A videahi chhokra sathe MAA books and stories free download online pdf in Gujarati

એ વિદેશી છોકરા સાથે માં

એ વિદેશી છોકરા સાથે માં

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

"ઈશ્વરે તને નવરો હશે તે દિ'ઘડ્યો હશે"�

 

'આળવિતરો!  ઓ માં....�

 

"એક જ ધારું બસ તોફાન,તોફાન ને તોફાન જ "�

 

"એક સેકન્ડવારનીય  શાંતિ નહિ"�

 

હે ભગવાન!!!

 

દીધો,દીધોને  આવો શું દીધો�

 

થોડીક મોડી ઈચ્છા પૂરી કરી હોત તો, તારું શુ જાત?�ઈશ્વરને ફરિયાદ કરતાં એક મા બોલી રહી..

 

થોડીવાર પછી એક માં ના

હૃદયમાં અજંપો છવાય ગયો.

 

આજે એ વાતને ૧0 વર્ષ જતા રહયા;

હજુય એની આંખ સામે એ તરવરે એ પગલીને એ તોફાન...

 

 

આજે દીકરો વિદેશ ભણીને પાછો આવે છે;

 

બસ અશાંતિ છવાયેલી છે,એ દીકરો કેવો દેખાતો હશે?

 

૧૦ વર્ષની ઉંમરે હોશિયાર, હોશિયાર કરીને મોકલેલો;

 

પછી તો ત્યાં કોઈ વિડિઓ કોલ ન થતા.વાત થતી

પણ એ બોવ શિષ્ટ ભાષામાં સમય માર્યાદિત.

 

એ કાલી ઘેલીને તોફાન મસ્તી તો જાણે ભણતરમાં જ ધોવાય ગયા.10 વર્ષનો છોકરો ઉંમર કરતા વહેલા સમજુ થઈ ગયો .

 

 

વૈભવીબેન એકવાર બેસવા આવેલા.એ સરકારી નોકરિયાત ખોટું ન બોલે...એવા ઇ. સાચા માણસ. ભરોસો થાય એવા...

 

પણ

 

 

સાચું પણ કેહતા, શિખામણ પણ આપતા.

 

 

છોકરાને ૧૫ વર્ષ પછી જ બહાર ભણવા મોકલાય.

 

 

આપણી સાથે રહેતો તમામ પરિસ્થિતિને, માતા-પિતાની લાગણીનો ખ્યાલ આવે.

 

 

હા,મને ખબર જ છે,પણ છોકરો હોશિયાર, મુકતા મુકાય ગયો; હવે કશું ન થાય વૈભવીબેન...

 

 

આવું હર્ષિતભાઈ બોલ્યા.

 

 

મિત્તલબેન કે મારું મન જ ન તું. તોય ક્યાંય મોકલી દીધો મારા એકના એક દીકરાને "બાપ ઇ બાપ જ"

 

 

"મા બોલી ગઈને;બાપ એ વિષ પણ પી ગયો"

 

 

કેમ કે એ એક મા ને કમજોર ન તો કરવા માંગતો; એક બાપ.પોતાની આંખ સામે ઇ પોતાની પત્નીને પોતાની આંખ સામે ઝુરતી જોવા ન'તો માંગતો.

 

હા,તારી સાચી વાત. એટલું જ એક પિતા બોલી શક્યો.

 

 

મિત્તલબેન ૧૦પાસ સાદું અંગ્રેજી આવડે સમજુ પણ ખરા..

 

 

તો વળી પાછું યાદ આવ્યું મિત્તલબેનને વૈભવી બેને કહેલું

 

પેલાનો છોકરો ૨૦વર્ષે ગયો પણ વ્યસની થઈને આવ્યો.

 

 

બીજાનો ૨૩ વર્ષે ગયો તોય બીજી નાતની છોકરી લાવ્યો.

 

 

૨૫વર્ષે ગયો તો ત્યાં જ રે'તા ભારતીય જોડે લગ્ન કરીને જ આવ્યો.

 

 

એક બીજો છોકરો તો મા-બાપને મળવા  ક્યારેક આવે પૂરો વિદેશી થઈ ગયો.

 

 

તો એક છોકરા એ ખોટું બોલી મિલ્કતમાં સહી કરાવી મા- બાપને કાઢી મુક્યા.

 

 

આ બધું મિત્તલબેનને એક પછી એક યાદ આવવા લાગ્યું...

 

 

હર્ષિતભાઈ એ પણ લાગતા વળગતાને સંદેશો આપ્યો.મેં કરી એવી ભૂલ  ન કરતા. ખરા ટાણે છોકરાને આપણી જરૂર હોય, હૂંફની જરૂર હોય ત્યારે એકલા ભણવા મોકલી દઈએ ને પછી આપડે ફરિયાદ કરીએ કે છોકરાને મારાં માટે લાગણી નથી એ ખોટું!!!

 

 

બીજું એ મોટા થાયને પછી મોકલીએ ને આપડા પોતાના બાળકમાં જે બદલાવ આવે એ આપણા નસીબ.

 

 

જ્યારે મમ્મી-પપ્પાની સાચી જરૂર હોય, પ્રેમની, ભાવનાની લાગણીની, હૂંફની, માતાના પડખાની,પપ્પાના ખાભ્ભાની ત્યારે એ દૂર હોય એ ખોટું!!!

 

 

બસ

 

 

બહાર ૫-૫  વર્ષના બાળકો ભણવા માટે મોકલે તે માતા પિતાને ખાસ વિન્નતી તમે લડાઈ એટલું બાળક સાથે લડીલો.

 

પ્રેમમાં, હુંફમાં, લાગણીમાં આપી દો...

 

અપાય તેટલું...

 

પછી એને કશું આડે ન આવે તો એ જ આપણા સાચા નસીબ...એજ કર્મને એજ મર્મ ને એજ જિંદગી જીવવાનો સાર....

 

 

◆◆◆

 

ઘરના દરવાજે દસ્તક આવી....

 

 

લાગે છે મારો "ધ્રુવલ"આવી ગયો...એના પપ્પા જોડે...

 

પણ એની મમ્મી એને નહિ ગમે તો, હું તો સાવ સીધી સાદીને....?

 

 

એને મારી પૂજાની થાળીને આ દીપ અગરબત્તીને  ફૂલ નહીં ગમે તો....

 

 

હું તો ૧૦ ભણેલી એ તો વિદેશ ભણીને આવ્યો ૧૦ વર્ષનો હતો ને ૧૦ વર્ષ થી ગયેલો હતો....

 

 

તે મારી પરંપરાનું અપમાન કરશે તો?

 

 

પૂજાની થાળી તૈયાર કરતા મિત્તલબેન ની આંખમાં આંસુ આવી ગયાં...�������

 

 

છતાં એ ધીમા પગલે આવ્યા..

 

 

દરવાજો ખોલ્યોને પોતાના ધ્રુવલને નિહાળી રહી એક મા...

 

 

હર્ષના આંસુ પણ આવી ગયા એક "મા" થી ન રહેવાયું;

 

પોતાના બાળકને ૧૦ વર્ષથી સ્પર્શ કર્યા વગર રહેલી માતા કેમ રહી શકે...?

 

 

એક હાથે થાળી પકડીને બીજો હાથ ધ્રુવલ તરફ લાંબો કર્યો...

 

ત્યાં જ પૂજાની થાળી લડખડાઈ ત્યાં ધ્રુવલ થાળી સંભાળતા બોલ્યો:

 

 

"મમ્મા,તું તો કે'તીતી કે પૂજાની ડીસ ઢોળાઈ તો અપશુકન થાય?"

 

 

મમ્મીને પપ્પા જોઈ રહ્યા...

 

બસ જોઈ જ રહ્યા.....

 

 

 

મમ્મા,હવે તો મને છોડને આરતી કરી અંદર તો આવવા દે!!!

ચરણ સ્પર્શ કરતો ધ્રુવલ બોલ્યો.

 

 

હા હા...

 

ધ્રુવલ અંદર આવ્યો. મમ્મા તું હજુય એવી ને એવી જ છે.

 

 

મારી બધી જ વસ્તુ તે વ્યવસ્થિત ગોઠવેલી જેમની તેમ છે,

પણ હવે હું આવી ગયો...હો.

 

તું નથી સુધરી મમ્મી એમ,?

હજુ હું પણ નથી સુધર્યા,એવોને એવો જ છું.!!!!

એમ કહી એ પોતાના રૂમમાં ગયો.

 

 

પછી આખો દિવસ એ ૫૦ વર્ષની આધેડ સ્ત્રી એ પોતાના દીકરા સાથે સમય વિતાવ્યોને સાંજના ૭ વાગા આજુબાજુ ધ્રુવલ તેના રૂમમાં ગ્યોને મમ્મી રસોઈ માટે.

 

 

૨ કલાક પછી મમ્મી જ્યારે ધ્રુવલને જમવા માટે બોલાવવા ગઈ ત્યારે મમ્મી એ જે જોયુ,

 

 

એ અસહ્ય, અઘરું ને દર્દનાક છે.

 

 

હે ભગવાન!!!!

 

આ છોકરો,

 

"ઈશ્વરે તને નવરો હશે તે દિ'ઘડ્યો હશે"

'આળવિતરો! "

"એક જ ધારું બસ તોફાન,તોફાનને તોફાન જ "

"એક સેકન્ડવારનીય  શાંતિ લે નહિ ને લેવા દે'ય નહિ"

હે ભગવાન!!!

 

 

બાપ દીકરો એ આધેડ સ્ત્રીને સાંત્વન આપતા બોલ્યા;

 

હમ નહિ સુધારેન્ગે

ને છેલ્લે પોતાનો દીકરો  જેમનો તેમ  જ પાછો મળવાની ખુશી અપાર ઝળકી...

જળજળીયા સાથે...

એક માઁ ના હદયમાં

★★★★

 

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED