રક્ષા - એ - વતન MaNoJ sAnToKi MaNaS દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

રક્ષા - એ - વતન

હાથના વિરાન કાંડા પર બહેન જ્યારે સુતરનો દોરો બાંધે છર ત્યારે હરેક ભાઈ પોતાની બહેનની આજીવન રક્ષા કરતો એક યોદ્ધો બની જાય છે.

જે જવાનો આજે સરહદ પર પોતાની બહાદુરીના પરચમ લહેરાવી રહ્યા છે તેમના હાથ એટલા માટે મજબૂત છે કારણ કે જમણા હાથ પર બહેનનો અપાર પ્રેમ અને આશીર્વાદ હોઈ છે.

પુરા દેશની રક્ષા કરવા માટે પોતાની માતા જણ્યા ભાઈને હસતા હસતા સરહદ પર મોકલતી બહેન પણ એક માતા દુર્ગાનો એક અવતાર જ રહી છે. પોતાના જવતલીયાને સીમાડે લાગેલી જ્વાળાને ઠારવા મોકલતી બહેન માત્ર સરહદના તમામ વિરો પોતાના ભાઈ જ બની જાય છે. અને તે જવાન માટે દેશની તમામ બહેન સગી બહેન જ હોઈ છે.

એકવાર શત્રુઓ આપણા દેશની સરહદ પર આવી ચઢ્યા, એક વિસ વર્ષના જવાનની ત્યાં ડ્યુટી હતી. સામે છેડે પંદરેક જેટલા શત્રુઓ શસ્ત્રોથી સજ્જ થઈ કાયરતા પૂર્વક આવી ચઢ્યા હતા. અહીં આપણા બે જવાન એ ચોકી પર પહેરો ભરતા હતા. ચોકી એક પર્વતની ઊંચી ચોંટી પર હતી. ત્યાં જ એક સનનનન... કરતી ગોળી આવી અને વિસ વર્ષના જવાનના ખંભાની આરપાર જતી રહી. ભારતના બન્ને જવાબ સાબદા થઈ ગયા.

ઘાયલ જવાને પોતાના ખંભા પર ગોળી લાગી છે તેની પરવાહ કર્યા વગર મોરચો સાંભળી લીધો હતો. શત્રુ પક્ષમાં જાણે કોહરામ મચી ગયો હોય, શત્રુઓને થયું કે આપણી જાણકારી બહાર કઈક થયું લાગે છે. આપણને તો કહ્યું હતું બે જ સિપાહી છે પણ અહીંયા પુરી બટાલિયન હોઈ એમ ગોળીઓ આવે છે.

ભયભીત થયેલા શત્રુઓ પણ સામે બેફામ ગોળીઓ છોડવા લાગ્યા હતા. એ પંદર શિયાળ્યા પર ભારતના બે જવામર્દો ભારે પડી રહ્યા હતા. લગભગ ત્રીસ મિનિટ જેટલો સમય થી ગયો હતો. બન્ને પક્ષથી ધનધનધનધન... ગોળીઓ છૂટી રહી હતી. વિસ વર્ષના જવાનનું પૂરું શરીર શત્રુઓની ગોળીથી વીંધાય ચૂક્યું હતું. શરીર માંથી લોહીની ધારા થતી હતી. પણ જવાનને તેની કસી પરવાહ ન હતી. શત્રુઓ પણ આ જવાનનું રક્તતાંડવ જોઈને ગભરાય ગયા હતા. તે ધ્રુજવા લાગ્યા હતા. જાણે કૈલાસ પરથી કોઈ શિવનો અંશ આવીને એ પંદર લોકોનો કાળ બન્યો હોઈ તેમ એ જવાન સામી છાતીએ લડતો રહ્યો.

શત્રુઓના ખેમામાં બાર લોકો આપણા જવાનોની ગોળીનો શિકાર બની જાહનુમમાં જતા રહ્યા હતા. હવે બાકી ત્રણ જ રહ્યા હતા. અને એ મરણ્યા પ્રયાસ કરી રહ્યા હતા. તેમાંથી એકે હેન્ડ ગ્રેનાઇડ નો ઘા આપણા બન્ને જવાન લર કર્યો. ક્ષણની પણ રાહ જોયા વગર વિસ વર્ષના જવાને સતર્ક રહી બીજા જવાનને ધક્કો મારી સુરક્ષિત જગ્યા પર ધકેલી દીધો અને તે પોતે ગ્રેનાઇડ પર સુઈ ગયો. તેના શરીરમાં અનેક ગોળીઓ પસાર થઈ હતી. એક પગ કપાઈ ગયો હતો. ડાબો હાથ છૂટો પડી ગયો હતો. એ દૂર જાય એવી સ્થિતિમાં ન હતો. બન્ને જો બૉમ્બનો ભોગ બને તો બાકી રહેલા શત્રુઓ દેશની અંદર આવી શકે એ પણ ભીતિ હતી એટલે ખુદ બૉમ્બનો ભોગ બનવા તૈયાર થઈ ગયો હતો. બૉમ્બ પર સુઈને ગોળીઓ શત્રુઓ પર ગોળીઓ વરસાવવા લાગ્યો, અને ક્ષણમાં જ એક મોટો વિસ્ફોટ થયો.

બૉમ્બ ફૂટ્યો... જવાનના તમામ અંગ જુદા થઈ ગયા. બીજા જવાને બાકી વધેલા ત્રણે શત્રુને વીંધી નાખ્યા. પુરા પર્વતની ચોંટી જવાનના પાક રુધિરથી અને અંગોના કટકાથી લથપથ થઈ ગઈ હતી. બીજા જવાનો ચોંટી પર આવ્યા. શહીદ થયેલા જવાનના દેશના કટકા એકઠા કર્યા ઉપર આપણા દેશની આન બાન અને શાન કહેવાતા આપણા રાષ્ટ્રધ્વજને એ દેહ પર ઓઢાળવામાં આવ્યો. કોઈ વિનાશક પુર આવીને સમી ગયું હોય એવું ઘાતક વાતાવરણ બની ચૂક્યું હતું.

નટરાજના તાંડવ પછી જે ગમગીન શાંતિ હોઈ એવું મૌન પર્વતની એ ચોંટી પર છવાઈ ગયું હતું. શહીદના દેહને નીચે લાવવામાં આવ્યો. પ્રોટોકોલ મુજબ બધી વિધિ કરવામાં આવી. પછી શહીદને શોભે એવા સન્માન સાથે પાર્થિવ દેહને જવાનના ઘરે વિદાય કરવામાં આવ્યો. સાથે અન્ય આર્મીના ઓફિસરો અને બીજા અગિયાર જવાન પણ ગયા.

ગામની અંદર આર્મી ગાડીઓ આવી પુરા ગામમાં એકઠા થયેલા લોકોની આંખમાં આંસુ હતા અને ચહેરા પર ગર્વ હતો, ' કે અમારા ગામનો એક લવરમુછ્યો માદર-એ-વતન ની રક્ષામાં કામ આવ્યો.'

ચોથી ગાડીમાં જવાનનો પાર્થિવ દેહ ત્રિરંગમાં લપેટાયેલો હતો. બધા ગ્રામજનો એ ગાડી પર પુષ્પોનો વરસાદ કરી જવાનને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પિત કરી. ગાડીઓ જવાનના ઘર પાસે ઉભી રહી. ઘરમાંથી આક્રંદનો અવાજ આવતો હતો. હૈયાફાટ રુદન થઈ રહ્યું હતું. જવાનના પાર્થિવ દેહને આંગણામાં લાવવામાં આવ્યો. પિતા, માતા અને બહેન એકબીજાના સહારે શહીદના દેહ પાસે આવ્યા. અંતિમ વાર પોતાના દીકરાનું વદન જોવા અશ્રુ ભરી આંખે માતા પિતા તરસી રહ્યા હતા. બહેન થોડી મક્કમ બની ગઈ હતી છતાં આંખમાં આંસુની ધારા હતી. દેહના ટુકડા જોઈ ત્રણે સહમી ગયા હતા. અંતિમ દર્શન પર પોતાના દીકરા ન કરી શક્યા એનો અફસોસ હતો પણ વતન માટે દીકરો કુરબાન થયો એનું ગર્વ પણ શહીદના માતા પિતાને હતું.

બહેન પોતાના આંસુથી ઓઝલ થયેલી આંખથી ભાઈનો જમણો હાથ શોધી રહી હતી કારણ કે આજે રક્ષાબંધન હતી. પોતાના વીરાને અંતિમ રાખડી બાંધવી હતી. હાથ ન મળ્યો એટલે બહેને મક્કમતા થી બીજા જવાનને કહ્યું, " મારા વીરનો જમણો હાથ શોધી આપો ને, આજે રક્ષાબંધન છે મારે મારા ભાઈને રાખડી બાંધવી છે. મારો વિરો કહેતો હતો કે બહેન આ રક્ષાબંધન પર હું જરૂર રાખડી બંધાવવા આવીશ પણ....." તેના શબ્દો ત્યાં જ અટલાઈ ગયા એ વધુ કસું ન બોલી શકી, ગળે ડૂમો આવી ગયો હતો.

ત્યાં જ આર્મીના અગિયાર જવાનો આગળ આવ્યા. પોતાનો જમણો હાથ તમામ જવાને આગળ ધર્યો. તેમાથી એક જવાન બોલ્યો, " બહેન અમે અગિયાર જવાન તમારા ભાઈ જ છીએ, બહેન આ વીર યોદ્ધાએ દેશની અનેક બહેનોની રાખડીની લાજ રાખી છે. અનેક ભાઈઓને બચાવવા આ વીર શહીદે કુરબાની આપી છે. બહેન એક ભાઈ કુરબાન થયો તો શું થયું અમે બીજા અગિયાર તમારા ભીએ જ છીએ. બહેન તમારી રક્ષા માટે અમે હાજર છીએ બહેન..."

અશ્રુ ભરી આંખે તમામ જવાનોને પોતાના સગાભાઈ માનીને બહેને રાખડી બાંધી અને કહ્યું, "એક બહેનના આશિર્વાદ છે કે માઁ ભારતીની રક્ષા કરતા મારા બધા વિરાઓની રક્ષા આ રાખડી કરે..."

પુરા આંગણામાં અને બહાર ઉભેલા અસંખ્ય લોકો આ દ્રશ્ય જોઈ રહ્યા અને એક સાથે બોલી ઉઠ્યા, " જય જય હિન્દ, જય જય જવાન.... જય જય જવાન.... શહીદ વીર અમર રહો.... શહીદ વીર અમર રહો...."

નારા વધુ બુલંદ થવા લાગ્યા હતા. બહેને પોતાના ભાઈની અર્થી ને કાંધ આપી. ગામનું પૂરું વાતાવરણ ત્યારે મૌન આક્રંદની સાથે ગર્વના શૌર્યરસથી તરબોળ થઈ ગયું હતું...

મનોજ સંતોકી માનસ