનર માટે આમંત્રણ કરું છું. મારે તને ખાસ વાત કરવી છે.

હર્ષ કેતન ની વાત કરી સાથે લાવું તો.
પ્રિયા ના પાડી દે છે. પ્રિયા તેના પ્યાર નો એકરાર કરવા બોલાવે છે તે હર્ષ સમજી જાય છે.

સાંજ પડે છે વિચાર કરે છે જો પ્રિયા ઘરે જાવ તો દોસ્ત સાથે ગદ્દારી કહેવાશે અને ન જાવ તો હું કાયમ માટે મારે પ્રિયા ને ભૂલવી પડશે.

હર્ષ પ્રિયા ને ઘરે જતો નથી. પ્રિયા આખી રાત હર્ષ ની રાહ જોતી સવારે તેના શહેર જતી રહે છે.

એક મહીનો થયો તે સમયમાં કેતન ને કોઈ ગર્લ ફ્રેન્ડ મળી જાય છે. હર્ષ ને પ્રિયા યાદ આવે છે. તે પાછો એક મહિના પછી તે જગ્યાએ પ્રિયા ની રાહ જોવે છે. કમ નસીબે પ્રિયા હર્ષ ની સામે આવે છે. પ્રિયા ને સામે જોતા હર્ષ ખૂબ રડવા લાગે છે. પ્રિયા બધું સમજી ગઈ.

I am sorry પ્રિયા
It's OK.
એક મહીના મને તું બહું યાદ આવી પણ કેતન ને લીધે હું આવી ન શક્યો.
હર્ષ હું બધું સમજી ગઈ છું.

સારું ભૂલી જા બધું હવે મને તારું પ્રેમ ભર્યું આલિંગન નહીં આપે.
ઓફ કોર્સ.

I love you પ્રિયા
I love you to હર્ષ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED