શબ્દ શ્રુગાલ SaHeB દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શબ્દ શ્રુગાલ

(1)

દર્દના થિંગડા લગાવેલ કફન નથી જોઈતું,
આંસુનું સિંચન કરેલું ચમન નથી જોઈતું.

લેવી પડે છે જ્યાં પરવાનગી ઉડવાની મારે,
ભલે અનંત હોઈ છતાં ગગન નથી જોઈતું.

દિલાસા આપે છે જે એ જ હાંસી ઉડાવે,
મિત્ર ઓઠે શત્રુનું પહેરેલ વદન નથી જોઈતું.

ભલેને દિવસો મારા જાય આમ ગરીબીમાં,
નિર્દોષના રક્તથી રંગાયેલું ધન નથી જોઈતું.

મનોજ ચીંસો પણ રૂંધાય જાય છે એ સ્થળે,
હોઈ સાહેબી, પિંજરાનું બંધન નથી જોઈતું.



(2)

ભટકી ગયેલા દિલ ને ઓર ભટકાવું ના,
પ્યાસા છીએ, અધરો બતાવી તરસાવું ના.

કરવું હોય તો કરી લે કત્લ મારુ એક સાથે,
ધીરે ધીરે વિયોગના ડંખ આપી તડપાવું ના.

દુનિયાને જાલિમ મળ્યો કે દુનિયા જાલિમ?
જીવતો છું હજુ દેહમાં આમ સળગાવું ના.

ઉડીને થાક્યા કે પાંખો વીંધાય ગઈ તમારી,
"મનોજ" જે સંબંધ નથી એને તું નિભાવુ ના.



(3)

હવે આ કદમ અમારા ડગતા જાય છે,
રસ્તા રેતાળ રણમાં ભળતા જાય છે.

એ ગુન્હો થઈ ગયો એક, ઇશ્ક કર્યો જે,
મારા જેવા કેટલાય સબળતા જાય છે.

સપના હતા બુલંદ હરેક મારી રાતના,
પી ગયા છે ઘૂંટ દર્દનો લથડતા જાય છે.

એક આંસુની તાકાત જોવી છે તમારે?
સ્પર્શે દરિયાને, નીર સળગતા જાય છે.

રાખી સ્મિત સદા આ વદન પર જગમાં,
મનોજ એવા છે ને ખુદને ઠગતા જાય છે.



(4)

સાચવીને રાખ્યું છે અમે આંસુ, ખરવા નથી દીધું,
અપને બરબાદ કરવાનું સપનું, રઝડવા નથી દીધું.

પડે જો ઘમંડના મિનારા પરથી, તો સલામત રહે,
જીવન અમે નીચે બિછાવ્યું, તેને પડવા નથી દીધું.

ભૂલ હોઈ ગમે એની સ્વીકારી લીધી છે મેં ખુદે,
મારી જેમ એને મેં કદી ક્યાંય કરગરવા નથી દીધું.

આ અવિરત ચાલતું રહેવાનું, બધું આમ મનોજ,
અને મુનિમો આવ્યા કોઈને દર્દ ગણવા નથી દીધું.



(5)

કત્લ અશ્રુની થઈ ગઈ, વહાવવા કશું નથી,
એક હીબકાં ભરી સપનું તરફડી મરી ગયું.

ચાહતના ચક્ર ભેદી નીકળી ગયો હું બહાર,
ગમના વિજય પછી કોણ ઘાયલ કરી ગયું.

ગુબાનમાં ખુલ્લી રાખી હતી મેં મારી આંખો,
શાંત વાતાવરણમાં, બધી આંધળું બની ગયું.

એ વર્ષો પછી સામે આવી સ્મિત કરી રહ્યા,
દિલ ને દાદ આપો, કાતિલ સ્મિત સહી ગયું.

કદમ ચાલતા રહેશે મારા કાયમ કયામતમાં,
એમને હતું કે એ ગયા, પ્રારબ્ધ મારુ ફરી ગયું.

અનેક ઉપમા આપો તો પણ એ ભ્રમ જ રહે,
સ્વાર્થ નામ મારુ છે, મનોજ સપનું કહી ગયું.



(6)

શબ્દો બંધ થાય, પાંપણો ભરાય જાય,
સ્વપ્નની તલવારથી સ્વપ્નો હણાય જાય!

રસમ જુદી છે, વ્યવહાર અલગ છે એનો,
વાત નાની હોઈ ને લાગણી ઘવાય જાય.

નામ લખજો મારા પર પથ્થર સમજીને,
સાચવીસ કોમળ નામ, નહિ ભૂંસાય જાય.

તેઓ રહ્યા છે સદા મોટા મોટા મહેલોમાં,
ઝુંપડી સાચવી રાખો, કદાચ હણાય જાય.

બાગમાં ખીલતા પુષ્પ હતા ખૂબ નાજુક,
આવે છે કોઈ ભમરો અને તે ચૂસાય જાય.

આ પ્રેમ અને રાજનીતિમાં સામ્યતા રહી,
વાયડા સુવર્ણમૃગ જેવાથી ખેંચાઈ જાય.

આ ફાટેલા કપડામાં મનોજ આ રહ્યો છે,
આ હાલત નિમ્ન થઈ એ કેમ સંધાય જાય.



(7)

જિંદગી હવે જિંદગીને મારી રહી છે,
ખુશી ખીલેલા બાગને બાળી રહી છે.

અનેક પ્રયત્ન કરી શિખર ને પામ્યો છું,
એ મંજિલ મને નીચે ઉતારી રહી છે.

માગ્યું હતું દુઃખ મેં અંતિમ ચરણોમાં,
ચક્કર ઉંધુ છે ખુશી અપમાવી રહી છે.

તપ્યો છું સૂરજના તાપે, મજબૂત થયો,
પણ શીતળ ચાંદની સુકાવી રહી છે.

અમે કાળી રાતે પણ ખીલી ગયા હતા,
સવારની આ સવારી કરમાવી રહી છે.

છે ભિન્ન મારા લેખો, કવિતા જુદી છે,
એટલે જ આ કલમ હંફાવી રહી છે.

મનોજ એમના આવવાના અણસાર છે,
રહી હતી બાકી ધડકન એ હારી રહી છે.



(8)

રોજ જન્મ થાય, રોજ મરું છું,
આ જ કામ દરરોજ હું કરું છું.

લાગણીના પર્વત ચડી જવું છું,
ને દરરોજ આંસુથી હું પડું છું.

શબ્દો તમને લાગે ભીંજાયેલ,
દર્દના દાવાનળમાં હું ઝરું છું.

ચાલુ છે પ્રયત્ન મારા એ તરફ,
નામ માણસે ને માણસ બનું છું.

સ્વભાવ મારો બાજી બગાડે,
છું ખુદનો વિરોધી ખુદને નડું છું.

મળે છે અનેક લોકો મને અહીં,
અફસોસ, હું ક્યાં મને મળે છું.

શ્વાસોના તોફાન પછીની શાંતિ,
મારા હાથે ખુદની કબર ચણું છું.

મનોજ એમ મુરજાય એમ નથી,
ચડી ને તાવડે હું અત્તર બનું છે.



(9)

ઠોકરો ખાઈને આવ્યા છીએ હવે આવકારની જરૂર છે,
જખ્મો શબ્દોના એવા વાગ્યા છે કે સારવારની જરૂર છે.

પોતાના ખંભા પર રાખી લોકોને ચડાવ્યા છે અમે શિખરે,
થાકી એવા ગયા છીએ અમે , હવે આધારની જરૂર છે.

હિતની વાત છોડી દીધી જ્યારે સમજી ગયો સંબંધ ને,
ન આવતા એ બહાનું લઈ ને કે આને પ્યારની જરૂર છે.

લથડીયા ખાઈને વિતે છે આ અમારું જીવન અંત સમયે,
હવે ન કરતા કોઈ દવા કે દુઆ, હવે મઝારની જરૂર છે.

હતા હૈયાત અમે અને ન કરી શક્યા કોઈ કદર અહીંયા,
સન્માન નથી જોઈતા તમારા, મારા પર હારની જરૂર છે.

કોશિશ પણ ખૂબ કરી છે મને ડૂબાવવા દુનિયાના લોકોએ,
આપું તમને તરકીબ, મને ડૂબાવવા મઝધારની જરૂર છે.

"મનોજને" પામવાની વાત છોડી દ્યો, એ ક્યાંય નહીં મળે,
ભટક્યા ન કરો શોધવા મને તમે બસ ઇન્તજારનું જરૂર છે.



(10)

ચાર દિપક સળગતા હતા છતાં અંધકાર હતો,
બસ આ જ બુઢ્ઢાપાનો સૌથી મોટો ભાર હતો.

જેમને કાંધે બેસાડી બતાવી છે આ દુનિયા મેં,
વસિહત પર સહી થઈ પછી અત્યાચાર હતો.

પહેરી કપડાં મેં ફાટેલા ભણાવો છે મેં એમને,
ઘરડાઘરે મુકવા આવ્યો એ મારો આધાર હતો.

બાપુ તમને સુખ આપીશ મોટો થઈ જવું પછી,
એ નાનો હતો ત્યારે કેટલો મારા તરફ પ્યાર હતો.

જીવનભર જતન કરી ને જે બાગ મેં ઉછેર્યો તો',
એ વેરાન રણ નીકળ્યું, શુ એ મારો ઉપકાર હતો.

ગાડીઓ, મહેલો, આ સગવડને શુ કરું મનોજ,
જ્યાં એક દીકરો વ્યસ્ત અને બાપ લાચાર હતો.


મનોજ સંતોકી માનસ