કારગિલ MaNoJ sAnToKi MaNaS દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કારગિલ

?લડાઈ હજુ ચાલુ છે?

રક્તના ખપ્પર તને ઓ માતા ચડાવ્યા છે,
શત્રુને હથિયારથી હિંમત થી હરાવ્યા છે.
વહેંચાય ગયા હતા શરીર કટકા કટકા થઈ,
શ્વાસના અંત સુધી વચન અમે નિભાવ્યા છે.
✍️મનોજ સંતોકો.

એ બર્ફીલી ચટ્ટાનો અને વરસતા બરફ વચ્ચે આજથી વીસ વર્ષ પહેલાં પાકિસ્તાન સામેની લડાઈમાં ભારતનો અનેક બલિદાન આપી વિજય થયો હતો. આજના દિવસને એ નિમિતે "કારગિલ વિજય દિવસ" તરીકે હર્ષ સાથે ઉજવવામાં આવે છે. કારગિલની પૂરો ઘટના ભારતની સેનાની વીરગાથા છે. માઇન્સ ડીગ્રી તાપમાનમાં ભારતના જાંબાઝ પોતાના રક્તના ઉબાલથી બર્ફીલી પહાડને ઓગળતા લડી ગયા એની કહાની છે કારગિલ વિજય.

1998 ઓક્ટોબર-નવેમ્બરમાં પાકિસ્તાનની સેના દ્વારા કાશ્મીરના ઇલાકામાં ઘૂસપેઠ ચાલુ થઈ ગઈ હતી. દ્રાસ અને મશોક જેવા વિસ્તારમાં પાકિસ્તાની સેનાએ બંકર બનાવી પોતાનો અડ્ડો જમાવી દીધો હતો. ત્યારે ચાલુ સરકારમાં રહેલ જ્યોજ ફંડાલીસનું એક નિવેદન બહાર આવ્યું હતું,"પાકિસ્તાન કે કુછ ચુહે ભારતકી સીમામે દાખીલ હુવે હૈ, હમ ઉસકો 48 ઘંટેમેં સીમાપાર કર દેગે."
ભારતની એક ટુકડી એ બર્ફીલા પહાડ પર ચડી, ત્યારે કશું જ ચોખ્ખું દેખાતું ન હતું, કારણ કે એ ઊંચાઈ પર ધૂમસનું પ્રમાણ વધુ હતું. ફક્ત ગોળીનો અવાજ જ આવતો હતો. એ સમયે શુ કરવું અને કઈ રીતે એ હિલ પર કબ્જો કરવો એ મુશ્કેલ કાર્ય હતું કારણ કે તમામ પરિસ્થિતિ ભારતથી વિપરીત હતી. શત્રુ ઊંચાઈનો લાભ રહી પોતાનો આંતક મચાવી રહ્યા હતા. જ્યારે એક બાજુ કઈ જ દેખાતું ન હતું. હિંમત પૂર્વક ઉપર જઈ ને જોયું તો કાળા કપડામાં પંદર જેટલા પાકિસ્તાનના સૈનિક હતા. માથે લાલ પટ્ટો બાંધ્યો હતો. સંકેત સ્પષ્ટ હતો કે યુદ્ધ ચાલુ થઈ ગયું છે. ત્યાં લડાઈ બે દિવસ જેટલી ચાલી, એમાં એક કેપ્તન જખમી થયા અને પાકિસ્તાનના સૈનિકે કહ્યું"અગર તુમ્હે હિંમત હે તો લાશ લે જાઓ અપને અફસર કી.." ત્યારે ભારતના એક કેપ્તને જવાબ આપ્યો, " લાશ તો લેકે જાઉગા પર તુમ્હારી.."

ભારતની સેનાની એક ખાસ સંસ્થા MI-1 દ્વારા 1997 થી સંકેત આપવામાં આવતા હતા કે બોર્ડરના વિસ્તારમાં પાકિસ્તાનની ચલપહલ તેજ થઈ ગઈ છે, ત્યાં બંકર બનાવવામાં આવી રહ્યા છે, ત્યાં હેલિકોપ્ટરથી મદદ કરવામાં આવી રહી છે. પણ દેશમાં ચાલતી સત્તાની રાજનીતિ આ મુદ્દો અને આ માહિતીને યોગ્ય ન્યાય આપી જ ન શકી.

26 જુલાઈના દિવસે તત્કાલીન સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે કારગિલના શિખર પર ભારતે વિજય મેળવી લીધો છે. કેટલી કુરબાની, કેટલાય સિંદૂરના રક્ત વહ્યા હશે, કેટલીય બહેનની રાખડી વીંધાની હશે, કેટલીય માતાની છાતીમાં દૂધ આવ્યું હશે પોતાના વીર દીકરાને, પોતાના નરબંકાને ત્રિરંગાનો ઓઢીને આવેલ જોઈ. કેટલાય પિતાનું મસ્તક ગર્વથી ઉન્નત થયું હશે. એ રક્ત, એ વહાલ, એ પ્રેમ, અને એ કુરબાની આજે કોઈ કિંમત ખરી? સૈનિક પ્રાણ આપી ને જોતી જાય છે જ્યારે નેતા એ રક્તને પણ શાહીથી ધોઈ નાખે છે.

અમેરિકાના હંટર પર દિલ્હી અને કરાચી નાચી ઉઠી હતી. દિવંગત એક પુરોધા અટલજી અંત સુધી હઠ લઈને બેઠા હતા કે પાકિસ્તાન સાથે હવે શાંતિ વાર્તા નહિ કરવામાં આવે. પણ અચાનક એક દિવસ અટલજીએ નાગોના દેશમાં ચંદનનું વન મોકલી આપ્યું, આ દેશ સરોવર છે હંસોનું અને ગીધને આમંત્રણ આપી દીધું, આગ્રામાં શિખર વાર્તા થઈ મુસર્ફ ભારત આવ્યા 21 તોપ ની સલામી આપવામાં આવી પણ એકપણ તોપનું નિશાન બરોબર ન લાગ્યું, અને જનરલ મુસર્ફ ચાલુ વાર્તા છોડી જતા રહ્યા ત્યારે લાગ્યું કે મારો 100 કરોડનો દેશ અમેરિકા થપાટાથી ફરી છેતરાય ગયો.

આ પુરા યુદ્ધમાં મને ભારતના એક સૈનિકનો અંતિમ પત્ર ખૂબ ગમે છે અને દિલને સ્પર્શ કરે છે એટલે એમના જ શબ્દોમાં લખું છું, વિજયંત થાપર લખે છે, "ક્યારેક સમય મળે તો આવી ને જોઈ લેજો તમારી આવતી કાલ માટે અમે આજ કઈ જગ્યા પર અને કેવી હાલતમાં લડ્યા..."

✍️મનોજ સંતોકી માનસ✍️